________________
લીલોતરીના જીવો પર કરુણા
શ્રી જવલબેન ભગવાનદાસ મોદી જણાવે છે :
પૂ. દેવમા કહેતા કે કૃપાળુદેવ નાના હતા ત્યારે તેમને એક દિવસ શાક સમારવા આપ્યું. તે શાક સમારતા જાય અને આંખમાંથી આંસુ વહેતા જાય. પૂ. દેવમાએ આ જોયું ત્યારે કહેવા લાગ્યા: “આટલું શાક સમારવામાં પણ તને રડવું આવે છે?” પણ કૃપાળુ શું કહે? તેમના અંતરમાં તો લીલોતરીના જીવો પર કરુણા વરસી રહી હતી; તે કારણથી અશ્રુધારા વહેતી હતી. જ્ઞાનીની આ અંતરવેદના કોણ સમજે?
“કોઈ લીલોતરી મોળતું હોય તો અમારાથી તો જોઈ શકાય નહીં. તેમ આત્મા ઉજ્જવળતા પામે તો ઘણી જ
અનુકંપાબુદ્ધિ વર્તે છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૯૯)
'
)
મહાવીર પ્રભુને વૃષ્ટિમાં ઉતારો શ્રી પોપટભાઈ મનજી જણાવે છે :
બાળયોગી શ્રીમદ્ રાજચંદ્ર નાના બાળકોને પોતાની પાસે બોલાવી કહેતા કે તમો ધ્યાનમુદ્રા પ્રમાણે આમ હાથ નીચે હાથ રાખી આંખો મીંચી દ્યો અને હું બોલું છું તેમ શ્રી મહાવીર પ્રભુને તમારી દ્રષ્ટિમાં ઉતારો. ત્યારે કેટલાકોએ તેમ કર્યું અને કેટલાક પદ્માસન વાળી ન શક્યા તેમને ભીંતના ઓથે ઊભા રાખ્યાં અને શ્રીમદ્ પોતે આવી કોઈ ગાથા બોલતા જાય.
“જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય,
ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૬)