________________
શ્રી તીર્થકરનો અંતર આશય
“બંઘ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ
તો તે શ્રી તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૧૪)
શ્રીમદુ, ભગવાન મહાવીરના
અંતિમ શિષ્ય ઉત્તરસંડામાં સેવામાં રહેલ શ્રી મોતીલાલ ભાવસારને શ્રીમદ્જીએ કહ્યું કે “તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગૃત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” (જી.પૃ.૨૨૭)
વસોમાં મુનિઓને પણ જાગૃતિ આપતાં શ્રીમદે કહ્યું : “હે મુનિઓ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરો છો, પણ જ્ઞાની પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચસો, પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.” (જી.પૃ.૨૨૪)
સમવસરણ–સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીર અને તેમના શિષ્યો, તેમાનાં એક શિષ્ય પરમકૃપાળુદેવ.
૧૨૦