________________
મિથ્યાવૃષ્ટિની ક્રિયા સફળ, સમ્યક્દૃષ્ટિની ક્રિયા અફળ
શ્રીમદ્ મુંબઈમાં ચીંચ
પોકલીના ઉપાશ્રયે શ્રી સુંદરલાલ સાથે પધાર્યા ત્યારે શ્રી દેવકરણજી મહારાજે પૂછ્યું કે આ ‘સૂત્રકૃતાંગ’માં ‘જ્યાં ‘સફળ' શબ્દ છે ત્યાં ‘અફળ’ અને જ્યાં ‘અફળ’ છે ત્યાં ‘સફળ’ શબ્દ હોય તો અર્થ ઠીક બેસે છે. તો આમાં લેખનદોષ છે કે બરાબર છે?
શ્રીમદ્ કહે—લેખનદોષ નથી, બરાબર છે. કેમકે મિથ્યાદૃષ્ટિ ક્રિયા કરે તેને પુણ્ય કે પાપરૂપ ફળ આવે તેથી તે સફળ છે અને સભ્યષ્ટિ ક્રિયા કરે તેને પુણ્ય કે
પાપરૂપ ફળ આવતું નથી પણ કર્મોની નિર્જરા થાય છે માટે તે અફળ છે; એમ પરમાર્થ સમજવા યોગ્ય છે. આ સમાઘાન ઉપરથી શ્રી દેવકરણજી મહારાજને પહેલી મુલાકાતે શ્રીમદ્ મહાબુદ્ધિશાળી પુરુષ છે અને શ્રી લલ્લુજી મહારાજ કહેતા હતા તે સાચું છે એમ ભાસ્યું.
તે
હીરા માણેક મોતી કાળકૂટ વિષ સમાન
એક દિવસ તે બે મુનિઓ (પ્રભુશ્રીજી અને દેવકરણજી) શ્રીમદ્દ્ની પાસે આવ્યા ત્યારે શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને પૂછ્યું : “વ્યાખ્યાન કોણ આપે છે? પર્ષદા કેટલી ભરાય છે? શ્રી દેવકરણજીએ કહ્યું : ‘હજારેક માણસોની પર્ષદા ભરાય છે. શ્રીમદે પૂછ્યું : “સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે?''
શ્રી દેવકરણજી બોલ્યા : “કાયાથી થતો નથી, મનથી થાય છે.’” શ્રીમદે કહ્યું : “મુનિએ મન, વચન, કાયા ત્રણે યોગથી સાચવવું જોઈએ.’’ શ્રી દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું : “તમે ગાદી-તકીયે બેસો છો અને હીરામાણેક તમારી પાસે પડેલા હોય છે ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય ? શ્રીમદે કહ્યું : “મુનિ, અમે તો કાળફૂટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે ?’’ આ સાંભળી શ્રી દેવકરણજી સજ્જડ થઈ ગયા.
“જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૯)
૭૫