________________
શ્રીમદ્ પ્રત્યે વિચારવાન ગાંઘીજીના ઉચ્ચ અભિપ્રાયો
શ્રીમદુ જેવી છાપ બીજા પાડવા અસમર્થઃ “ઘણા ઘર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું. દરેક ઘર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ (શ્રીમદે) પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમના ઘણા વચનો મને સોંસરા ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો. મારા જીવન પર શ્રીમદ્ગો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વર્ણન કરી શકતો નથી.”
શ્રીમદ્ જેવા ઉત્તમ પુરુષ ક્યાંય જોયા નહીં–“હું કેટલાયે વર્ષોથી ભારતમાં ઘાર્મિક પુરુષની શોઘમાં છું. પરંતુ એમના જેવા ઘાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી કે જે શ્રીમદ્ભી હરિફાઈમાં આવી શકે. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતા. ઢોંગ, પક્ષપાત કે રાગ-દ્વેષ નહીં હતા.
જગતમાં ચાલતું જૂઠ, પાખંડ શ્રીમને અસહ્ય-“તેઓ ઘણીવાર કહેતા કે ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ઘર્મને નામે અધર્મ વર્તી રહ્યો છે તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઊકળી રહેલા તેમને મેં ઘણીવાર જોયા છે. તેમને આખું જગત પોતાના સગા જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતા જોઈને જે કલેશ આપણને થાય છે તેટલો કલેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતો.”
શ્રીમનું વાયુવેગે મોક્ષ તરફ ગમન- “આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી (સંસારથી વિરક્ત) હતા, આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્ કદાચ એક ભવ બસ થાઓ. આપણે મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ઘસી રહ્યા હતા.”
રાગદ્વેષથી રહિત થવું એજ મુક્તિનો ઉપાય-“શ્રીમદ્ રાજચંદ્રની દ્રષ્ટિએ તો મોક્ષ મેળવવો એટલે સર્વાશે રાગદ્વેષથી રહિત થવું.”
જીવનપર્યત બ્રહ્મચર્ય પાળવામાં શ્રીમની અસર– “સ્વ સ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્યો એ અત્યારે મને ચોખું યાદ નથી આવતું. પણ એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈ (શ્રીમ)ની અસરનું પ્રાધાન્ય હતું.”
શ્રીમદ્ વેપારી નહીં પણ શુદ્ધ જ્ઞાની-“જે મનુષ્ય (શ્રીમ) લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેકવેળા થયેલો. મેં તેમને કદી મૂચ્છિત સ્થિતિમાં જોયા નથી. મારે જોડે તેમને કશો સ્વાર્થ નહોતો.”
શ્રીમદ્ના ઉત્તમ ગુણોથી થયેલ આકર્ષણ–“જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ઘગશ, આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું.
આત્મઘર્મ સમજવા શ્રીમદ્ સાહિત્ય-“જેને આત્મફ્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે; તેને શ્રીમન્ના લખાણમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ઘર્મી.”
૮૦