________________
ન્યાયાધીશ દારશીભાઈને ઘર્મ પ્રાપ્તિની ઘગશ
શ્રી ઘારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. ઘંઘુકામાં શ્રી લલ્લુજી મુનિનું ચોમાસું હતું. ત્યાં તેઓ દર્શન સમાગમ અર્થે આવ્યા. અને મુનિશ્રી લલ્લુજીને ઉપાશ્રયેને મેડે પધારવા વિનંતિ કરી. પછી વિનયપૂર્વક ઘારશીભાઈએ તેમને સાષ્ટાંગ દંડવત્ કરી કહ્યું :
સં. ૧૯૫૭માં શ્રીમદ્જીનો દેહ છૂટતાં પહેલાં પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ મને જણાવેલું કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા. હવે આપ મારે અવલંબનરૂપ છો. પરમકૃપાળુદેવે આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. મારી હવે આખર ઉંમર ગણાય અને હું ખાલી હાથે મરણ પામું તો તેના જેવું બીજું શું શોચનીય છે? આજે અવશ્ય કૃપા કરો, એમ વારંવાર કહી કંઈ પ્રસાદી આપવા વિનંતિ
કરી.
તેથી શ્રી લલ્લુજી મુનિએ, સ્મરણમંત્ર મુમુક્ષુઓને જણાવવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરેલ તે તેમને જણાવ્યો. તેનું આરાઘન મરણની છેલ્લી ઘડી સુધી કરી શ્રી ઘારશીભાઈએ દુર્લભ એવું સમાધિમરણ સાધ્યું.
પરમકૃપાળુદેવની હાજરીમાં શ્રી જૂઠાભાઈને પણ સ્વરૂપજ્ઞાન પ્રગટેલ તેનો ઉલ્લેખ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રક ૧૧૭માં મળી આવે છે.
૧૪૪