________________
વીરપ્રભુના અંતિમ શિષ્યનો આ કાળમાં જન્મ
ઈડરના મહારાજા કહે : આ ઈડર પ્રદેશ સંબંઘી આપના શા વિચારો છે? શ્રીમદ્ કહે, તમારો ઈડરિયો ગઢ, તે ઉપરના જૈન દેરાસરો, રૂખી રાણીનું માળિયું, રણમલની ચોકી, મહાત્માઓની ગુફાઓ અને ઔષધિય વનસ્પતિ જોઈ, આ દેશના વસનારાઓની સંપૂર્ણ વિજયી સ્થિતિ જણાય છે. તથા તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો તે પુરાવો આપે છે.
વળી શ્રીમદ્ કહે–જૈનમાં ચોવીસ તીર્થંકરો થયા છે. તેમાંના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનું નામ આપે સાંભળ્યું હશે. જિનશાસનને પૂર્ણ પ્રકાશમાં લાવનાર આ છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામી અને તેઓના શિષ્ય ગૌતમાદિ ગણધરો આ ઈડરના પહાડોમાં વિચરેલાનો અમને ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા; તેમાંનો એક શિષ્ય પાછળ રહી ગયેલો જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે.
આ સંકેત પોતા વિષેનો છે, કેમકે પોતે અન્યત્ર સ્વયં જણાવેલ છે કે અમે ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા. “મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૮) બહુ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તોપણ
મારી વતી વીરને નિઃશંક ગણજો.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૮)
૧૨૫