________________
ગાંગેય અણગારના ભાંગા સુગમ શૈલીમાં
શ્રી ઘારશીભાઈ જણાવે છે : શ્રીમદ્ ૧૪-૧૫ વર્ષની વયે મોરબીમાં એક વાર મારે ત્યાં પધાર્યા હતા. હું શાસ્ત્રનો અભ્યાસી હોવાથી સાધુ મહારાજ અમારા ઘરે વહોરવા માટે આવ્યા ત્યારે મને કહ્યું કે ગાંગેય અણગારના ભાંગા બરાબર સમજાતા નથી માટે બપોરે સ્થાનકે આવજો. મેં હા પાડી. ત્યાં હાજર રહેલા શ્રીમદે આ વાર્તાલાપ સાંભળ્યો. હું કામ પ્રસંગે બહાર
ગયો.
તે દરમ્યાન શ્રીમદે કોરો કાગળ લઈ તેમાં “ગાંગેય અણગારના ભાંગાનું અપૂવે રહસ્ય’ એ મથાળા નીચે તે ભાંગાનું સ્વરૂપ સુગમ શૈલીમાં લખી, તે કાગળ એક નાની ચોપડીમાં મૂકી પોતે ચાલ્યા ગયા.
હું બહારથી ઘરે આવતો હતો ત્યારે બારણામાંથી ઘરમાં બકરીએ પ્રવેશ કર્યો અને એક ચોપડી મુખમાં લીધી. તે બકરીને હકાલતાં તેના મોઢામાંથી તે ચોપડી નીચે પડી ગઈ. તેમાંથી શ્રીમદુના લખેલ “ગાંગેય અણગાર'ના ભાંગા વાળો કાગળ પણ બહાર નીકળી પડ્યો. તે લઈ વાંચતા મારા આશ્ચર્યનો પાર રહ્યો નહીં. શ્રીમદ્ પ્રત્યે પરમ આદર ભાવ ઊપજ્યો. એકદમ ઉલ્લાસમાં આવી તેમને બોલાવી લાવવા પટાવાળાને મોકલ્યો.
“શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પુ.૧૮૪)
૨૨