________________
પરમકૃપાળુદેવની ભક્તિથી આત્મજ્ઞાન પામેલા ચાર ભક્તરત્નો
શ્રી લઘુરાજ સ્વામી મુનિ અવસ્થામાં પરમકૃપાળુદેવના અનન્ય ઉપાસક તરીકે જેઓ મુમુક્ષુ સમુદાયમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. સર્વને પ્રભુ કહીને બોલાવતા હોવાથી તેમનું ઉપનામ પ્રભુશ્રીજી પડ્યું હતું. પરમકૃપાળુદેવ પ્રબોધિત વીતરાગમાર્ગને વિશેષપણે પ્રગટમાં લાવનાર એ જ હતા. તેઓએ માત્ર ત્રીસ વર્ષની વયમાં દીક્ષા ગ્રહણ કરી હતી. વસોમાં ૪૪ વર્ષની ઉંમરે તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ શ્રીમદે એક માસ ત્યાં રહીને કરાવી હતી. પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રતાપે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસની સ્થાપના થવાથી હજારો ભવ્યોને આત્મકલ્યાણ સાઘવામાં સરળતા થઈ છે. અગાસ આશ્રમમાં જ ૮૨ વર્ષની ઉંમરે જેમણે અભુત સમાધિમરણ સાધ્યું હતું.
શ્રી સોભાગભાઈ સાયલા નિવાસી શ્રી સોભાગભાઈ પરમકૃપાળુદેવથી ૪૪ વર્ષ મોટા હતા. શ્રીમદે લંબાણથી પત્રો લખી તેમની અનેક શંકાઓનું સમાધાન કર્યું હતું. મુંબઈ વગેરે સ્થળોમાં સમાગમાથે તેઓ શ્રીમદ્ સાથે રહ્યાં હતાં. દેહ છૂટવાના ૧૧ દિવસ પહેલાં તેઓ પરમકૃપાળુદેવને પત્રમાં લખે છે કે : “આ કાગળ છેલ્લો લખી જણાવું છું. દિન આઠ થયા આપની કૃપાથી, અનુભવ ગોચરથી આ દેહ અને આત્મા બે ફાટ જાદા દેખાય છે. ગોસળીયા વિષેની આસ્થા બિલકુલ નીકળી ગઈ છે. આપ પત્રો લખીને મને મોટી પાયરીએ ચઢાવશો.” શ્રીમદે પણ તેમના અંત સમયમાં ત્રણ પત્રો જે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આંક ૭૭૯, ૭૮૦ અને ૭૮૧ માં છપાયેલ છે તે લખીને મોકલ્યા હતા. જેના પરિણામે ઉત્કૃષ્ટ પુરુષાર્થ આદરી ૭૪ વર્ષની ઉંમરે તેમણે અપૂર્વ એવું સમાધિમરણ સાધ્યું હતું.
શ્રી જૂઠાભાઈ તેઓ અમદાવાદના પૂર્વ સંસ્કારી ઘર્માત્મા અને બુદ્ધિશાળી હતા. શ્રીમ પ્રત્યે અપૂર્વ ભક્તિના પ્રતાપે અલ્પકાળમાં તેમને “સમ્યત્વ પ્રગટ્યું હતું. માત્ર ૨૩ વર્ષની અલ્પવયે તેઓ કાળઘર્મ પામ્યા. તેમના મરણ પછી એમના વિષે પત્રાંક ૧૧૭માં શ્રીમદ્ લખે છે કે “મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજાગુપ્સિત હતો, ભક્તિનું પ્રાઘાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું....ઘર્મના પૂર્ણાહૂલાદમાં આયુષ્ય ઓચિંતું પૂર્ણ કર્યું.”
શ્રી અંબાલાલભાઈ જે ખંભાતના નિવાસી હતા. તેઓ ઘણા સેવાભાવી, ક્ષયોપશમી, વૈરાગી અને પુરુષાર્થી હતા. તેમના અક્ષરો મોતીના દાણા જેવા હોવાથી તેમની પાસે શ્રીમદ્ પત્રોના ઉતારા કરાવી યોગ્ય
જીવાત્માઓને મોકલાવતા હતા. પરમકૃપાળુદેવ સાથે નિવૃત્તિ સ્થળે રહી તેમની રસોઈ વગેરે પણ પોતે બનાવતા. સપુરુષની સેવાના કારણે એમને એવી લબ્ધિ પ્રગટી હતી કે શ્રીમદ્ જે ઉપદેશ આપે તે આઠ દિવસે પણ અક્ષરે અક્ષર લખી લાવી શકતા હતા. પરમકૃપાળુદેવના પ્રતાપે જેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હતું. માત્ર ૩૭ વર્ષની વયે તેમણે પણ પરમકૃપાળુદેવની રટના કરતાં ખંભાતમાં અલૌકિક એવું સમાધિમરણ સાધ્યું હતું. “અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સર્ઘર્મનો નિષ્કારણ કરુણાથી જેણે
ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો! નમસ્કાર હો!” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૬૫).
છે
૬૨