________________
અગમ ચેતવણી
વવાણિયામાં એક વીરજી રામજી દેસાઈ નામે વ્યક્તિ હતા. એકવાર પરમકૃપાળુદેવ સાથે તેઓ ફરવા જતા હતા. ત્યારે શ્રીમદે પૂછ્યું: વીરજી કાકા! મારા કાકીને કંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા? વીરજીભાઈએ કાંઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસ થયા અને વીરજી દેસાઈના પત્ની ગુજરી ગયા. બીજ વાર ફરી વીરજી દેસાઈ સાથે પરમકૃપાળુદેવને ફરવા જવાનો યોગ બન્યો ત્યારે ફરી તે વાત ઉપાડી શ્રીમદે કહ્યું : વીરજી કાકા!હવે ફરી પરણશો ? ત્યારે તેઓ બોલ્યા નહીં પણ મોઢું મલક્યું. તેથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે છ મહિના સુધી પરણશો નહીં.
છ મહિના થયા કે શ્રાવણ વદ ૬ ની રાત્રે ઉપાશ્રય થી ઘરે આવતાં ખાળમાંથી સર્પ નીકળ્યો અને વીરજીભાઈ ને કરડ્યો. ઝેર ઉતારવાની ઘણી મહેનત કરી; તે વખતે વીરજીભાઈએ કહ્યું : મારો ચોવિહાર ભંગાવશો નહીં; મને કહેનારે કહી દીધું છે.
પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે. ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે. તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાઘનભૂત સમજવી જોઈએ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૨૩)
૬૦