Book Title: Samprat Sahchintan Part 09
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002053/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંIિET (ભાગ ૨મણલાલ ચી. શાહ - 0 ادعای د * wwજી aindubator Internationa SORE se els linera og Page #2 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ નવમો લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, મુંબઇ-૪૦૦૦૦૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMPRAT SAHACHINTAN (Part IX) (A collection of articles on various subjects) by Dr. RAMANLAL C. SHAH Published by - Shree Mumbai Jain Yuvak Sangh, 385-Sardar Vallabhbhai Patel Road, Mumbai-400004. First Edition : July 1997 Price : Rs. 25.00 પ્રથમ આવૃત્તિ: જુલાઈ ૧૯૯૭ મૂલ્ય : રૂ. ૨૫-૦૦ NO COPYRIGHT લેખકના સર્વ લખાણોનાં અનુવાદ, સંપ, સંપાદન કે પુનર્મુદ્રણ માટે કોઈ કોપીરાઈટ રાખવામાં આવ્યો નથી. પ્રકાશક: ચીમનલાલ જે. શાહ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. મુદ્રક: મુદ્રાંકન ડી/૫૭, ગૌતમ નગર એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૯૨. Page #4 -------------------------------------------------------------------------- ________________ - - અર્પણ અ.સૌ. મંજુબહેન રાજેન્દ્રભાઈ શાહ તથા - - મુ. કવિ શ્રી રાજેન્દ્રભાઈ શાહને સાદર પ્રણામ સાથે D રમણભાઈ શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઇટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઇ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઇ વ્યક્તિને કે કોઇ પ્રકાશકને કોઇ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઇ પણ લખાણ માટે કોપીરાઇટ રહેશે નહિ. મુંબઇ : તા. ૧-૧-૧૯૯૨ રમણલાલ ચી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ વ શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ ગુલામોનો મુકક્તિદાતા 3 ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વ હેમચંદ્રાચાર્ય શ્રી મોહનલાલજી મહારાજ વ વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨ શેઠ મોતીશાહ બેરરથી બ્રિગેડિયર પ્રભાવક સ્થવિરો, રતિવિહેણ વંદામિ ભાગ ૧ થી ૫ પ્રવાસ-શોધ-સફર એવરેસ્ટનું આરોહણ ઉત્તધ્રુવની શોધ સફર પાસપોર્ટની પાંખે પ્રદેશે જય-વિજયના રાણકપુર તીર્થ નિબંધ સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૯ અભિચિંતના સાહિત્ય-વિવેચન 3 ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) આપણા ફાગુકાવ્યો નરસિંહપૂર્વેનું ગુજરાતી સાહિત્ય વધુંગાકુ-શુમિ પડિલેહા ] સમયસુંદર પ્રક્રિતિકા વિ ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડ્મય નળ-દમયંતીની કથાનો વિકાસ સંશોધન-સંપાદન 0નલ-દેવદતી રાસ (સમયસુંદર કૃત) જંબુસ્વામી રાસ (યશોવિજયજીકૃત) Jકુવલયમાળા (ઉધ્યોતનસૂરિકૃત) મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) WWW.jainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) 4 થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) નારાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકત) વધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) Jબે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમાકલ્યાણકૃત) વનલ-દેવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) ગૌર વર્ષ (હિન્દી આવૃત્તિ) જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) બૌદ્ધ ધર્મનિહ્નવવાદ Buddhism-An Introduction Jina-Vachana જિનતત્ત્વ, ભાગ ૧ થી ૬Qતાઓ દર્શન 4 કન્ફયૂશિયસનો નીતિધર્મ અધ્યાત્મમસાર, ભાગ ૧ સંક્ષેપ સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાક્યસંક્ષેપ) અનુવાદ રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) મનીષાQશ્રેષ્ઠ નિબંધિકાઓ શબ્દલોક ચિંતનયાત્રા નીરાજના અક્ષરા] અવગાહન જીવનદર્પણ કવિતાલહરી સમયચિંતનતત્ત્વવિચાર અને અભિવંદના ] મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ એન.સી.સી.] જૈન લગ્નવિધિઓસ્ટ્રેલિયા WWW.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૯ (પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ) અનુક્રમ ૧. કલામાં અશ્લીલતા ૨. ગન કંટ્રોલ ૩. માંગી-તુંગી ४. आयंकदंसी न करेई पावं ૫. ગાંડી ગાય ૬. અપંગો માટે ૭. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ -- પત્રકાર તરીકે ૮. પંડિત કવિ શ્રી વીરવિજયજી ૯. શ્રી માણિભદ્રવીરની સહાય મારા બાલ્યકાળના અનુભવો ૧૦. તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો ૧૧. ફાધર બાલાશેર ૧૨. સામૂહિક આત્મઘાત Page #9 -------------------------------------------------------------------------- ________________ बलं बुद्धिश्च तेजश्च प्रतिपत्तिः क्रियाफलम् । फलन्त्येतानि सर्वाणि विचारेणव धीमत्वम् ।। -योगवाशिष्ठ केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णयः । युक्तिहीने विचारे तु धर्महानिः प्रजायते ॥ - -बृहस्पति बालः पश्यति लिंग मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयन्तेन ॥ -हरिभद्रसूरि Page #10 -------------------------------------------------------------------------- ________________ કલામાં અશ્લીલતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સુપ્રસિદ્ધ ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈનનાં જૂના અને નવાં એવાં કેટલાંક નગ્નચિત્રો અંગે વિવાદ સર્જાયો હતો. અમદાવાદમાં તો એમના ચિપ્રદર્શન અંગે વિરોધીઓ તરફથી ભાંગફોડિયા પ્રવૃત્તિ પણ થઈ હતી. કલાવિવેચકોમાં પણ હુસૈનનાં ચિત્રો અંગે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. લોકોની જે લાગણી દુભાઈ છે તે માટે ચિત્રકાર હુસૈને ક્ષમા માંગી લીધી હતી. જો કે હુસૈને ધર્મદ્વિષથી પ્રેરાઈને સરસ્વતી દેવીનું ચિત્ર ઇરાદાપૂર્વક નગ્ન દોર્યું હોય તો માત્ર ઔપચારિક ક્ષમાયાચના તે માટે પૂરતી ન ગણાય. આ ચિત્ર કેટલાંક વર્ષ પહેલાં દોરાયું છે અને ત્યારથી વિવાદ ચાલતો રહ્યો હતો, પરંતુ પછીથી તે વધુ ઉગ્ર બની ગયો હતો. કલામાં નગ્નતાનું નિરૂપણ કેટલે અંશે, કેવા પ્રકારનું કરી શકાય એ અંગેની વિચારણા ઠેઠ પ્રાચીન કાળથી ચાલી આવે છે. ભારતીય કલા પરંપરામાં પ્રાચીન કાળથી કેટલાંક ધોરણો સુનિયત થયેલાં છે. એકંદરે કવિઓ, કલાકારો એને જ અનુસરતા રહ્યા છે. આમ છતાં વખતોવખત કલાકારો આ મર્યાદાને ઓળંગી ગયા હોય એવી ઘટનાઓ પણ બનતી રહી છે. કલાઓમાં કવિતા, ચિત્ર, શિલ્પ, નાટક, ચલચિત્ર વગેરે કલાઓ એવી છે કે જેમાં કલાકાર પોતાના માધ્યમ તરીકે શબ્દનો, રંગનો, પથ્થર વગેરે પદાર્થનો કે નાટક-નૃત્યના અભિનયનો ઉપયોગ કરે છે. તે ઉપયોગ કરતી વખતે તે કોઈ એવા સંવેદનોથી અભિભૂત થઈ જાય છે કે જેને કારણે તે એને વ્યક્ત કરવા જતાં પોતાની કલાકૃતિને વિવાદાસ્પદ બનાવી દે છે, કારણ કે ઉચ્ચ કક્ષાના ધોરણો ક્યારે તે ઉદ્ધઘી જાય છે એની એને પોતાને ખબર નથી હોતી. Page #11 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન --ભાગ ૯ કેટલાક કલાકારો સ્ત્રીઓની નગ્નતાથી કે કામભોગની ઘટનાથી એટલા બધા અંજાઈ જાય છે કે ડઘાઈ જાય છે કે એનો વિચાર એના ચિત્તમાંથી જલદી ખસતો નથી. નગ્નતા એના ચિત્તમાં સવાર થઈ જઈ એની કલા દ્વારા વિવિધ વિકૃત સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. એવા કેટલાક કલાકારો પોતાના એ અનુભવને શબ્દ, રંગ કે ઈતર માધ્યમ દ્વારા વ્યક્ત કર્યા સિવાય રહી શકતા નથી. કેટલીક વખત એવી કલાકૃતિમાં કલાકારની સાચી અને ઉચ્ચ સૌંદર્યાનુભૂતિ વ્યક્ત થવાને બદલે કલાકારની વિકૃત મનોદશા જ વ્યકત થાય છે. અતૃપ્ત રહેલી કે વકરેલી કામવૃત્તિ કલાકારને જંપવા દેતી નથી. કલ્પનાના માધ્યમ દ્વારા એ ફૂટી નીકળે છે. જીવનના જે વિવિધ પ્રકારના અનુભવો છે તેમાં પણ વય પછી એક અનુભવ તે કામભોગનો છે. બધાની કામવાસના એક સરખી ન હોય. વળી બધાની કામવાસના સંપૂર્ણપણે યથેચ્છ સંતોષાય તેવું પણ બનતું નથી. કવિતા, ચિત્રકલા વગેરેમાં જીવનના વિવિધ વિષયોનું આલેખન થાય છે. અરુણોદય, આકાશમાં વાદળાં, મેઘધનુષ્ય, હરિયાળાં વૃક્ષો, સાગરમાં ભરતી ઓટ, નદીનાં સમથળ વહેતાં પાણી, પૂર્ણિમાનો ચંદ્ર, વિકસતાં પુષ્પો વગેરે પ્રકૃતિનાં તત્ત્વો મનુષ્યના ચિત્તને આદ્વાદપૂર્વક પ્રભાવિત કરે છે. તેવી રીતે નિર્દોષ બાળકો, મુગ્ધ કન્યાઓ, વાત્સલ્યસભર માતા, પરાક્રમી પુરુષો વગેરે તથા એમના જીવનમાં બનતી ઘટનાઓ પણ મનુષ્યના હૃદયને કે ચિત્તને સભર બનાવી દે છે. એવે વખતે કલાકારોનું હૃદય નાચી ઊઠે છે અને પોતાના સંવેદનોને વ્યક્ત કરવા કોઈક માધ્યમનો આશરો લે છે. કલાકાર પાસે અભિવ્યક્તિની કલા, મૌલિકતા અને વૈયક્તિતા હોય છે. એ હોય તો જ એની કલાકૃતિ બીજાના હૃદય સુધી પહોંચી તેને આનંદાનુભૂતિ કરાવી શકે છે. જેમ આવાં તત્ત્વો, પ્રસંગો, મનુષ્યો વગેરે કલાનો વિષય બને છે તેમ Page #12 -------------------------------------------------------------------------- ________________ કલામાં અશ્લીલતા કામભોગ એ પણ જીવનનો જ ભાગ હોવાથી કલામાં પણ તેને સ્થાન મળી શકે છે. જેકલાકારો એવા અનુભવોથીકે એની કલ્પનાથી પ્રભાવિત થઈ જાય છે તે એને અભિવ્યક્ત કરવા કોશિષ કરે છે. પરંતુ એમાં ઘણી સાવધાનીથી અપેક્ષા રહે છે. નગ્નતા અને અશ્લીલતાની વચ્ચે સામાન્ય રીતે કેટલોકસંબંધ રહેલો છે. તેમ છતાં આપણે એમ નહિ કહી શકીએ કે જ્યાં જ્યાં નગ્નતા છે ત્યાં ત્યાં અશ્લીલતા છે જ. નગ્નતા એ કુદરતનું એક સ્વાભાવિક સ્વરૂપ છે. તેમાં નિર્દોષતા પણ હોઇ શકે છે. નાનાં નાનાં નગ્ન બાળકો નિર્દોષતાથી રમતાં-ફરતાં હોય છે. એમની નગ્નતા કોઈને કઠતી નથી. કુદરતમાં પશુપક્ષીઓ નગ્ન છે, પરંતુ પશુપક્ષીઓની નગ્નતા સ્વાભાવિક છે. એમની નગ્નતામાં કોઈ દોષ રહેલો છે એવું ક્યારેય નહિ જણાય. તબીબી વિજ્ઞાનનાં પુસ્તકોમાં અને કાયદાનાં પુસ્તકોમાં નગ્નતાની કેટલીય વાતો સ્પષ્ટ શબ્દોમાં લખવી પડે છે. પણ ત્યાં તે સહજરૂપ મનાય છે. ભારતીય સંસ્કૃતિમાં નગ્નસાધુઓનું, નાગા બાવાઓનું સ્થાન હજારો વર્ષથી ચાલ્યું આવે છે. જૈનોના દિગમ્બર સંપ્રદાયમાં મુનિઓ નમાવસ્થામાં રહે છે. એમનાં મંદિરોમાં તીર્થકરોની કે બાહુબલિ વગેરેની ઊભી નગ્ન પ્રતિમાઓ જોવા મળે છે. રોજે રોજ અનેક સ્ત્રી-પુરુષો નગ્ન મુનિઓનાં અને મંદિરોમાં નગ્ન પ્રતિમાઓનાં દર્શન પૂજન માટે જાય છે. તેમાં કશું અસ્વાભાવિક કે ક્ષોભજનક કે અરુચિકર લાગતું નથી. બાહુબલિજીની વિશાળકાય નગ્નપ્રતિમા ઘણે સ્થળે ખુલ્લામાં જોવા મળે છે. એ પ્રતિમાને જોતાં કામવાસના જાગૃત નથી થતી. સંયમ, ઉપશમ અને શાંતિનો ભાવ પેદા થાય છે. આ બતાવે છે કે નગ્નતાનું નિરૂપણ કરવામાં કલાકારને કોઈ પ્રતિબંધ નથી, પરંતુ કલાકાર પોતે વિકૃત કામોત્તેજક ભાવથી નગ્નતાનું નિરૂપણ કરતો હોય તો તે સમાજને અસ્વીકાર્ય બને છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ કલાકાર કેટલીકવાર વાસ્તવિકતાને નામે અશ્લીલ દશ્યો કે ઘટનાઓનું નિરૂપણ કરે છે. પરંતુ એ દરેક વાસ્તવિકતામાં સૌંદર્ય તત્ત્વ વ્યંજિત રહેલું હોતું નથી. કલાકાર વિરૂપતાનું નિરૂપણ કરીને પણ તેમાંથી સૌંદર્યની અનુભૂતિ કરાવી શકે છે, તો બીજી બાજુ સ્કૂલ દેહ- સૌન્દર્યનું નિરૂપણ કરવા જતાં પોતે જ વિકૃત રસમાં સરી પડે એવું જોખમ પણ રહે છે. વીસમી સદીમાં ફોટોગ્રાફી અને ચલચિત્રની શોધ થયા પછી અને વર્તમાન સમયમાં વિડિયો ફિલ્મની સુલભતા પછી દશ્ય-શ્રાવ્ય કલાને બંધનો રહ્યાં નથી. કલાકાર હોય કે ગમાર માણસ હોય, જેને ચાંપ દબાવતાં આવડે તે ગમે તે દશ્યને ઝડપી શકે છે. એને પરિણામે કામભોગનાં અશ્લીલ દશ્યો પણ કચકડામાં ઊતરવા લાગ્યાં છે, પરંતુ એથી તેવી કૃતિઓ કલાકૃતિ બની શકતી નથી. નગ્ન ચલચિત્રોનો વ્યવસાય મોટા પાયા ઉપર આખી દુનિયામાં ચાલી રહ્યો છે. ઉત્તરોત્તર તે વધતો જાય છે. ખાનગી રીતે અને ખાનગી રાહે તેને જોનારા લોકો દુનિયામાં અનેક છે, પરંતુ તેથી તેને ક્લાકૃતિ તરીકે સામાજિક પ્રતિષ્ઠા મળી શકતી નથી. સરકાર પણ તેમાં વચ્ચે આવી શકે છે અને આવવું પણ જોઇએ. સમાજને વિકૃતિઓની ગલીપચીથી દૂર રાખવા, સ્વસ્થ અને નિરામય રાખવા માટે કેટલાક કાયદાઓની અનિવાર્યતા છે. જેમ ચલચિત્રોની બાબતમાં તેમ નગ્ન ચિત્રોની બાબતમાં પણ એ જ નિયમ લાગુ પડવો જોઇએ. કલાકારની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો કોઇને અધિકાર ન હોવો જોઇએ એ સાચું, પરંતુ કલાકારની સ્વચ્છંદતાને રોકવા માટેનો અધિકાર દુનિયાની કોઇપણ સરકારને હોઇ શકે છે. કોઇપણ ચિત્રકાર ગમે તેટલાં નગ્ન, અશ્લીલ ચિત્રો પોતાના ઘરમાં દોરે અને પોતે જોયા કરે અને પોતાના મિત્રોને બતાવ્યા કરે એમાં કોઇને વાંધો ન હોઇ શકે, કારણ કે તે એની અંગત ઘટના બને છે. પરંતુ એ જ કલાકાર Page #14 -------------------------------------------------------------------------- ________________ કલામાં અશ્લીલતા પોતાના અશ્લીલ ચિત્રોમાં પ્રદર્શન ભરે કે પોતાનાં તેવાં ચિત્રોના ફોટા સામયિકોમાં છપાવે તો તેની સામે વાંધો લેવાનો અધિકાર દરેક નાગરિકને હોઇ શકે છે. સરકાર પણ તેમાં વચ્ચે આવી શકે છે. દુનિયામાં જુદા જુદા દેશોમાં નગ્નતાના કે કામભોગના દશ્યોના ફોટા છાપવા અંગે કે ચલચિત્રો બનાવવા અંગે જુદા જુદા કાયદાઓ છે, તો પણ તે અંગે સરકારે સાવધાની રાખવી પડે છે. ભરત મુનિએ અને ત્યારપછીના નાટ્યશાસ્ત્ર-વિવેચકોએ નાટકમાં શું શું રજૂ કરી શકાય એના વિધિનિષેધો વિગતવાર બતાવ્યા છે. એનો અભ્યાસ કરીએ તો જણાશે કે પૂર્વના મહાન કલાવિવેચકોએ કલાપરંપરાને યોગ્ય રીતે જાળવવા માટે કેટલી બધી પુર્ણ વિચારણા કરી છે. કલાકારો પ્રાચીન કાળથી શૃંગારરસનું આલેખન કરતા આવ્યા છે. શૃંગારને રસના રાજા તરીકે ઓળખાવવામાં આવ્યો છે. અલંકારશાસ્ત્રમાં એ રસના પેટા વિભાગો અને તેનાં લક્ષણો પણ દર્શાવવામાં આવ્યાં છે. કવિઓ શૃંગારરસનું નિરૂપણ કરતી વખતે સ્ત્રીનાં અંગાગોનું પણ વર્ણન કરે છે, રતિવિલાસનું નિરૂપણ પણ કરે છે, પરંતુ તેમાં એક પ્રકારનો સંયમ રહેલો હોય છે. કવિઓનો શૃંગાર રસ વ્યંજનાથી સભર હોય છે અને સાચી કલાકૃતિ તો વ્યંજનાથી જ શોભે છે. બધું જ પ્રગટ રીતે કહી દેનારી કલાકૃતિ એટલે કે વ્યંજનાશક્તિ વિનાની કલાકૃતિ સામાન્ય કોટિની ગણાય છે. કવિઓ શૃંગારરસને પણ ગૌરવ ભરી રીતે વર્ણવે છે. કવિઓનો શૃંગાર રસ જો અશ્લીલતાની અંદર સરી પડે તો તેનો અર્થ એ થયો કે કવિની પ્રતિભા સામાન્ય કોટિની છે અને કવિ પોતે રસની અંદર ન રાચતાં અપરસની અંદર એટલે કે કામરસની વિકૃતિના કાદવકીચડમાં રાચે છે. જે કલાકારો પોતાના અંગત જીવનમાં સ્થૂળ રતિવિલાસના અનુભવથી વધુ પડતા પ્રભાવિત થઈ જાય છે અને જેમની વૃત્તિઓ અતિશય બહેકી જાય છે એવા કેટલાક કલાકારો પોતાના શૃંગાર રસના Page #15 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ નિરૂપણને અપરસનીકે રસાભાસની કોટિ સુધી પહોંચાડી દેતાં અચકાતા નથી. એવી કેટલીક કૃતિઓ છાનીછપની વંચાય પણ ખરી, પરંતુ એથી એવી કૃતિઓનું કલાકૃતિ તરીકે ગૌરવ થતું નથી. કલા વિવેચકો એવી કૃતિઓને સન્માનનીય ગણતા નથી અને કલાના ઈતિહાસમાં તેને કશું સ્થાન મળતું નથી. કલાકાર જ્યારે કોઈ ઉત્કટ ભાવ કે સંવેદન અનુભવે છે અને તેને વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી ત્યારે તે પોતાની પ્રતિભા અનુસાર તેને વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. એ રીતે કલાકૃતિઓનું સર્જન થાય છે. ભાવ કે સંવેદનમાં અપાર વૈવિધ્ય હોય છે, કારણ કે જીવન પોતે અનંત વૈવિધ્યથી સભર છે. કલાકારે પોતે જે અને જેવું અનુભવ્યું હોય છે તે અને તેવું જો તે ભાવકના ચિત્તાનુભવમાં ન ઉતારી શકે તો તેટલે અંશે તે કલાકૃતિની કચાશ ગણાય. કલાકારની પ્રતિભા અનુસાર કલાકૃતિ ઉચ્ચતા પ્રાપ્ત કરે છે. પરંતુ દરેક કલાકારની પ્રતિભા સમગ્ર જીવન દરમિયાન એકસરખી ઉચ્ચ રહેતી નથી. ઉત્તમ કવિઓ દ્વારા સામાન્ય કક્ષાનાં કાવ્યો પણ લખાયાં છે. સાધારણ કવિએ એકાદ નાના ઉત્તમ કાવ્યની રચના કરી હોય એવું પણ બને છે. પોતાની બદલાતી જતી વિચારસરણી, જીવનવિભાવના કે સારામાઠા તીવ્ર અનુભવોનો કે રોગિષ્ઠ માનસિક ગ્રંથિઓનો પડઘો પણ એમની કલાકૃતિમાં પડ્યા વગર રહેતો નથી. કલા જીવનનું એક અંગ છે. કલા જીવનને અર્થે છે. કલા જીવન પર અવલંબીને રહે છે. જીવન છે તો જ કલા છે. કલા વગર જીવન હોઈ શકે છે (ભલે તે પ્રાકૃત પ્રકારનું જીવન હોય), પરંતુ જીવન વગર કલાનું ક્યારેય અસ્તિત્વ હોઈ શકતું નથી. એટલે કલા કરતાં જીવન વિશાળ છે અને મહાન છે. અલબત્ત, જીવનને ઘડવામાં, જીવનને સુસંસ્કૃત બનાવવામાં અને જીવનની મહત્તા વધારવામાં કલાનું યોગદાન ઘણું મોટું Page #16 -------------------------------------------------------------------------- ________________ કલામાં અશ્લીલતા રહે છે, તો પણ કલાએ ક્યારેય જીવનનો વિદ્રોહ કરવો ઘટે નહિ. જીવનનો વિદ્રોહ કરનારી કલા ક્યારેય ચિરંજીવી બની શકે નહિ. આ દષ્ટિએ કલાએ જીવન સાથે સુસંવાદિતા સ્થાપીને એને સમૃદ્ધ અને સભર કરવાનું પ્રયોજન રાખવું ઘટે. કોઈપણ કલાકાર પોતાની અનુભૂતિને વ્યક્ત કરવાને સ્વતંત્ર છે. પરંતુ કોઈપણ કલાકૃતિનું સર્જન થયા પછી કલાકાર જ્યારે તેને ભાવક સુધી પહોંચાડવા માટે જાહેરમાં મૂકે છે ત્યારે તે કલાકૃતિ પછી કલાકારની માત્ર અંગત બાબત ન રહેતાં જાહેર વિષય બને છે. એટલા માટે જ કલાકારની સમાજ પ્રત્યેની, રાજ્ય પ્રત્યેની જવાબદારી પણ રહે છે. કલાકૃતિ ત્યારપછી જાહેર માલિકીની વસ્તુ બની જાય છે. એની સાથે માત્ર કલાકારને જ નિસ્તબ નથી રહેતી, સહુ કોઇને એની સાથે નિસ્બત રહી શકે છે. કોઈપણ કલાકાર પોતાની કલાકૃતિને પ્રગટ કર્યા પછી એમ ન કહી શકે કે મારી આ કલાકૃતિ ફક્ત મારા જ આનંદ માટે અને ફક્ત અમુક જ વર્ગ માટે છે અને બીજા વર્ગ માટે નથી અથવા અમુક જ ધર્મના લોકો માટે છે અને બીજા ધર્મના લોકો માટે નથી. એટલે કે કલાકૃતિ પ્રગટ થયા પછી સર્વ કોઈની વિચારણાની બાબત તે બની શકે છે. કલાકૃતિને સ્થળ અને કાળનાં કોઈ બંધન નડી શકે નહિ. દુમન રાષ્ટ્રમાં પણ કલાકૃતિ પ્રવેશ કરી શકે છે અને આથી જ સાચા કલાકારની જવાબદારી ઘણી મોટી રહે છે. જે કલા જીવનના અધમતોને સૌંદર્યમંડિત કરવાનો પ્રયત્ન કરે છે તે કલાના પાયામાં જ કોઈ ત્રુટિ કે કચાશ રહી જાય છે. તેથી તેવી કલાકૃતિઓનું આયુષ્ય ક્યારે તૂટી પડશે તે કહી શકાય નહિ. જીવનમાં સારા અને વરવાં એમ બંને પ્રકારનાં પાસાં હોય છે. કલા જીવનના વરવાં પાસાનું વાસ્તવિકતા બતાવવાને ખાતર આલેખન જરૂર કરી શકે છે, પણ તે એવું ન હોવું જોઈએ કે જેથી કલાકાર પોતે એ વરવાં પાસામાં રાચતો Page #17 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ - - - - - - - હોય અથવા ભાવક વરવાં પાસાનું દર્શન કરી પોતે પણ તેમ કરવામાં રાચવા લાગે. સાચો કલાકાર જીવનની અધમતાનું વાસ્તવિક નિરૂપણ એવી સંયમિત રીતે કરે છે અને એની અભિવ્યક્તિમાં એવું કૌશલ્ય દાખવે છે કે જેથી ભાવક અધમતા કે વિરૂપતાથી વિમુખ બની જીવનની ઉન્નત બાજુ તરફ પ્રયાણ કરવા પ્રેરાય છે. સાચા કલાકારનું કર્તવ્ય ભાવકને જીવનની ઊંચી સપાટી પર દોરી જવાનું છે. જે કલાકૃતિ એના ભાવકને વ્યસની, વ્યભિચારી, નિર્લજ કે અધમ બનવા પ્રેરે તે કલાકૃતિનું મૂલ્ય કશું આંકી શકાય નહિ. કલા જ્યારે ધર્મના ક્ષેત્રને આવરી લેવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની જવાબદારી ઘણી બધી વધી જાય છે. લોકોની ધર્મભાવના એટલી બધી દઢમૂળ હોય છે અને લોકોની શ્રદ્ધા એટલી ઉત્કટ હોય છે કે એનાથી વિપરીત પ્રકારનું આલેખન લોકો સહન કરી શકતા નથી. પોતાના ઈષ્ટદેવોની વિડંબના દુનિયાના કોઈપણ ધર્મના માણસો સહન કરી શકે નહિ એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. ઈસુ ખ્રિસ્ત હોય કે મહમ્મદ પયગમ્બર, ભગવાન રામ હોય કે ભગવાન વિષ્ણુ, ભગવાન મહાવીર હોય કે ભગવાન બુદ્ધ, સતી સીતા હોય કે માતા મેરી, એ તમામને કલાને નામે અધમ ચીતરી શકાય નહિ. ચીતરવા જઇએ તો લોકલાગણી દુભાય એટલું જ માત્ર નથી, લોકો અસહિષ્ણુ બનીને અચાનક હિંસાનો આશ્રય લે તેવી ઘટના પણ બની શકે છે. એટલે કોઈપણ ધર્મના દેવ-દેવીઓનું લોકભાવનાને આઘાત પહોંચાડે એવું નિરૂપણ કરવાનો અધિકાર કલાકારને રહેતો નથી. કલાકાર એમ કરવા જાય તો લોકોના પ્રકોપનો ભોગ બનાવા માટે એણે તૈયારી રાખવી જોઈએ. આવા હિંસક પ્રત્યાઘાતમાં ક્યારેક કલાકારનો જાન પણ લેવાઈ જાય તો પણ નવાઈ નહિ. લોકલાગણી જ્યારે ઉશ્કેરાઈ જાય છે ત્યારે Page #18 -------------------------------------------------------------------------- ________________ કલામાં અશ્લીલતા કલાના સિદ્ધાન્તો બાજુ પર રહી જાય છે. એટલે જ કલાકારની સૌન્દર્યદષ્ટિ દેવ-દેવીઓની વિડંબનામાં ન પરિણમવી જોઈએ. કોઈપણ કલાકૃતિ જાહેરમાં પ્રગટ થાય તે પછી તે લોકોના ચિત્તને આઘાત ન પહોંચાડે કે ક્ષોભ ન કરાવે એ જોવાની જવાબદારી સરકારની પણ છે. સરકાર કલામાં શું સમજે? સરકારી માણસોને કલા સાથે શી નિસ્બત ? એવા પ્રશ્નો કરીને કલાકાર છટકી શકતો નથી. અથવા કલાવિવેચકો બચાવ કરી શકતા નથી. કલાકૃતિ પ્રગટ થયા પછી જાહેરમાં સામાજિક સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરવાની આવશ્યકતા રહે છે કે જેથી કોઈપણ કલાકૃતિ કોઈ વ્યક્તિ, સમાજ કે ધર્મને અન્યાય ન કરી બેસે. અલબત્ત, સરકારી કાયદા કાનૂનો એટલા સખત ન હોવા જોઈએ કે જેથી કલા ગુંગળાઇને