________________
ઈડરમાં પરમાર્થનો અપૂર્વ બોઘ
શ્રી સોભાગભાઈની છેલ્લી અવસ્થામાં તાવ આવતો હતો તેથી તેમના પુત્રોને ખાતરી આપી કે તેમને કંઈ થશે નહીં, તમે ચિંતા કરશો મા; એમ જણાવી શ્રીમદ્ તેમને દસ દિવસ સાયલેથી ઈડર એકાંતમાં લઈ ગયા હતા. ત્યાં પરમાર્થનો અપૂર્વ બોઘ આપી આત્માર્થના ઉત્કૃષ્ટ પુરુષાર્થમાં તેમને પ્રેર્યા અને મુંબઈથી પણ સમાધિમરણ માટે તેમને ખાસ પત્રો લખ્યા હતા. તેના ફળ સ્વરૂપે અપૂર્વ એવું સમાધિમરણ શ્રી સોભાગભાઈએ સાધ્યું. મુંબઈથી લખેલા પત્રોમાં શ્રીમદ્ જણાવે છે : “અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે
મોટો ભાગ્યોદય માનીશું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૩) “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર
સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૂ.૬૦૪) “જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૫) “અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી
નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૬)
૬૮