________________
શ્રી મણિલાલ કહે—હું અને સાહેબજી એક ઝાડ નીચે બેઠા ઘર્મ ઉપદેશની વાતો કરતા હતા. ત્યારે ગામના ઝાંપે આણંદજી મોરારજી ઊભા ઊભા કાંઈ વિચારતા હતા. સાહેબજીના કહેવાથી તેમને મેં નજીક બોલાવ્યા. પછી સાહેબજીએ પૂછ્યું ઃ તમારું નામ આણંદજી છે – હાજી. તમે સામે ઊભા એવો વિચાર કરતા હતા કે શ્રીમદ્, મણિલાલને દીક્ષા લેવાનો બોધ કરે છે માટે બોટાદ જઈ રતનશી ગાંધી અને રાયચંદ ગાંધીને કહી દેવું છે, કહો એ વાત ખરી છે ? આણંદજી કહે : અહો ! સાહેબજી, આપે મારા મનની વાત જાણી. મારી બહુ ભૂલ થઈ. આપ તો મોટા પુરુષ છો, સારી શિખામણ જ
આપતા હશો.
અંતર્યામિ
સાહેબજી કહે : તમે આઠ પ્રશ્નો ધારીને આવેલા છો તેનો આ એક જ જવાબ છે. આણંદજી કહે : આપને ધન્ય છે. ઘણા સાધુઓ પણ આનો ખુલાસો આપી શક્યા નહોતા તે સર્વ આપની પાસેથી મળી ગયા. મારાથી આપની કોઈ પ્રકારે આશાતના થઈ હોય તેની ક્ષમા માંગું છું.
૮૩
સેવા કરવાનો લાભ રાત્રે ધર્મચર્ચા ચાલી. બધા મુમુક્ષુ સુવા માટે ગયા. સાહેબજી એક ઢોલીયા ઉપર સુતા. ચાર-પાંચ મુમુક્ષુઓ સેવા કરતાં પગ ચાંપતા હતા. તેમને મેં ધીમેથી કહ્યું કે મને સેવા કરવાનો લાભ આપો. ત્યારે કહે તમે પડખે બેસો. તેથી મને . બહુ ખેદ થયો કે મને કોઈ વખત દર્શન થયા અને આ લાભ મળે નહીં એમ વિચારતાં બહુ દિલગીર થઈ ગયો. તેટલામાં સાહેબજીએ સેવા કરનારાઓને કહ્યું : તમે સૌ એક બાજુ બેસો. મણિલાલને ઇચ્છા છે તો સેવા કરવા દો. એટલે તે કોરે ખસી ગયા અને બહુ આનંદથી યથાશક્તિ સેવા કરી.