મૃત્યુ પામે. તો બીજી બાજુ સરકારી કાયદા કાનૂનો એટલા શિથિલ પણ ન હોવા જોઇએ કે જેથી કલાકૃતિને કારણે વિભિન્ન વર્ગો વચ્ચે સંઘર્ષ, વૈમનસ્ય કે હિંસાત્મક અથડામણો થાય. કલાનું ક્ષેત્ર જેટલું વ્યાપક છે એટલું સંવેદનશીલ છે. એટલે જ સામાન્ય માણસ કરતાં કલાકારની સમાજ પ્રત્યેની જવાબદારી ઘણી મોટી રહે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ગન કંટ્રોલ ભારતમાં, વિશેષતઃ મુંબઇ અને બીજાં કેટલાંક શહેરોમાં વધતી જતી ગુનાખોરીમાં ગોળી ચલાવી હત્યા કરવાના બનાવો ઉત્તરોત્તર વધતા ચાલ્યા છે. દુનિયાના બીજા દેશોમાં પણ એવા બનાવોની વૃદ્ધિ થતી રહી છે. ભારતમાં એકંદરે ઘાતક શસ્ત્ર ધરાવવા પર ઘણાં કડક નિયંત્રણો છે, તો પણ ગન વાપરનારા નાગરિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ગેરકાયદે દાણચોરીથી શસ્ત્ર મેળવી તે છૂપી રીતે રાખનારા ગુંડાઓની ટોળકીની વાત તો વળી જુદી છે. વેર લેવાનો એક અધમ માર્ગ તે માણસને જગતમાંથી કાયમની વિદાય આપવાનો છે. એક મુખ્ય વ્યક્તિનું અસ્તિત્વ મટતાં પરિસ્થિતિ નવાં પરિમાણ ધારણ કરે છે. રાજકારણમાં આવી હત્યાઓ વધવા માંડી છે. મુંબઇ જેવાં મોટાં શહેરોમાં રાજદ્વારી નેતાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, દાણચોરો, અપહરણકારો, ગુંડાઓ વગેરેની ગન ચલાવી હત્યા કરવાના બનાવો ઘણા વખતથી થતા રહ્યા છે. ભારતમાં દિન પ્રતિદિન કાયદેસર શસ્ત્ર ધરાવનાર માણસોની સંખ્યા મુખ્યત્વે મોટાં શહેરોમાં વધતી જાય છે. પંજાબ, કાશ્મીર, આસામ વગેરે પ્રદેશોમાં આતંક્વાદીઓ માટે છૂપી રીતે, ગેરકાયદે પાકિસ્તાન અને અન્ય દેશો દ્વારા ભારતમાં ઘુસાડાતી ગનના બનાવો બહુ બનવા લાગ્યા છે. દુબઇ જેવાં મુક્ત બંદરોમાંથી પણ ગુજરાત, મહારાષ્ટ્રના સમુદ્ર કિનારે શસ્ત્રો ગુપ્ત રીતે ઠલવાય છે. ભારતમાં અતંત્રતા અને અંધાધુંધી ફેલાવવાના આશયથી પણ અન્ય દેશો દ્વારા આવી પ્રવૃત્તિ ઇરાદાપૂર્વક થાય છે. પથ્થર, લાઠી, છરી, તલવાર, ભાલા વગેરેના પ્રહારથી માણસને ગંભીર રીતે ઘાયલ કરી શકાય છે. એથી કેટલીક વાર મૃત્યુ પણ થાય છે. બંદૂકની ગોળી માણસના પ્રાણ તત્ક્ષણ હણી નાખે છે. લાઠી, તલવાર વગેરેમાં સબળ પ્રતિકારની પૂરી શક્યતા રહે છે. બંદૂકનો પ્રતિકાર જો Page #20 -------------------------------------------------------------------------- ________________ ગન કંટ્રોલ ૧૧ બચી જવાય અને પાસે બંદૂક હોય તો જ થઇ શકે છે. આમ બંદૂક એ નિશ્ચિત મૃત્યુ આણનાર ઘાતક શસ્ત્ર છે. લાઠી, તલવારમાં દુશ્મનની નજીક જવાની જેટલી જરૂર પડે છે તેટલી જરૂર બંદૂકમાં પડતી નથી. પોતે સુરક્ષિત રહીને બીજાને મારી નાખી શકાય છે. અલબત્ત, ટોળકીઓ વચ્ચે સામસામી ગોળીઓની રમઝટ થાય ત્યારે એટલી સુરક્ષિતતા રહેતી નથી. યોજનાબદ્ધ કાવતરું ગોઠવીને ઓટોમેટિક ગનમાંથી ગોળીઓ છોડીને માણસને અવશ્ય મૃત્યુને ઘાટ ઉતારી શકાય છે. વર્તમાન જીવનની આ એક ગંભીર ચિંતાજનક સમસ્યા છે. દુનિયાભરમાં વધતી જતી આ ધાતક પ્રવૃત્તિ સામે એટલો જ ઉહાપોહ હવે થવા લાગ્યો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા જેવા દેશો એ વિશે ગંભીરપણે વિચારતા થયા છે. ભારતમાં ગનનો પ્રશ્ન એટલો વ્યાપક નથી, તો પણ આ ચળવળમાંથી એણે ઘડો લેવા જેવું જરૂર છે. રોનાલ્ડ રેગન જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે એમના ઉપર કોઇક પાગલ માણસે બંદૂકમાંથી ગોળી ચલાવી હતી. રેગનને નજીવી ઇજા થઇ. તેઓ બચી ગયા હતા. પરંતુ રેગન સાથેના સ્ટાફના વડા અધિકારી જીમ બ્રેડી સારી રીતે ઘાયલ થયા. તેઓ પણ બચી ગયા, પરંતુ કંઇક અપંગ જેવા થઇ ગયા. આ એક ઘટનાએ જીમ બ્રેડીના વિચારમાં ક્રાન્તિકારી પરિવર્તન આણ્યું. તેઓ ત્યાર સુધી એમ માનતા હતા કે દરેક નાગરિકને ગન ધરાવવાનો અધિકાર છે. પરંતુ આ ઘટના પછી તેમને લાગ્યું કે દરેક નાગરિકને એમ સરળતાથી ગન રાખવા દેવાથી ઘણા ભયંકર અનર્થો થાય છે. અસ્થિર મનના, ઉશ્કેરાટભર્યા ચિત્તવાળા ક્રૂર માણસો દ્વારા અચાનક કેટલાયે નિર્દોષના પ્રાણ જાય છે. એમણે પોતાના વિચારનો ચારે બાજુ પ્રચાર કર્યો. એમણે Gun Controlની હિમાયત માત્ર અમેરિકા જ નહિ, દુનિયાના બધા દેશો માટે કરી. એમના Page #21 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ S ભાવનાત્મક પ્રચારથી પ્રેરાઈને અમેરિકાની કોંગ્રેસમાં ગન કંટ્રોલ માટે ખરડો રજૂ થયો. શસ્ત્રસુલભતા પર નિયંત્રણો લાદવા માટેની હવા તો અમેરિકામાં અને અન્ય દેશોમાં પ્રસરવા માંડી છે. GunDestroying-ની અને ગન પાછી સોંપી દેવાની હિલચાલ પણ ચાલી છે. અમેરિકામાં ગન ધરાવવાના નાગરિક હકના રક્ષણ માટે ત્યાંના નેશનલ રાઈફલ એસોસિએશન તરફથી ઘણો પ્રચાર થાય છે. વળી અમેરિકાના બંધારણમાં દરેક નાગરિકને શસ્ત્ર ધરાવવાનો મૂળભૂત હક-Right to bear fire arm આપવામાં આવ્યો છે. પરંતુ ત્યાંના શાણા વિચારકો કહે છે કે બે સૈકા પહેલાં અમેરિકાની જે સ્થિતિ હતી તે સંજોગોમાં શસ્ત્ર ધરાવવાનો હક નાગરિકોને અપાયો તે વ્યાજબી હતો, પરંતુ અત્યારે જે બદલાયેલી અને સુધરેલી પરિસ્થિતિ છે તેમાં બંધારણની એ કલમ કાલગ્રસ્ત અને અપ્રસ્તુત બની જાય છે. આમ, અમેરિકામાં નાગરિકોને છૂટથી અપાતાં શસ્ત્રોના વિષયમાં ઘણી જાગૃતિ આવી ગઈ છે. પ્રચાર માધ્યમોની વિપુલતાવાળા એ દેશમાં વિચારોનો પ્રચાર ઝડપથી થાય છે. પડોશી સાથે બોલાચાલી થઈ હોય, વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ સાથે અણબનાવ થયો હોય, શિક્ષક કે શિક્ષિકાએ ઠપકો આપ્યો હોય, કોઈ છોકરા કે છોકરીએ ચીડવણી કરી હોય, પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, નોકરીમાંથી રૂખસદ મળી હોય, માતાપિતા સાથે ઝઘડો થયો હોય, કંઈક લૂંટ ચલાવવી હોય, માત્ર મજાક જ કરવા ખાતર હત્યા કરવી હોય એવાં એવાં અનેક નાનાં નાનાં નજીવાં નિમિત્તો ઊભાં થતાં શાળાના કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કે મોટા માણસોએ ગન વડે બીજાની તરત હત્યા કરી નાખી હોય એવા સેંકડો કિસ્સાઓ અમેરિકામાં છેલ્લા ત્રણચાર દાયકામાં બન્યા છે. સ્વરક્ષણ માટે મળતી ગનનો ઉપયોગ અકારણે કે અલ્પકારણે અન્યની હત્યા કરવામાં વધુ થતો રહ્યો છે. દસ બાર વર્ષના Page #22 -------------------------------------------------------------------------- ________________ ગન કંટ્રોલ છોકરાઓ પોતાના પિતાની ગન છૂપી રીતે લઈને શાળામાં આવ્યા હોય એવા બનાવો પણ બનતા રહે છે. દુનિયાના બીજા દેશો કરતાં ગન ચલાવવાની બાબતમાં અમેરિકાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અમેરિકામાં ગમે તે માણસ ગમે ત્યારે દુકાનમાં જઇ ગન ખરીદી શકે છે. ગન કંટ્રોલના વિષયમાં અમેરિકામાં જેમ જાગૃતિ આવી છે તેમ છેલ્લા એક વર્ષ દરમિયાન બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં બનેલી ભયંકર ઘટનાને કારણે એ બંને દેશોમાં પણ શસ્ત્ર ધરાવવા વિશે વૈચારિક જાગૃતિ આવી ગઇ છે. કેટલાક સમય પહેલાં બ્રિટનમાં સ્કોટલેન્ડના એક નાના ગામમાં એકલવાયું જીવન જીવતા, માનસિક અસ્વસ્થતા ધરાવતા કોઈ એક નિરાશાવાદી માણસે એક શાળાના વ્યાયામ વિભાગમાં જઈ પોતાની ગન વડે એક સાથે વીસેક નાનાં બાળકોને મારી નાખ્યાં અને બીજા કેટલાંકને ગંભીર રીતે ઘાયલ કર્યા હતાં. આ ઘટનાએ માત્ર બ્રિટનમાં જ નહિ, પણ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. માણસ ગન ધરાવતો હોય અને મગજનો અસ્થિર હોય તો અચાનક કેટલી બધી જાનહાનિ કરી શકે છે તે આવા દાખલા પરથી જોઈ શકાય છે. બ્રિટનના ઘણા સમાજચિંતકોએ, પત્રકારોએ અને અન્ય નાગરિકોએ ગન કંટ્રોલ માટે અવાજ ઉઠાવ્યો છે. ગમે તે માણસને ગન ન અપાવી જોઈએ એવો મત પ્રચલિત બન્યો છે. શિકારના શોખીન રાજા પ્રિન્સ એડવર્ડ ફિલિપે ત્યારે એવો અભિપ્રાય વ્યક્ત કરેલો કે શસ્ત્ર પર નિયંત્રણ કરવાની શી જરૂર છે? માણસ ક્રિકેટના બેટથી પણ બીજાને મારી નાંખી શકે છે, તો શું તમે બેટ પર પણ પ્રતિબંધ લાવશો? પ્રિન્સ એડવર્ડ ફિલિપની આવી દલીલ કેટલી બધી વાહિયાત છે એ બતાવી એમની આવી મૂર્ખતા ઉપર બ્રિટનમાં પત્રકારો, ચિંતકો વગેરેએ ઘણા પ્રહાર કરેલા. કેટલાક સમય પહેલાં ઓસ્ટ્રેલિયાના ટામાનિયા રાજ્યમાં એક યુવાને એક કલબમાં જઈ પોતાની ગનથી એક સાથે ઘણા બધાને મારી Page #23 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ નાખ્યા હતા. પોતાના હાથમાં શસ્ત્ર આવતાં માણસ કેટલો બધો ક્રૂર બની જાય છે અને એ ક્રૂરતામાં કેટલો બધો આનંદ માણે છે એનું એને પોતાને પણ ભાન રહેતું નથી. ૧૪ સામાન્ય રિવોલ્વર કે પિસ્તાલ ખીસામાં સંતાડી શકાય છે. એનાથી એક સાથે વઘુ ગોળીઓ છોડી શકાતી નથી, મોટી ઓટોમેટિક ગન દ્વારા એક સાથે ઘડ ધડ ધડ ઘણી બધી ગોળીઓ છોડી શકાય છે અને અચાનક બે ત્રણ મિનિટમાં પચીસ-પચાસ માણસની સામુદાયિક હત્યા કરી શકાય છે. આવી સામુદાયિક હત્યામાં વ્યકિતગત વેરના બનાવ કરતાં માનસિક અસમતુલા જ વિશેષ કારણભૂત બને છે. પાશ્ચાત્ય દેશોમાં ડિપ્રેશન અનુભવતા લોકોની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી છે. આ એક મોટી ચિંતાનો વિષય છે. દુનિયામાં ગનનું જથ્થાબંધ ઉત્પાદન કરનારા દેશોમાં અમેરિકા, રશિયા, ચીન જેવા મોટા દેશોની ગણના થાય છે. ઇઝરાયેલ જેવો નાનો દેશ પણ તેમાં ઠીક ઠીક આગળ વધેલો છે. અમેરિકાની બનાવટની સ્મિથ એન્ડ વેસન, રશિયાની (જૂના સોવિયેટ યુનિયનની) એ. કે. ૪૭, ઇઝરાયેલની ઉંઝી નામની ગન દુનિયામાં પ્રખ્યાત થયેલી છે. ચીન બીજા દેશોની ગનની સરસ નકલ કર્યા કરે છે. સ્વિત્ઝરલેન્ડદુનિયાનો સૌથી તટસ્થ અને શાન્તિપ્રિય દેશ હોવા છતાં અને ત્યાં ગનથી ખૂન જવલ્લે જ થતાં હોવા છતાં મોટી કરુણતા એ છે કે ગનનું મોટામાં મોટું બજાર તે સ્વિત્ઝરલેન્ડ છે. દુનિયાની દરેક પ્રકારની ગનના એજન્ટો સ્વિત્ઝરલેન્ડમાં મળશે, ગનના મોટામાં મોટા સોદાઓ સ્વિત્ઝરલેન્ડમાં થાય છે. કાયદેસર અને ગેરકાયદે ગનનો વિપુલ જથ્થો બીજા દેશોની સરકારોને કે વ્યક્તિઓને પૂરો પાડવામાં સ્વિત્ઝરલેન્ડ મોખરે છે. દક્ષિણ આફ્રિકા અને જર્મની જેવા દેશોનો હિસ્સો પણ તેમાં ઠીક ઠીક છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગન કંટ્રોલ ૧૫ ગનનો સૌથી વધુ વપરાશ લશ્કરમાં અને પોલીસ ખાતામાં તાલીમ માટે થાય છે. એ ઉપયોગ થવો જરૂરી છે. રોજ રોજ સૈનિકોને અને પોલીસોને દુનિયાભરમાં ગન ચલાવવાની તાલીમ અપાય છે. ગનની બાબતમાં એવું છે કે એક વખત એની તાલીમ લીધા પછીથી પણ જો વખતો વખત એનો મહાવરો રાખવામાં ન આવે તો ધારેલા સમયે ધારેલું પરિણામ એ આપે કે ન પણ આપે. એટલે શાન્તિના સમયમાં પણ દુનિયાના બધા દેશોમાં મળીને લાખો ગન રોજે રોજ મહાવરા માટે ફૂટતી હશે ! ગનની આ ઘાતક અસરકારકતાની ધાકને લીધે જ દુનિયામાં એકંદરે શાન્તિ અને સલામતી જળવાઈ રહે છે. સમાજ-વ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા માટે એ ઉપયોગી છે. (જો કે સહજ રીતે પ્રવર્તતા પ્રેમભર્યા વાતાવરણની શાન્તિની વાત જ અનોખી છે.) જ્યાં સુધી દુનિયામાં સૈન્ય છે અને પોલીસતંત્ર છે ત્યાં સુધી ગનની જરૂર પડવાની. દેશના સંરક્ષણ માટે તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, પ્રજાની સલામતી માટે ગન અનિવાર્ય છે એ સત્ય સ્વીકારવું રહ્યું. ગન વગરના પ્રજાજનોની આદર્શ સ્થિતિનું નિર્માણ થોડાક પ્રદેશમાં થઈ શકે, સમગ્ર દુનિયામાં ન થઈ શકે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. એટલે જ્યાં સુધી સૈન્ય છે અને પોલીસતંત્ર છે ત્યાં સુધી ગનનું ઉત્પાદન નિરંતર ચાલ્યા જ કરવાનું. પરંતુ સામાન્ય નાગરિકો પાસે ગનનું વધતું જતું પ્રમાણ અટકાવવાના પ્રયાસો અવશ્ય થવા જોઈએ. સમાજના પોતાના જ હિતમાં એ છે. વધતી જતી વસતી અને વધતી જતી ચોરી, લૂંટફાટની ઘટનાઓ કે વધતી જતી ડાકુગીરીની સામે રક્ષણ મેળવવાના હકને નામે માણસને પાશ્ચાત્ય દેશોમાં બહુ સરળતાથી ગન રાખવાનો પરવાનો મળી જાય છે. કેટલાક દેશોમાં તો ગન ખરીદવા માટે કશું કારણ આપવાની પણ જરૂર પડતી નથી. માત્ર નામ-સરનામું નોંધાય છે. ત્યાં વિદેશના નાગરિકોને Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ પણ એ રીતે છૂટથી ગન વેચી શકાય છે. જ્યાં કારણ બતાવવાની જરૂર પડે ત્યાં શિકારના શોખનું કારણ આપી શકાય છે. વળી જ્યાં ગન માટે પરવાનાની જરૂર હોય ત્યાં પણ પરવાનો મળ્યા પછી એ ગન માત્ર સ્વરક્ષણ માટે જ વપરાય છે એવું નથી. ગન પાસે હોવાથી માણસનો મિજાજ બદલાઈ જાય છે. એથી માત્ર નીડરતા જ નથી આવતી, અભિમાન અને નિર્દયતા પણ આવે છે અને ક્યારે પોતે અચાનક કોઈની હત્યા કરી બેસશે એની માણસને પોતાને પણ ખબર નથી રહેતી. નજીવાં કારણોસર હત્યા થઈ જાય છે. માત્ર પોતાને માટે જ નહિ, સ્વજનો, સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ વગેરેને નિમિત્તે પણ કોઈકની સામે ગનનો ઉપયોગ થાય છે. જે દેશોમાં બહુ સરળતાથી ગન માટે પરવાના અપાય છે તે દેશોમાં ગન દ્વારા થતાં ખૂનનું પ્રમાણ વધુ રહે છે. ગનનું પ્રમાણ શહેરોમાં જેટલું હોય છે તેટલું ગામડાંઓમાં નથી હોતું. વેરવૈમનસ્ય કે ઝઘડા-લડાઈના પ્રસંગે ગામડાંઓમાં બંદૂકનો ઉપયોગ ઘણો ઓછો થાય છે. જે દેશોમાં ગેરકાયદે ગનનું પ્રમાણ વધુ હોય છે ત્યાં ગન દ્વારા ખૂન, પ્રતિખૂન વગેરેની ક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં આવા બનાવો ઘણા લાંબા વખતથી બન્યા કરે છે. કેટલીક લૂંટારુ ટોળકીઓ દ્વારા ગન ચલાવી બેંકો લૂંટવાનાં વ્યવસ્થિત કાવતરાં થાય છે. બેંકો લૂંટવાના બનાવો જો વધતા જશે તો તે તે પ્રદેશમાં આર્થિક સમસ્યાઓ પણ ઊભી થશે. રાજકારણમાં વ્યક્તિગત વેર કરતાં પક્ષોનું પરસ્પર વેર વધુ હોય છે. પરંતુ એમાં ગન દ્વારા નેતાઓની હત્યા રાજકીય અસમતુલા સર્જે છે અને વેરની પરંપરા લંબાવે છે. રાજકીય અસ્થિરતા અંતે તો પ્રજાના પોતાના જ અહિતમાં છે. દુનિયાના કેટલાક દેશોમાં જૂથલડાઈ-ગેંગવોરના બનાવો વધતા ચાલ્યા છે. એક ટોળકીના સભ્યોને બીજી ટોળકીની સાથે દુશ્મનાવટ થતાં Page #26 -------------------------------------------------------------------------- ________________ ગન કંટ્રોલ ૧૭. સામસામા ગોળીબાર થાય છે અને પાંચ પંદર મિનિટમાં પાંચદસ માણસની લાશ ઢળી પડે છે. પોલીસ સાથેની ઝપાઝપીમાં પણ અમુક ટોળકીના માણસો તરત ગનનો આશ્રય લે છે અને બેય પક્ષે ખુવારી થાય છે. જ્યાં કોમી તંગદિલી બહુ પ્રવર્તતી હૌય અને કાયદેસર કે ગેરકાયદે ગન સુલભ હોય ત્યાં ગોળીઓની રમઝટ વારંવાર થાય છે. શ્રીલંકામાં, પાકિસ્તાનમાં કરાંચીમાં અને અન્યત્ર આવી ઘટનાઓ કેટલી બધી વાર બની છે! ભાડૂતી ગુંડાઓ રોકીને, તેમને ગન પૂરી પાડીને કે તે માટે સગવડ કરી આપીને તથા ઘણીવારતેમને મોંમાંગી રકમ આપીને બીજાનું ખૂન કરાવવાના બનાવો આધુનિક દુનિયામાં સામાન્ય બની ગયા છે. ભાડૂતી ગુંડાઓએ ભૂલથી (Mistaken dentityથી) એકને બદલે બીજા નિર્દોષ માણસને મારી નાખ્યાની ઘટનાઓ પણ બને છે. ગોળી કોઈ એક માણસ પર ચલાવવામાં આવી હોય અને નિશાનચૂક થતાં બીજાને તે વાગી હોય અને એણે પ્રાણ ગુમાવ્યા હોય એવી ઘટનાઓ પણ બને છે. પોતાને ગન મળી એટલે ચોવીસે કલાક તે પોતાની પાસે રહે એવું નથી. ઘરમાં સાચવીને સંતાડી રાખી હોય તો પણ ઘરના છોકરાંઓને તેની ખબર પડી જાય છે. કાચી ઉંમરના છોકરાઓ તે છાની છપની લઈ જઈને કોઈકની હત્યા કરવામાં ઉપયોગ કરી લે છે. ઉપયોગ થયા પછી જ એની ખબર પડે છે. પોતાના દીકરાએ જિજ્ઞાસાથી બાપની ગન જોવા હાથમાં લીધી હોય અને તે અચાનક ફૂટતાં છોકરાએ પ્રાણ ગુમાવ્યા હોય એવા અકસ્માતો પણ દુનિયામાં અવારનવાર બનતા રહે છે. બાપની ગન બાપ સામે જ તાકીને હત્યા કરનાર છોકરાઓના કિસ્સા પણ દુનિયામાં બન્યા છે. ગન ચોરાઈ જવાના અથવા ખરી કટોકટીના વખતે જ ઘરમાંથી ગન ન જડવાના બનાવો પણ બને છે. કારખાનામાં બનેલી ગન કારખાનામાં જ વેચાયા વગર પડી રહે એમ નહિ. ગનનું ઉત્પાદન એ એક વ્યવસાય જ છે. એમાં મુખ્ય આશય Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ કમાણીનો જ હોય. એટલે ઉત્પાદિત થયેલી ગની દુનિયામાં કયાંક ને કયાંક પહોંચી જાય છે. દરેક વ્યવસાયમાં જેમ વેચનાર અને ખરીદનાર વચ્ચે દલાલો, એજન્ટો હોય છે તેમ મનના બજારમાં પણ હોય છે. દુનિયામાં જેમ કાયદેસર ગનનું વેચાણ થાય છે તેમ ગેરકાયદે પણ એટલું જ થાય છે. કારખાનાંઓ પાસેથી ખરીદનાર તો કાયદેસર નાણાં આપીને ખરીદતો હોય, પણ ખરીદનાર એજન્ટ જુદાં જુદાં માધ્યમો દ્વારા પોતાના દેશમાં કે અન્ય દેશમાં તે બેકાનૂની પદ્ધતિથી બીજાના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આખું તંત્ર ગુપ્ત રીતે ગોઠવાયેલું હોવાથી ઘણીવાર પોલીસતંત્રને તેની ગંધ સુદ્ધાં આવતી નથી. ગામઠી ગન બનાવવાનું શહેર તથા ગામડાના લુહાર વગેરે કુશળ કારીગરો માટે અઘરું નથી. ભારત જેવા કેટલાક દેશોમાં કાયદેસર તે બનાવી શકાતી નથી, પણ થોડાક નંગ કોઇ બનાવે તો તે પકડી શકાય તેમ નથી. મશીનમાં ઢગલાબંધ બનતી એકસરખી ગન જેવી ચોકસાઈ તેમાં હોતી નથી. પણ તે કામ આપી શકે છે. અલબત્ત, ગન માટેના કારતૂસ બનાવવાનું સહેલું નથી. તે માટેતો વિશિષ્ટ પ્રકારની યંત્રસામગ્રી જોઈએ. ગામઠી કારતૂસ ક્યારેક ન પણ ફૂટે. ભારત, પાકિસ્તાન વગેરે એશિયાના કેટલાંક અર્ધ વિકસિત દેશોમાં ગામઠી પ્રકારની ગન બને છે અને તે ખાનગી રાહે વેચાય છે અને વપરાય પણ છે. કેટલીક વાર તે પકડાય પણ છે, પણ તેનું પ્રમાણ યંત્ર દ્વારા બનતી ગનની સરખામણીમાં નહિ જેવું છે. ક્યારેક રમકડાંની ગન પણ ભયનું કારણ બની શકે. રમકડાંની ગન હવે તો એવી આબેહૂબ બનાવાય છે કે સાચી ગન અને રમકડાંની ગન વચ્ચેનો તફાવત કળવો મુશ્કેલ થઈ જાય છે. કેટલાક વખત પહેલાં ભારતના એક શહેરમાં ત્રણ ચાર યુવાન ગુંડાઓ ગન લઈને એક સ્ટોરમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ગન કંટ્રોલ ૧૯ ઘૂસી ગયા.ગન બતાવી મોટી રકમ લૂંટી ગયા. જતી વખતે ગન સ્ટોરના દરવાજા પાસે મૂકી અને ચેતવણી આપતા ગયા કે “ખબરદાર, ગનને કોઇએ હાથ અડક્યો છે તો અંદરથી તરત કારતૂસ ફૂટશે. લુટારુઓના ગયા પછીથી પોલીસને બોલાવાઇ. પોલીસે આવીને જોયું તો ગન સાચી નહોતી. રમકડાંની હતી. અંદર કારતૂસ પણ નહોતાં. ગનનો ઉપયોગ માત્ર ખૂન માટે જ થાય છે એવું નથી. આપઘાત માટે પણ એનો ઉપયોગ થાય છે. અલબત્ત, ગન વડે આપઘાત કરનારા તો એ ચલાવી જાણનારાજ હોઈ શકે. એવી વ્યક્તિઓમાં લશ્કરના સૈનિકો, પોલીસ ખાતાના સિપાઈ કે અફસરોનું કે તેમના કુટુંબીજનોનું પ્રમાણ વધુ હોય છે. વસ્તુતઃ ગનની સુલભતા કોઈક માનસિક આઘાત કે ઉશ્કેરાટની ક્ષણે તેમની પાસે આપઘાત કરાવે છે. ગન સુલભ ન હોય તો પણ આપઘાત ન થાય એવું નથી, પણ ગન સાથે એવી ગ્રંથિ જલદી જોડાઈ જવાનો સંભવ વધુ રહે છે. જીવન અને કલા બિંબ-પ્રતિબિંબની જેમ કાર્ય કરે છે. જીવનનો પ્રભાવ કલા ઉપર પડે છે અને કલાનો પ્રભાવ જીવન ઉપર પડે છે. પાશ્ચાત્ય દેશોમાં, વિશેષતઃ અમેરિકામાં ચલચિત્રોમાં ગનનો ઉપયોગ વધુ પડતો બતાવાયા કર્યો છે. વાસ્તવિકતાને નામે એમાં એટલો બધો અતિરેક થતો ગયો કે ગન દ્વારા એકાદ બે હત્યા ન બતાવાઈ હોય તો તે સારું ચલચિત્ર ન ગણાય એવો ખ્યાલ ત્યાંના નિર્માતા-દિગ્દર્શકોમાં પ્રચલિત થઈ ગયો છે. બેહાથમાં બેગન રાખી, તેનો કુશળતાથી ઉપયોગ કરી શત્રુને મહાત કરતા નાયક કે ખલનાયકનું ચિત્ર ઉપસાવવામાં તેઓ ગૌરવ અનુભવવા લાગ્યા. કેટલાંક અનુકરણીય ચલચિત્રોમાં તો વાતે વાતે ગન ફૂટતી બતાવવાનો અતિરેક થઇ ગયો. એની ઘણી માઠી અસર ત્યાંના લોકજીવન ઉપર પડી અને સમાજહિતચિંતકોને સચિત બનવું WWW.jainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ પડ્યું. હવે ગનના ઉપયોગનું પ્રમાણ ચલચિત્રોમાં ઓછું થયું છે, તો પણ તેની માઠી અસર તો વરતાયા કરે છે. અગાઉ તો કાચી ઉંમરના છોકરાઓ, ક્રોધી સ્વભાવના માણસો ત્યાંના જનજીવનમાં હાલતાં ચાલતાં ગનનો ઉપયોગ કરવા લાગ્યા હતા. હવે જો કે તેનું પ્રમાણ ઘટ્યું છે. ૨૦ બાળકોને રમવા માટે રમકડાંની રાઇફલ, પિસ્તોલ વગેરે પ્રકારની ગનનું ઉત્પાદન કરવા પર દુનિયામાં ક્યાંય નિયંત્રણો હોય એવું જાણ્યામાં નથી. પરંતુ ત્યાં પણ ગન કંટ્રોલના કાયદાને લાગુ કરવાની ઘણી આવશ્યકતા છે. રમકડાંની ગન રમતાં રમતાં બાળકમાં જેહિંસક સંસ્કારો પડી જાય છે તે ક્યારેક તેની પાસે વિપરીત કાર્ય કરાવી બેસે છે. હિંસાના કુસંસ્કારથી બાળકોને વંચિત રાખવામાં એકંદરે તો સમાજને પોતાને જ લાભ છે. ગન વગરની દુનિયા સંભવિત નથી, પણ ગન વગરનું ઘર સંભવિત છે. ભારતમાં અને અન્યત્ર કરોડો ઘર ગન વિનાનાં છે. એને સાચવી લેવાથી પણ દુનિયામાં વધતી જતી હિંસાને રોકી શકાશે. જ્યાં સદાચાર છે ત્યાં નિર્ભયતા છે. જ્યાં પ્રેમ અને મૈત્રી છે ત્યાં સદાચારની સુવાસ છે. જ્યાં ત્યાગ અને સમર્પણની ભાવના છે ત્યાં શસ્ત્રના પ્રવેશને અવકાશ નથી. રાષ્ટ્રીય કક્ષાએ શસ્ત્ર નિયંત્રણ અને કૌટુંબિક કક્ષાએ શસ્ત્ર પ્રવેશબંધીના ઉપાયથી માનવજાતના સુખચેનમાં વૃદ્ધિ થશે. આ રોગ હજુ વધારે વધે તે પહેલાં એનો ઇલાજ થાય તો કેવું સારું ! Page #30 -------------------------------------------------------------------------- ________________ માંગી-તુંગી દિગંબર જૈનોમાં સુપ્રસિદ્ધ એવા માંગી-તુંગી નામના તીર્થની યાત્રાએ જવાનું સ્વપ્ન તો ઘણાં વર્ષોથી મેં સેવેલું, પણ ત્યાં જવાનો સુયોગ તો ૧૫મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ પ્રાપ્ત થયો હતો. દેવલાલી વારંવાર જવાનું થાય અને નાસિક જિલ્લામાં આવેલાં બે દિગંબર તીર્થો તે ગજરંથા અને માંગતુંગી એક એક દિવસમાં જઈને પાછા દેવલાલી આવી શકાય એટલાં નજીક છે એવું સાંભળ્યું હતું. એમાં ગજપથાની યાત્રા માટે તો ત્રણેક વાર જવાનું થયું હતું, પરંતુ માંગતુંગી જલદી જવાનું પ્રાપ્ત થતું નહોતું, કારણ કે