________________
અષ્ટાવઘાન જોઈ મનજીભાઈનું આશ્ચર્ય
શ્રી પોપટભાઈ મનજી જણાવે છે :
સં. ૧૯૪૦માં મારા પિતાશ્રી મનજીભાઈ મોરબી ગયા હતા. ત્યાં શ્રીમદે વસંત બાગમાં પ્રથમ ખાનગીમાં મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયો લઈ આઠ અવઘાન કરી બતાવ્યા. એક સાથે બઘા કામ કરવા તેને અવઘાન કહેવામાં આવે છે. બીજે જ દિવસે ઘણા લોકોના આગ્રહથી જાહેરમાં બે હજાર માણસો સમક્ષ પવિત્ર ઉપાશ્રયમાં બાર અવશાન કરી બતાવ્યા.
આ ચમત્કૃતિ જોઈ મારા પિતાશ્રી આશ્ચર્ય પામ્યા અને વવાણિયે આવી રાત્રે જ પરમકૃપાળુદેવના પિતાશ્રી પાસે ગયા. મકાન બંધ હતું છતાં સાંકળ ખખડાવી બારણું ઉઘડાવ્યું અને હર્ષભેર તેમને કહેવા લાગ્યા કે તમારો દીકરો તો કોઈ દૈવી પુરુષ જાગ્યો. મોરબીમાં આઠ કામ એક સાથે કરી ગજબ કરી નાખી વગેરે જણાવ્યું હતું.
“અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૫)