________________
મુનિઓને શાસ્ત્રદાન,
૧) સંવત ૧૯૫૭માં અમદાવાદ આગાખાનના બંગલે શ્રીમદ્ પોતાનાં માતુશ્રી અને પત્ની સહિત પધાર્યા હતા ત્યારે તેમના હાથે
મુનિઓને હસ્તલિખિત ગ્રંથો વહોરાવવા માટે શ્રીમદ્ વાત કરે છે. ૨) શ્રી લલ્લુજીસ્વામી આદિ મુનિઓ ચોમાસું પૂરું કરી અમદાવાદ આવ્યા. તે વખતે શ્રીમદ્ પાસે હાથના લખેલા બે મોટા
દિગંબરી ગ્રંથો “જ્ઞાનાર્ણવ’ અને ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ નામે હતા. તેમાંનો “જ્ઞાનાર્ણવ' નામનો ગ્રંથ પોતાનાં માતુશ્રી દેવબાના હાથે મુનિશ્રી લલ્લુજી સ્વામીને અને “કાર્તિકેયાનુપ્રેક્ષા” નામનો ગ્રંથ પોતાના પત્ની ઝબકબાના હાથે મુનિશ્રી દેવકરણજીને વહોરાવ્યો હતો. ડૉ. પ્રાણજીવનદાસ આગાખાનના બંગલે બેઠા હતા. તેમને શ્રીમદે કહ્યું : “આ બે મુનિઓ શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી ચોથા આરાના મુનિ સમાન છે, ચોથા આરાની વાનગી છે.” પરમકૃપાળુદેવ પત્રાંક ૮૭૫માં એકલા શ્રી લલ્લુજી મુનિ (પ.પૂ.પ્રભુશ્રીજી)ને લખે છે કે -
“પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.” આ ગુણસંપન્ન સંબોઘન વડે પ.પૂ.પ્રભુશ્રીજી મોક્ષમાર્ગ દર્શાવવા માટે પરમ વિશ્વસનીય પુરુષ સિદ્ધ થાય છે.
૧૩૫