________________
શ્રી સોભાગભાઈને શ્રીમદ્ભ પ્રથમ મિલન.
સાયલા ગામ નિવાસી શ્રી લલ્લુભાઈને એક જૈન સાધુપુરુષે બીજજ્ઞાન આપ્યું. તેમણે તે પોતાના પુત્ર શ્રી સોભાગભાઈને આપ્યું, અને જણાવ્યું કે : કોઈ યોગ્ય જીવ હોય તો તેને તે બીજજ્ઞાન આપવું.
શ્રી સોભાગભાઈ શ્રીમદ્ રાજચંદ્ર શતાવધાની, વિદ્વાન, તત્ત્વના જાણનાર, કવિ તરીકેની ખ્યાતિ સાંભળી બીજજ્ઞાન તેમને આપવા વિ.સં. ૧૯૪૬માં મોરબી આવ્યા. શ્રીમને મળવા ગયા ત્યારે તેઓ દુકાને બેઠા હતા.
શ્રી સોભાગભાઈએ જેવો દુકાનમાં પ્રવેશ કર્યો કે શ્રીમદ્ બોલ્યા: “આવો સોભાગભાઈ,” સોભાગભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા નથી અને નામ દઈ કેવી રીતે બોલાવ્યો?
શ્રી સોભાગભાઈ કંઈ પણ પૂછે તે પહેલાં જ શ્રીમદે કહ્યું : “આ ગલ્લામાં એક કાપેલી છે તે કાઢી વાંચો.” તે વાંચતાં જે બીજજ્ઞાન’ તેઓ આપવા આવ્યા હતા તે જ તેમાં લખેલ હતું. તે જોઈ તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ જણાય છે. એમને મારે શું બતાવવાનું હોય? છતાં શ્રીમન્ના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે પૂછ્યું: “સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે?” શ્રીમદે અંતરજ્ઞાનથી જાણી કહ્યું, “ઉત્તર દિશામાં.” તે જાણી શ્રી સોભાગભાઈને શ્રીમદ્ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થઈ.
૬૬