તે અંતરિયાળ આવેલું છે. વળી ત્યાં જવા માટે ખાસ સાધન હોય અને સાથે કોઈ જાણકાર હોય તો વિશેષ સરળતા રહે એવું છે. મેં અને મારાં પત્નીએ ત્યાં જવાનો સંકલ્પ કર્યો અને સદ્ભાગ્યે મારા મિત્ર શ્રી જગદીશભાઈ ખોખાણી અને શ્રી રમેશભાઈ શાહનો સંગાથ મળ્યો. એથી અમારો સંકલ્પ સહજ રીતે પાર પડ્યો. દેવલાલીથી અમે વહેલી સવારે પાંચેક વાગે નીકળ્યાં, કારણ કે અઢી-ત્રણ કલાકનો રસ્તો હતો. દેવલાલીથી અમે શ્રી જગદીશભાઈની ગાડી લીધી અને શ્રી રમેશભાઈએ એ ચલાવી. મુંબઈ-આગ્રા રોડ પર, નાસિકથી ધુલિયાને રસ્તે લગભગ પોણોસો કિલોમીટર પછી, ચાંદવડ આવે તે પહેલાં, ડાબી બાજુ દેવડા અને સટાણાનો રસ્તો અમે લીધો. ત્યાંથી સટાણા પહોંચતાં લગભગ ૩૪ કિલોમિટર થાય. ડુંગરાઓની તળેટીમાંથી પસાર થતો વળાંકવાળો રસ્તો પરોઢના આછા ઉજાસમાં જાણે આતિથ્ય-સત્કાર માટે ઉત્સુક હોય એવો જણાતો હતો. સટાણા પહોંચી ત્યાંથી અમે તાહેરાબાદ (કેટલાક સ્થાનિક લોકો “તારાબાગ” એવો ઉચ્ચાર કરે છે)નો રસ્તો લીધો. પચીસેક કિલોમીટરનો એ રસ્તો છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ ત્યાંથી એક નાનો રસ્તો ફંટાય છે. એ રસ્તે સાતેક કિલોમિટરે માંગતુંગી આવે છે. માંગી-તુંગી નામના આ પહાડની આકૃતિ જ એવી વિલક્ષણ અને અદ્વિતીય છે કે દૂરથી પણ તરત એ ઓળખી શકાય. માંગતુંગીના પહાડની તળેટીમાં નાનું ગામડું છે. ત્યાં આ ખાનદેશ વિસ્તારના આદિવાસી લોકો રહે છે. ખાનદેશ બાજુના આ લોકોની મરાઠી ભાષા શિષ્ટ મરાઠી ભાષા કરતાં ઠીક ઠીક જુદી લાગે. અમે લગભગ આઠ વાગે માંગતુંગી પહોંચી ગયાં. તળેટીમાં ધર્મશાળા છે, ભોજનશાળા છે અને ત્રણ જિનમંદિરો છે. એમાં મુખ્ય મંદિર તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું છે. એનો તથા એમાં પદ્માવતી માતાનો મહિમા પણ ઘણો મોટો છે. બીજું નાનું મંદિર શ્રી આદિનાથ ભગવાનનું છે. ત્રીજું મોટું નવું મંદિર થયું છે તેમાં મૂળ નાયક શ્રી મુનિસુવ્રતસ્વામી છે. એમાં પ્રવેશતાં બંને બાજુની દીવાલોમાં કરાયેલી દેરીઓમાં હારબંધ બાર બાર એમ ચાવીસ તીર્થંકરોની ચારેક ફૂટ ઊંચી ખાસનમાં પ્રતિમાઓ છે. અમે ત્રણે મંદિરમાં દર્શન કર્યાં. નવકારશી કરી અમે પહાડપર જવા તૈયારી કરી. જેઓએ પૂજા કરવી હોય તેઓએ નીચે સ્નાન કરી, પૂજાનાં કપડાં પહેરી ઉપર જવું પડે છે, કારણ કે ઉપસ્નાન વગેરેની સગવડ નથી. પરંતુ એ માટે વહેલી સવારે ઊઠી તૈયાર થવું જોઇએ. અમારી પાસે એટલો સમય નહોતો. માંગતુંગી એક જ પહાડનું નામ છે. પરંતુ પહાડ ઉપર એના અખંડ ભાગરૂપે બંને છેડે એક એક વિશાળ ઉત્તુંગ શિલા છે. શિખર, ચોટી કે ચૂલિકા તરીકે એને ઓળખાવી શકાય. ગામમાંથી પહાડનાં પગથિયાને રસ્તે જઈએ તો ડાબી બાજુનું શિખરતે માંગીગિરિ છે અને જમણી બાજુનું શિખર તે તુંગીગિરિ છે. લાંબા પહોળા પહાડ ઉપર બંને છેડે ચૂલિકા રૂપે રહેલાં આશિખરો નક્કર પત્થરનાં છે. બંને ચૂલિકાનો આકાર જુદો જુદો Page #32 -------------------------------------------------------------------------- ________________ માંગી-તંગી ૨૩ છે. પહાડ ઉપર માંગીગિરિનું શિખર લગભગ ૨૨૫ ફૂટ ઊંચું છે અને તે અર્ધવર્તુળાકાર જેવું છે. દુંગીગિરિનું શિખર બરણી કે સિલિન્ડર જેવું ગોળ છે અને તે આશરે ૨૭૫ ફૂટ ઊંચું છે. બંને શિખરો સહિત પહાડનું દશ્ય દૂરથી જોઇએ તો જાણે પગ લંબાવીને બેઠેલા સિંહ જેવી કે એવા વિશાળકાય અન્ય પ્રાણી જેવી આકૃતિ જણાય. પહાડનો દેખાવ નજરને ભરી દે એવો છે. તુંગીગિરિ બાજુનો પહાડ દૂરથી જોતાં જાણે કુદરતી પિરામિડ હોય એવો દેખાય છે. પહાડ ઉપર એ બાજુત્તુંગીગિરિની ચૂલિકા એટલે જાણે પર્વતની ટોચ પર સ્થાપેલું મોટું શિવલિંગ! - માંગીતંગીના પહાડ ઉપર મારાં પત્નીથી સંધિવાને કારણે ચડીને જાત્રા થાય એમ નહોતી, તથા પગ વાળીને ડોળીમાં બેસવાનું પણ ફાવે એમ નહોતું. એમણે નીચે મંદિરમાં સ્તુતિ કરી. મેં તથા શ્રી જગદીશભાઇએ ડોળીમાં બેસીને અને શ્રી રમેશભાઈએ પગથિયાં ચડીને જાત્રા કરવાનું ઠરાવ્યું. અમે પહાડ તરફ પ્રયાણ કર્યું. માંગીનુંગીનું ચડાણ સીધું અને કપરું છે; એટલે ડોળીવાળા ચાર હતા, બે ઊંચકનાર અને બે ડોળીને નીચેથી પકડીને સહેજ ઊંચી કરનારા કે જેથી ઊંચકનારને ભાર ન લાગે, જો આ બે મદદનીશ ડોળીવાળા ન હોય તો ઊંચકનાર ગમે ત્યારે સમતોલપણું ગુમાવી બેસે. ડોળીમાં પાછા ઊતરતી વખતે બેસનારે અવળું મોઢું રાખીને બેસવું પડે, નહિ તો આગળના ડોળીવાળા પર વધુ પડતો ભાર આવી જાય અને તે ગબડી પડે. માંગીનુંગી અને એની આસપાસના પર્વતો ‘ગાલના પહાડી' (Galna Hills) તરીકે ઓળખાય છે. નાસિક, મનમાડ, ધુલિયા, માલેગાંવ, અમલનેર વગેરે શહેરોની વચ્ચે જંગલમાં આવેલી આ ગિરિમાળા છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ આ પહાડનું નામ માંગતુંગી પડવાનું એક કારણ એમ જણાવાય છે કે માંગી શિખરની તળેટીમાં પહેલાં “માંગી' નામનું ગામ હતું, જેનું પછીથી નામ “મંડાણા' થયું. તુંગી શિખરની તળેટીમાં તુંગી નામનું ગામ હતું. એનું પછીથી નામ “તુંગન થઈ ગયું હતું. આમ લોકોમાં ગામનાં નામોને કારણે પહાડનું નામ માંગતુંગી પ્રચલિત થઈ ગયું. વસ્તુતઃ પ્રાચીન ઉલ્લેખો પ્રમાણે તો આખા પહાડનો ફક્ત તુંગીગિરિ તરીકે જ નિર્દેશ મળે છે. માંગતુંગી જૈનોનું તીર્થ છે. તે દિગંબરોમાં સિદ્ધક્ષેત્ર તરીકે જાણીતું છે. એને દક્ષિણ દિશાના સમેતશિખર તરીકે પણ ઓળખાવાય છે. આ અનુપમ પવિત્ર ભૂમિમાંથી અનેક આત્માઓ કેવળજ્ઞાન પામી, સવકર્મનો ક્ષય કરી સિદ્ધગતિ પામ્યા છે. જૂના વખતમાં જેમ સમેતશિખરના પહાડ પર જતાં કોઈક યાત્રિકો ભૂલા પડી જતા તેમ એક જમાનામાં માંગતુંગીના પહાડ પર જતાં પણ યાત્રિકો ભૂલા પડી જતા. માંગી શિખર સમુદ્રની સપાટીથી ૪૩૪૩ ફૂટની ઊંચાઈએ અને તુંગી શિખર ૪૩૬૬ ફૂટની ઊંચાઈએ આવેલું છે. આખા પહાડની ઊંચાઈ સમુદ્રની સપાટીથી લગભગ ચાર હજાર ફૂટની છે. ગામની તળેટીથી ઊંચાઇ લગભગ અઢી-ત્રણ હજાર ફૂટની હશે ! પહાડ ઉપર ચડવાનું પહેલાં ઘણું દુષ્કર હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી પહાડ પર ચડવા માટે પગથિયાં બનાવવામાં આવ્યાં છે. એટલે ચડવાનું પહેલાં જેટલું કઠિન રહ્યું નથી. તો પણ પગથિયાં સીધાં ઊંચાં હોવાને લીધે ચઢાણ શ્રમભરેલું છે. પહાડની ટોચ પર પહોંચ્યા પછી બે રસ્તા ફંટાય છે. એક બાજુ માંગીગિરિ તરફનો રસ્તો જાય છે. બીજી બાજુ તુંગીગિરિનો રસ્તો છે. તુંગીગિરિનું ચઢાણ ઊંચું છે. પગથિયાં થયાં હોવાને લીધે અલબત્ત એટલું આકરું લાગતું નથી. તળેટીથી પહાડ પર Page #34 -------------------------------------------------------------------------- ________________ માંગી-તુંગી ૨૫ ચડતાં સામાન્ય માણસને લગભગ દોઢથી બે કલાક લાગે છે. એક શિખર પરથી ઊતરીને બીજા શિખર પર જતાં લગભગ અડધો કલાક લાગે છે. પહાડ પર ચડતાં વચ્ચે સુધ-બુધ શુદ્ધ-બુદ્ધ) મુનિઓની ત્રણ ગુફાઓ આવે છે. આ ગુફાઓ નાની છે. એમાં પર્વતમાંથી કોતરી કાઢેલી નાની મોટી દિગંબર જિનપ્રતિમાઓ પદ્માસન તથા ખગાસનમાં છે. એમાં એક ગુફામાં મૂળ નાયક તરીકે શ્રી મુનિસુવ્રત સ્વામીની પદ્માસનમાં વિશાળ મૂર્તિ કંડારેલી છે. અહીં ચોવીસે તીર્થકરોની તથા શ્રી બાહુબલિજીની પ્રતિમા છે. એમાંની કેટલીક ઊભી પ્રતિમાઓ ખગાસનમાં અને કેટલીકપાસનમાં છે. આ ઉપરાંત હાથી કે સિંહ પર બિરાજમાન એવાં યક્ષયક્ષિણીની પ્રતિમાઓ પણ છે. આ બધી પ્રતિમાઓની કોતરણી કલાત્મક છે. શુદ્ધ-બુદ્ધ મુનિની આ ગુફાઓ ઉત્તરકાલીન હોવાનું મનાય છે. માંગતુંગીના શિખરોમાંનાં મંદિરો એટલે ગુફા મંદિરો. જે કાળે ભારતમાં ગ્રેનાઈટ જેવા નક્કર પર્વતમાંથી ગુફાઓ અને એમાં શિલ્પાકૃતિઓ કોતરી કાઢવાની કલા પ્રચલિત હતી એ કાળમાં માંગતુંગીનાં આ ગુફા મંદિરોની કોણી થઈ હશે. ભારતમાં બૌદ્ધ, હિંદુ અને જૈન એ ત્રણે પરંપરાના પર્વતકારણી (Rock carving)ના પ્રકારનાં શિલ્પ સ્થાપત્ય સાંપડે છે. અજંટા અને ઇલોરાની ગુફાઓ, કાવેરી, કાર્યા, ભાજાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ તથા દક્ષિણમાં ગોમટેશ્વર, કારકલ, મુડબિદ્રી વગેરે સ્થળોનાં શિલ્પોની સાથે, નાસિક જિલ્લામાં પાંડવલેની ગજપથા, માંગતુંગી વગેરેની પણ ગણના થાય છે. ગુફાઓના શિલ્પસ્થાપત્યમાં બૌદ્ધ ગુફાઓ જેમ ચડિયાતી ગણાય છે તેમ પર્વતમાંથી વિશાળકાય શિલ્પાકૃતિની કોતરણીમાં ગોમટેશ્વરની બાહુબલિની પ્રતિમા એના અનુપમ સૌન્દર્યને કારણે વિશ્વમાં વિખ્યાત Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ સાંપ્રત સહચિંતન -- ભાગ - થયેલી છે. ગજપંથા કે માંગી તુંગીની ગુફાઓ કલાની દષ્ટિએ કદાચ એટલી ઉચ્ચ ન ગણાય, તો પણ આ ક્ષેત્રમાં એ કાળમાં જૈનોનો, મુખ્યત્વે દિગંબર જૈનોનો વસવાટ ઘણો હશે અને રાજ્ય તરફથી ઘણો સારો સહકાર મળતો રહેતો હશે એની પ્રતીતિ કરાવે છે. માંગતુંગીની બધી જ ગુફાઓ એક જ યુગમાં તૈયાર થઈ હશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ ગુફામંદિરોની પ્રવૃત્તિ પાંચસોથી દોઢ બે હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. માંગતુંગીમાં કેટલાક શિલાલેખો છે, પણ તે સ્પષ્ટ નથી. તો પણ એક સ્થળે સંવત ૬૫૧ વંચાય છે. એ જ સાચું હોય તો પંદરસો વર્ષ જેટલી પ્રાચીન આ ગુફાઓ છે એમ કહી શકાય. નાસિક જીલ્લાનો આ પ્રદેશ એટલે રામસીતાના વનવાસનો પ્રદેશ. જૈન રામાયણ, વિમલસૂરિકૃત “પઉમચરિય” પ્રમાણે ભગવાન મુનિસુ વ્રત સ્વામીના કાળમાં આ ઘટનાઓ બનેલી. એટલે અહીં પણ સીતાગુફા અને રામગુફા છે. શ્વેતાંબર અને દિગંબર એમ બંને પરંપરાનાં જૈન પુરાણ અને જૈન માન્યતા પ્રમાણે એ કાળમાં રામ, હનુમાન, સુગ્રીવ, સુડીલ, ગવ, ગવાક્ષ, નીલ, મહાનલ સહિત નવાણુ કરોડ મુનિઓ આ તુંગીગિરિ પરથી મોક્ષે સિધાવ્યા હતા. એટલે આ ક્ષેત્રને યોગ્ય રીતે જ સિદ્ધક્ષેત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. રવિણાચાર્ય કૃત ‘પદ્મપુરાણ”માં “તુંગીગિરિ'નો ઉલ્લેખ આવે છે. એને આધારે નીચેની પંક્તિઓ ટાંકવામાં આવે છે: રામ જિનેસુર કરત વિહાર, ભવ્ય સમૂહ ઉતારે પાર; અતિ સમય તુંગીગિરિ ગયે, શેષ કરમ અરું છેદયે; મોક્ષ સુઘાનિ પહોતે પાય, શાશ્વત શર્મ જિહાં અધિકાંય. xxx Page #36 -------------------------------------------------------------------------- ________________ માંગી-તુંગી ૨૭. રામ, હનુ, સુગ્રીવ, સુડીલ, ગવ, ગવાક્ષ, નીલ, મહાનલ, ક્રોડિનિન્યાનવે મુક્તિપયાન, તુંગાગિરિ વંદી ઘરિ ધ્યાન. જૈન રામાયણની જેમ જૈન પાંડવપુરાણ પણ છે. જૈન માન્યતા પ્રમાણે રામ અને લક્ષ્મણ વસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના કાળમાં થઈ ગયા અને કૃષ્ણ તથા બળદેવ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના કાળમાં થઈ ગયા. બંને વચ્ચે ઘણો બધો કાળ પસાર થઈ ગયો. પરંતુ રામ-લક્ષ્મણ વગેરે તથા કૃષ્ણ-બળદેવ વગેરે આ એક જ ક્ષેત્રમાં કાલાન્તરે વિચાર્યા હતા. પાંડવપુરાણમાં આવતી કથા પ્રમાણે શ્રીકૃષ્ણ અને એમના ભાઈ બલભદ્ર આ પ્રદેશમાં દેહ છોડ્યો હતો. જૈન પુરાણ પ્રમાણે એ કાળ તે ત્રેવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનો કાળ કે જે સમયે શ્વેતાંબર અને દિગંબર એવા ભેદો નહોતા. શ્રીકૃષ્ણ અને બલભદ્ર આ જંગલમાં વિચારતા હતા ત્યારે એક વખત વનમાં તરસ્યા થયેલા શ્રીકૃષ્ણ બલભદ્રને પાણી લેવા મોકલ્યા. તે દરમિયાન દૂરથી જરદકુમારે હરણ સમજીને શિકાર કરવા માટે છોડેલું બાણ શ્રીકૃષ્ણને વાગ્યું. એથી એમના પ્રાણ ચાલ્યા ગયા. બલભદ્ર આવીને જુએ છે તો શ્રીકૃષ્ણ નિશ્ચેષ્ટ પડ્યા છે. પરંતુ પોતાના ભાઈ જીવતા છે અને ભાનમાં આવશે એમ સમજી બલભદ્ર પોતાના ખભા ઉપર ભાઈનું શબ લઈને વનમાં ફરે છે. પરંતુ ત્યારપછી એક દેવના પ્રતિબોધથી બલભદ્ર મોહનો ત્યાગ કરી પોતાના ભાઈ શ્રીકૃષ્ણના શબના અંત્યેષ્ટિ સંસ્કાર આ પહાડ ઉપર બે ચૂલિકા વચ્ચે કરે છે. બલભદ્ર ત્યારપછી મુનિપણું અંગીકાર કરે છે. તેઓ આહાર માટે ગામ તરફ જાય છે ત્યારે એમનો સુંદર કાંતિમાન દેહ જોઈ સ્ત્રીઓ વિહ્વળ બની જાય છે. કૂવા પર પાણી ભરતી, ભાન ભૂલેલી એક સ્ત્રીએ તો દોરડાનો ગાળિયો ઘડામાં ભરાવવાને બદલે પાસે ઊભેલા પોતાના નાના Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ બાળકના ગળામાં ભરાવ્યો. આ દશ્ય જોઈ બલભદ્ર મુનિને થયું કે પોતે હવે ગામ તરફ જવું નહિ. તપથી એમણે પોતાના શરીરને ક્ષીણ કરી નાખ્યું. આ પહાડ પર અનશન કરી એમણે દેહ છોડ્યો. એમને દેવગતિ પ્રાપ્ત થઇ. આ રીતે માંગતુંગીનો પહાડ કૃષ્ણ અને બલભદ્રના વૃત્તાંતથી પણ પ્રસિદ્ધ છે. માંગીગિરિની પાસે આવેલા એક પર્વતનું નામ “ઘાણ્યાગઢ' છે. દિંતકથા પ્રમાણે જ્યારે બલભદ્ર પોતાના ભાઈ શ્રીકૃષ્ણનું શબલઈને ફરતા હતા ત્યારે તેમને સમજાવવા માટે આ પર્વત ઉપર એક દેવે એક મોટી ઘાણીની રચના કરી અને પોતે તેલી-ઘાંચીનો વેશ ધારણ કરી એમાં રેતી નાંખવાનું ચાલુ કર્યું. ફરતાં ફરતાં બળભદ્ર પોતાના ભાઈના શબને ખભા પર ઊંચકી આ બાજુ આવ્યા ત્યારે તે ઘાંચીને પૂછ્યું કે “તમે શું કરો છો?' ઘાંચીએ (દવે) કહ્યું કે “હું રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરું છું.” ત્યારે બલભદ્રે કહ્યું, “મૂર્ખ, રેતીમાંથી તો કોઈ દિવસ તેલ નીકળે ?' એ સાંભળી ઘાંચીએ કહ્યું, “જો શબમાં જીવ આવે તો રેતીમાંથી તેલ કેમ ન નીકળે?' એ સાંભળી બળભદ્રની આંખ ખૂલી ગઈ અને તેમણે શ્રીકૃષ્ણના શબનો માંગતુંગી પહાડ ઉપર અગ્નિસંસ્કાર કર્યો. એ સ્થળ તે કૃષણકુંડ તરીકે જાણીતું છે. જે પર્વત પર દેવે ધાણીની રચના કરી હતી એ પર્વત લોકોમાં ઘાણીનો ગઢ-ઘાણ્યાગઢ તરીકે હજુ પણ જાણીતો છે. માંગીગિરિમાં પશ્ચિમ બાજુપહાડમાં એક ગુફા છે. એમાં જઈ શકાતું નથી. આ ગુફાને સ્થાનિક ભીલ આદિવાસીઓ “ડોંગરિયા દેવ' તરીકે ઓળખાવે છે. આ ગુફા વિશે વિશેષ સંશોધન થવાની જરૂર છે. અમે લગભગ સાડા અગિયાર વાગે પહાડ ઉપર વચ્ચે પહોંચ્યા. હવે અહીંથી એક રસ્તો માંગીગિરિ તરફ જાય છે અને બીજો રસ્તો તુંગીગિરિ Page #38 -------------------------------------------------------------------------- ________________ માંગી-તુંગી ૨૯ તરફ જાય છે. અમે પહેલાં માંગીગિરિ તરફ ગયા, કારણ કે મુખ્ય ગુફામંદિરો માંગીગિરિમાં છે. માંગીગિરિમાં સાત ગુફામંદિરો છે. એમાં શ્રી મહાવીર ગુફા, શ્રી આદિનાથગુફા, શ્રી શાન્તિનાથગુફા, શ્રી પાર્શ્વનાથગુફા, રત્નત્રયગુફા, સીતાગુફા, બલભદ્રગુફા વગેરે ગુફાઓ છે. આ દરેક ગુફાઓમાં મૂળ નાયક ઉપરાંત અન્ય તીર્થંકરો કે મુનિઓની શિલ્પાકૃતિઓ પણ છે. દિગંબર મુનિઓની શિલ્પાકૃતિમાં પીંછી અને કમંડલુ સ્પષ્ટ જોઇ શકાય છે. શિલ્પાકૃતિઓ સુરેખ અને મનોહર છે. કેટલીક ગુફામાં સાથે યક્ષયક્ષિણીની મૂર્તિ છે. એક ગુફામાં છત્રીની રચના કરવામાં આવી છે અને એમાં કોઇ દિગંબર આચાર્યની વિશાળ, શાંત મૂર્તિ કોતરેલી છે. ક્યાંક ચરણપાદુકા પણ છે. આ ગુફાઓમાં એક ગુફા તે બલભદ્રની ગુફા છે. એમાં શ્રી બલભદ્રમુનિની પર્વતના પાષણમાંથી કંડારેલી પ્રતિમા છે. એક ગુફામાં છત્રીમાં નંદીશ્વરની રચના છે. એમાં પર્વતના એક જ પથ્થરમાંથી ચાર દિશામાં ચાર જિનપ્રતિમા બનાવેલી છે. એક ગુફામાં શ્રી ક્ષેત્રપાલની છત્રી બનાવવામાં આવી છે. આ ગુફાઓની બહાર ઉપરના ભાગમાં દસપંદર ફૂટ ઊંચે નાની મોટી ઘણી મૂર્તિઓ કંડારવામાં આવી છે. એમાંથી કેટલીક ખંડિત કે ર્જરિત પણ થઇ ગઇ છે. આ ગુફાઓની નજીક પર્વતમાં પત્થર કોતરીને પાણીના કુંડ બનાવેલા છે. આવા પાંચ કુંડ છે. સૈકાઓ પૂર્વે જ્યારે અહીં સાધકો, યાત્રીઓ વગેરેની અવરજવર વધારે રહેતી હશે અને કેટલાક તો દિવસ-રાત ત્યાં રહેતા હશે ત્યારે પાણીની જરૂરિયાત માટે આ કુંડ બનાવ્યા હશે કે જેથી વરસાદનું ભરાયેલું પાણી આખું વર્ષ કામ લાગે. હવે આ કુંડોના પાણીનો ઉપયોગ બંધ થઇ ગયો છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ આ ગુફાઓની દીવાલોમાં ક્યાંક શિલાલેખો કોતરેલા જોવા મળે છે. કેટલાક જર્જરિત થઈ ગયા છે. શ્રી આદિનાથ ગુફામાં તે સંસ્કૃત ભાષામાં છે અને કંઈક વંચાય એવો છે. એક સ્થળે રત્નકીર્તિ, અમરકીર્તિ વગેરે નામ વંચાય છે. તે ભટ્ટારકોનાં નામ હોવાનો સંભવ છે. પ્રતિષ્ઠા કરાવનાર તરીકે વીરમસેન, કનકસેન વગેરે રાજાઓનાં નામ વંચાય છે. રાઠોડ વંશના તે રાજાઓની ગાદી અહીં પાસે આવેલા મુલ્હર નગરમાં હતી. કોઈ મોટા શુભ પ્રસંગે કે યુદ્ધના પ્રસંગે તેઓ પહેલાં મલ્હેરના પર્વત પર આવેલાં શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિની પૂજા, આરાધના કરતા. આ ગુફા મંદિરોના નિર્માણ અને જાળવણીમાં તેઓએ પણ મહત્ત્વનું કાર્ય કર્યું હશે એમ જણાય છે. મુલ્હેરમાં રાઠોડવંશી રાજાઓની ગાદી ઘણા સૈકા સુધી ચાલી હતી. એ સૈકાઓ દરમિયાન માંગતુંગીનું ક્ષેત્ર મુલ્હેર રાજ્યમાં ગણાતું. ઘણાં વર્ષો સુધી માંગતુંગી જવા માટે મુઘેર જ મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. મુલ્હેર એ કિલ્લામાં વસેલું નગર હતું. તેવી જ રીતે પાસે કંચનપુર નામનું નગર પણ પર્વત પર કિલ્લામાં વસેલું હતું. હાલ તેના ભગ્નાવશેષો જોવા મળે છે. માંગીગિરિનાં આ ગુફામંદિરોનાં દર્શન કરતા અમે આગળ વધ્યા. ચૂલિકાની એક બાજુ ગુફામંદિરો છે. બીજી બાજુ નથી. પરંતુ એની પરિક્રમા કરવા માટે પથ્થરમાં કેડી કંડારેલી છે. માંગીગિરિની આ પરિક્રમા આશરે ૧૪૦૦ ફૂટ લાંબી છે. માંગીગિરિના ગુફામંદિરોનાં દર્શન કરી અમે નીચે આવ્યા. હવે અમે તુંગીગિરિ તરફ ચાલ્યા. લગભર એક કિલોમિટર જેટલું એ અંતર છે. વચ્ચે બે દેરી આવે છે. તે શ્વેત આરસની બનાવેલી આધુનિક સમયની છે. એમાં પગલાં છે. * એનાં દર્શન કરી અને તુંગીગિરિ તરફ આગળ વધ્યા. તુંગીગિરિનું ચઢાણ ઊંચું અને સીધું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ માંગી-તુંગી ૩૧ તુંગીગિરિમાં ત્રણ ગુફા મંદિરો છે. એમાં મુખ્ય શ્રી રામગુફા તથા શ્રી ચન્દ્રપ્રભુની ગુફા છે. શ્રી રામગુફામાં શ્રી રામ, હનુમાનજી, સુગ્રીવ, સુડીલ, ગવાલ, નીલ, મહાનલ વગેરેની પદ્માસનમાં ધ્યાનસ્થ પ્રતિમાઓ છે. જો કહેવામાં ન આવ્યું હોય તો જોનારને આ પ્રતિમાઓ તે જિનપ્રતિમાઓ છે એવું ઉતાવળે ઉપલક દષ્ટિએ લાગવાનો સંભવ છે. આ શિખરની પરિક્રમામાં પાછળના ભાગમાં શ્રી આદિનાથ, શ્રી શાન્તિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીની એમ પાંચ મુખ્યતીર્થકરોની લાંછન સહિત ખગાસનમાં ચારેક ફૂટ ઊંચી અખંડ અને સુરેખ પ્રતિમાઓ હારબંધ છે. એ અદ્યતનકાળમાં બનાવાઈ હોય એવી ભાસે છે. માંગીગિરિની જેમ તુંગી ગિરિમાં પણ પરિક્રમા માટે કેડી કંડારેલી છે. આ પરિક્રમા આશરે ૧૩૦૦ ફૂટ જેટલી છે અને તે માંગીગિરિ કરતાં સહેજ કઠિન છે. તુંગીગિરિ એટલે પહાડ પર આવેલી લગભગ પોણોસો ફૂટ પહોળી અને લગભગ ત્રણસો ફૂટ લાંબી એવી લંબવર્તુળાકાર લગભગ, પોણા ત્રણસો ફૂટ ઊંચી એક જ શિલા. એના ઉપર ચડી શકાતું નથી. કેટલાંક વર્ષ પહેલાં કોઈક ચયાનો ઉલ્લેખ છે અને ચડનારે ઉપર ભગવાનનાં પગલાં નિહાળ્યાં હતાં એવો પણ ઉલ્લેખ છે. એ વિશે વધુ સંશોધન કરવાની આવશ્યક્તા છે. આ ચૂલિકાની ટોચ પર જઈ શકાય એવી રીતે જો વર્તુળાકાર પગથિયાં બનાવવામાં આવે તો ઉપરનું દશ્ય ખરેખર અદ્દભુત બની શકે એમ છે. વળી ત્યાં જિનાલય જેવી રચના જો થાય તો એનો મહિમા ઘણો વધી જાય એમ છે. જાત્રા કરી અમે પાછા ફર્યા. ડોળીવાળાએ અમારે માટે શ્રમ ઉઠાવ્યો હતો એથી પ્રસન્ન થઈને શ્રી જગદીશભાઇએ તે દરેકને એમના ઠરાવેલા દર ઉપરાંત દસ દસ કિલો બાજરો અપાવ્યો. Page #41 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ ભોજનશાળામાં ભોજન કરી લગભગ સવાસો કિલોમીટરનું અંતર કાપી અને સૂર્યાસ્ત પહેલાં દેવલાલી પાછા આવી ગયા. માંગતુંગીની યાત્રાનું સ્વપ્ન ઘણાં વર્ષે પણ અનાયાસ ઉદ્ઘાસપૂર્વક સફળ થયું એ જ અમારે માટે તો અત્યંત સંતોષની વાત હતી. માંગતુંગીમાં કાર્તિકી પૂનમનો ઘણો મોટો મહિમા છે. એ દિવસે અહીં હજારો યાત્રિકો આવે છે. અહીં મેળો ભરાય છે. યાત્રિકોમાં કાર્તિકી પૂનમને દિવસે પહાડ ઉપર જઈ શ્રીફળ વધેરવાનો રિવાજ જૂના વખતથી ચાલ્યો આવે છે. જૂના વખતમાં અહીં એટલાં બધાં શ્રીફળ વધેરાતાં કે અતિશયોક્તિ કરીને એમ કહેવાતું કે કાર્તિકી પૂનમના દિવસે પહાડ ઉપરથી નાળિયેરનાં પાણીની નદી વહે છે. આ તીર્થનો મહિમા આજે પણ એવો છે કે આસપાસના વિસ્તારોમાંથી જૈન-અજૈન એવી કેટલીયે મંડળીઓ પગપાળા જાત્રા કરવા આવે છે. કેટલાકને માંગતુંગીના ચમત્કારિક અનુભવો થયાની કિંવદન્તિઓ પણ પ્રચલિત છે. માંગતુંગી તીર્થની પૂજાની કાવ્યમય રચનાઓ પણ થઈ છે. અષ્ટકો, જયમાલા વગેરે સંસ્કૃત તથા હિંદીમાં લખાયાં છે. માંગતુંગીની આરાધના માટે જુદા જુદા મંત્ર પણ છે, જેનો જાપ આજે પણ ભક્તો અહીં આવીને કરે છે. માંગતુંગી એક અલ્પપરિચિત પણ બહુપ્રાચીન અને ઘણું મહિમાવંતુ તીર્થ છે, સિદ્ધક્ષેત્ર છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ आयंकदंसी न करेइ पावं। -- ભગવાન મહાવીર (આતંકદર્શી પપ કરતો નથી) ભગવાન મહાવીરે કહ્યું છે કે માયાવંસી રે પાવા (આચારાંગ સૂત્ર ૧/૩/૨). અર્થાત્ આતંકદર્શી પાપ કરતો નથી. પ્રાકૃત માર્યા શબ્દનો સંસ્કૃત શબ્દ છે મતિ. આજકાલ આતંક શબ્દ બહુ વપરાય છે, કારણ કે વર્તમાન સમયમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દુનિયાભરમાં પ્રસરી ગઈ છે. આતંક શબ્દનો અર્થ થાય છે ભય, ત્રાસ, અત્યાચાર, દુ:ખ, પીડા, રોગ વગેરે. આતંકદ એટલે દુઃખના સ્વરૂપને જાણનારો, સમજનારો. દુનિયામાં આતંકવાદીઓ ઘણા છે, આતંકદર્શીઓ બહુ ઓછા છે. - આતંકવાદીઓ ઘોર પાપની પ્રવૃત્તિ ચલાવે છે. આતંકદર્શીઓ પાપ કરતા નથી; પાપ કેમ થાય છે અને તેનાં કેવાં કેવાં માઠાં ભયંકર પરિણામો આવે છે તે એ સમજે છે. એટલે તેઓ પાપ કરતાં અટકી જાય છે જગતમાં પુણ્ય અને પાપની ઘટમાળ સતત ચાલતી રહે છે. શુભાશુભ કર્મ બંધાતાં રહે છે. એ કર્મોનાં ફળરૂપે માણસને સુખદુઃખ ભોગવવાં પડે છે. એ વખતે ફરીથી પાછાં નવાં કર્મ બંધાય છે. એક ક્ષણ પણ એવી જતી નથી કે જ્યારે મન, વચન અને કાયાથી કોઈ ને કોઈ કર્મ બંધાતું ન હોય. પરંતુ સાચા મુમુક્ષુ જીવો નવાં ભારે કર્મ ઓછાં બાંધે છે અને જૂનાં કર્મો ખપાવતા જાય છે. એ જ ભવમાં મુક્તિ મેળવનારા જીવોનાં કર્મો ઉત્તરોત્તર ક્ષીણ થતાં જાય છે અને નવાં કર્મો હળવા પ્રકારનાં અને નહિવત્ બંધાય છે, પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં સપડાયેલા જીવો તો સતત નાનાંમોટાં પાપ કરતા રહે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૯ -- પાપની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમકે અશુભં મ પાપમ્ । (અશુભ કર્મ તે પાપ છે), પાતત્તિ નરવારિધ્ધિતિ પાપમ્ (નરકાદિ દુર્ગતિમાં જે પાડે છે તે પાપ છે) અથવા પાસતિ પાતત્તિ વા પાપં । (જે જીવને બંધનમાં નાખે છે અથવા પાડે છે તે પાપ છે.) હિંદુ ધર્મ પ્રમાણે બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુસ્ત્રીગમન એ ચારને મોટાં પાપ ગણવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં લખ્યું છે ब्रह्महत्या सुरापानं स्तेयं गुर्वंगनागमः । महान्ति पातकान्याहुः संसर्गश्चापि तै सहः ।। હિંદુ ધર્મમાં અન્ય રીતે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાલહત્યા અને ગૌહત્યા એ ચારને મોટાં પાપ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તો ‘નીતિવાક્યામૃત’માં તરત ફળ આપવાવાળાં ત્રણ મોટા પાપ તરીકે સ્વામિદ્રોહ, સ્ત્રીવધ અને બાલવધને ગણાવવામાં આવ્યાં છે. ત્રીની पातकानि सद्यः फलन्ति - स्वामिद्रोहः, स्त्रीवधो बालवधश्चेति । મનુસ્મૃતિમાં પાપના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ મુખ્ય પ્રકાર બતાવી, એવાં મુખ્ય પાપો નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યાં છેઃ परद्रव्येष्वभिध्यानं मनसानिष्टचिन्तनम् । वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥ (પારકું દ્રવ્ય પડાવી લેવાનો વિચાર, મનથી અનિષ્ટનું ચિંતન અને મિથ્યા અભિનિવેશ એ ત્રણ માનસિક પાપકર્મ છે.) पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः । असंबद्धप्रलापश्च वाङ्मयं स्याच्चतुर्विधम् ॥ (કઠોર વચન, અસત્ય, ચાડીચુગલી, અસંબદ્ધ પ્રલાપ એટલે કે બકવાદ એમ વાચિક પાપ ચાર પ્રકારનું છે.) Page #44 -------------------------------------------------------------------------- ________________ આતંકદર્શી પાપ કરતો નથી ૩૫ - - - - - - - - - - अदत्तानामुपादानं हिंसा चैवाविधानतः । परदारोपसेवा च शारीरं त्रिविधं स्मृतम् ॥ (ન આપેલું એવું લેવું એટલે કે ચોરી, જેનું વિધાન ન હોય એવી હિંસા કરવી તથા પરસ્ત્રીગમન એ ત્રણ પ્રકારનાં શારીરિકપાપકર્મ કહેલાં છે. જૈન ધર્મમાં “આવશ્યક સૂત્ર'માં અઢાર પ્રકારનાં પાપ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યાં છે: पाणाइवायमलियं चोरिक्कं मेहुणं दवियमुच्छं । कोहं माणं मायं लोभं पिज्जं तहा दोसं ॥ कलहं अब्भक्खाणं पैसुन्नं रइ-अरइसमाउत्त । परपरिवायं माय-मोसं मिच्छत्तसल्लं च ॥ આમ, જૈન ધર્મ પ્રમાણે મુખ્ય અઢાર પ્રકારનાં પાપ બતાવાયાં છે? (૧) પ્રાણાતિપાત (હિંસા), (૨) મૃષાવાદ (અસત્ય) (ઉ) અદાધાન (ચોરી), (૪) મૈથુન, (૫) પરિગ્રહ ( દ્રવ્યમૂચ્છ), (ક) ધોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧),(૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિ અરતિ, (૧૬) પર પરિવાદ (પરનિદા), (૧૭) માયામૃષાવાદ (બાથાકપટયુક્ત અસત્ય), (૧૮) મિથ્યાત્વ શલ્ય. દુનિયાનાં તમામ પ્રકારનાં પાપોનો આ અઢાર પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. આ દરેક પાપના પેટપ્રકારો પણ બતાવવામાં આવ્યાં છે. વળી, પાપ મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ પાપનાગિવિધગિવિધ પ્રકાર પણ બતાવ્યા છે. માણસ પાપ કરતાં તો કરી લે છે, પણ પછી એને છુપાવવાનો પ્રયત્ન કરે છે. કેટલાંક પાપ માણસ બેપરવાઈથી, લોકલાનો કે રાજ્યનો Page #45 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ભય રાખ્યા વગર પ્રગટ રીતે કરી લે છે અને એને માટે જે સજા થવાની હોય તે માટે તે મનથી તૈયાર રહે છે. ફાંસીની સજા ભોગવવાની તૈયારી સાથે કેટલાક માણસ ધોળે દહાડે બીજાનાં દેખતાં ખૂન કરે છે. અસત્ય, ચોરી, પરસ્ત્રીગમન જેવાં પાપો માણસ છૂપી રીતે કરે છે. ઇરાદાપૂર્વક પાપ કરવું અથવા અજાણતાં થઇ જવું અને પછી તે છુપાવવું એ સામાન્ય સાધારણ, અજ્ઞાની માણસોનું કુદરતી લક્ષણ છે. પાપનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર રહે છે. કોઇક વડીલ કે ધર્મગુરુ પાસે એકાન્તમાં ખાનગી રીતે પાપનો એકરાર કરનારા માણસો જાહેરમાં બધાં વચ્ચે એનો સ્વીકાર કરતાં સંકોચ અનુભવે છે. જેનું નિર્મળ જીવન જીવવાનું લક્ષ્ય છે તે પાપનો એકરાર કરતાં કે તે માટેનું પ્રાયશ્ચિત્ત કરતાં અચકાતો નથી, એમ કરવામાં તે પોતાની જામેલી પ્રતિષ્ઠાનો પણ વિચાર કરતો નથી. પરંતુ બને છે એવું કે આવા નિર્દભ, નિખાલસ, માણસોની પ્રતિષ્ઠા ઊલટી વધે છે. કેટલાક એવા હોય છે કે પાપનો નિખાલસતાથી સ્વીકાર કરે છે. પરંતુ એવું પાપ ફરી આચરતાં તેમનું મન જરા પણ ક્ષોભ અનુભવતું નથી. એવા નિર્લજ્જ માણસો એકરાર કરે તો પણ શું અને ન કરે તો પણ શું ? તેઓ પાપને પાપ તરીકે જાણે છે, પરંતુ પાપના સ્વરૂપને સમજવા દ્વારા સંસારના સ્વરૂપને અને આત્માના સ્વરૂપને સમજતા નથી કે સમજવાની રુચિ ધરાવતા નથી. ૩૬ પુણ્યના ઉદયે ફરી પુણ્ય બંધાય કે પાપ બંધાય અને પાપના ઉદયે ફરી પાપ બંધાય કે પુણ્ય બંધાય, એ રીતે પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ એ ચૌભંગી પ્રમાણે જીવોનાં કર્મો બંધાતાં રહે છે. અલબ્નત, એમાં પણ ઘણી તરતમતા રહે છે. અશુભ કર્મના ઉદયે, દુ:ખના અનુભવ વખતે સમતાયુક્ત માધ્યસ્થભાવ ધારણ કરવાથી જીવની આત્મદશા ઊંચે ચડે છે. સ્થૂલ દૃષ્ટિએ જોતાં પુણ્ય કરતાં પણ પાપના ઉદય વખતે જીવની કસોટી થાય Page #46 -------------------------------------------------------------------------- ________________ આતંકદર્શી પાપ કરતો નથી છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં પુણ્યના ઉદય વખતે પણ એટલા જ સજાગ, સાવધ રહેવાની જરૂર રહે છે. કેટલાકને દુઃખ કેટલું વસમું છે એ માત્ર અનુભવથી જ સમજાય છે. જ્યાં સુધી પોતાને એવું કોઇ દુઃખ અનુભવવાનું આવ્યું નથી ત્યાં સુધી બીજાનાં દુ:ખને તેઓ સમજી કે કલ્પી શકતા નથી. બીજાનાં દુઃખ માટે એવા માણસોને સહાનુભૂતિ સુદ્ધાં થતી નથી. તો પછી બીજાનાં દુઃખમાં સહાયરૂપ કે સહભાગી થવાની વાત તો ક્યાંથી હોય ? ૩૭ પાપને પાપરૂપે, તે હેય છે એટલે કે છોડવા યોગ્ય છે એ સ્વરૂપે સમજવાની શક્તિ પણ જીવમાં સહેલાઇથી આવતી નથી. જ્યાં સુધી અજ્ઞાન છે, મિથ્યાત્વનો ગાઢ અંધકાર છે ત્યાં સુધી તેવા લોકોને પોતે પાપપ્રવૃત્તિ કરતા હોવા છતાં પોતે પાપ કરે છે એવી સમજ હોતી નથી. કોઇ એને સમજાવે તો તે એને સમજાતું નથી અને ગમતું નથી. કેટલાક પાપને પાપરૂપે સમજતા હોવા છતાં એને છોડવાની ઇચ્છા નથી ધરાવતા કારણ કે પાપથી એમને પોતાને લાભ થતો જણાય છે. પાપ છોડવા જેવું નહિ પણ આચરવા જેવું છે એવું એમના મનમાં વસેલું હોય છે. પાપ કરવા માટે તેઓને ક્યારેય કશોય અફસોસ થતો નથી. જે દુ:ખના સ્વરૂપને સમજે છે તે દુ:ખને ઇચ્છતો નથી. નરકગતિનાં દુઃખોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત આ દશ્યમાન ઐહિક જગતનાં દુ:ખોનો વિચાર કરીએ, દુ:ખી માણસોનું અવલોકન કરીએ તો જીવને માથે કેટલું દુ:ખ ગુજરી શકે છે તેનો ખ્યાલ આવે. કેટલાંક દુ:ખો મારણાન્તિક હોય છે. એવાં ઘોર દુ:ખો માણસનો જીવ લઇને જંપે છે. માણસની વેદના એટલી બધી અસહ્ય હોય છે કે શરીર એની સામે ટકી શકતું નથી. વેદનાની ચીસો પાડતો પાડતો માણસ બેભાન બની જાય છે અને પછી મૃત્યુ પામે છે. એવાં કેટલાંક ભયંકર દુઃખોના તીવ્ર અનુભવ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ વખતે માણસને એમ થઈ જાય છે કે આના કરતાં તો જલદી મોત આવે તો સારું. મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો માણસ દુઃખમુક્તિ માટે આત્મઘાત પણ કરે છે. જ્યારે પાપનું સ્વરૂપ માણસને સમજાય છે ત્યારે એને એ પણ સમજાય છે કે દરેક જીવ પોતપોતાનાં કર્મ અનુસાર સાંસારિક સુખદુઃખ અનુભવે છે. એનો અર્થ એ થયો છે કે દરેકે પોતાનું દુઃખ પોતે જ ભોગવવાનું રહે છે. બીજા કોઈ એમાં ભાગીદાર થઈ શકતા નથી કે કોઈ પોતાનું દુઃખ ઊછીનું લઈ શકતા નથી. બીજાઓ દુ:ખમાં સહભાગી થઈ શકે છે, સહાનુભૂતિ ધરાવી શકે છે. દેખીતી વ્યવહારુ દષ્ટિએ કોઈક બીજાને આપત્તિમાંથી બચાવી શકે છે. એમ છતાં કર્મસિદ્ધાન્ત અનુસાર તો પોતાનાં કરેલાં કર્મનું ફળ દરેકે પોતે જ ભોગવવું પડે છે. ભગવાને કહ્યું છે કે જે સંય qજુ રોડ કુતરવું પોતાની જે શારીરિક વેદના છે તે બીજા કોઈ લઇ શકતા નથી. નરકગતિમાં તો કોઈની સહાય કે સહાનુભૂતિ પણ પ્રાપ્ત થતી નથી. પોતાની એ વેદના તે પોતાના કોઈ અશુભ કર્મનું જ પરિણામ છે એમાં કશી શંકા નથી. કર્મ કોઈને છોડતું નથી. માટે જ કહ્યું છે કે ડાઇ માપ ને અસ્થિ મોવો . ( રેલાં કર્મમાંથી કોઇનો છૂટકારો નથી.) માણસ જો આતંકદર્શી બને એટલે કે દુ:ખના સ્વરૂપને બરાબર ઓળખે તો સહજ રીતે જ એને દુઃખનાં કારણો સમજાય. કેવા પ્રકારનાં દુઃખો સંસારમાં છે અને તેની પાછળ ક્યાં કયાં પૂર્વબદ્ધ કર્મો કારણભૂત છે એ એને સમજાય છે. એવાં કોઈપણ દુઃખ પોતાને ભોગવવાની ઇચ્છા નથી, પોતાને માથે એવાં કોઈ દુઃખ ન પડે એવી વૃત્તિ અને દષ્ટિ રહે તો જીવ એવાં કર્મ બાંધતો અટકે છે. કોઈક એવાં પાપકર્મો કરવામાંથી ઝડપથી વિરમી જાય છે તો કોઈક ધીમે ધીમે ક્રમે ક્રમે વિરમી જાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ આતંકદર્શ પાપ કરતો નથી ૩૯ કોઈને એવી પાપવૃત્તિથી અટકતાં એક કરતાં વધારે જન્મ પણ લાગે છે. કોઈક અટકે છે, વળી પ્રમાદવશ બની શિથિલ થઈ પાપ કરવા લાગી જાય છે અને ફરી જાગૃતિ આવતાં પાછા પાપથી અટકવા લાગે છે. પાપના સ્વરૂપને સમજવાની શક્તિ બધા જીવોમાં એકસરખી નથી હોતી; તેમ પાપપ્રવૃત્તિથી અટકવાની શક્તિ પણ બધા જીવોમાં એકસરખી નથી હોતી. એટલે એક કાળે ઘણાબધા જીવોની સમજવાની અને અટકવાની શકિત સમાંતર જ ચાલે એવું નથી. વસ્તુતઃ એક જીવના જીવનકાળમાં પણ એમાં ચઢઊતર થવાનો સંભવ રહે છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જીવમાં પાપને સમજવાની સાચી દષ્ટિ આવી ત્યાં જ એવાં પાપોથી અટકવાની પ્રવૃત્તિનાં બીજ વવાઈ જાય છે. પાપને સમજીને ન કરનારા માણસો પણ અધમ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના શાસ્ત્રકારોએ બતાવ્યા છે: राज्यदण्डभयात् पापं नाचरत्यधमो जनः । परलोकभयाद् मध्यः स्वभावादेय उत्तमः ॥ . જે જીવો રાજ્યદંડના ભયથી પાપાચરણ કરતા નથી તે અધમ પ્રકારના છે. જે પરલોકના ભયથી પાપ નથી કરતા તે મધ્યમ પ્રકારના છે. જે જીવો સ્વભાવથી જ પાપ કરતા નથી અથવા પાપ કરવાનો જેમનો સ્વભાવ જ નથી તે ઉત્તમ પ્રકારના છે. આતંકદર્શ જીવો આવા ઉત્તમ પ્રકારના જીવો છે. જૈન ધર્મ પ્રમાણે, નિશ્ચય નયની દષ્ટિએ, તમામ પાપ પ્રવૃત્તિઓને મુખ્ય બે વિભાગમાં વહેંચી નાખવી હોય તો કહી શકાય કે પાપ બાંધવાનાં મુખ્ય બે સ્થાનક છે : એક રાગ, અને બીજો દ્વેષ. રાગદ્વેષની પરિણતિ એટલે પાપપ્રવૃત્તિ. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે : ___ जीवाणं दोहिं ठाणेहिं पावकम्मं बंधई, तं जहा-रागेण चेव, दोसेण વેવ | Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ - સૂક્ષ્મ નિશ્ચયદષ્ટિથી જોઈએ તો જ્યાં રાગની (અને દ્વેષની) પરિણતિ છે ત્યાં પાપ છે. જીવ પોતાના આત્માના સ્વભાવમાંથી નીકળી વિભાવમાં આવે છે ત્યાં રાગદ્વેષની પરિણતિ થાય છે. જીવ પોતે જ આતંકદર્શી થાય, અર્થાત્ દુઃખનું સ્વરૂપ સમજે, અને એમ કરતાં સંસારનું સ્વરૂપ જ્ઞાતાદષ્ટાભાવથી જુએ અને જાણે ત્યારે એને રાગ કે દ્વેષ કરવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે એ ઉચ્ચ દશામાં પણ એને કોઈ પાપ કરવાનું હોતું નથી અથવા પાપ એનાથી થતું નથી. આમ સૂક્ષ્મદષ્ટિએ જોઈએ તો પણ આતંકદર્શ જીવ પાપકર્મ બાંધતો નથી. આતંકદર્શીની જીવનવ્યવહારની તમામ પ્રવૃત્તિ, સર્વ ક્રિયા ઉપયોગપૂર્વકની, જાગૃતિપૂર્વકની, યતનાપૂર્વકની હોય છે. બાહ્ય ક્રિયાઓ કરતા હોવા છતાં તેમનો આત્મોપયોગ છૂટી જતો નથી. તેઓ આત્મસ્વરૂપમાં સ્થિર રહીને જયણાપૂર્વક ક્રિયા કરે છે અને માટે તેઓ પાપકર્મ બાંધતા નથી. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે: जयं चरे जयं चिठे जयमासे जयं सए । जयं भुंजंतो मासंतो पावं कम्मं न बंधइ ॥ જે જયણાપૂર્વક ચાલે છે, જયણાપૂર્વક ઊભો રહે છે, જયણાપૂર્વક બેસે છે, જયણાપૂર્વક સૂઇ જાય છે, જયણાપૂર્વક ખાય છે અને જયણાપૂર્વક બોલે છે તે પાપકર્મ નથી બાંધતો. આમ, ખાવાપીવાની અને ઊઠવાબેસવાની સ્કૂલ કાયિક પ્રવૃત્તિઓથી માંડીને વાચિક પ્રવૃત્તિઓ અને સૂક્ષ્મ માનસિક વિચારપ્રવૃત્તિ સુધી જે જયણાનું લક્ષ રાખે છે, તે પાપકર્મ નથી બાંધતો. પરિણામે તેવો જીવ ઉપરની ગુણશ્રેણીએ ચઢતો જાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાંડી ગાય કૂતરું હડકાયું થયું હોય અથવા હાથી મદોન્મત્ત થયો હોય એ વાત જમાના જૂની છે. કૂતરાની જેમ બીજાં પ્રાણીઓને પણ હડકવા થાય છે અને હડકાયું કૂતરું કરડ્યું હોય એવા માણસને હડકવા જો ઊપડે તો તે બીજાને બચકાં ભરવા લાગે છે. વિવિધ રોગના જીવાણુ પ્રાણીસૃષ્ટિમાં પણ હોય છે અને એનો ઉપદ્રવ થાય છે. હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરે અને હાથી ગાંડો બની તોફાને ચડે એવા બનાવો પણ બને છે. છેલ્લા બેએક સૈકાથી વૈજ્ઞાનિકો પ્રાણીસૃષ્ટિ ઉપર જાતજાતના પ્રયોગો કરતા રહ્યા છે. એ સંશોધનોથી જેમ માનવજાતને મહત્ત્વનો લાભ થયો છે તેમ એનાં માઠાં પરિણામ પ્રાણીઓએ અને માણસોએ ભોગવવાનાં આવ્યાં છે. જેમ દેડકાં, વાંદરાં, સસલાં વગેરે પર ઔષધાદિ માટે પ્રયોગો થયા છે, તેમ છેલ્લાં પચાસેક વર્ષમાં દૂધ અને માંસ માટે ગાય ઉપર પશ્ચિમના દેશોમાં વિવિધ પ્રકારના પ્રયોગો થયા છે. એમાં વર્તમાન સમયનો ભયંકર નુકસાનકારક પ્રયોગ બ્રિટનમાં થયો હતો. બ્રિટનની ગાંડી ગાય (Mad Cow)ની સમસ્યાએ બ્રિટનને તથા યુરોપના દેશોને હચમચાવી નાખ્યા હતા. ગાયના આ મગજના રોગની શોધ તો ૧૯૮૫ ની આસપાસ થઈ. યુરોપના બીજા દેશો કરતાં સૌથી વધારે રોગ ફેલાયો બ્રિટનમાં. દર વર્ષે હજારો ગાયો મૃત્યુ પામવા લાગી. એક દાયકામાં દોઢથી બે લાખ જેટલી ગાયો આ રોગને કારણે મૃત્યુ પામી હતી. મગજનો રોગ થતાં અદોદળા શરીરવાળી ગાયોને જોતાં તે મંદબુદ્ધિવાળી લાગે. એવી ગાયોનો દેખાવ જ કુદરતી ન લાગે. ગાયો પરના વૈજ્ઞાનિક પ્રયોગોનું એ દયાજનક પરિણામ આવ્યું હતું. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ગાય, ભેંસ, ઘોડો, ગધેડું વગેરે પાળેલા પ્રાણીઓ વગડામાં ચરવા જાય છે અને પોતાની આહારસંજ્ઞા પ્રમાણે ચરે છે. પ્રાણીઓમાં સૂંઘવાની શક્તિ વધુ તીવ્ર હોય છે. પોતાનો ખાદ્યપદાર્થ સૂંઘીને તે ખાય છે. “ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો' જેવી કહેવત પ્રમાણે બકરી એક એવું પ્રાણી છે કે જે બધા પ્રકારની વનસ્પતિ ખાઈ શકે છે. બિલાડી, કૂતરું વગેરે પણ પોતાનો આહાર સૂંઘીને ખાય છે. માનવ માટેનો આહાર પણ ઘણાં પ્રાણીઓ ખાય છે. છેલ્લા કેટલાક દાયકાથી અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી, મુખ્યત્વે પાશ્ચાત્ય જગતમાં કૂતરું, બિલાડી, વગેરે પાળેલાં પશુપંખીઓ માટે તૈયાર આહારનાં પેકેટો વેચાવા લાગ્યાં કે જેથી લોકોને એ માટેનો આહાર ઘરે રાંધવો ન પડે. એમાં વિવિધ પ્રકારના પ્રયોગો થતા રહ્યા છે અને નવી નવી કંપનીઓ પોતાની બ્રાન્ડના નામ સાથે એવા આહાર બનાવવા અને વેચવા લાગી છે. પશુઓની માવજત, પશુઓની રોગચિકિત્સા, પશુઓ માટેનાં ઔષધો વગેરેની બાબતમાં પણ પાશ્ચાત્ય જગત વધુ સભાન અને પ્રગતિશીલ છે એ સાચું, પરંતુ એ મુખ્યત્વે તો પોતાના સુખચેન માટે જ હોય છે. હવે તો કેટલાંક શહેરોમાં એવા કેટલાક સ્ટોર્સનીકળ્યા છે કે જ્યાં માત્ર કૂતરાં, બિલાડાં માટેનો જ આહાર મળે છે. કેટલાક સ્ટોર્સમાં માત્ર આહાર જ નહિ, તેમના માટે બ્રશ, સાબુ, નેપકીન, ગરમ કપડાં, સાંકળ, પટ્ટા વગેરે જાતજાતની વસ્તુઓ વેચાતી મળે છે. પશુઓએ શું શું ખાવું એ હવે કેટલેક ઠેકાણે એમની મરજીનો વિષય નથી રહ્યો.માણસ જે ખવડાવે તે એમને ખાવાનું હોય છે. માણસ જેમ રાખે તેમ રહેવાનું થયું છે. પશુઓ ઉપરનું માનવીનું આધિપત્ય ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે અને પ્રયોગો પણ વધતા ચાલ્યા છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાંડી ગાય ૪૩ આ બધા પ્રયોગોમાં એક મોટો પ્રયોગ તે ગાયો ઉપરનો છે. ગાય, ભેંશ એ બે મુખ્ય પ્રાણીઓના દૂધ ઉપર આખી દુનિયા નભે છે. ભેંશ એકંદરે ઉષ્ણ કે સમશીતોષ્ણ પ્રદેશનું પ્રાણી છે. ગાય ઠંડા પ્રદેશોમાં પણ અસ્તિત્વ ધરાવી શકે છે. ભેંશને પરસેવો થાય છે, ગાયને નહિ. દુનિયાના ઘણા દેશોમાં ગાય હોય છે. ભેંશ બધે હોતી નથી. જ્યાં ભેંશ હોય છે ત્યાં બધે ગાય હોય છે, પરંતુ જ્યાં ગાય હોય છે ત્યાં બધે ભેંશ હોતી નથી. પાશ્ચાત્ય દેશોમાં ગાય જ હોવાથી વૈજ્ઞાનિક પ્રયોગો ગાય ઉપર વધુ થયા છે. ગાયનો ઉપયોગ ત્યાં દૂધ ઉપરાંત માંસાહાર માટે સવિશેષ થાય છે. ભારતમાં ગાયોની કતલ નથી થતી એવું નથી, પણ એકંદરે ઓછી થાય છે. ભારતીય સંસ્કૃતિમાં એના આરંભકાળથી, ગાય પોતાના દૂધ દ્વારા પ્રજાનું પોષણ કરતી હોવાથી એના પ્રત્યે માતાના જેવો પૂજ્યભાવ રહ્યો છે. આથી જ ગૌહત્યાને મોટાં પાતક (પાપ) તરીકે ઓળખાવવામાં આવે છે. ગરીબડી, નિર્દોષ ગાયને જો લાકડીથી મારવાનું પણ ન ગમે તો એની હત્યા કરવાનું કેમ ગમે? અને એથી પણ અધિક એનું માંસ ખાવાનો તો વિચાર જ કેમ થઈ શકે? નરરાક્ષસ હોય, યવન હોય તે જ ગોમાંસ ખાઈ શકે એ ભારતીય સાંસ્કૃતિક ભાવના છે. પાશ્ચાત્ય દેશોમાં ગાય કેમ વધારે દૂધ આપી શકે અને ગાયનું માંસ કેમ વધુ મુલાયમ થઈ શકે એ દષ્ટિથી જ-એટલે કે માત્ર ઉપભોક્તાવાદની દષ્ટિથી જ વિચારણા અને પ્રયોગો થાય છે. અર્થતંત્રમાં ગાયનું સ્થાન મહત્ત્વનું રહ્યું હોવાથી ગાયનો ઉપયોગ અર્થતંત્રની દષ્ટિએ જ, વધુ કમાણી કરવાની દષ્ટિએ જ થવા લાગ્યો છે. બ્રિટનમાં રોગને કારણે ગાયો હમણાં ગાંડી એક દાયકામાં થઈ, પણ બિચારી ગાય અત્યાર સુધી કેમ ગાંડી ન થઈ એવો પ્રશ્ન વિચારવાનને WWW.jainelibrary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ થવો જોઇએ, કારણ કે ગાયો ઉ૫૨ દૂધ અને માંસ માટે જે ક્રૂર પ્રયોગો થયા છે એવા પ્રયોગો જો માણસો ઉપર થયા હોય તો માણસો ક્યારનાય પાગલ થઇ ગયા હોત. જ્યારથી દૂધનો વ્યવસાય છૂટક વેપારીઓનો મટીને ઉદ્યોગ બન્યો ત્યારથી દૂધનું પ્રમાણ અને એની ગુણવત્તા વધારવા અનેક પ્રકારના પ્રયોગો થયા છે. ડેરી ઉદ્યોગના વિકાસથી ઘણા લાભ માનવજાતને થયા છે. પરંતુ ગોપરિવારને નીચોવવાના પણ એટલા જ પાશવી પ્રયત્નો થતા રહ્યા છે, ગાયને માટે ‘દોહવી’ કરતાં ‘નીચોવવી’જેવો શબ્દપ્રયોગ હવે વધુ યથાર્થ બનતો જાય છે. સામાન્ય રીતે ગાય વાછરડાને જન્મ આપ્યા પછી આઠ-દસ મહિના સુધી સારું દૂધ આપે છે. પહેલાં વાછરડું ધાવી લે પછી ગાયને દોહવામાં આવે છે. આ ભારતીય પરંપરા છે. ગાયને દોહવામાં પણ પરસ્પર વાત્સલ્યનો ભાવ રહેલો હોય છે. ગાયને હાથ વડે દોહવી એ પણ એક કળા છે. ગાય દૂધ આપતી લગભગ બંધ થાય, વાછરડું મોટું થાય અને ફરી ગાય ગર્ભવતી થાય અને ફરી દૂધ આપતી થાય. છેવટે ગર્ભવતી ન થાય અને દૂધ પણ ન આપે એવી વસૂકી ગયેલી ગાયોને ગોવાળ પોષે પાળે અથવા પાંજરાપોળમાં મૂકી આવવામાં આવે (હવે કતલાખાને પણ ધકેલાય છે.) છેલ્લાં કેટલાંક વર્ષથી અને ખાસ કરીને ડેરીના ઉદ્યોગના વિકાસ પછી ગાય વાછરડાને જન્મ આપ્યા પછી દૂધ આપવાનું ચાલુ કરે તે દરમિયાન કૃત્રિમ ગર્ભધાન દ્વારા એને બેએક મહિનામાં જ ફરીથી ગર્ભવતી બનાવી દેવામાં આવે છે. એટલે પછીના આઠેક મહિના તો ગર્ભવતી ગાયનું જ દૂધ મેળવાતું હોય છે. આ રીતે ગાય સતત દૂધ આપતી અને ઝટઝટ ગર્ભવતી થયા કરે છે. એથી ગાયનું શરીર નીચોવાઇ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાંડી ગાય ૪૫ જાય છે. અકાળે તે વૃદ્ધ થઇ જાય છે અને વહેલી કતલખાને પહોંચે છે. પરંતુ ત્યાંસુધીમાં સ્વાર્થી મનુષ્ય તો એની પાસેથી પાંચસાતગણું વધારે દૂધ મેળવી લીધું હોય છે. ગાય વધારે સારું અને મોટા પ્રમાણમાં દૂધ આપે એ માટે એને વધુ પડતો ભારે ખોરાક આપવામાં આવે છે. એથી ગાય દૂધ વધારે આપે છે. પરંતુ એની સ્થિતિ તો તંદુરસ્ત યુવાનને વિટામિન, પ્રોટીન વગેરેની ઘણી બધી ગોળીઓ ખવડાવી દેવાથી જે સ્થિતિ થાય તેવી ગાયોની થાય છે. મતલબ કે તેમને કેટોસિસ અને એવા બીજા રોગો થવા લાગે છે. ઘણી ડેરીમાં ગાય ઝટ ઝટ વધારે દૂધ આપે એ માટે એમને દોહતાં પહેલાં ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શનથી ગાયના આંચળમાંથી દૂધ વછૂટવા લાગે છે. સ્ત્રીને જેવી પ્રસૂતિની પીડા થાય તેવી પીડા તે વખતે ગાયને થાય છે, પણ માણસને એથી ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ દૂધ મળે છે. હોર્મોનના આવા ઇન્જેક્શનોથી ગાયમાં જાતજાતના રોગ થાય છે અને એના લોહી તથા માંસમાં પણ એ રોગના જીવાણુઓ ઉત્પન્ન થાય છે. પછીથી એનું દૂધ અને માંસ ખાનારને પણ એ રોગો થાય છે. સંશોધકો ગાય પરના આવા આવા પ્રયોગોથી સંતુષ્ટ થયા નથી. ગાયનું દૂધ વધુ કેમ મળે, એ કેવી રીતે હૃષ્ટપુષ્ટ થાય અને એનું માંસ મુલાયમ કેમ બને એ માટેના અખતરાઓ ચાલુ જ છે. છાપાંઓના અહેવાલ પ્રમાણે એમાંનો એક અખતરો બ્રિટનમાં ભયંકર ખતરારૂપ નીવડ્યો, ગાયો માટેના આહાર અને ઔષધિમાં તેઓ માંસાહારી પદાર્થો પણ ભેળવવા લાગ્યા. શાકાહારી ગાયોને મનુષ્ય આપેલાં એવાં માંસાહારી દ્રવ્યો માફક ન આવ્યાં. એમાંથી ગાયોને મગજનો રોગ થયો. ગાયના મગજના સ્નાયુઓ ફૂલી જવા લાગ્યા અને એમાં ઝીણાં ઝીણાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાંપ્રત સહચિંતન-- ભાગ૯ છીદ્રો પડી જવા લાગ્યા. આ રોગનu BSE-bovine Spongiform Encephalopathy કહેવામાં આવે છે. ગાય ગાંડી થઈ અને એનું માંસ ખાનારા માણસોને, વિશેષતઃ વૃદ્ધો અને બાળકોને આ રોગ લાગુ પડ્યો. એને CJD-Creutzfeld-Jacob Disease કહે છે. ચેપી ગોમાંસને કારણે મગજનો રોગ થતાં ઘણાં માણસો મૃત્યુ પામવા લાગ્યાં. આ જીવાણુઓ પણ કેવા જબરા! એ માંસને ગમે તેટલી ગરમી આપી બાફવામાં આવે કે ઉકાળવામાં આવે તો પણ એ જીવાણુઓ મરતા નથી. હડકાયા કૂતરાના જીવાણુઓની જેમ આ જીવાણુઓ પણ પાંચ-પંદર વર્ષે સક્રિય થઈ શકે છે. આજે એવું ગોમાંસ ખાનારને દસ-પંદર વર્ષે પણ મગજનો જીવલેણ રોગ થઈ શકે છે. બસ, આવા જબરા જીવાણુઓએ પરિસ્થિતિને પલટી નાખી. હવે એવી ગાંડી ગાયોનું માંસ ખવાય નહિ. એ બધી ગાયોમાંથી કઈ ગાય ગાંડી છે અને કઈ ડાહી છે એમ કોણ કહી શકે? અને આજની ડાહી તે આવતી કાલે ગાંડી નહિ થાય એની ખાતરી શી? અને એક વખત વહેમ પડ્યો પછી કોણ ખાવાની હિંમત કરી શકે? જે દેશોમાં બ્રિટન ગોમાંસ (Beet)ની નિકાસ કરે છે એ તમામ દેશોએ બ્રિટનનું ગોમાંસ લેવાનો ઈન્કાર કરી દીધો એટલું જ નહિ, પણ શરત મૂકી કે જ્યાં સુધી બ્રિટનની બધી ગાયોને મારી નાખ્યા પછી નવેસરથી ગાયો ઉછેરવામાં ન આવે ત્યાં સુધી બ્રિટનનું ગોમાંસ પોતે લેશે નહિ. બ્રિટનવાસીઓએ પણ આ ગોમાંસ ખાવાનો ઈન્કાર કર્યો. પરિણામે બ્રિટનને આ બધી ગાયો મારી નાખ્યા વગર છૂટકો નથી. વિટનના ગોમાંસના વ્યવસાયમાં કરોડો પાઉન્ડની આર્થિક સમસ્યાઓ ઊભી થઈ. બ્રિટનની હોટલો અને રેસ્ટોરાંને વિદેશોમાંથી ગોમાંસની આયાત કરવાની ફરજ પડી. ગાયો મારવાનું ચાલું તો થયું. પણ એનું માંસ ગટરમાં કે દરિયામાં ફેંકાય નહિ, એટલે કતલ પછી ગાયોના મૃતદેહને બાળવાનું જ રહ્યું. Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાંડી ગાય ૪૭. બ્રિટનમાં ત્યારે સવા કરોડ કરતાં વધુ ગાયો હતી. એ બધીને મારી નાખતાં ત્રણેક વર્ષ લાગ્યાં. માનવજાતનો બિચારી ગાયો ઉપર કેટલો મોટો અત્યાચાર ! કેટલાંક વર્ષ પહેલાં જર્મનીએ દૂધનો બજારભાવ ટકાવી રાખવા માટે લાખો ગાયોની કતલ કરી હતી. હવે પાંચ દસ ટકા ગાયોની મગજની બીમારીને કારણે બધી જ ગાયોની, એક કરોડ કરતાં વધુ ગાયોની કતલ કરવામાં આવી! પશુસૃષ્ટિ ઉપર આવો ભયંકર પૂર અત્યાચાર છતાં પાશ્ચાત્ય દેશોના લોકોનું હૃદય દયાભાવથી દ્રવતું નથી. (ત્યાંના ભારતીય લોકોએ અલબત્ત ઘણો પોકાર ઉઠાવ્યો, પણ તે તો અરણ્યરુદન બરાબર !) માનવજાત ઉપર ધર્મ અને સંસ્કૃતિનાં પરિબળોના વર્ચસ્વને બદલે વિજ્ઞાન અને અર્થતંત્રના પરિબળોના વધતા જતા વર્ચસ્વને પરિણામે મનુષ્યનું હૃદય ઉત્તરોત્તર વધુ નિષ્ફર થવા લાગ્યું છે. જો આ રીતે ચાલ્યા કરશે તો ભવિષ્યમાં માત્ર પશુઓ જનહિ, લાખો માનવોનો સંહાર કરતાં પણ નિષ્ફર લોકોનું હૃદય નહિ દ્રવે એમ માની શકાય! સબકો સન્મતિ દે ભગવાના Page #57 -------------------------------------------------------------------------- ________________ અપંગો માટે વિકલાંગ અથવા અપંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. વિકલાંગો માટે કશુંક કરવું જોઈએ એ પ્રકારની જાગૃતિ દિવસે દિવસે વધતી જાય છે. એ માટે ઘણા દેશોમાં પોતાના બજેટમાં જુદી રકમ ફાળવવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં અત્યારે કુલ વસતિના પ્રમાણમાં લગભગ સાડા સાત ટકા જેટલા એટલે કે લગભગ સાડત્રીસ કરોડ જેટલા લોકો અપંગ છે. એક નિરીક્ષણ પ્રમાણે દુનિયામાં શારીરિક કે માનસિક ખોડખાંપણવાળા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે છે. દુનિયામાં બાળમરણનું પ્રમાણ ઘણું જ ઘટી ગયું છે, પરંતુ જન્મતી વખતે જે બાળકોને મૃત્યુમાંથી બચાવી લેવામાં આવે છે એવાં કેટલાંયે બાળકોમાં કોઇક પ્રકારની ખોડ રહી જાય છે અને તે જીવનભર અપંગ રહે છે. વળી સશસ્ત્ર સંઘર્ષો, બોમ્બ વિસ્ફોટો, અકસ્માત, રોગચાળા વગેરે પણ દુનિયામાં વધતાં રહ્યાં છે. એથી પણ અપંગોની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી છે. અપંગો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ અને વ્યકિતઓ દેશ, જાતિ અને ધર્મના ભેદભાવ વિના કાર્ય કરે છે. એમાંની ઘણી સંસ્થાઓ સરકારમાન્ય હોય છે અને સરકારી ગ્રાન્ટ મેળવે છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ સરકારની માન્યતા માટે ઇચ્છા નથી રાખતી, પરંતુ પોતાનું કાર્ય યથાશક્તિ સ્વાધીનપણે કરવાની ભાવના રાખે છે. આમ અપંગો માટે વિવિધ સ્તરે ઘણું બધું કાર્ય થતું હોવા છતાં તે ઓછું પડે છે, કારણ કે આ ક્ષેત્ર ઘણું વિશાળ છે અને એની સમસ્યાઓ પણ ઘણી છે. દુનિયાની વધતી જતી વસતિના પ્રમાણમાં જેટલું થવું જોઈએ તેટલું કાર્ય પછાત અને વિકાસશીલ દેશોમાં થઈ શકતું નથી. અપંગો માટે સમૃદ્ધ દેશોમાં બસમાં, રેલવેમાં, વિમાનોમાં, એરપોર્ટ, બસ કે રેલ્વેના સ્ટેશનોમાં, મોટા રેસ્ટોરાંમાં તેમના બેસવા માટે, આરામ Page #58 -------------------------------------------------------------------------- ________________ અપંગો માટે ૪૯ કરવા માટે, શૌચાદિ માટે ઘણી સગવડો કરવામાં આવે છે. વગર ખર્ચે આવી સગવડો થઈ શકતી નથી. ધનાઢ્ય દેશોને તે પોષાય એવી હોય છે. પણ સાથે સાથે તેઓની તે માટેની જાગૃતિ અને દષ્ટિ પણ ખુલ્લી હોય છે. નિષ્ણાત માણસો દ્વારા તેનું આયોજન થાય છે. ગીચ વસતીવાળા અને અર્ધવિકસિત દેશોમાં સામાન્ય નાગરિક માટે જ્યાં પૂરતી સગવડ નથી હોતી ત્યાં અપંગો માટે ક્યાંથી હોય એવો પ્રશ્ન કેટલાકને થાય.પરંતુ એ માટેની સૂઝ, દષ્ટિ, અભિગમ વધુ મહત્ત્વનાં છે. જ્યાં અશક્ય હોય તેની વાત જુદી છે, પણ જ્યાં શક્ય હોય અને છતાં તેવી સગવડો ન હોય તેવી સ્થિતિ શોચનીય છે. સગવડો હોય તો અપંગોની હરફર વધે અને હરફર વધે તો સગવડો વિચારાય. આમ બંને પ્રકારની સ્થિતિ વિચારણીય છે. અપંગો માટે જ્યાં જ્યાં જાગૃતિ આવી છે ત્યાં તેમને માટે સ્પર્ધાઓ, પારિતોષિકો, એવોર્ડ વગેરેનું આયોજન થાય છે. તેમના દર્દમાં અને શારીરિક મર્યાદાની બાબતમાં રાહત મળે એ તો જરૂરનું છે જ, પણ એમનાં આનંદપ્રમોદનાં સાધનો વધે, એમનાં સુખચેનના વિષયો અને ક્ષેત્રો વધે અને એમની આજીવિકાનો પ્રશ્ન હળવો થાય એ પણ એટલું જ જરૂરનું છે. અપંગો માટે બગલઘોડી, કેલિપર્સ, ટ્રાઇસિકલ, વ્હીલચેર, કૃત્રિમ પગ, પગરખાં, સાંભળવાનાં સાધનો વગેરે વિવિધ પ્રકારનાં સાધનો લાંબા વખતથી પ્રચલિત છે. હવે તો ઇલેકટ્રોનિક્સના જમાનામાં તો વિવિધ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક સાધનોની શોધ થઇ રહી છે. એવાં સાધનો જેમ જેમ પ્રચારમાં આવતાં જાય છે તેમ તેમ અપંગોને વધુ અને વધુ રાહત મળતી જાય છે. વિકલાંગો માટે જુદા જુદા વિષયનાં સામાયિકો પણ પ્રકાશિત થાય છે અને નવાં નવાં સાધનો અને તેની ઉપયોગિતા વિશે સમજ અપાય Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ છે. નવી નવી શોધોની માહિતી પણ તેમાં હોય છે. અપંગોના વિષયમાં પાશ્ચાત્ય દેશો કરતાં એશિયા-આફ્રિકાના ઘણાખરા દેશો ઠીક ઠીક પછાત છે. અપંગ કે વિકલાંગ માણસોના મુખ્ય ત્રણ પ્રકાર છે. શારીરિક દષ્ટિએ અપંગ પણ માનસિક રીતે તદન તંદુરસ્ત, શારીરિક દષ્ટિએ તંદુરસ્ત પણ માનસિક દષ્ટિએ અપંગ તથા શારીરિક અને માનસિક ઉભય રીતે અપંગ. જૈન ધર્મની દષ્ટિએ હલનચલન કરી શકતા ત્રસકાય પ્રકારના જીવોમાં બે ઇન્દ્રિય, ત્રિ-ઈન્દ્રિય અને ચૌરક્રિય પ્રકારના જીવોમાં એક અથવા વધુ ઇન્દ્રિયની ન્યૂનતા હોવાથી તેમને વિકલેન્દ્રિય જીવો કહેવામાં આવે છે. જન્મ મનુષ્યનો મળ્યો હોય છતાં પંચેન્દ્રિયની પરિપૂર્ણતા ન મળી હોય એવા માણસો પણ સંસારમાં જોવા મળે છે. અહીં આપણે શારીરિક દષ્ટિએ અપંગ વિશે વિચાર કરીશું, કારણ કે માનસિક રોગોનો વિષય જુદો અને વિશાળ છે. અપંગ મનુષ્યોમાં કેટલાક જન્મથી અપંગ હોય છે. જન્મથી જ આંધળા, બહેરા, મૂંગા, બોબડા કે હાથપગની ખોડવાળા માણસો આપણને જોવા મળે છે. કેટલાક જન્મ વખતે તંદુરસ્ત હોય પણ પછી મોટા થતાં ક્યારેક પડી જવાથી, અપૂરતા પોષણથી, વૃદ્ધાવસ્થાથી, કોઈ રોગનો ભોગ બનવાથી અપંગ બની જાય છે. શીતળાના રોગ પછી કોઈકે આંખો ગુમાવી હોય છે, બાળલકવા કે લકવા થયા પછી માણસ પગની શક્તિ કે સાથે સાથે હાથની શક્તિ પણ ગુમાવી બેસે છે. ગેંગરિંગ થતાં માણસને પગ કપાવવો પડે છે. અપંગ માણસના શરીરમાં ખોડ કેટલી નાની કે મોટી છે, તેની હરવાફરવાની કે જોવા-બોલવાની શક્તિ કેટલી મર્યાદિત થઈ ગઈ છે તે અનુસાર એની ટકાવારી કાઢવામાં આવે છે. પાંચપંદર ટકા અપંગપણાની સમસ્યા બહુ ગંભીર ગણાતી નથી, તો પણ Page #60 -------------------------------------------------------------------------- ________________ અપંગો માટે ૫૧ - - - - - - - - ઉંમર, જાતિ, સામાજિક અને આર્થિક સ્થિતિ વગેરે પ્રમાણે તેની વિચારણા થાય છે. વર્તમાન સમયમાં રેલવે, બસ, મોટરકાર, વિમાન વગેરેના મોટા અકસ્માતો થાય છે અને માણસ જીવનભર અપંગ થઈ જાય છે. કોઈકની ભૂલને કારણે, કોઇકની બેદરકારીને લીધે, ક્યારેક યાંત્રિક ખામીને લીધે થતા અકસ્માતથી કેટલાક મૃત્યુ પામે છે, તો કેટલાકને અપંગ બનવાનો વારો આવે છે. અપંગ થવાનું એક મોટું ક્ષેત્ર તે શસ્ત્રસંઘર્ષ છે. જ્યારે મોટાં યુદ્ધો થાય છે ત્યારે હજારો સૈનિકો મૃત્યુ પામે છે અને હજારો સેનિકો ઘાયલ થઈ બચી જાય છે. એવા બચી ગયેલા સૈનિકોમાં કેટલાયે જીવનભર અપંગ થઈ જાય છે. એક રીતે એમ કહી શકાય કે આમાં સરકારે પોતે કેટલાક માણસોને યુદ્ધ દ્વારા અપંગ બનાવ્યા છે. યુદ્ધ ભૂમિ ઉપર લડવા જતાં અપંગ બનવાનો વારો પણ કદાચ આવે એવી માનસિક તૈયારી સૈનિકોની પણ હોય છે અને અપંગ સૈનિકોના પુનર્વસનની વ્યવસ્થા પણ લશ્કરમાં હોય છે. પરંતુ યુદ્ધ વખતે બોમ્બમારાને કારણે કે ગોળીબારને કારણે જે નાગરિકોને અપંગ થવું પડે છે એમાં નાગરિકની અપંગ થવાની ઇચ્છા કે માનસિક તૈયારી હોતી નથી. કેટલાક તો અજાણતાં અચાનક આવી ઘટનાનો ભોગ થઈ પડે છે. એવા નાગરિકોની સમગ્ર જવાબદારી દરેક વખતે દરેક દેશની સરકાર લઈ શકતી નથી. મોટા ભાગના અપંગ માણસો શરીરથી અપંગ હોય છે, પણ મનથી સ્વસ્થ અને તંદુરસ્ત હોય છે. એમના શરીરનું એકાદ અંગ કે એકાદ ઇન્દ્રિય કામ ન કરતી હોય તો પણ આવા ઘણા કિસ્સાઓમાં તેમની બીજી ઇન્દ્રિયોની શક્તિ વધતી જાય છે. અંધ મનુષ્યની શ્રવણશક્તિ કે બહેરા માણસની ધ્રાણેન્દ્રિય વધુ તીવ્ર બની હોય એવા દાખલા જોવા મળે છે. કેટલાક હાથનું કામ પગથી કરે છે અથવા પગનું કામ હાથથી કરે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ બહેરા કે મૂંગા માણસને કે બે હાથે અપંગ હોય એવા માણસને ચિત્રકલામાં ચિત્રો દોરવામાં વધુ રસ પડે છે. કેટલાકની સંગીતમાં તો કેટલાકની શિલ્પ-સ્થાપત્યમાં શક્તિ ખીલે છે. વળી જો તેઓને સરખી કેળવણી કે સરખી તાલીમ આપવામાં આવે તો તેઓ ઘણા તેજસ્વી નીવડવાનો સંભવ છે. અંધ માણસો સારા ગવૈયા કે સારા વાજિંત્રકાર કે સંગીત નિર્દેશક બન્યાના ઘણાં ઉદાહરણો છે. કેટલાક તો પોતાની પ્રતિભાથી સારી રીતે ગોઠવાઈ જાય છે. કેટલાકને માટે તો જાણે કુદરતનો કટાક્ષ હોય એમ અપંગ બનવાને લીધે જ વધુ સારી રીતે જીવવા મળે છે. અપંગપણું એ જાણે કે છૂપા આશીર્વાદ ન હોય! અપંગ ન થયા હોત તો કદાચ સામાન્ય માનવી હોત અને પોતાની શકિત એટલીવિકસીન હોય. ભક્ત સુરદાસ, પંડિત સુખલાલજી, હેલન કેલરકે એવા બીજા અપંગ માણસોએ જીવનમાં ઘણી મોટી સિદ્ધિ મેળવી બતાવી છે. વર્તમાન સમયમાં દેશ-વિદેશમાં વિભિન્ન ક્ષેત્રે ઘણી વ્યક્તિઓએ અપંગ હોવા છતાં પોતાના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. અંદરનું સત્ત્વ જો બળવાન હોય તો શારીરિક મર્યાદા જીવનવિકાસમાં બાધારૂપ બનતી નથી. આફ્રિકામાં કેનિયાના એક શહેર પાસે એકમિત્ર એક અંધશાળા જોવા અમને લઈ ગયા હતા. અંધ વિદ્યાર્થીઓ મેદાનમાં પકડાપકડી રમી રહ્યા હતા. એમને રમતા જોઈને તથા બીજા કેટલાક વિદ્યાર્થીઓને ઝડપથી દાદરો ચડતા ઊતરતા જોઈને એમ લાગે નહિ કે આ બધા અંધ વિદ્યાર્થીઓ છે. પોતાના સ્થાનથી તેઓ રાત-દિવસ એટલા બધા પરિચિત થઈ ગયા હતા કે તેઓ ઝડપથી ગતિ કરી શક્તા હતા. એમની આંતરસૂઝ અને શક્તિ એવાં વિકસ્યાં હતાં. કેટલાક સમય પહેલાં એક નેત્રયજ્ઞ માટે ડૉ. રમણીકલાલ દોશી સાથે પંચમહાલ જિબ્રાના એક ગામની શાળામાં જવાનું થયું હતું ત્યારે એ શાળાના એક અંધ શિક્ષક જે રીતે શાળામાં હરતા ફરતા હતા અને Page #62 -------------------------------------------------------------------------- ________________ અપંગો માટે - ૫૩ વિદ્યાર્થીઓને સૂચના આપતા હતા તે જોતાં એમ લાગે નહિ કે તેઓ અંધ હશે ! હવે તો વિદેશોમાં અંધ તેજસ્વી વ્યક્તિઓ માટે Dog Eye Seeingની વ્યવસ્થા કરાય છે. સરકાર પણ એમાં આર્થિક સહાય કરે છે. ત્યાં અંધ વ્યક્તિ માટે કૂતરાઓને વિશિષ્ટ પ્રકારની તાલીમ અપાય છે. એવી તાલીમ માટે કૂતરાઓની પણ ખાસ પદંસગી થાય છે. તાલીમ અપાયા પછી જે અંધ વ્યક્તિને એ કૂતરું સોંપાય તે પણ કૂતરાને જુદા જુદા ઈશારા શીખવાડે. આમ પોતાનું જોવાનું કામ કૂતરો કરે છે. રસ્તામાં જવું, રસ્તો ઓળંગવો, પગથિયાં આવતાં હોય, વગેરે ઘણી બાબત માટે હાથમાં દોરી રાખીને કૂતરાને લઈ જવામાં આવે. કૂતરાના ઈશારે માણસ ચાલે અને માણસના ઈશારા પ્રમાણે કૂતરો કામ કરે. આવા તાલીમબદ્ધ કૂતરાઓ અંધ મનુષ્ય માટે આશીર્વાદરૂપ બની જવા લાગ્યા છે. દુનિયાના બધાં જ અપંગ માણસોને એકસરખી તકલીફ પડતી નથી. દેશ, સમાજ, સંજોગો, આર્થિક સ્થિતિ વગેરે પર ઘણો આધાર રહે છે. એક શ્રીમંત શ્રેષ્ઠી નાનપણથી બે પગે અપંગ છે. પરંતુ ઘરમાં એમને જોઈએ તે પ્રમાણે ખાસ કારીગરો દ્વારા બધી સગવડો કરાઈ છે. રોજ વ્હીલચેરમાં તેઓ બહાર જાય છે. નોકર ઊંચકીને એરકંડીશન્ડ ગાડીમાં બેસાડી દે છે, અને ઓફિસે પહોંચાડે છે. ઓફિસમાં બેસી તેઓ આખો દિવસ ટેલિફોન દ્વારા તથા સ્ટાફના સભ્યો દ્વારા પોતાનો વેપાર બરાબર ચલાવે છે. એમને પોતાની શારીરિક ખોડથી ખાસ કશું વેઠવું પડતું નથી. બીજી બાજુ એક ગરીબ યુવાન બાળપણમાં બે પગે અપંગ થયો છે. ગામડામાં રહે છે. ઝૂપડાં જેવું ઘર છે. આજીવિકાનું કોઈ સાધન નથી. મોટા ભાઈઓ જેમ તેમ સાચવે છે. પોતાની શેરીમાં બેઠાં બેઠાં બે હાથે શરીર ઘસડતો જાય છે. ધૂળમાં શરીર રગદોળાય છે. ગામના લોકો તુચ્છકારથી બોલાવે છે. જેમ તેમ જિદગીના દિવસો પૂરા કરવા સિવાય Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ તેને માટે છૂટકો નથી. આવા કેટલાય નિરાધાર અપંગોનું આયુષ્ય પણ ટૂંકું થઈ જાય છે. કેટલાક માણસોની ગણના વિકલાંગમાં ન થાય તો પણ તેઓને વિકલાંગ જેવી જ મુશ્કેલીઓ નડતી હોય છે. કદમાં ઠીંગણાં માણસોએ પોતાની કોઇ ઇન્દ્રિય કે હાથ કે પગ ગુમાવ્યા નથી હોતા, પરંતુ એમનું અતિશય નાનું કદ એમના જીવનવિકાસમાં મર્યાદારૂપ બની રહે છે. આવા વામન જેવા, હુંડક સંસ્થાનવાળા માણસો સમાજમાં ઉપહાસને પાત્ર બને છે. નાનાં છોકરાંઓ એમને ચીડવે છે. જ્યારે ધાંધલધમાલ પણ મચી જાય છે. તેઓને પોતાને લાયક જો સરખો વ્યવસાય મળી જાય તો એમનું કામ થઇ જાય છે. સરકસ કે ચલચિત્રોમાં એવા માણસોને કામ જલદી મળી જાય છે. બીજા અપંગો જેટલી હરવા ફરવાની મુશ્કેલી તેઓને પડતી નથી. તો પણ એવા લોકો અંગેની વિચારણા અપંગો વિશેની વિચારણમાં આવી જવી જોઈએ. જેમ ઠીંગણાં માણસો તેમ અતિશય બેહદ જાડા માણસોને પણ આવી તકલીફો પડે છે. કેટલાંક વર્ષ પહેલાં એવી એક દવા શોધાઈ હતી કે જે લેવાથી સ્ત્રીઓને પ્રસૂતિની વેદના ન થાય. પછી સંશોધનો થતાં જણાયું કે એ દવાની આડ અસર એવી થતી કે ટૂંકા હાથ કે પગવાળાં બાળકો જન્મતાં. આવાં બાળકો મોટાં થાય ત્યારે બીજી બધી રીતે તંદુરસ્ત હોય. તેઓનો વ્યવહાર પણ બરાબર ચાલતો હોય પણ તેમના હાથ કે પગ કે બંને ટૂંકા હોય. આવી વ્યક્તિઓને બીજી કોઈ સહાયની જરૂર ન હોય, તેઓ પોતાની આજીવિકા મેળવી લેતી હોય છે. તો પણ સમાજમાં તેમને લગ્ન વગેરેની બાબતમાં કેટલીક મુશ્કેલી નડતી હોય છે. લઘુતાગ્રંથિ તેમનામાં આવી ગઈ હોય છે. ક્યારેક તે ઉપહાસને પાત્ર બનતી હોય છે. માણસ જન્મથી અપંગ હોય કે ગરીબી, રોગ, અકસ્માત વગેરેને કારણે અપંગ બને એટલે એના વ્યવહારનું જગત સીમિત થઈ જાય છે. એવી વ્યક્તિઓની હરવા ફરવાની પ્રવૃત્તિ પણ મર્યાદિત બની જાય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ અપંગો માટે ૫૫ કેટલાક તો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. એમ છતાં આવી વ્યક્તિઓને, તેમની મર્યાદાનો વિચાર કરીને તે પ્રમાણે તેમને સાચવીને ઘરની કે નગરની બહાર લઇ જવામાં આવે તો એમને અતિશય આનંદ થાય છે. પોતાના જેવી બીજી અપંગ વ્યક્તિઓની સાથે બહાર જવાનું જો તેમને મળે તો વળી એથી વધુ સારું લાગે છે. એટલે એમને આપણા સુખના સહભાગી બનાવવા હોય તો એમને બહાર લઇ જવાની જાતજાતની પ્રવૃત્તિઓ વિચારવી જોઇએ અને તેની યોજનાઓ કરવી જોઇએ. તેઓને બધે ફેરવવા જોઇએ. માણસ અંધ હોય તેથી શું ? એને પણ તાજમહાલ જોવા ત્યાં લઇ જઇ શકાય. ત્યાંના વાતાવરણને એ જરૂર માણી શકશે અને આંતરચક્ષુથી તાજમહાલને નિહાળી શકશે. અપંગો માટે નગરદર્શન, તીર્થયાત્રા, વગેરે જુદી જુદી જાતના કાર્યક્રમોનું આયોજન થઇ શકે. તેઓને મેળાવડાઓમાં, રમત-ગમતના ઉત્સવોમાં, કે એવાં બીજાં આનંદપ્રમોદના સ્થળે લઇ જઇ શકાય અને તેઓને માટે યોજાતી સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા માટે તેઓને લઇ જઇ શકાય. સરકાર ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા આવાં આયોજનો થઇ શકે. મધ્યમ વર્ગનાં કે ગરીબ કુટુંબોને પોતાના કોઇ અપંગ સભ્યને સાચવવાની ઘણી તકલીફ પડે છે. કુટુંબના સભ્યો શારીરિક અને માનસિક એમ ઉભય રીતે થાકી જાય છે. વળી અનાથ એવા અપંગોને તો સાચવવાવાળું કોઇ હોતું નથી. આવી પરિસ્થિતિમાં કેટલેક સ્થળે હોય છે એમ નિવાસી કેન્દ્રો સ્થપાવાં જોઇએ. એકસરખા પ્રકારના અપંગોત્યાં રહે અને તેમને સાચવવા માટેની વ્યવસ્થા પણ હોય. માણસ અપંગ બને એમાં એનો પોતાનો કોઇ દોષ હોતો નથી, કારણ કે અપંગ બનવાની ઇચ્છા રાખીને કોઇ અપંગ થતું નથી. અલબત્ત, એમાં અપવાદરૂપ કિસ્સા નથી હોતા એમ નથી. કોઇક મોટા ત્રાસમાંથી છૂટવા માટે જેમ આપઘાત થાય છે તેમ તેમાંથી છૂટવા માટે નાનો ત્રાસ માણસ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ સ્વેચ્છાએ વહોરી લે છે. યુદ્ધના મોરચે લડવા જવું ન પડે એ માટે કોઇક સૈનિકોએ યુદ્ધના દિવસોમાં સ્વેચ્છાએ કાનમાં કશુંક નાખીને બહેરા થઈ ગયાના દાખલા બને છે. ઇરાદાપૂર્વક અપંગ બનાવવાના કિસ્સા પણ બને છે. ગરીબ દેશોમાં અમુક ટોળકીઓ બાળકોને ઉપાડી જઈ તેમના હાથ કે પગ છેદી નાખી, અપંગ બનાવી તેમની પાસે ભીખ માગવાનો વ્યવસાય કરાવે છે. અજ્ઞાન, વહેમ અને અંધશ્રદ્ધાને કારણે પણ આવી ઘટનાઓ બને છે. દેવ દેવીને બાળકના અંગ ધરાવવામાં આવે છે. અથવા એને નપુંસક બનાવવામાં આવે છે. અલબત્ત, આવી ઘટનાઓનું પ્રમાણ હવે ઘટી ગયું છે. ચોર ચોરી કરવા ચડ્યો, પડ્યો ને પગ ભાંગ્યો. એ અપંગ થયો. એમાં દોષ સમાજનો નથી, વ્યક્તિનો પોતાનો છે. પોતાનું અપંગપણું પોતે વહોરી લીધેલું છે. એમાં સમાજ શું કરે? આવો પ્રશ્ન કેટલાક કરી શકે. કેટલાક તો ત્યાં સુધી પણ કુતર્ક કરે કે એ અપંગ થયો તે સારું થયું. જો એ સાજો થઈને ફરી ચોરી જ કરવાનો હોય તો એના કરતાં એ અપંગ રહેશે તો એથી સમાજને વધુ લાભ થશે. આવા વિચારો પ્રથમ દષ્ટિએ કદાચ યોગ્ય લાગે તો પણ એમાં તર્કદોષ અને અમાનવતા રહેલાં છે. જે સમાજમાં અપંગ વ્યક્તિઓ કરતાં પણ ગરીબ લોકોની સંખ્યાનું પ્રમાણ ઘણું બધું વધારે હોય ત્યાં સમાજ કે સરકારનું ગરીબો પ્રત્યે લક્ષ આપવાનું કર્તવ્ય પણ મહત્ત્વનું બની રહે છે. ગરીબીને લીધે માણસને પેટપૂરતું ખાવાનું ન મળતું હોય, રહેવાને ઓટલો ન હોય, માંદગીમાં દવા વગેરેની સગવડ ન હોય, જીર્ણશીર્ણ વસ્ત્રોથી ચલાવી લેવું પડતું હોય એ સમાજમાં અપંગ વ્યક્તિને સામાજિક સંસ્થાઓ અને સરકાર તરફથી સરસ આર્થિક સહાય મળતી હોય, આજીવિકા પ્રાપ્ત થતી હોય, સરસ સાધનો મળતાં હોય અને બધી સગવડો મળતી હોય તો ગરીબ માણસોને Page #66 -------------------------------------------------------------------------- ________________ અપંગો માટે એમ લાગવાનો સંભવ છે કે “આના કરતાં તો અપંગ હોઇએ તો સારું કે જેથી નિશ્ચિતપણે બધી સગવડો તો મળી રહે.” સામાજિક પરિસ્થિતિમાં ગરીબો અને અપંગો વચ્ચે આવી વિષમતા ન સર્જાય એ જોવું જરૂરી છે. ગરીબ લોકો પણ આર્થિક દષ્ટિએ અપંગ જેવા જ બની રહે છે. અલબત્ત, આનો અર્થ એવો ન થવો જોઈએ કે જ્યાં સુધી સમાજમાંથી સંપૂર્ણપણે ગરીબી હટાવી ન શકાય ત્યાં સુધી અપંગો પ્રત્યે કંઈ લક્ષ આપવાની જરૂર નથી, કારણ કે ગરીબીનો વિરાટ પ્રશ્ન એમ કંઈ રાતોરાત ઉકેલી શકાય એવો પ્રશ્ન નથી. બીજી બાજુ સમાજે એવું વલણ ન અપનાવવું જોઇએ કે અપંગોને માટે બધું કરો, ગરીબોતો શરીરે સશક્ત છે માટે તેઓ પોતાની મેળે પોતાનું ફોડી લેશે. જેવો પ્રસંગ, જેવી જરૂરિયાત એ પ્રમાણે અપંગો તથા ગરીબો બંને માટે સમાજે અને સરકારે યશાશક્ય કરતા રહેવું જોઇએ. અપંગ વ્યક્તિ પૂર્ણ સશક્ત જેટલું કામ ન કરી શકે એ દેખીતું છે. એની આજીવિકાના પ્રશ્નો ઊભા થાય એ સ્વાભાવિક