________________
પ્રત્યક્ષ પરમગુરુ પરમકૃપાળદેવ
હવે આપણે આધાર કોણ? પ્રત્યક્ષ પરમગુરુ પરમકૃપાળુદેવ.
પ્રત્યક્ષ સત્પરુષ વિના સ્વરૂપસ્થિતિ થવી સંભવતી નથી એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. એ વાર્તા જો કે યથાર્થ છે, પણ પ્રત્યક્ષ સત્પરુષ કોને કહેવા? કે જેની આજ્ઞામાં રહી આત્મ કલ્યાણ સાધી શકાય.
મુખ્યત્વે પ્રત્યક્ષ સત્પરુષ આત્મજ્ઞાની હોવા જોઈએ. કેવળ આત્માની વાતો કરી અંતરમાં મનાવા પૂજાવાની વાસના ભરેલી હોય એવા કહેવાતા જ્ઞાની, જીવોનું કલ્યાણ કરી શકે નહીં. ગુરુ થવું એ ભારે જોખમદારીનું કામ છે. જો અસદ્ગુરુનાં લક્ષણો હશે અને પોતાને ગુરુપદે મનાવતા હશે તો ત્રીસ મહામોહનીય કર્મના ભાંગામાં પેસી જઈ અનંત સંસાર વધારી દેશે.
વર્તમાનકાળમાં પરમકૃપાળુદેવના ઉપદેશ અનુસાર સાચા આત્મજ્ઞાની ગુરુની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. માટે પ.પૂ.પ્રભુશ્રીજીના કથનાનુસાર આવા કાળમાં પરમકૃપાળુદેવને જ ગુરુ માની, જીવનપર્યત તેમના દાસ થઈ, તેમની જ ભક્તિમાં લીન થવું એ મુક્તિમાર્ગનો સંપૂર્ણ સુરક્ષિત ઉપાય છે. પ્રત્યક્ષ સત્પરુષ મેળવવાના બહાને ક્યાંય ભટકવા જેવું નથી. નહીં તો જે સત્ મળ્યું છે તેને પણ જીવ ખોઈ બેસશે, એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ જણાવ્યું છે.
જેણે આત્મસ્વરૂપ પ્રગટ કર્યું તે પ્રત્યક્ષ જ્ઞાની એવા નિકટ ભૂતકાળમાં થયેલા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવને જ પ્રત્યક્ષ ગુરુ તુલ્ય માની તેમની આજ્ઞા આરાઘવાથી જરૂર કલ્યાણ થવા સંભવ છે. આ કાળમાં તેમના વચનો જેમ છે તેમ પ્રત્યક્ષ હાજર છે, એમની વીતરાગ મુદ્રા પણ જેવી હતી તેવી પ્રત્યક્ષ વિદ્યમાન છે. તે વીતરાગમુદ્રા અને વચનામૃતોવડે આજે પણ સમ્યત્વસમકિત પ્રાપ્ત કરી શકાય છે. એ વિષે પરમકૃપાળદેવ સ્વયં પત્રાંક ૬૦૯માં જણાવે છે :
સત્સંગનું એટલે સપુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ ને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાઘવો કે જે આરાઘનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૭૦)
૧૪૫