________________
આત્મોન્નતિમાં બાઘક ગણી જ્યોતિષ જોવાનો ત્યાગ
અલ્પ સમયમાં શ્રીમદે જ્યોતિષના ગ્રંથો અવલોકી લીઘા. પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામી કૃત સંસ્કૃતમાં રચેલ જ્યોતિષનો અપૂર્વ ગ્રંથ “ભદ્રબાહુ સંહિતા” પણ અવગાહી ગયા.
શ્રીમન્ના જ્યોતિષજ્ઞાનની ખ્યાતિ પ્રસરતા સ્નેહી, આપ્તજનો તથા ઈતરજનોએ પણ લાભ લીધો. એક વાર માંદગીના બિછાને પડેલ બાળક વિષે પૂછતાં શ્રીમદ્ વિચારમાં પડી ગયા.
જ્યોતિષજ્ઞાનવડે જાણ્યું કે આ બાળક માંદગીમાંથી બચી શકશે નહીં પણ એનું મૃત્યુ થશે. તે વિષે પૂછતાં શ્રીમદે જવાબ આપ્યો કે શું આવા અનિષ્ટ દુઃખદ સમાચાર અમારે આપવા?
આજ પછી જ્યોતિષ જોવાનું અમે બંઘ કરીએ છીએ. લોકો કહે શા માટે બંઘ કરો છો? શ્રીમદ્ કહે પરમાર્થમાં વિદ્ધભૂત જાણી કલ્પિત ગણીને અમે તેનો ત્યાગ કરીએ છીએ.
૪૧