________________
સિદ્ધ શિલા
પરમકૃપાળુદેવ ઈડરમાં સાતે મુનિઓની સાથે ઘંટીયા પહાડ ઉપર ચઢી ત્યાં આવેલી એક વિશાળ શિલા પર બિરાજ્યા. સાતે મુનિઓ પણ તેમનો વિનય કરી નીચે બેઠા. તે વખતે શ્રીમદ્ બોલ્યા કે અહીં નજીકમાં એક વાઘ રહે છે પણ તમે નિર્ભય રહેજો. પોતાને સંબોધીને શ્રીમદે જણાવ્યું કે જુઓ, આ સિદ્ધ શિલા અને આ બેઠા તે સિદ્ધ. અહીં અમે સિદ્ધનું સુખ અનુભવ્યું છે માટે આ જગ્યાનું વિસ્મરણ કરશો નહીં.
તમે બધા પદ્માસન વાળી બેસી જાઓ અને જિનમુદ્રાવત્ બની દ્રવ્ય સંગ્રહની ગાથાઓનો અર્થ ઉપયોગમાં લો.
શ્રીમદે આખો દ્રવ્યસંગ્રહ ગ્રંથ અર્થ સાથે સમજાવ્યો. આજ્ઞાપૂર્વક એકાગ્ર ચિત્તે અચળપણે બેસીને સાતે મુનિઓએ તે સાંભળ્યો. મુનિશ્રી દેવકરણજી તો આ સમાગમની ખુમારીમાં આવી જઈ ઉલ્લાસપૂર્વક બોલી ઊઠ્યા કે “અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમગુરુનો થયો, તેમાં આ સમાગમ સર્વોપરી થયો. દેવાલય ઉપર કળશ ચઢાવે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી અને સર્વોપરી સમજાય છે.”
"मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठअत्थेसु ।
થિનિચ્છદ ન વિત્તે વિવિત્તજ્ઞાણMસિદ્ધિ !” -દ્રવ્યસંગ્રહ ગાથા ૪૯ “જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૩૦)
૧૨૭