________________
છૂટવાના સ્થાને બંઘન થાય તે ભયંકર
વડવામાં પરમકૃપાળુદેવ વડની છાયા નીચે બિરાજમાન થયા હતા. ત્યાં મુનિઓ, ભાઈઓ તથા બહેનો બધાં બોધ શ્રવણ અર્થે આવ્યા હતા. જે જે પ્રશ્નો પૂછવા ઘારીને આવેલા તેમના પ્રશ્નોનુ સમાધાન વગર પૂછ્યું જ ઉપદેશમાં થઈ જતું હતું. સાહેબજીના મુખારવિંદમાંથી કુલાગ્રહના ત્યાગ સંબંઘીનો ઉપદેશ ચાલતો હતો.
ત્યાં એક ગટોરભાઈ નામની વ્યક્તિએ ઊભા થઈને આક્રોશ ભાવથી બન્ને હાથ લંબાવીને કહ્યું કે મુહપત્તી બાંધીને બોલવું જોઈએ. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે શાસ્ત્રમાં મુહપત્તીનું વિધાન છે પણ દોરો ચાલ્યો નથી, અર્થાત્ દોરા વડે તેને મોઢા આગળ બાંધી રાખવી તે વિધાન પ્રચલિત નથી. કષાયભાવયુક્ત શબ્દો બોલતાં ગટોરભાઈનું મોઢું, હાથ તેમજ પગ ધ્રૂજતા હતા.
થોડીવાર પછી સાહેબજીએ જણાવ્યું કે જે કાંઈ પણ કહેવું થાય તે ઘીરજથી કહેવું જોઈએ. જે સ્થાને મુક્ત થવાય તે જ સ્થાને જીવને બંધન થાય તો પછી બીજા કયા સ્થાને વિશ્રાંતિ લઈ શકાશે?
“જે જીવને અનંતાનુબંધીનો ઉદય છે તેને સાચા પુરુષની વાત સાંભળવી પણ ગમે નહીં.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૯૪) “જ્ઞાનીપુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૩)
૯૪