________________
શ્રી જૂઠાભાઈને શ્રીમનું યથાર્થ ઓળખાણ
શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રીમદે અવધાન કરી બતાવ્યા હતા. તે જોઈને તથા દ૨૨ોજના પરિચયથી શ્રીમના સમ્યગ્દર્શનાદિ અંતરંગ આત્મગુણોની યથાર્થ ઓળખાણ શ્રી જૂઠાભાઈને થઈ હતી.
સં.૧૯૪૪માં શ્રીમદ્ મોક્ષમાળા છપાવવા માટે અમદાવાદ પધાર્યા હતા. ત્યારે શેઠ શ્રી પાનાચંદ ઝવેરચંદને ત્યાં ઊતર્યા હતા. ત્યાં શેઠ શ્રી જેસંગભાઈનું તથા ભાઈશ્રી જૂઠાભાઈ વગેરેનું આગમન થતું. શ્રીમદ્ તેમના મનની વાતો જાણીને પ્રગટ કહેતા; તેથી સમાગમમાં આવના૨ને આશ્ચર્ય લાગતું. લોકોમાં તેઓ વિદ્વાન અને મોટા માણસ છે એમ છાપ પડી હતી.
૬૪
શ્રી જૂઠાભાઈ
શેઠશ્રી જેસંગભાઈને વ્યાપારના કારણે પ્રસંગોપાત બહારગામ જવું પડતું અને નિવૃત્તિ ઓછી મળતી. તેથી તેમના નાના ભાઈ શ્રી જૂઠાભાઈને શ્રીમદ્ની સાર સંભાળ રાખવા તેમણે ભલામણ કરી હતી. પૂર્વના સંસ્કારે પરિચય વઘવાથી ગાઢ ઓળખાણ થઈ અને તેમને શ્રીમદ્ પ્રત્યે પૂજ્યભાવ વધતો ચાલ્યો.
“જીવ ખોટા સંગથી અને અસદ્ગુરુથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે ? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાનીપુરુષની આશાએ વર્તે તો
પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યક્ત્વ થાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૨૭)