છે. કેટલાયને પોતાના સમાજમાં લાચારીભર્યું, કેટલીક વાર તો અપમાનજનક જીવન જીવવું પડે છે એ વાસ્તવિકતા છે. જે સમાજમાં અપંગ વ્યક્તિઓને બીજાની દયા ઉપર જીવવાનો વારો આવે એ સમાજ સ્વસ્થ અને સમજદાર ન ગણાય. અપંગો પણ સ્વમાનભેર પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકતા હોય અને પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન જીવતા હોય એ સમાજ સ્વસ્થ અને સમજદાર સમાજ છે એમ અવશ્ય કહી શકાય. આમ છતાં “અપંગો માટે “બિચારા' શબ્દ કુદરતી રીતે ઘણાથી બોલાઈ જાય છે. એમ બનવું સ્વાભાવિક છે. જેમ અસહાય નાના બાળક માટે સ્વાભાવિક ઉદ્ગારો નીકળે છે તેમ અપંગો માટે નીકળે છે. એમાં કરુણાનો અને માનવતાનો કુદરતી ભાવ રહેલો હોય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ અપંગ વ્યક્તિઓ સ્વમાનભેર આજીવિકા પ્રાપ્ત કરી પોતાનું જીવન જીવી શકે એ માટે એક બાજુ જેમ સમાજે એવા વાતાવરણનું નિર્માણ કરવાની જરૂર છે તેમ અપંગ વ્યક્તિએ પોતે પોતાની સ્વમાનની ભા વનાને વધુ દૃઢ ક૨વાની જરૂર રહે છે. સમાજનું વાતાવરણ સ્વસ્થ અને પ્રોત્સાહક હોય અને છતાં અપંગ વ્યક્તિ લાચારી કે લઘુતાગ્રંથિ ન અનુભવે એવું નથી. અપંગ ન હોય એવી ગરીબ, શોષિત વ્યક્તિઓ જે સમાજમાં લાચારી અને લઘુતાગ્રંથિ અનુભવતી હોય તે સમાજમાં અપંગ વ્યક્તિની તે શી વાત હોય ! વ્યક્તિ અપંગ બને એમાં સમાજનો જ દોષ હોય તો તેવા સમાજે અપંગ વ્યક્તિ પ્રત્યેની પોતાની જવાબદારી સારી રીતે ઉઠાવી લેવી જોઇએ. ૫૮ અપંગ વ્યક્તિ માટે સામાજિક વાતાવરણ સાનુકૂળ હોવું જોઇએ. તેમનામાં લઘુતાગ્રંથિ ન આવે, હોય તો પણ નીકળી જાય તથા તેમની આજીવિકાનો, રહેઠાણનો અને લગ્નજીવનનો પ્રશ્ન હલ થઈ જાય એવું પ્રોત્સાહક વાતાવરણ પેદા કરવું જોઇએ. એ માટે સરકાર ઉપરાંત સામાજિક, શૈક્ષણિક વગેરે સંસ્થાઓએ અને સમાજના સેવાભાવી આગેવાનોએ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવું જોઇએ. વર્તમાનકાળ અને વ્યાવહારિક સમાજીવનની દૃષ્ટિએ જન્મજાત કે આકસ્મિક ખોડવાળા માણસો પ્રત્યે આપણને પૂરી સહાનુભૂતિ હોવી જોઇએ અને સહાનુભૂતિના તેઓ પૂરા અધિકારી પણ છે. તેઓને દોષિત કે શાપિત ગણીને તેમની અવહેલના કે ઉપેક્ષા કરવામાં આવે તે કોઇપણ રીતે યોગ્ય નથી. પરંતુ કેટલાક એમ કહે છે કે આમાં કર્મની વાતને વચ્ચે લાવવાની જરૂર નથી. આ વાત વિચારણીય છે. અલબત્ત, અપંગો પોતાનાં કરેલાં કર્મ ભોગવે છે એમ ગણીને તેમના પ્રત્યે ઉપેક્ષા કે તિરસ્કારનો ભાવ રખાય તે તદ્દન અનુચિત છે. જન્મ-પુનર્જન્મમાં ન માનનારા લોકોનો એક પ્રકારનો અભિગમ આ વિષય પ્રત્યે હોય અને Page #68 -------------------------------------------------------------------------- ________________ અપંગો માટે ૫૯ જન્મ-પુનર્જન્મમાં માનવાવાળા અને તેમાં શ્રદ્ધા ધરાવવાળા લોકોનો અભિગમ જુદો હોય એ સ્વાભાવિક છે. તત્ત્વની દૃષ્ટિએ જોઇએ તો સંસારમાં કારણ વિના કાર્ય થતું નથી. માણસ જન્મથી કે આકસ્મિક રીતે અપંગ થાય તો તેનું કારણ ક્યાંક ને ક્યાંક તો રહેલું જ છે એવી વિશ્વવ્યવસ્થામાં માનનારાને એમ લાગે છે કે અપંગ વ્યક્તિના પોતાના આ જન્મના કે પૂર્વજન્મના કોઇક કર્મને કારણે જ આમ બન્યું હોવું જોઇએ. અમુક જ વ્યક્તિ અમુક જ કાળે, અમુક જ પ્રકારની અપંગતા કેમ પ્રાપ્ત કરે છે એની ધીરજપૂર્વક, સમતાયુક્ત ઊંડી માનસિક ખોજ જો થાય તો જરૂર તેનું ક્યાંક કારણ રહેલું છે, પૂર્વનું કોઇક કર્મ રહેલું છે એમ સમજાયા વગર રહે નહિ. જૈન દર્શનની દષ્ટિએ અંતરાય કર્મ, અશાતાવેદનીય કર્મ વગેરે પ્રકારનાં ભારે નિકાચિત કર્મના ઉદય વગર આવું અપંગપણું આવે નહિ. આ શ્રદ્ધાનો વિષય છે. અલબત્ત, આવી શ્રદ્ધા વ્યવહારદષ્ટિએ અનુકંપાના કાર્યમાં અંતરાયરૂપ ન બનવી જોઇએ. બલ્કે તેમાં સહાયક થવી જોઇએ. માણસની અપંગ અવસ્થા જો એને અંતર્મુખ બનવાની તક આપે, ધર્મમંથન કે આત્મચિંતન તરફ એને વાળે તો અંદરના એ સુખ જેવું બહારનું સુખ નથી એમ એને લાગ્યા વગર રહે નહિ. જેઓને આત્મસાધના કરવી છે, તેઓને તો ઓછામાં ઓછો સંગ અને ઓછામાં ઓછું હરવું ફરવું આશીર્વાદ રૂપ થાય છે. જો સશક્ત સાધકો માટે આમ હોય તો અપંગ સાધકો માટે તે કેમ ન હોઇ શકે ? પરંતુ એને માટે યોગ્ય પાત્રતા, રુચિ અને માર્ગદર્શન જોઇએ. ભૂતકાળમાં એવા કેટલાક પ્રસંગો બન્યા છે કે જેમાં અપંગ માણસો મોટા મહાત્મા કે અવધૂત બની શક્યા હોય ! બાહ્ય જગત કરતાં પણ અત્યંતર વિશ્વ ઘણું વિશાળ, વિરાટ છે ! ન Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ પત્રકાર તરીકે સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વ્યવસાયે પત્રકાર નહોતા, પણ પત્રકારત્વ એમના જીવનમાં ઘણી સારી રીતે વણાઈ ગયેલું હતું. જીવનના અંત સમયે, કેન્સરની બીમારી પછી મરણ પથારીએથી, અવસાનના થોડા દિવસ પહેલાં એમણે “પ્રબુદ્ધ જીવન'ના તંત્રીલેખો લખ્યા હતા. એમાં એમણે મૃત્યુ સમયની પોતાની સંવેદનાઓને પ્રેરક શબ્દદેહ આપ્યો હતો. તંત્રી તરીકેની એમની સંનિષ્ઠા જીવનના અંતિમ દિવસ સુધી રહેલી હતી. ચીમનભાઈનો જન્મ ઈ. સ. ૧૯૦૨માં માર્ચની ૧૧મી તારીખે સૌરાષ્ટ્રમાં લીંબડી ગામે થયો હતો. તેમણે શાળા અને કોલેજનો અભ્યાસ મુંબઈમાં બાબુ પનાલાલ હાઇસ્કુલમાં તથા એલ્ફિન્સ્ટન કોલેજમાં કર્યો હતો. બી.એ. અને એમ.એ.માં એમણે ફિલસૂફીનો વિષય લીધો હતો.. ત્યારપછી એમણે કાયદાનો અભ્યાસ કરી એલએલ.બી ની પરીક્ષા પાસ કરી હતી. આથી તેમને તર્કસંગત રીતે વિચારવાની, બોલવાની અને લખવાની ઘણી સારી ફાવટ આવી ગઈ હતી. વળી કાયદાના અભ્યાસને લીધે એમની ભાષામાં શબ્દેશબ્દની ચોકસાઇની ચીવટ પણ આવી ગઈ હતી. યુવાન વયે વ્યવસાય કરવા સાથે જાહેર જીવનમાં એમણે ઝંપલાવ્યું હતું. પોતાની જ્ઞાતિમાં અને સ્થાનકવાસી સંપ્રદાયમાં એમણે મહત્ત્વની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ તે ઉપરાંત કોંગ્રેસની આઝાદી માટેની લડતમાં પણ એમણે ભાગ લેવો શરૂ કર્યો હતો. એ દિવસોમાં એમના વતન લીંબડીમાં જે આંદોલન ચાલ્યું અને લોકો હિજરત કરી ગયા તે વખતે એમણે “Lawless Limbdi’ નામની પુસ્તિકા લખી હતી. એ Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ-પત્રકાર તરીકે ૬૧ પુસ્તિકાએ ભારતના તે સમયના ઘણા કોંગ્રેસી નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું. તદુપરાંત એમણે Socialism in India નામની પુસ્તિકા લખી. એ વાંચીને જયપ્રકાશ નારાયણ આ પુસ્તિકાના લેખક તે કોણ છે એ જાણવા માટે શોધતા શોધતા મુંબઇમાં એમની ઓફિસે આવી પહોંચ્યા હતા. એ પુસ્તિકાની પ્રશંસા શ્રી જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ વગેરેએ પણ કરી. એથી ચીમનભાઇને પોતાની લેખનશક્તિમાં વિશ્વાસ આવ્યો હતો. પરંતુ ત્યારે તેઓ ફક્ત અંગ્રેજીમાં જ લખતા હતા. વકીલાતના વ્યવસાયને નિમિત્તે ચીમનભાઇ મુંબઇમાં એ જ વ્યવસાયના એક અગ્રેસર તે શ્રી કનૈયાલાલ મુનશીના સંપર્કમાં આવ્યા. ચીમનભાઇને મુનશી પાસેથી ઘણી પ્રેરણા મળી. મુનશીએ પણ ચીમન– ભાઇની લેખક તરીકેની શક્તિ પારખી લીધી અને એમને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી બનાવ્યા. ચીમનભાઇ બારેક વર્ષ મંત્રી તરીકે રહ્યા. સાહિત્ય પરિષદનાં અધિવેશનનું આયોજન તેઓ કરતા રહ્યા અને ગુજરાતીમાં લેખો પણ લખવા લાગ્યા. આ રીતે ગુજરાતી ભાષામાં એમનું લેખનકાર્ય ચાલુ થયું. એમની શૈલી ઉપર મહાત્મા ગાંધીજીની શૈલીનો ઘણો મોટો પ્રભાવ પડ્યો. સાદા, સરળ, ટૂંકાં વાક્યોમાં પોતાના વિચારોને સચોટ રીતે વ્યક્ત કરવાની એમની શક્તિ ખીલી, ચીમનભાઇની પત્રકાર તરીકેની શક્તિ આ અરસામાં વિકાસ પામી. વર્તમાન સમયની રાજદ્વારી કે સાહિત્યિક ઘટના વિશે પોતાના લેખો લખવા, નિવેદનો લખવાં કે પ્રતિભાવો આપવાના અવસર તેમને માટે વખતોવખત આવવા લાગ્યા. સાહિત્ય કરતાં પણ રાજકીય અને સામાજિક વિષયોમાં એમને રસ વધુ હતો. એટલે વર્તમાન રાજકીય પ્રવાહો ઉપર તેઓ વખતોવખત વ્યાખ્યાનો આપતા અને દૈનિકોમાં લેખો પણ લખતા. આઝાદી પછી અંગ્રેજી કરતાં ગુજરાતી ભાષામાં તેમનું લેખન વધ્યું. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ચીમનભાઈ આઝાદી પછી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા વગેરેમાં મહત્ત્વનો હોદ્દો ધારણ કરવા લાગ્યા અને એથી દૈનિક પત્રકારત્વ સાથે તેઓ વધુ સંકળાવા લાગ્યા. પત્રકારોના પ્રશ્નો વિશે પણ એમનો અભ્યાસ વધ્યો. વખતોવખત તેઓ તે અંગે માર્ગદર્શન આપવા લાગ્યા. આ રીતે દૈનિક પત્રકારત્વ સાથેનો તેમનો સંપર્ક ઉત્તરોત્તર ઘનિષ્ઠ થયો. રોજેરોજની બનતી ઘટનાઓના સતત સંપર્કમાં રહી શકાય એ માટે દૈનિક વર્તમાનપત્રો અને ઇતર સામયિકોનું એમનું વાંચન વધતું ચાલ્યું. ત્રણચાર કલાકમાં તેઓ અંગ્રેજી અને ગુજરાતી અખબારો બહુ ઝીણવટપૂર્વક વાંચી જતા. વર્તમાન રાજકીય પ્રવાહની કોઈ ઘટના એવી ન હોય કે જે વિશે તેઓ વિગતે જાણતા ન હોય. વળી પોતે અનેક રાજપુરુષોના સંપર્કમાં હોવાને લીધે, અખબારોમાં ન આવી હોય એવી ઘટનાઓ કે એવા પ્રવાહો કે અભિપ્રાયોથી તેઓ માહિતગાર રહેતા. રાજદ્વારી ક્ષેત્રના નેતાઓ સાથેના તેમના સંપર્ક માત્ર મુંબઈ કે ગુજરાત પૂરતા મર્યાદિત ન હતા. બંધારણ સભાના સભ્ય તરીકે અને ત્યારપછી પાર્લામેન્ટના સભ્ય તરીકે અને યુનાઈટેડ નેશન્સ માટેના પ્રતિનિધિ મંડળના સભ્ય થવાને કારણે તેમના સંબંધો અને સંપર્કો અખિલ ભારતીય ધોરણે સ્થપાયા હતા. ચીમનભાઈની ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે વધુ શક્તિ ખીલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં. શ્રી પરમાનંદભાઈ કાપડિયાના અવસાન પછી એમણે “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી. ત્યારથી આ પાલિકના તંત્રી તરીકે દર પંદર દિવસે એક લેખ લખવાની જવાબદારી એમના માથે આવી. એ માટે એમણે પોતાનું વાંચન પણ વધાર્યું. ‘ટાઇમ', ન્યુઝવિક', “માન્ચેસ્ટર ગાર્ડિયન' જેવાં પત્રો વાંચવા ઉપરાંત બીજા કેટલાંક સામયિકો અને દૈનિક પત્રો અને નોંધપાત્ર ગ્રંથો Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ-પત્રકાર તરીકે એમણે વાંચવા ચાલુ ક્યાં. એ રીતે તેમણે “પ્રબુદ્ધ જીવનમાં પોતાની કલમ ચલાવી. રાજકારણ એમનો રસનો વિષય રહ્યો હોવાથી “પ્રબુદ્ધ જીવન'માં અવારનવાર તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઉપર પોતાના વિચારો દર્શાવતા રહ્યા. “પ્રબુદ્ધ જીવન'ના લગભગ ત્રણસો જેટલા લેખોમાંથી બસો કરતાં વધુ લેખો એમણે તત્કાલીન રાજકીય પ્રવાહો ઉપર લખ્યા. રાજકીય ઘટનાઓનું એમનું વિશ્લેષણ અને એ વિશેનો એમનો અભિપ્રાય જાણવા ગુજરાતના ઘણા રાજકીય નેતાઓ, રાજકીય અને સામાજિક કાર્યકરો અને ચિંતકો તથા સાહિત્યકારો પણ ઉત્સુક રહેતા. એનું કારણ એમની અનુભવયુક્ત, પીઢ અને તટસ્થ દષ્ટિ હતી. રાજકારણનાવિષયો પરલખતી વખતે ચીમનભાઈ પોતાના વિચારો નિર્ભિક રીતે જણાવતા. જરૂર લાગે તો પોતાના વિચારો બદલાવતા. કોઇક લેખમાં એમણે મોરારજીભાઈની સખત ટીકા પણ કરી હોય અને પરિસ્થિતિ બદલાતાં એમણે એમની એટલી જ પ્રશંસા પણ કરી હોય. ઈન્દીરા ગાંધીની એમણે આરંભમાં પ્રશંસા કરી હતી, પરંતુ કટોકટીના શાસનકાળ વખતે એટલી જ સખત ટીકા કરી હતી. કયારેક તો એટલી ઉગ્ર ટીકા થઈ હતી કે એમની ધરપકડ થવાની છે એવી અફવા પણ ઊડી હતી. ચીમનભાઈ પોતાનો લેખ ઘણું ખરું એક જ બેઠકે લખતા. તેઓ આખો દિવસ તો પોતાના વકીલાતના વ્યવસાયમાં અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોય. પરંતુ સાંજે ઘરે આવ્યા પછી જમીને પોતે નિરાંતે સોફા પર બેઠા હોય તે વખતે હાથમાં કાગળ રાખી પેનથી લેખ લખી નાખતા. એમની વિચારણા એટલી પુખ્ત અને વિશદ રહેતી અને એમનું ચિંતન એટલું ઊંડું રહેતું કે લેખમાં જવલ્લે જ કોઈ શબ્દ સુધારવો પડે. લેખ લખીને તેઓ સીધો છાપવા મોકલી આપતા. પરંતુ કેટલીક વાર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ એવું પણ બનતું કે પોતે જે વિશ્લેષણ કર્યું હોય તેના કરતાં કંઈક જુદી જ ઘટના બની હોય તો લેખમાં છેલ્લી ઘડીએ સુધારો કરતા અથવા લેખ રદ કરીને બીજો લેખ લખી નાખતા. આમ, પ્રેસમાં કંપોઝ થઈ ગયા પછી ચીમનભાઈએ પોતાનો લેખ રદ કર્યો હોય એવું કેટલીક વાર બન્યું હતું. “પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે ચીમનભાઈએ કેટલાક લેખોમાં પોતાના અંગત જીવનનાં સંવેદનો પણ વ્યક્ત કર્યા છે. કેટલાક લેખોમાં એમણે તત્ત્વચર્યા કે ધર્મચર્ચા પણ કરી છે. પોતે કેળવણીના ક્ષેત્ર સાથે પણ સારી રીતે સંકળાયેલા હતા એટલે કેળવણી વિશેના લેખો પણ એમણે લખ્યા છે. કેટલાક લેખોમાં સમાજચિંતન પણ જોવા મળે છે. એમનાં લેખોના ત્રણ સંગ્રહ પ્રગટ થયા છે: (૧) અવગાહન (૨) સમય-ચિંતન અને (૩) તત્ત્વ વિચાર અને અભિવંદના. - હવે શાના ઉપર લેખ લખીશું એવી મૂંઝવણ નિયમિત તંત્રીલેખો લખતા કે કોલમ ચલાવતા લેખકોને થાય છે. તેવી મૂંઝવણ થોડીક ચીમનભાઈને પણ હતી. પંદર દિવસ તો ઘડીકમાં ચાલ્યા જાય. બહારગામ પણ જવાનું થયું હોય કે ઉપરાઉપરી વ્યાવસાયિક કામ પહોંચ્યું હોય અને વિચારવાનો સમય ન રહ્યો હોય ત્યારે આવી મૂંઝવણ તેઓ અનુભવતા. ક્યારેક એકાદ પાનાં જેટલો ટૂંકો લેખ લખીને ચલાવતા. કેટલીક વાર વિષય નવા જેવો લાગે, પણ વિચારોનું પુનરાવર્તન થતું. પત્રકાર તરીકે, ચીમનભાઈના વિચારો હંમેશાં સ્પષ્ટ રહેતા. એમનું વ્યક્તિત્વ પારદર્શક હતું. પત્રકાર તરીકે તેઓ માનસેવા આપતા હતા. તેઓ આર્થિક દષ્ટિએ સાધનસંપન્ન હતા. એટલે એમના લખાણમાં ક્યાંય ખુશામતનો પડછાયો જોવા ન મળે. તેઓ સ્પષ્ટ, નિર્ભિક અભિપ્રાય આપતા, આપવાની હિંમત દાખવી શકતા, પરંતુ પૂર્વગ્રહ કે દ્વેષથી પ્રેરાઈને તેઓ ક્યારેય લખતા નહિ. ગાંધીયુગના લેખકોની જેમ તેમની Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ-પત્રકાર તરીકે ૬૫ વિચારસરણી જીવનલક્ષી હતી અને જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ પ્રસિદ્ધિ વગેરેની બાબતમાં નિસ્પૃહ કે અનાસક્ત જેવા થઇ ગયા હતા. એટલે જ પત્રકારનો ઘણો ઊંચો ધર્મ તેઓ બજાવી શક્યા હતા. ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે ચીમનભાઇનું યોગદાન થોડાં વર્ષ માટેનું હતું, પરંતુ એમણે જે કાર્ય કર્યું તેમાં શિષ્ટ, સંસ્કારી, શીલસંપન્ન, સત્યનિષ્ઠ તત્ત્વચિંતકનું પારદર્શક પ્રતિબિંબ પડેલું નિહાળી શકાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજની મનમાં સતત ગુંજતી રહે એવી નીચેની થોડીક નમૂનારૂપ પંક્તિઓ અનેક જૈનોએ સાંભળી હશે! જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત; અપભ ચરણ અંગૂઠો દાયક ભવજલ અંત. લાવે લાવે મોતીશાહ શેઠ નવ જળ લાવે રે, નવરાવે મરુદેવાનંદ, પ્રભુ પધરાવે રે. પહેલે ગજવર દીઠો, બીજે ઋષભ પઈઠો. આતમભક્તિ મળ્યા કેઈ દેવા કેતા મિત્તનુ જાઈ નારીપ્રેયને વળી કુલવટ ધર્મી ઘર્મ સખાઈ સાઘારણ એ કળશ જે ગાવે શ્રી શુભવીર સવાઈ મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ વીર કુંવરની વાતડી કેને કહીએ? કેને કહીએ રે કેને કહીએ? રૂડો માસ વસંત, ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા, કેતકી જાઈ ને માલતી રે, ભમર કરે ઝંકાર વાલા. રમતી ગમતી હમુને સાહેલી, બિહું મળી લીજિયે એક તાળી, સખી આજ અનોપમ દિવાળી. Page #76 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી વંદના, વંદના, વંદના રેજિનરાજકું સદા મોરી વંદના અખિયન મેં અવિકારા, જિગંદા તેરી અખિયનમેં અવિકારા. મનમંદિર આવો રે, કહું એક વાતલડી. અજ્ઞાની સંગે રે, રસિયો રાતલડી. રંગરસિયા રંગ રસ બન્યો, મનમોહનજી. કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે, મનમોહનજી. આવી અનેક મનભર પંક્તિઓના રચયિતા શ્રી વીરવિજયજી મહારાજનો જીવનવૃત્તાંત પણ એવો જ રસિક છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી અને શ્રી દેવચંદ્રજી મહારાજ પછી જૈન પરંપરામાં લોકપ્રિય સાધુકવિ અને આત્મજ્ઞાની મહાત્મા તરીકે શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન અનોખું છે. જૈનેતર પરંપરાના સમર્થ ભક્ત કવિ દયારામના ઉત્તર સમકાલીન શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળો અને અન્ય પ્રકારની રચનાઓ દ્વારા લોકોનાં હૈયા જીતી લીધાં છે. એમણે લખેલી સ્નાત્રપૂજા આજે લગભગ દોઢસો વર્ષથી રોજે રોજ સવારે હજારો જિન મંદિરોમાં ગવાય છે. એમણે લખેલા અષ્ટપ્રકારી પૂજાના દૂહા તથા શત્રુંજયના દૂહા પણ રોજેરોજ હજારો ભાવિકો હોંશથી બોલે છે. શ્રી વીરવિજયજી મહારાજે લખેલી સહજ, સરળ અને ભાવોર્મિથી સભર, ઉલ્લાસમય એવી કેટલીયે પંક્તિઓ હૃદયમાં વસી જાય એવી . બ્રાહ્મણકુળમાં જન્મેલા શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુ ભગવંત શ્રી શુભવિજયજી પાસેથી સુધારસની યોગક્રિયા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા હતાં. પોતાના ગુરુ મહારાજ તરફથી પ્રાપ્ત થયેલ કૃપાપ્રસાદ અને Page #77 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -– ભાગ ૯ વાત્સલ્યભાવને કારણે એમણે પોતાનું ઉપનામ પણ ‘શુભવીર’ એવું રાખ્યું હતું. ૬. શ્રી વીરવિજયજી મહારાજ વિશે કેટલીક આધારભૂત માહિતી મળે છે. એ માટે મુખ્ય બે કૃતિઓનો આધાર ઘણો જ મહત્ત્વનો છે. એક તે શ્રી વીરવિજયજી મહારાજે પોતે પોતાના ગુરુ મહારાજ શ્રી શુભવિજયજી વિશે લખેલી કૃતિ તે ‘શુભવેલી’ અને બીજી કૃતિ તે શ્રી વીરવિજયજીના કાળધર્મ પછી એમના શિષ્ય શ્રી રંગવિજયજીએ લખેલી પંડિત શ્રી વીરવિજય નિર્વાણ રાસ’. આ બે કૃતિઓ ઉપરાંત શ્રી વીરવિજયજીએ પોતે પોતાની કૃતિઓમાં કરેલા કેટલાક નિર્દેશો પણ માહિતી પૂરી પાડે છે. તદુપરાંત એમના સંપર્કમાં આવેલા સુબાજી ૨વચંદભાઇ જેચંદભાઇએ કેટલીક હકીકતો લખેલી અને ત્યારપછી મહારાજશ્રીના બીજા એક મુખ્ય ભક્ત શ્રી હીરાભાઇ પૂંજાશાના પુત્ર શ્રી ગિરધરભાઇએ પોતાના પિતા તથા દાદા પાસેથી જાણીને લખેલી કેટલીક વિગતો પ્રાપ્ત થાય છે. શ્રી વીરવિજયજી મહારાજનો જન્મ અમદાવાદમાં વિક્રમ સંવત ૧૮૨૯ના આસો સુદ ૧૦ના દિવસે શાન્તિદાસના પાડામાં થયો હતો. એ જગ્યા ઘીકાંટા પાસે આવેલી હતી. (હવે એ જગ્યા રહી નથી.) ત્યાં જજ્ઞેશ્વર (યજ્ઞેશ્વર) નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ વિજકોર (વિજયા) હતું. તેને એક પુત્રી હતી. એનું નામ ગંગા હતું. જજ્ઞેશ્વરને એક દીકરો હતો. તે બહુ દેખાવડો હતો. એનું નામ કેશવરામ હતું. બંને સંતાનો મોટાં થતાં, તેમને પરણાવવામાં આવ્યાં હતાં. કેશવરામનાં લગ્ન દહેગામની રળિયાત નામની એક બ્રાહ્મણ કન્યા સાથે થયાં હતાં. કેશવરામનાં લગ્નની ચોક્કસ સાલ મળતી નથી, પરંતુ અઢાર વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી. એટલે લગ્ન થયાં ત્યારે એમની ઉંમર Page #78 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી ૬૯ અઢાર વર્ષથી ઓછી હશે. એમનાં લગ્ન પછી થોડા સમયમાં એમના પિતા ક્લેશ્વર મરણ પામ્યા હતા. એક વખત કેશવરામને કાઠિયાવાડમાં ભીમનાથ (ધોલેરા પાસે) નામના ગામે જવાનું થયું. તે દરમિયાન અમદાવાદમાં એમના ઘરમાં ચોરી થઈ. તેઓ પાછા આવ્યા ત્યારે માતા અને પુત્ર વચ્ચે એ અંગે બોલાચાલી થઈ. ક્રોધે ભરાયેલી માતાએ પુત્રને ગાળ દીધી. એથી કેશવરામને ઘણું લાગી આવ્યું. તેઓ પણ ક્રોધે ભરાયા અને ઘર છોડી ચાલી નીકળ્યા અને અમદાવાદમાં પાછો પગ ન મૂકવો એવો નિર્ણય કરી રોચકા નામના ગામે પહોંચ્યા. કેશવરામના ગયા પછી માતાને પસ્તાવો થયો. વળી પતિવિયોગથી પુત્રવધૂ રળિયાત પૂરવા લાગી. એનું દુઃખ સહન ન થતાં માતાએ કેશવરામની ભાળ કાઢવા માટે પોતાની બહેનને લઈને આસપાસના ગામોમાં ભમવા માંડ્યું. એમ કરતાં રોચકામાં દીકરાની ભાળ મળી, પણ દીકરાએ તો અમદાવાદ પાછા ન ફરવાનો સંકલ્પ કર્યો હતો, એટલે માતા આઘાતને તથા પરિશ્રમને કારણે મૃત્યુ પામી. કેશવરામે માતાનું કારજ કર્યું, પણ અમદાવાદ પાછા ન ફર્યા. આ બાજુ ભાઈ અને માતાના વિયોગના દુઃખને લીધે ગંગા પણ મરણ પામી. કેશવરામનાં પત્ની રળિયાતનું શું થયું તેની કશી વિગત મળતી નથી. કેશવરામને આ સમય દરમિયાન ક્યાંક શ્રી શુભવિજયજી મહારાજનો ભેટો થયો હશે. કયા ગામે એ ભેટો થયો હતો તેની નિશ્ચિત માહિતી મળતી નથી, પરંતુ કેશવરામ પાલીતાણા પહોંચે છે. એવામાં કેશવરામને કોઈ ગંભીર બીમારી લાગુ પડી. એ વખતે પાલીતાણામાં શ્રી શુભ વિજયજી મહારાજ બિરાજમાન હતા. એમણે કેશવરામનો એ રોગ મટાડી દીધો. આ રીતે શ્રી શુભવિજયજીના સંપર્કમાં આવવાનું કેશવરામને બન્યું. સંભવ છે કે આ ગાળા દરમિયાન બ્રાહ્મણ જાતિના કેશવરામના ચિત્ત ઉપર જૈન સાધુઓના સંયમિત જીવનનો ઘણો મોટો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ પ્રભાવ પડ્યો હોવો જોઈએ. આથી જ એમણે ઘરે ન જતાં પોતાને દીક્ષા આપવા માટે શ્રી શુભવિજયજીને આગ્રહ કર્યો. શ્રી શુભવિજયજી ખંભાત જઈને એમને દીક્ષા આપવાનો વિચાર કરતા હતા. પણ એટલા દિવસની ધીરજ કેશવરામને રહી નહિ. એટલે શ્રી શુભવિજયજીએ માર્ગમાં પાનસરા નામના ગામે વિ. સં. ૧૮૪૮ના કારતક વદમાં કેશવરામને દીક્ષા અઢાર વર્ષની ઉંમરે આપી અને એમનું નામ શ્રી વીરવિજયજી રાખવામાં આવ્યું. શ્રી શુભવિજયજીને શ્રી ધીરવિજયજી અને શ્રી ભાણવિજયજી નામના બે શિષ્યો હતા અને એમાં આ વીરવિજયજીનો ઉમેરો થયો. વિહાર કરતાં કરતાં શ્રી શુભવિજયજી ખંભાત પધાર્યા. ખંભાતના સંઘે સામે જઈને સામૈયું કર્યું. ખંભાત ત્યારે પણ વિદ્યાના ધામ તરીકે જાણીતી નગરી હતી અને ત્યાં સંસ્કૃત ભાષા તથા ષડ્રદર્શનના અભ્યાસ માટે પંડિતોની સુવિધા હતી. યુવાન શ્રી વીરવિજયજી તેજસ્વી હતા. એટલે એમનો વિદ્યાભ્યાસ સારી રીતે અખંડ ચાલી શકે એ હેતુથી શ્રી શુભવિજયજીએ ખંભાતમાં જુદા જુદા વિસ્તારના ઉપાશ્રયમાં લાગલગાટ પાંચ ચાતુર્માસ કર્યા હતાં. દીક્ષા લીધા પછી શ્રી શુભવિજયજીએ પોતાના શિષ્ય શ્રી વીરવિજયને વિદ્યાભ્યાસ કરાવવામાં ઘણી સારી કાળજી રાખી હતી. એમણે પોતે અર્ધમાગધી અને જૈન શાસ્ત્રોના સિદ્ધાન્તોનો તથા જૈન તત્ત્વદર્શનનો સારો અભ્યાસ કરાવ્યો. તદુપરાંત શ્રી વીરવિજયજીને સંસ્કૃત ભાષામાં સારો અભ્યાસ કરાવવા માટે એમણે પંડિતોની વ્યવસ્થા કરાવી હતી. એ પંડિતોએ સંસ્કૃતના પાંચ પ્રસિદ્ધ મહાકાવ્યો – રઘુવંશ, કુમારસંભવ, નૈષધીયચરિત, કરાતાર્જુનીય અને શિશુપાલવધનો સારો અભ્યાસ કરાવ્યો તથા છએ દર્શનોનું પણ ઘણું ઊંડું અધ્યયન કરાવ્યું. શ્રી રંગવિજયજી મહારાજે પોતાના રાસમાં આ અભ્યાસનો નિર્દેશ નીચે પ્રમાણે કર્યો છે: Page #80 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી શાસ્ત્ર અરથ સિદ્ધાન્તના, આપે ગુરુ ગુણવંત; સુશિષ્યને ગુરુ શીખવે, શાસ્ત્ર તણો વિરતંત. વિવેકી વિચક્ષણ વીરને, દેખી હરખિત થાય, અધ્યાપક તે સુપિયા, વિદ્યા ભણવા કાજ. અધ્યાપક દેતો વલી, જોઇ બુદ્ધિપ્રકાશ ગહન અરથ તે આપતો, મન ધરી મોટો ઉલ્લાસ, વીર વિવેકે શીખિયા, અધ્યાપક, ગુરુ પાસ; પંચકાવ્ય પાઠી થયા, ખટ દર્શન વિખ્યાત દીક્ષા પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના ગુરુ ભગવંત સાથે જ હંમેશાં વિચરતા હતા. શ્રી વીરવિજયજીએ ખગ્દર્શન અને કાવ્યાલંકાર સહિત જૈન સૂત્ર સિદ્ધાન્તનો જે અભ્યાસ કર્યો તેથી એમની બુદ્ધિપ્રતિભા ઘણી ખીલી ઊઠી. તેમણે ઇ. સ. ૧૮૫૫માં પચીસ વર્ષની ઉંમરે ‘સ્થૂલભદ્રની શિયળવેલ' નામની કૃતિની જે રચના કરી છે એમાં એમની કવિ તરીકેની પરિપક્વ પ્રતિભાનાં દર્શન થાય છે. ત્યારપછી વિ. સં. ૧૮૫૮માં એમણે લગભગ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે ‘પંચકલ્યાણકની પૂજા’ની રચના કરી, જે આજ દિવસ સુધી ગવાય છે. આ બે કૃતિઓ જ વીરવિજયજીની તેજસ્વિતાનો પરિચય કરાવવા માટે પૂરતી છે. ખંભાતના રોકાણ દરમિયાન શ્રી વીરવિજયજીના શિષ્ય ભાણવિજયજીએ ગુરુ આશા લઇને અન્યત્ર વિહાર કર્યો હતો. શ્રી શુભવિજયજી પોતાના બે શિષ્યો શ્રી ધીરવિજયજી તથા શ્રી વીરવિજયજી સાથે હજુ ખંભાતમાં રહ્યા હતા. ત્યારપછી અમદાવાદથી વિનતી આવતાં શ્રી શુભવિજયજી પોતાના શિષ્ય શ્રી વીરવિજયજીને લઇને અમદાવાદ પધાર્યાં અને શ્રી ધીરવિજયજી ખંભાતમાં જ રોકાયા. અમદાવાદમાં શ્રી શુભવિજયજી અને વીરવિજયજી લુહારની પોળના ઉપાશ્રયમાં ઊતર્યા. ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ૭૨ ત્યાં શ્રી શુભવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં આગમશાસ્ત્રોના જે ગહન અર્થ સમજાવ્યા તેથી શ્રી વીરવિજયજી બહુ હર્ષિત થયા હતા. શ્રી વીરવિજયજીને દીક્ષા લીધાંને હવે દસ વર્ષ થઇ ગયાં હતાં. એમણે સૂત્રસિદ્ધાન્તનું જ્ઞાન ગુરુ ભગવંત પાસેથી સારી રીતે સંપાદિત કરી લીધું હતું. એમની સંયમની આરાધના પણ સારી રીતે ચાલતી હતી. આ સંજોગોમાં એમને હવે પંન્યાસની પદવી આપવી જોઇએ એમ શ્રી શુભવિજયજીને લાગ્યું. એટલે શ્રી શુભવિજયજીએ વડોદરામાં સ્થિરતા કરી અને શ્રી વીરજવિજયજીને યોગ વહેરાવ્યા તથા વિ. સં. ૧૮૬૦માં પંન્યાસની પદવી મોટા ઉત્સવ સાથે આપી. શ્રી રંગવિજયજી લખે છેઃ વટપદ્ર માંહે ગયા રે, શુભ ગુરુની સંઘાત; યોગ વેવરાવ્યા સૂત્રના રે, સકલ સંઘની સાખ. પંન્યાસ પદ ગુરુજી દીઇ રે, સંઘ સકલ પરિવાર, વાસક્ષેપ સહુ સંઘ કરે રે, વીર તે હરખિત થાય. વડોદરાથી વિહાર કરી તેઓ પાછા અમદાવાદ પધાર્યા હતા. શ્રી વીરવિજયજીનો અભ્યાસ ચાલતો જ રહ્યો હતો. એમની લેખનપ્રવૃત્તિ પણ ચાલુ હતી અને એમની આધ્યાત્મિક સાધના પણ ગુરુ મહારાજના માર્ગદર્શન હેઠળ ચાલુ જ હતી. પોતાના ગુરુ મહારાજની હયાતીમાં જ એમણે આત્મજ્ઞાન-સ્વરૂપાનુભવજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. શ્રી શુભવિજયજીની તબિયત હવે લથડતી જતી હતી, અન્નની અરુચિ, શ્વાસરૂંધામણ અને ઊભા રહેતાં ચક્કર આવવાં વગેરે પીડાઓ શરૂ થઇ ગઇ હતી. પરિણામે વિ. સં. ૧૮૬૦માં ફાગણ સુદ ૧૨ના રોજ ગુરુવર્ય શ્રી શુભવિજયજી તોતેર વર્ષની વયે, પંચાવન વર્ષનો દીક્ષાપર્યાય પાળી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. આમ પોતાના ગુરુ ભગવંતનું સતત બાર વર્ષ સુધી શ્રી વીરવિજયજીને સાન્નિધ્ય મળ્યું એ એમની Page #82 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી પંડિતકવિ તરીકેની પ્રતિભાને વિકસાવવામાં બહુ સહાયભૂત થયું. ગુરુવર્યના વિરહની તેમની વેદના અપાર હતી. પોતાના હૃદયોાર વ્યક્ત કરવા શ્રી વીરવિજયજીએ “શુભવેલી' નામની કૃતિની રચના કરી. એમાંથી આપણને શ્રી શુભવિજયજીના જીવનનો ટૂંકો વૃત્તાન્ત જાણવા મળે છે. એ પણ કેવો યોગાનુયોગ છે કે ગુરુ અને શિષ્ય-શ્રી શુભ વિજયજી અને શ્રી વીરવિજયજી બંનેનાં સંસારી નામ કેશવ હતાં. શ્રી શુભવિજયજી વિરમગામના વતની હતા અને એમના સંસારીભાઈનું નામ મહીદાસ હતું. “શુભવેલી'માં શ્રી વીરવિજયજી પોતાના ઉદ્દગારો નીચે પ્રમાણે વ્યકત કરે છે : નાથ વિયોગે જીવવું રે હાં, તે જીવિત સ્યા માંહિ; આતમઘરમની દેશના રે હાં, કુણ દેસે હવે આં8િ. ચાલ્યા મુજને એકલડો રે હાં, ઊભો મેલ્હી નિરાસ ઈણે મારગે બોલાવિયો રે, હાં, પાછી નહિ તસ આશ. આ ભવમાં હવે દેખાવો રે હાં, દુલહો ગુરુ દેદાર. કરસ્યું કેહની ચાકરી રે હાં, વંદન ઊઠી સવાર. “શુભવેલી'માં શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુભગવંતનો મહિમા દર્શાવતાં લખ્યું છે : એ ગુરુના ગુણ જળનિધિ, મુજ મતિએ ન કહાય; ગુણનિધિ જળનિધિ જળ ભર્યો, ગગ્ગરીમેં ન સમાય. વળી સંઘને ભલામણ કરતાં તેઓ “શુભવેલી'માં લખે છેઃ ગાવો ગાવો રે ગુણવંત ગુરુગુણ ગાવો મોતિયથાલ ભરી સદ્ગુરુજીને વધાવો; નિર્મળ પરિણતિ અંતર લાવી, આતમતત્ત્વ નિપાવો રે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ શ્રી શુભવિજયજીના કાળધર્મ પછી અમદાવાદના સંઘે એમની પાટે શ્રી વીરવિજયને બિરાજમાન કરી મોટો ઉત્સવ કર્યો હતો. શ્રી શુભવિજયજીના કાળધર્મ પછીનાં વર્ષોનો શ્રી વીરવિજયજીનો જીવનવૃત્તાંત પ્રમાણમાં બહુ ઓછો મળે છે, પરંતુ તેનું એક કારણ એ છે કે તેઓ પોતાનો ઘણોખરો સમય સ્વાધ્યાય અને લેખનમાં વિતાવતા હતા. એમણે જે વિશાળ લેખનકાર્ય કર્યું છે તે જોતાં એ માટે સ્થળની સ્થિરતા અને એકાન્તની ઘણી અપેક્ષા રહે છે. એમણે મુખ્યત્વે રાજનગર અમદાવાદમાં ઘણાં ચાતુર્માસ કરી પોતાનું આ લેખનકાર્ય કર્યું છે. ગુરુ મહારાજના કાળધર્મ પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના શિષ્યો સાથે લીંબડી, વઢવાણ વગેરે કાઠિયાવાડનાસ્થળોમાં વિચર્યા પછી દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં પધાર્યા. સુરત શહેરના સંઘે ઘણી ધામધૂમ સાથે તેમનું સામૈયું કર્યું. સુરતમાં મહારાજશ્રીએ પોતાની વ્યાખ્યાનશક્તિ અને શાસ્ત્રજ્ઞાન વડે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે ઉપધાન વગેરે કરાવ્યાં. એમનો આવો ઉત્કર્ષ જોઇને તથા ઉપધાન કરાવતા પહેલાં પોતાની સંમતિ ન લીધી એથી સ્થાનિક યતિઓને ઈષ્ય થઈ. તેમને પોતાનું વર્ચસ્વ ઓછું થતું લાગ્યું. તેઓએ તેજોષથી પ્રેરાઈને ઝઘડો ચાલુ કરાવ્યો. આઝઘડો એટલો બધો વધી ગયો કે સરકારને વચ્ચે પડવું પડ્યું. બ્રિટિશ સરકારના ટોપીવાળા અંગ્રેજ સાહેબોએ જ્યારે જાણ્યું કે યતિઓએ તિથિનો ઝઘડો ચાલુ કર્યો છે ત્યારે લવાદ તરીકે જ્યોતિષાચાર્ય શાસ્ત્રીઓને બોલાવી, બંને પક્ષને બરાબર સાંભળ્યા. શાસ્ત્રીઓએ કહ્યું કે તિથિના વિષયના આ ઝઘડાની બાબતમાં શ્રી વીરવિજયજીનો પક્ષ સાચો છે. આથી અંગ્રેજોએ યતિઓને શિક્ષા કરી. આમ, સૂરતમાં મહારાજશ્રીના પક્ષનો વિજય થયો. સૂરતથી વિહાર કરી મહારાજશ્રી પાછા અમદાવાદ પધાર્યા. એ વખતે મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવતા બહોળા શ્રોતાવર્ગને માટે Page #84 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી ૭૫ શહેરની મધ્યમાં એક વિશાળ ઉપાશ્રયની આવશ્યકતા હતી. એ માટે સંધ તરફથી ભઠ્ઠીની પોળે જગ્યા લઇ ત્યાં ઉપાશ્રય બાંધવામાં આવ્યો અને એ ઉપાશ્રયમાં શ્રી વીરવિજયજીની પધરામણી કરાવવામાં આવી. ઇ. સ. ૧૮૭૮માં અમદાવાદના જૈનોમાં મૂર્તિપૂજા વિશે મોટો વિવાદ થયો હતો. સાણંદના કોઇ કુંઢિયાએ (સ્થાનકવાસી શબ્દ ત્યારે પ્રચલિત થયો નહોતો. સ્થાનકવાસી પોતે પોતાને માટે કુંઢિયા શબ્દ વાપરતા) અમદાવાદની કોર્ટમાં અમદાવાદની વીસા શ્રીમાળી જ્ઞાતિ ઉપર દાવો કર્યો હતો કે તેઓની મૂર્તિપૂજા શાસ્ત્રવિરુદ્ધ છે માટે તે અટકાવવી જોઇએ. અંગ્રેજ જજ સાહેબે બેય પક્ષના વિદ્વાનોને બોલાવ્યા. એ વખતે અમદાવાદમાં શ્રી વીરવિજયજી મહારાજ હતા. એમણે અદાલતમાં જુબાની આપવા, તથા શાસ્ત્રોના પાઠો બતાવવા માટે પોતાના ઉપરાંત બીજા સાધુઓને પણ બોલાવ્યા. એમાં કચ્છ ભુજથી આણંદશેખરજી આવ્યા. ખેડાથી લબ્ધિવિજયજી આવ્યા. તેમની સાથે દલીચંદજી આવ્યા. અમદાવાદમાં ખુશાલવિજયજી અને માનવિજયજી હતા. તદુપરાંત સંઘના પ્રતિનિધિ એવા શ્રાવકોમાં બહારગામથી વિસનગરથી ગલાશા જેચંદ આવ્યા. બીજા શ્રાવકોમાં શ્રીમાળી જ્ઞાતિના શેઠ ભગવાનચંદ, ઇચ્છાશા, વખતચંદ માનચંદ, હરખચંદ માનચંદ વગેરે એકત્ર થયા. જ્યારે કોર્ટમાં કેસ નીકળ્યો ત્યારે જજ સાહેબે વીરવિજયજીને ખુરશીમાં બેસવા કહ્યું, ત્યારપછી ઢૂંઢક તરફથી જેઠારિખ (જેઠાઋષિ)ને બોલાવ્યા. શ્રી વીરવિજયજીએ જે પ્રશ્નો જજ સાહેબની હાજરીમાં એમને પૂછ્યા તેના તેઓ ઉત્તર ન આપી શક્યા. તેઓ તરત જ ચાલ્યા ગયા. ત્યાર પછી નરસિંહ ૠષિને બોલાવવામાં આવ્યા. તેઓ પણ શ્રી વીરવિજયજીના પ્રશ્નોના ઉત્તર ન આપી શક્યા. આગમગ્રંથોમાં અને તેમાં પણ બત્રીસ સૂત્રોમાં મૂર્તિપૂજાના ઉલ્લેખો ક્યાં ક્યાં છે તે શ્રી વીરવિજયજીએ બતાવ્યા. એથી સંતોષ થતાં જજ સાહેબે મૂર્તિપૂજક Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ સંપ્રદાયનો વિજય જાહેર કર્યો. આમ અમદાવાદમાં આ એક ઐતિહાસિક ઘટના બની ગઈ. એનો મુખ્ય યશ શ્રી વીરવિજયજીને ફાળે જાય છે, કારણ કે એ વખતે એમણે આગમગ્રંથોનું અને સૂત્ર સિદ્ધાન્તોનું સૂક્ષ્મ અવગાહન કરી લીધું હતું. શેઠ મોતીશાહ વિ. સં. ૧૮૮૮માં મુંબઈમાં ભાયખલામાં પોતાની વાડીમાં શત્રુંજયની ટુંક જેવું મંદિર બંધાવ્યું અને એની પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો એ પ્રસંગે શ્રી વીરવિજયજી મહારાજે ભાયખલાની ટુંકનાં ઢાળિયાંની રચના કરી હતી. શ્રી વીરવિજયજી તે વખતે મુંબઈ જઈ શક્યા નહોતા કારણ કે ત્યારે મુંબઈ સુધીનોવિહારનો રસ્તો નહોતો. વહાણમાં બેસીને જવું પડતું. ત્યારે સાધુઓનો વિહાર સૂરત સુધીનો જ હતો. શેઠ મોતીશાહના સ્વર્ગવાસ પછી શત્રુંજય પર્વત પરની શેઠ મોતીશાહે બંધાવેલી ટુંકમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો મહોત્સવવિ. સં. ૧૮૯૩ના મહા વદમાં એમના પુત્ર ખીમચંદભાઈ તરફથી યોજવામાં આવ્યો હતો. એ મહોત્સવમાં શ્રી વીરવિજયજી મહારાજ પણ પધાર્યા હતા. નજરે નિહાળેલા એ મહોત્સવનું વર્ણન કરતાં ઢાળિયાં શ્રી વીરવિજયજી મહારાજે લખ્યાં છે. મહારાજશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૮૯૯માં અમદાવાદથી પંચતીર્થની યાત્રાનો સંઘ નીકળ્યો હતો. અમદાવાદના શેઠ હીમાભાઈ વખતચંદ, હઠીસિંઘ કેસરીસિંઘ અને મગનભાઈ કરમચંદે સાથે મળીને આ સંઘનું આયોજન કર્યું હતું અને તેમાં જોડાવા માટે શ્રી વીરવિજયજીને વિનંતી કરી હતી. બહુ ધામધૂમપૂર્વક આ સંથે પ્રયાણ કર્યું હતું. યાત્રિકો માટે વ્યવસ્થા કરવા ધન ખર્ચવામાં કંઈ કમી રાખી નહોતી. પરંતુ સંઘ લગભગ પાલનપુર પાસે ચિત્રાસણી ગામે પહોંચ્યો ત્યારે ત્યાં કોલેરાનો ભયંકર ઉપદ્રવ થયો હતો. એથી ગભરાટને લીધે યાત્રિકોએ ભાગાભાગ Page #86 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી કરી મૂકી. સંઘ ભિન્ન થઈ ગયો. લોકોએ પોતપોતાના પરિચિત જૂથોમાં ગોઠવાઈને અમદાવાદ તરફ ત્વરિત ગતિએ ભાગવાનું ચાલુ કરી દીધું. કેટલાક મૃત્યુ પામ્યા. કેટલાક અશક્ત બની ગયા. કેટલાક મહારાજશ્રી વીરવિજયજી સાથે રહ્યા અને એમની સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં જ્યાં પડાવ નાખવામાં આવે ત્યાં મહારાજશ્રી પડાવની આસપાસ શ્રી પદ્માવતી દેવીની આરાધના સહિત મંત્રેલા જલની ધાર કરી દેતા. તેઓ બધા અમદાવાદ પહોંચ્યા ત્યાં સુધી તેઓને બીજી કશી તકલીફ પડી નહિ, પરંતુ અમદાવાદ કોટની બહાર અંગ્રેજ સરકારના અમલદારોએ ચેપી રોગવાળા માણસોને નગરમાં કેટલાક દિવસ સુધી પ્રવેશવા ન દીધા. કેટલાક આમતેમ કરી છૂપી રીતે નગરમાં દાખલ થઈ ગયા. કેટલાક નગર બહાર જ પોતાના ઘર અને સ્વજનોને યાદ કરતા મૃત્યુ પામ્યા. જ્યારે યાત્રિકોને નગરમાં દાખલ થવા દેવામાં આવ્યા ત્યારે મહારાજશ્રી પણ ભઠ્ઠીની પોળના ઉપાશ્રયે પાછા પધાર્યા. એ વખતે કોઈક ટીકા કરતાં કહેલું કે મહારાજશ્રીની નિશ્રા છતાં સંઘને ઉપદ્રવ કેમ થયો? મહારાજશ્રી ટીકાકારોને કહેતા કે જે બનવાનું હોય તેને કોણ અટકાવી શકે? ભૂતકાળમાં વજૂસ્વામી જેવા દસ પૂર્વધર મહાત્મા હતા છતાં શત્રુંજય પર જાવડશાને બચાવી શક્યા નહોતા. શ્રી વીરવિજયજી મહારાજની તથા શ્રી રૂપવિજયજી મહારાજની નિશ્રામાં અમદાવાદમાં શેઠ હઠીસિંગના જિનમંદિરનો પ્રતિષ્ઠાનો ઉત્સવ વિ. સં. ૧૯૦૩માં ઉજવાયો હતો. દુર્ભાગ્યે શેઠ હઠીસિંગનું પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં અવસાન થયું હતું, પરંતુ શેઠાણી હરકુંવરબાઇએ ત્યારપછી પોતાની સૂઝ, આવડત અને હોંશિયારીથી આખો પ્રસંગ સારી રીતે પાર પાડ્યો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. શ્રીરંગવિજયજી મહારાજે પોતાના રાસમાં આ પ્રસંગનું સરસ વર્ણન કર્યું છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ~~ ભાગ ૯ શ્રી વીવિરજયજી મહારાજે વિ. સં. ૧૯૦૫માં સોરઠના સંધના ઢાળિયાં લખ્યાં છે. મહારાજશ્રીની નિશ્રામાં શેઠશ્રી પ્રેમાભાઇ હેમાભાઇએ ‘ઊભી સોરઠ’નો (એટલે શત્રુંજય તથા ગિરનારનો) સંઘ કાઢ્યો હતો. આ સંઘમાં મહારાજશ્રી પોતે ગયા હતા. એટલે એમણે ઢાળિયામાં એ સંઘયાત્રાનું તાદશ વર્ણન કર્યું છે. ૭૮ શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃત ભાષાનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો એની પ્રતીતિ એમણે મુનિ કીર્તિવિજયજીના આગ્રહથી ‘અધ્યાત્મસાર’ ઉપર ‘ટબો’ લખ્યો હતો એ ઉપરથી થાય છે. આ ‘ટબો’ એમણે વિ. સં. ૧૮૮૧ના ચૈત્ર સુદ પૂનમના રોજ પૂરો કર્યો હતો. આ ગદ્યકૃતિમાં એમણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના કઠિન ગ્રંથ ‘અધ્યાત્મસાર’ ઉપર પહેલી વાર ગુજરાતીમાં વિશેષ પ્રકાશ પાડ્યો હતો. એમાં એમના સમયની ગુજરાતી ભાષાની લઢણ જોઇ શકાય છે. શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃતમાં ‘પ્રશ્નચિંતામણિ’ નામના ગ્રંથની રચના કરી છે અને બે વિભાગમાં દરેકમાં ૧૦૧-૧૦૧ પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રપ્રમાણો સાથે આપ્યા છે. એમાં એમની બહુશ્રુતતાનાં સુભગ દર્શન થાય છે. શ્રી વીરવિજયજીનો શ્રોતાભક્તવર્ગ પણ કેટલો બધો સજ્જ હશે તે આ ગ્રંથોની રચના પરથી જણાય છે. વળી એમણે અમદાવાદમાં એક ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાન માટે ‘વિશેષાવશ્યક' જેવો કઠિન, તત્ત્વગંભીર ગ્રંથ પસંદ કર્યો હતો. એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. ઇ. સ. ૧૯૦૮માં અમદાવાદના શ્રી ગિરધરભાઇ હીરાભાઈ શાહે પોતાના દાદા શ્રી પુંજાશા પીતાંબરદાસ કે જેઓ શ્રી વીરવિજયજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા તેમની પાસેથી સાંભળેલી અને બીજાઓ દ્વારા જાણેલી માહિતીના આધારે શ્રી વીરવિજયજી વિશે ‘ટૂંકો પ્રબંધ’ લખ્યો છે. તેમાં બે-ત્રણ વિગતો એવી આવે છે કે જેનો અન્યત્ર ક્યાંય ઉલ્લેખ Page #88 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી ૭૯ થયો નથી. તેમણે શ્રી મગનલાલ વખતચંદ પાસેથી એ વાતો સાંભળી હતી. એક વાર કોઈકે મહારાજશ્રીને એવી વાત કરી કે અમુક ગામના કોઈ શ્રાવક ભાઈ આનંદઘનજીનાં પદોનો અર્થ બરાબર શ્રી આનંદઘનજીના હેતુ અને આશય પ્રમાણે કરી શકે છે. મહારાજશ્રીએ કહ્યું, પદકે સ્તવનના અર્થ પોતાની વિદ્વતા પ્રમાણે કોઈ કરી શકે, પણ કવિના હેતુ કે આશય પ્રમાણે જ તે બરાબર કરી શકે છે એવું હંમેશાં દરેક વખતે ન કહેવાય, કારણ કે કવિનો આશય કેટલીક વાર ઘણો ગૂઢ હોય છે.” ત્યારપછી બીજે દિવસે એ શ્રાવક ભાઈ મહારાજશ્રીને મળવા આવ્યા. તે વખતે મહારાજશ્રીએ એમને શંખેશ્વર પાર્શ્વનાથ વિશેનું પોતાનું એક સ્તવન આપ્યું કે, જેની પ્રથમ પંક્તિ હતી “સહજાનંદી શીતળ સુખભોગી'. એ સ્તવનના અર્થતે ભાઈ કરી ન શક્યા એટલું જ નહિ, સ્તવન કયા ભગવાનનું છે તે પણ જણાવી ન શક્યા. એટલે મહારાજશ્રીએ એમને કહયું કે “કાવ્યના શબ્દાર્થ કરી બતાવવા એ એક વાત છે અને કાવ્યના રચનારનો આશય બરાબર કહી બતાવવો એ બીજી વાત છે. આશય ન જ કહી શકાય એવું નથી, પણ તેવો દાવો કરી ન શકાય.” મહારાજશ્રી કવિ દલપતરામ ડાહ્યાભાઈના સમકાલીન હતા. દલપતરામ અમદાવાદમાં રહેતા હતા અને ગુજરાતી કવિતામાં એમનું નામ એ જમાનામાં અગ્રગણ્ય હતું. એ જમાનામાં સંસ્કૃત વૃત્તમેળ છંદોને બદલે માત્રામેળ છંદોમાં અને દેશીઓમાં ગુજરાતી કવિતાની રચના થતી હતી. કવિતા ગેય પ્રકારની જ હોય એવો મત પ્રચલિત હતો. મહારાજશ્રીની કવિતાની ભાષા, લઢણ વગેરે કેટલેક અંશે દલપતરામની કવિતાને મળતી આવે છે, પરંતુ દલપતરામની કવિતાનો પ્રભાવ મહારાજશ્રીની કવિતા ઉપર પડ્યો હોય એવું જણાતું નથી. તેઓ બંને પરસ્પર મળ્યા હોય એવો પણ ક્યાંય નિર્દેશ મળતો નથી. પરંતુ મહારાજશ્રીએ “સ્થૂલિભદ્રની શિયળવેલ'ની જે રચના કરી તેના મૌલિક કવિત્વથી દલપતરામ બહુ પ્રભાવિત થયા હતા અને એમણે આ Page #89 -------------------------------------------------------------------------- ________________ 00 સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ કાવ્યકૃતિની પ્રશંસા કરી હતી એવું ગિરધરભાઈ હીરાભાઈએ મહારાજશ્રીના વિદ્વાન ભક્ત શ્રી મગનલાલ વખતચંદ પાસેથી સાંભળીને નોંધ્યું છે. વિ. સં. ૧૯૦૮માં શ્રી વીરવિજયજી મહારાજ ૭૮ વર્ષના થઈ ગયા હતા. એમના દીક્ષાપર્યાયને ૬૧ વર્ષ થવા આવ્યાં હતાં. એમની વૃદ્ધાવસ્થા ચાલતી હતી. એવામાં શ્રાવણ મહિનામાં એમની તબિયત લથડી. ઔષધોપચાર કરવામાં આવ્યા, પણ ખાસ કંઈ ફરક પડ્યો નહિ. પર્યુષણના દિવસો આવ્યા અને ગયા, પણ શરીર અસ્વસ્થ રહ્યા જ કર્યું, એટલું જ નહિ, વધારે અશક્ત થવા લાગ્યું. એમ કરતાં કરતાં વિ.સં. ૧૯૦૯ના ભાદરવા વદ ત્રીજના રોજ પાછલા પહોરે એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. સંઘના બધા મોટા મોટા આગેવાનો તરત દોડી આવ્યા. શિબિકા તૈયાર કરવામાં આવી. એમનાં અંતિમ દર્શન કરવા માટે ભઠ્ઠીની પોળમાં હજારો માણસોની લાઈન લાગી. જૈન જૈનેતર એમ “અઢારે વરણ'ના લોકો આવ્યા. એ દિવસે બજારોમાં હડતાલ પડી. એમની શિબિકાને જ્યારે લઈ જવામાં આવી ત્યારે એ જોવાને માટે અંગ્રેજ સાહેબો પણ પોતાની કચેરી બરખાસ્ત કરી રસ્તા પર આવી પહોંચ્યા. શ્રી રંગવિજયજી લખે છેઃ સાહેબ જોવા આવિયા રે રાજ, કરી કચેરી બરકાશ રે. વેપાર ન કરે વાણિયા રે, મલિયાવરણ અઢાર રે. આમ શ્રી વીરવિજયજીના અંતિમ દર્શન માટે ઊભે રસ્તે બંને બાજુ હજારો માણસો એકત્ર થયા હતા. એમની પાલખીનગર દરવાજા બહાર આવી અને સાબરમતી નદીમાં દૂધેશ્વરના આરે ચંદન કાષ્ઠની રચેલી ચિતામાં એમની શિબિકાને પધરાવવામાં આવી. એને અગ્નિદાહ દેવા માટે ઉછામણી બોલાવવામાં આવી. આ રીતે શ્રી વીરવિજયજીના પાર્થિવ દેહનો અંત આવ્યો. એમના મુખ્ય શિષ્ય રંગવિજયજી પોતાની વિરહની સંવેદના વ્યક્ત કરતાં રાસમાં લખે છે : Page #90 -------------------------------------------------------------------------- ________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી બાલપણાથી સાહેબે રે, ઉછેરી મોટો કી રે; માય તાત તેણી પરે રે, મુજને ર્યો ઉપગાર રે. રંગ કહીને કુણ બોલાવશે રે, કોને પૂછીણ્યું વાત રે; ગહન અરથ ગુરુજી કહે રે, સાંભળી સંશય જાય રે શ્રી વીરવિજયજીના કાળધર્મ પછી એમની પાટે એમના શિષ્ય શ્રી રંગવિજયજીનેવિ. સં. ૧૯૦૮ના આસો માસનીવિજયાદશમીને દિવસે ગુરુવારે સ્થાપવામાં આવ્યા હતા. આ શ્રી રંગવિજયજીએ પોતાના ગુરુવર્ય શ્રી વીરવિજયજી વિશે નિર્વાણ રાસની રચના વિ. સં. ૧૯૧૧ના ચૈત્ર સુદ પૂનમના દિવસે પૂરી કરી હતી. ભઠ્ઠીની પોળના ઉપાશ્રયમાં મહારાજશ્રીના કાળધર્મની દર માસિક તિથિએ ઘણાં શ્રાવક-શ્રાવિકા પોસહ કરતાં હતાં. વળી એ તિથિએ માણેક ચોકમાં હડતાલ પડતી હતી. એક વર્ષ પછી દર વાર્ષિક તિથિએ એ રીતે ભક્તો પૌષધ કરતા રહેતા હતા. આ પરંપરા ઘણાં વર્ષ સુધી ચાલુ રહી હતી. કાળધર્મના લગભગ છ મહિના પછી વિ. સં. ૧૯૦૯માં ભઠ્ઠીની પોળના ઉપાશ્રયની વાડીમાં એક “શુભ' બંધાવવામાં આવ્યું અને તેમાં મહારાજશ્રીનાં પગલાંની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. એ વખતે પંદર દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. આ પગલાંનાં દર્શન આજે પણ લોકો ભાવથી કરે છે. ભઠ્ઠીની પોળનો એ ઉપાશ્રય હવે વીરવિજયજીના ઉપાશ્રય તરીકે- વીરના ઉપાશ્રય તરીકે ઓળખાય છે. શ્રી વીરવિજયજી મહારાજને શંખેશ્વર પાર્શ્વનાથમાં તથા શ્રી પદ્માવતી દેવીમાં ઘણી શ્રદ્ધા હતી. એમણે પોતે લખ્યું છે તે પ્રમાણે ધ્યાનથી માસ દસ દોય વીત્યા'. આમ એક વર્ષ એમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ધ્યાન સતત ધર્યું હતું. એમની શ્રી પદ્માવતી દેવીની આરાધના પણ સતત ચાલુજ રહેતી. એમ કહેવાય છે કે શ્રી પદ્માવતીદેવી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ એમના પર પ્રસન્ન હતાં અને એમને સહાય કરતાં. શ્રી પદ્માવતીદેવીની જે પ્રતિમા તેઓ પોતાની સન્મુખ રાખીને આરાધના કરતા એ પ્રતિમાનાં દર્શન ભટ્ટીની પોળના ઉપાશ્રયમાં આજે પણ કરી શકાય છે. શ્રી વીરવિજયજી મહારાજનો દીક્ષાપર્યાય ૬૧ વર્ષ જેટલો હતો. એમણે પહેલી કૃતિની રચના લગભગ પચીસ વર્ષની ઉંમરે કરી હતી. લગભગ સાડા પાંચ દાયકા જેટલા પોતાના કવનકાળમાં એમણે વિવિધ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમાં રાસ જેવી સુદીર્ઘ કૃતિઓ છે અને સ્તવન જેવી નાની રચનાઓ પણ છે. એમણે પૂજાઓ, ઢાળિયા, બારમાસ, વિવાહલો, વેલી, લાવણી, ગહુલી, હરિયાળી, છત્રીસી, દૂધ, સ્તવનો, સઝાય, ચૈત્યવંદન વગેરે વિવિધ પ્રકારની રચનાઓ કરી છે. રાસ કૃતિઓમાં એમણે સુરસુંદરી રાસ, ધમેિલ રાસ અને ચંદ્રશેખર રાસની રચના કરી છે. પૂજાઓમાં એમણે અષ્ટપ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, નવ્વાણુ પ્રકારી પૂજા, બાર વ્રતની પૂજા અને પંચકલ્યાણકની પૂજા રચી છે. એમણે રચેલી સ્નાત્રપૂજા આજે પણ રોજે રોજ જિનમંદિરોમાં ગવાય છે. તદુપરાંત એમણે “યૂલિભદ્રની શિયળવેલ” “હિતશિક્ષા છત્રીસી'ની રચના કરી છે અને વિવિધ પ્રસંગોત્સવનાંઢાળિયાંની રચના કરી છે. એમની મનોહરપ્રાસસંકલનાવાળી, લયબદ્ધ પંક્તિઓવાળી રચના સુગેય અને તરત જીભે ચડી જાય અને હૈયે વસી જાય એવી છે. આથી જ શ્રી વીરવિજયજી મહારાજની પૂજાઓ રોજરોજ ક્યાંક ને ક્યાંક ગવાતી રહે છે. આમ, ઓગણીસમા શતકના કવિઓમાં અને વિશેષતઃ જૈન ગૂર્જર કવિઓમાં પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન અનોખું છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રવીરની સહાય મારા બાળપણના અનુભવો દેવદેવીઓ છે એમ હું નિશ્ચિતપણે માનું છું. દેવદેવીઓ સહાય કરી શકે છે અને કરે છે એવી મને પૂરી શ્રદ્ધા છે. મને પોતાને એવા કેટલાક અનુભવો થયા છે. જીવોની શુભાશુભ કર્મ અનુસાર ગતિ અને દેવવીઓની સહાય એ બંનેનો મેળ કેવી રીતે બેસે એ વિષયને સૂક્ષ્મ દષ્ટિથી જો સમજવામાં ન આવે તો ગેરસમજ થવાનો સંભવ છે. સ્વર્ગ જેવું કંઈ છે કે નહિ, દેવદેવી-દેવતાઓ છે કે નહિ એ વિશે ભગવાન મહાવીર સ્વામીના સાતમા ગણધર શ્રી મૌર્યપુત્રને શંકા થઈ હતી અને ભગવાને એમની શંકાનું સમાધાન કરાવ્યું હતું. એથી શ્રી મૌર્યપુત્રને પ્રતીતિ થઈ હતી કે સ્વર્ગ છે અને દેવતાઓ પણ છે. ગણધરવાદ' ગ્રંથમાં એ વિશે જોઇ જવાથી આ વાતની ખાતરી થશે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતાએ ચાર ગતિમાં મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. દેવગતિમાં ઉદ્ભવતાંની સાથે દેવોને અવધિજ્ઞાન હોય છે. દેવોને વૈક્રિય શરીર હોય છે અને વૈક્રિય લબ્ધિ હોય છે. એ વડે તેઓ ઝડપથી ગતિ કરી શકે છે, અદશ્ય થઈ શકે છે, વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી શકે છે અને ચમત્કારિક રીતે સહાય પણ કરે છે. એટલે અંશે દેવગતિમાં મનુષ્યગતિ કરતાં વિશેષતા રહેલી છે. પરંતુ દેવગતિમાં ત્યાગવૈરાગ્ય નથી. કેવળજ્ઞાન પામી મોક્ષગતિ પ્રાપ્ત કરવાનું ફક્ત મનુષ્યગતિમાં જ શક્ય છે. એ દષ્ટિએ મનુષ્યગતિ દેવગતિ કરતાં ચડિયાતી છે. એટલે જ દેવો પણ માનવભવને ઝંખે છે. તીર્થંકર પરમાત્માની ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. એમાં અભિલાષા માત્ર મોક્ષની હોવી જોઈએ. એમના જેવું વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની લગની લાગવી જોઇએ. તીર્થંકર પરમાત્માની ભક્તિ Page #93 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન - ભાગ ૯ પુણ્યબંધનું કારણ પણ બની શકે છે અને કર્મની નિર્જરાનું નિમિત્ત પણ બની શકે છે. કેવી રીતે એ ભક્તિ થાય છે એના ઉપર એનો આધાર રહે છે. ૮૪ તીર્થંકર પરમાત્માનાં યક્ષક્ષિણીની આરાધના મુખ્યત્વે સકામ પ્રકારની હોય છે. એમની સહય પણ અધ્યાત્મ સાધના માટે, મોક્ષમાર્ગના પુરુષાર્થ માટે, જ્ઞાનોપાસના માટે માગી શકાય છે. તીર્થંકર પરમાત્માનાં યક્ષયક્ષિણી ઉપરાંત અન્ય દેવદેવીઓની ભક્તિ પણ થાય છે. વર્તમાન કાળમાં શ્રી મણિભદ્ર અથવા માણિભદ્રવીર (દિગંબરોમાં માનભદ્ર પણ બોલાય છે), શ્રી ભૈરવજી, શ્રી ઘંટાકર્ણવીર વગેરેની ભક્તિ થાય છે. દેવતાઓ અસંખ્ય છે. એમાં કયા દેવતા સમક્સિી છે અને ક્યા મિથ્યાત્વી છે એનો વિવાદ વખતોવખત થાય છે અને એથી ઘણા જીવો મૂંઝાય છે. આવા વિવાદોમાં અંતિમ નિર્ણય તો સર્વજ્ઞ ભગવંત સિવાય કોણ આપી શકે ? એટલે જ્યાં ભક્તનું મન ડામાડોળ રહે ત્યાં તેને બહુ લાભ થાય નહિ. એના કરતાં તો ‘હે.દેવ ! તમે સક્સિી છો એવું શ્રદ્ધાપૂર્વક માનીને હું તમારી આરાધના કરું છું. મારા અજ્ઞાનને લીધે જો કંઇ દોષ થતો હોય તો તે માટે ક્ષમા પ્રાર્થુ છું.’-આવા ભાવ સાથે જો કોઇ ભક્તિ કરે તો તેને પેલાના કરતાં વિશેષ લાભ થવાનો સંભવ છે. સામાન્ય લોકોને ઇષ્ટવિયોગ અને અનિષ્ટયોગના દુઃખમાંથી મુક્ત થઇ, ઇષ્ટયોગ અને અનિષ્ટવિયોગનું સુખ મેળવવું હોય છે. ઐહિક જીવનમાં કર્મનો ક્રૂર વિપાક જીવને જ્યારે લાચાર કરી મૂકે છે ત્યારે તે દેવદેવીની સહાય માટે દોડે એ સ્વાભાવિક છે. શું જૈન ધર્મ કે શું અન્ય ધર્મ, લોકો મુખ્યત્વે ઐહિક ભૌતિક આશયથી જ દેવદેવીની ભક્તિઆરાધના કરે છે. અલબત્ત, શાસનનાં કાર્યો માટે કે અધ્યાત્મસાધનામાં દેવદેવની સહાય યાચનારા પણ હોય છે. ભલે તેનું પ્રમાણ ઘણું ઓછું હોય. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રવીરની સહાય ૮૫ ‘આપણે મનુષ્ય છીએ અને દેવો આપણાં કરતાં ઊતરતી કોટિના છે. એવાં દેવદેવીની સહાય આપણે કેમ લેવી ? સાધુભગવંતો સર્વવિરતિમય છે. એમનાથી અવિરતિમય દેવોની ઉપાસના કેમ થઇ શકે?’ આવા આવા મત પણ પ્રવર્તે છે. પરંતુ આવા મતોને પણ એકાંતે ન પકડી રાખતાં, ભિન્નભિન્ન અપેક્ષાએ સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. દેવદેવીઓએ સહાય કરી હોય એવી ચમત્કારિક ઘટનાઓ વિશે વારંવાર સાંભળીએ છીએ. એવી કેટલીક ઘટનાઓ પૂર્વપ્રયોજિત હોય છે, બીજાને ભરમાવવા માટેની બનાવટ હોય છે, દષ્ટિભ્રમરૂપ હોય છે. ભોળા લોકોને છેતરવા માટે જાદુગરો કે લેભાગુ સાધુસંન્યાસીઓ એવા ચમત્કારો બતાવે છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓ કાકતાલીય ન્યાયે આકસ્મિક જેવી હોય છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓના મૂળમાં તપાસીએ તો તેની પાછળ કોઇક વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે અને એ જાણનારા સર્વ કોઇ ધારે તો એવો ચમત્કાર બતાવી શકે છે. આમ સકારણ સમજાવી શકાય એવી ચમત્કારરૂપ દેખાતી ઘટનાઓ વારંવાર બનતી હોવાછતાં એવી પણ કેટલીયે ઘટનાઓ બને છે કે જેમાં દેવદેવીની સહાય છે એમ માનવા માટે મન પ્રેરાય છે. મારા જીવનમાં શ્રી માણિભદ્રવીરનું સ્થાન ઠેઠ બાલ્યકાળથી અનાયાસ રહ્યું છે. (ત્યારપછી અન્ય દેવદેવીનું સ્થાન પણ રહેલું છે.) અહીં શ્રી માણિભદ્રવીરના અનુભવો મને બાલ્યકાળમાં જે થયા હતા તે વિશે થોડીક વાત કરીશ. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના આરંભમાં. અમારા વતન પાદરા (જિ. વડોદરા)માં શ્રી માણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો રહ્યો હતો, જે આજ દિવસ સુધી ઓછેવત્તે અંશે ચાલુ જ રહ્યો છે. પાદરામાં શ્રી માણિભદ્રવીરનું જુદું સ્થાનક હતું. પાદરામાં ત્યારે જૈનોની વસતી પ્રમાણમાં ઘણી સારી હતી. જૈનોનો વસવાટ મુખ્યત્વે, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ નવઘરી, લાલ બાવાનો લીમડો, દેરાસરી વગેરે વિસ્તારમાં હતો. લોકો એકંદરે બહુ સુખી હતા અને જાહોજલાલીનો એ કાળ હતો. દેરાસરી નામની શેરીમાં શ્રી શાન્તિનાથ ભગવાને ઊંચા શિખરવાળું લગભગ બસો વર્ષનું પ્રાચીન દેરાસર છે. નવઘરીના નાકે ત્યારે જૂનો ઉપાશ્રય હતો. (હાલ ત્યાં નવો ઉપાશ્રય થયો છે.) આ ઉપાશ્રયને અડીને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક હતું. આ સ્થાનકમાં એક ભોંયરું હતું જે સીધું દેરાસરમાં નીકળતું. અમે નાના હતા ત્યારે આ ભોંયરું જોયેલું. ભોંયરું ત્યારે વચ્ચેથી પુરાઈ ગયું હતું એટલે બંને છેડેથી થોડે સુધી જવાતું. હાથમાં દીવો લઈ થોડે સુધી જઈએ ત્યાં, હવાની અવરજવર ન રહી હોવાથી, ગૂંગળામણ અનુભવાતી. આગળ જવામાં જોખમ રહેતું. મારા પિતાશ્રીના કહેવા પ્રમાણે એમના બાલ્યકાળમાં એમણે આ સ્થાનકમાં રહેતા શ્રી ધનરાજજી નામના મારવાડી યતિને જોયેલા. (પિતાશ્રીને હાલ ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે.) યતિ આહારશૌચાદિ માટે બહાર જતા, પરંતુ રહેતા આ સ્થાનકના એક વિશાળ ઓરડાના એક ભાગમાં. તેઓ આરાધના કરતા. કાળી ચૌદશની રાતે મોટો ઉત્સવ થતો. થાળ ધરાવવામાં આવતા. ભક્તિ થતી. પૂજન થતું. આ સ્થાનકને સાચવનારા એ છેલ્લા યતિ હતા. એમના સ્વર્ગવાસ પછી સ્થાનકનો ઓરડો સંઘની માલિકીનો થયો. આ સ્થાનક જ્યારે સ્થપાયું હશે એનો સવિગત ઈતિહાસ મળતો નથી. પરંતુ અઢારમા- ઓગણીસમા સૈકામાં જ્યારે જૈનોની વસતી ઘણી હતી, જ્યારે સાધુ- સાધ્વીઓની અવરજવર વધુ હતી અને જ્યારે શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંધાયું હશે ત્યારે આ સ્થાનકની સ્થાપના થઈ હશે. દેરાસરમાંથી સ્થાનક સુધીનું ભોંયરું એ વાતની સાબિતી રૂપે છે. આ સ્થાનક મારવાડી યતિઓ સાચવતા આવ્યા હતા. એમાં છેલ્લા યતિ તે શ્રી ધનરાજજી હતા. એમની વિદાય પછી રોજ સવાર-સાંજ થોડા કલાક આ સ્થાનકનો ઉપયોગ થતો રહ્યો. વીજળીના દીવા ત્યારે પાદરામાં આવ્યા નહોતા. ફાનસનો ઉપયોગ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રવીરની સહાય થતો. ઉત્સવ પ્રસંગે ઘણા દીવા થતા કે જેથી ચારે બાજુપ્રકાશ પથરાયેલો રહેતો. હું નાનો હતો ત્યારે શ્રી માણિભદ્રવીરના આ સ્થાનકમાં દર્શન કરવા જતો. સ્થાનકના આ ઓરડામાં કોઈ બારી નહોતી. એટલે અજવાળું ઓછું રહેતું અને બંધ હોય ત્યારે તો અંદર ઘોર અંધારું થઈ જતું. બારણું ખોલીએ એટલે અંદર અજવાળું દાખલ થાય. રાત્રે તથા દિવસે ઘણુંખરું બંધ રહેવાને કારણે, અંધારાને લીધે એમાં ચામાચીડિયાંની વસતી થઈ હતી. જેવું બારણું ખોલીએ એટલે ચામાચીડિયાં ઊડાઊડ કરવા લાગે. અમે નાના હતા, છતાં ચામાચીડિયાંની બીક લાગતી નહિ. જે કોઈને શ્રી માણિભદ્રવીરનાં દર્શન કરવા હોય તે બારણું ખોલી દર્શન કરીને બહાર આવે અને પાછું બારણું બંધ કરે. બારણું ખોલીને ઓરડામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ભીંતમાં વચ્ચે મોટા ગોખલામાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિનાં દર્શન થાય. એના ઉપર ચાંદીના વરખ લગાડેલા હોય. આ સિવાય ઓરડામાં બીજું કશું રહેતું નહિ, એટલે કશું ચોરાઈ જવાનો ડર હતો નહિ. ઓરડાના લાકડાનાં બારણાં ઉપર અંકોડાવાળી એક સાંકળ રહેતી. બારસાખમાં ઉપર વચ્ચે તેનો નકુચો રહેતો. બારણાંને ઉલાળિયો પણ હતો. સાંકળ વાસવી રહી ગઈ હોય તો પણ ઉલાળિયાને લીધે પવનથી બારણું ખૂલી ન જાય અથવા ધકેલીને કૂતરું, બકરી વગેરે અંદર પેસી ન જાય.સ્થાનકના બારણાંને તાળું ક્યારેય મારવામાં આવતું નહિ. એવી જરૂર પડતી નહિ. શ્રી ધનરાજજી ગોરજીના સમયમાં આ સ્થાનકની જેટલી રોનક હતી તેટલી પછી રહી નહોતી, તો પણ શ્રી માણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો હતો. પાદરામાં કેટલાયે લોકોનાં દુઃખ શ્રી માણિભદ્રવીરની માનતા માનવાને લીધે ટળ્યાં હોય એવા બનાવો બનતા રહ્યા હતા. મારા પિતાશ્રીને એવી કેટલીક વ્યક્તિઓના પ્રસંગો યાદ પણ છે. ગોરજી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ભક્તજનોને પ્રસાદી તરીકે ધૂપદારીમાંથી રાખ આપતા, જે તેઓ માથે ચડાવતા. અમારું વતન પાદરા ગાયકવાડી રાજ્યના તાબાનું ગામ હતું. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ દીર્ધદષ્ટિવાળા, પ્રગતિશીલ રાજવી હતા. એમણે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવ્યું હતું. મેં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ પાદરાની સરકારી નિશાળમાં ર્યો હતો. અમારા વખતમાં પહેલા ધોરણને લોકો એકડિયું' કહેતા. પછી “બીજી ચોપડી', “ત્રીજી ચોપડી' અને “ચોથી ચોપડી' એમ ઘોરણનાં નામ બોલાતાં. અમારે એકડિયામાં વર્ગશિક્ષક તરીકે બહેચરભાઈ માસ્તર હતા. બીજી ચોપડીમાં વાઘજીભાઈ માસ્તર, ત્રીજી ચોપડીમાં મોહનભાઈ માસ્તર હતા. (બધા એમને ચકલી જેવું નાક હોવાને કારણે “ચકલી માસ્તર' કહેતા. તેઓ પોતે પણ પોતાને માટે “ચકલી માસ્તર' તરીકે ઉલ્લેખ કરતા.) ચોથી ચોપડીમાં વિષ્ણુભાઈ માસ્તર હતા. ત્રીજી ચોપડી સુધી ટાવરવાળી શાળામાં છોકરાઓ ભણતા. ચોથી ચોપડીમાં ઝંડા બજારમાં આવેલી સરકારી શાળાના મકાનમાં ભણવા જવાનું રહેતું. શાળામાં ભણવામાં એકંદરે હું વર્ગમાં સારું ધ્યાન રાખતો હોઈશ એમ લાગે છે, કારણ કે પહેલા ત્રણ ધોરણની દરેક પરીક્ષામાં મારો ત્રીજો નંબર આવ્યો હતો. શાળામાંથી છૂટ્યા પછી ઘરે ક્યારેય ભણવાનું રહેતું નહિ. ત્યારે નાનાં છોકરાંઓ માટે ઘરે ભણવાનો કોઇ રિવાજ નહોતો. ફાજલ સમયમાં છોકરાઓ ફળિયામાં રમતા, વાડીઓમાં જતા કે આમતેમ રખડતા. માત્ર સૂતાં પહેલાં આંક બોલી જવાની પદ્ધતિ હતી. અમારા વર્ગના ચાલીસેક વિદ્યાર્થીઓમાં દર વર્ષ પહેલા નંબરે અમારી જ્ઞાતિનો શરદ નામનો વિદ્યાર્થી રહેતો. તે હોંશિયાર તો હતો જ, પણ એના કાકા શાળામાં શિક્ષક હતા. એટલે તેનો પહેલો નંબર જ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રવીરની સહાય ૮૯ આવતો. બીજે નંબરે મૂળચંદ નાનાલાલનામનો વિદ્યાર્થી આવતો. મારો નંબર ત્રીજો રહેતો. મને તેનાથી સંતોષ હતો એમ કહેવા કરતાં નંબર વિશેની એવી કોઈ સભાનતા મારા બાળસહજ મનમાં આવી નહોતી. એકંદરે તો ભણવા કરતાં રમવામાં અને રખડવામાં મને વધુ રસ પડતો. અમારાં માતાપિતા અમારા અભ્યાસ માટે બહુ કાળજી રાખતાં. શાળામાં મારો ત્રીજો નંબર આવતો એથી અમારી માતા રેવાબાને બહુ સંતોષ નહોતો. તે કહેતી કે મારે પહેલો નંબર લાવવો જ જોઈએ. ત્રીજા ધોરણમાં મારો ત્રીજો નંબર આવ્યો ત્યારે એણે મને કહ્યું, “કેમ ફરીથી ત્રીજો નંબર આવ્યો? પહેલો નંબર આવવો જોઈએ.' પણ પરીક્ષામાં બધું આવડે તો ને?' “કેમ ના આવડે? બધું બરાબર આવડે. માણિભદ્રવીરને રોજ દીવો કરવાની માનતા માને તો બધું જ આવડે અને પહેલો નંબર આવે જ.” અમારા કુટુંબને અને તેમાં પણ મારી માતાને શ્રી માણિભદ્રવીરમાં ઘણી શ્રદ્ધા હતી. એણે મને કહ્યું અને મેં માનતા રાખવાનું સ્વીકાર્યું. એણે મને કહ્યું, “રોજ સવારે શાળાએ જતાં પહેલાં, નાહી ધોઇ, સ્વચ્છ કપડાં પહેરી, દવાની વાટ તૈયાર કરી સ્થાનકમાં લઈ જવી. ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની.” બીજે દિવસે સવારે માતાએ દીવાની વાટતૈયાર કરી વાટકીમાં આપી. હું સ્થાનકે જઈ માનતા માની આવ્યો. ઘરે આવ્યો એટલે માતાએ પૂછ્યું, દીવો કરી આવ્યો?” “હા.” “બરાબર કહ્યું ને કે મને પહેલા નંબરે પાસ કરજો.” ના, મેં કહ્યું કે મને બીજા નંબરે પાસ કરજો.' Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ કેમ એમ ક્યું?' “પહેલે નંબરે તો શરદ જ આવવાનો, એના કાકા માસ્તર છે એટલે. પછી મને ક્યાંથી પહેલો નંબર મળે? એટલે બીજો નંબર માંગ્યો.” સારું. તો હવે કાલથી રોજ બીજો નંબર જ માગજે. ઘડીકમાં પહેલો અને ઘડીકમાં બીજો એમ ન કરાય.” મારે ત્રીજા નંબરમાંથી બીજા નંબરે આવવાનું હતું. આમ જોઈએ તો ફક્ત એક જ નંબર ઉપર ચડવાનું હતું. પણ મને એ સહેલું લાગતું ન હતું. ચોથી ચોપડીના અમારા વર્ગ શિક્ષક વિષ્ણુભાઈ જે રીતે શરદ અને મૂળચંદ પ્રત્યે પક્ષપાત દર્શાવતા એથી મારા બાળસહજ ચિત્તમાં એવું ઠસી ગયું હતું કે મને કોઈ દિવસ પહેલો કે બીજો નંબર મળે જ નહિ, પણ માતાના આગ્રહથી રોજેરોજ દીવો કરવાનું ચાલુ થઈ ગયું હતું. રોજ સવારે રેવાબા એક વાટકીમાં ગરમ ઘીમાં પલાળેલી વાટ તૈયાર કરી આપે. હું નવધરીમાં શ્રી માણિભદ્રવીરના સ્થાનકમાં જાઉં. નવેક વર્ષની મારી ઉંમર હતી. હું નાનો હતો એટલે બારણાંની સાંકળ સુધી મારો હાથ પહોંચતો નહિ. હું બારણામાં અધવચ્ચે લટકતાં બે કડાં પકડીને બારણા ઉપર ચડતો અને એક હાથે સાંકળ ખોલતો. એમાં મને ઠીક ઠીક મહેનત પડતી. પડી ન જવાય એ માટે સાચવવું પડતું. બાજુના મકાનમાં એક વડીલ રહે. તેઓને પણ શ્રી માણિભદ્રવીરમાં બહુશ્રદ્ધા હતી. બહાર ઓટલા પર તેઓ ક્યારેક બેઠા હોય. એક વખત સાંકળ ખોલતાં મને પડેલી મહેનત જોઈ તેઓ કહે, “અલ્યા, ઊભો રહે, તું નાનો છે. તને નહિ ફાવે. હું ખોલી આપું છું. એમણે સાંકળ ખોલી આપી. પછી એમણે જ્યારે જાણ્યું કે હું તો રોજ નિયમિત દીવો કરવા આવું છું એટલે એ સમયે તેઓ ઓટલા પર બેઠા જ હોય. મને નવધરીમાં દાખલ થતાં જુએ કે તરત સાંકળ ખોલી આપે. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રવીરની સહાય ૯૧ ભણવાનું વર્ષ પૂરું થયું અને પરીક્ષા પણ આવી પહોંચી. ત્રીજા ધોરણ સુધી વર્ગના શિક્ષકો જ પરીક્ષા લેતા. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક ઉપરાંત હાઇસ્કૂલમાંથી શિક્ષકો પરીક્ષા લેવા આવતા. ચોથા ધોરણ પછી હાઈસ્કૂલમાં ભણવા જવાનું રહેતું. પ્રાથમિક શિક્ષણ મફત હતું એટલે અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ હતું. મારા દાદાને રૂના વેપારમાં મોટી નુકસાની આવી પડતાં અમારું કુટુંબ હાથેપગે થઈ ગયું હતું. કુટુંબના ગુજરાતની જ તકલીફ પડવા લાગી હતી, ત્યાં સંતાનોને ભણાવવા માટે પૈસા ક્યાંથી લાવવા? પિતાશ્રી કંઇક નોકરીધંધો મેળવવા માટે અવારનવાર બહારગામ જઈ પ્રયત્ન કરતા, પણ કંઈ મેળ પડતો નહિ. ચોથા ધોરણનો મારો અભ્યાસ પૂરો થયો. પરીક્ષા પણ લેવાઈ ગઈ. કેટલીક પરીક્ષા સરકારી હાઈસ્કૂલના શિક્ષકોએ લીધી. વર્ષના અંતે જ્યારે પરિણામ જાહેર થવાનાં હોય ત્યારે ઝંડાબજારની નિશાળના ચોગાનમાં ચારે ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ મેળાવડો થતો. વડોદરાથી કોઈક અમલદાર ઇનામવિતરણ માટે આવતા. શાળાના બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ મેળાવડામાં ઉપસ્થિત રહેતા. દરેક ધોરણમાં પહેલા ત્રણ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઈનામ અપાતાં. ઈનામમાં પુસ્તકો અપાતાં. અમારા માટે આ પ્રમાણે મેળાવડો યોજવામાં આવ્યો હતો. પહેલા, બીજા અને ત્રીજા ધોરણના પહેલા ત્રણ વિદ્યાર્થીઓના નામ અનુક્રમે બોલાયાં. દરેક વિદ્યાર્થી ઊભો થઇ, સરકારી અમલદરાના હાથે ઈનામ લઈ બેસી જાય. એ દિવસોમાં વિદ્યાર્થીનું આખું નામ (લાલ, દાસ. ચંદ, ચંદ્ર વગેરે સહિત) અને એના પિતાશ્રીનું નામ બોલવાનો રિવાજ હતો. અટક બોલવાનો રિવાજ નહોતો. શાળાના મુનીમ એક નોટબુકમાં નામો લખીને લાવ્યા હતા. ત્રણ ધોરણનાં નામો પૂરાં થયાં. હવે ચોથા ધોરણનાં નામો શરૂ થયાં. પહેલું નામ ધાર્યા પ્રમાણે જ હતું. બીજું નામ બોલાયું: Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાંપ્રત સહચિંતન -- ભાગ રમણલાલ ચીમનલાલ. મારું નામ સાંભળી હું આશ્ચર્યચક્તિ થઈ ગયો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઇનામ લેવા હું હસતો હસતો અમલદાર પાસે પહોંચ્યો. ત્યાં અમારા વર્ગશિક્ષક વિષ્ણુભાઈ ઊભા થયા અને બોલ્યા, “નામ લખવામાં કંઈ ભૂલ થઈ લાગે છે. બીજો નંબર મૂળચંદ નાનાલાલનો છે. દર વર્ષે એ છોકરો જ બીજા નંબરે આવે છે. અને આ છોકરો તો ત્રીજા નંબરે આવે છે.” મુનીએ કહ્યું, “પણ સાહેબ, આમાં બીજા નંબરે રમણલાલ ચીમનલાલનું નામ લખ્યું છે. પરિણામના રજિસ્ટરમાંથી જ આ ઉતારવામાં આવ્યું છે.” એમાં ચોકકસ કંઈક ભૂલ લાગે છે. પરીક્ષા તો મેં લીધી છે ને?' ત્યાં અમલદાર બોલ્યા, પરિણામનું રજિસ્ટર જ મંગાવોને, એટલે વાતનો ફેંસલો આવે.” અમલદારે મને આપવાનાં પુસ્તકો પાછાંટેબલ પર મૂક્યાં. પોતે બેસી ગયા. હું પણ મારી જગ્યાએ જઈને બેઠો. કાર્યક્રમ થોડીક વાર માટે સ્થિગિત થઈ ગયો. વિદ્યાર્થીઓમાં ગણગણાટ ચાલુ થયો. તરત પટાવાળાને રજિસ્ટર માટે દોડાવવામાં આવ્યો. રજિસ્ટર આવ્યું.મુનીમેતે વિષ્ણુભાઈને બતાવ્યું. એ જોઈને વિષ્ણુભાઈ વિચારમાં પડી ગયા. અમલદારે પણ રજિસ્ટર જોયું. જાહેર થયેલું પરિણામ સાચું હતું. વિષ્ણુભાઈ બોલ્યા, “બરાબર છે. બીજે નંબરે આ છોકરો જ આવે છે.' ફરી મારું નામ બોલાયું. ઊભા થઇ, અમલદાર પાસે જઈ, તેમને પ્રણામ કરી મેં ઇનામનાં પુસ્તકો લીધાં. દર વર્ષ કરતાં આ વર્ષે ક્રમ જુદો આવ્યો એટલે વિદ્યાર્થીઓમાં પણ માંહોમાંહે વાતો થવા લાગી. મેળાવડો પૂરો થયો. ઈનામ લઈ હું ઘરે આવ્યો મારા હરખનો પાર નહોતો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઘરે આવીને રેવાબાને વાત Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રવીરની સહાય કરી. એ સાંભળી એને પણ બહુ હરખ થયો. તે બોલી, “મેં નહોતું કહ્યું કે શ્રી માણિભદ્રવીર દાદા હાજરાહજૂર છે.” આટલું બોલતાં બોલતાં તો તેની આંખમાં હરખનાં આસું આવી ગયાં. બાની સૂચના પ્રમાણે હું બજારમાંથી શ્રીફળ અને પેંડા લઈ આવ્યો. બા મને શ્રી માણિભદ્રવીરના સ્થાનકે લઇ ગઇ. દીવો કર્યો, શ્રીફળ વધેર્યું. પેંડા ધરાવ્યા. મારા જીવનની આ એક યાદગાર ઘટના બની ગઈ. એનાં સંસ્મરણો મારા ચિત્તમાં દઢપણે અંકિત થઈ ગયાં. જ્યારે પણ આ પ્રસંગ યાદ કરું ત્યારે રોજ દીવો કરવા જવું, પરીક્ષા આપવી, ઈનામનો મેળાવડો, વિષ્ણુભાઈ માસ્તરનો વાંધો, પરિણામનું રજિસ્ટર મંગાવવું વગેરે દશ્યો નજર સામે તરવરે છે. શ્રી માણિભદ્રવીરની મારી માનતા બરાબર ફળી એટલે માતા રેવાબાની શ્રદ્ધા વધારે દઢ થઈ. એ દિવસોમાં અમારું કુટુંબ ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ રેવાબાને પૂરી શ્રદ્ધા હતી કે આવા કપરા દિવસોનો જલદી અંત આવશે. એ દિવસોમાં રેવાબાએ બીજો એક વિપ્રિયોગ પણ મારી પાસે કરાવેલો. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી હું એક પાટલા ઉપર બેસતો. ભીંત પાસે બીજા એક પાટલા ઉપર એક શ્રીફળ મૂકી તેના ઉપર કંકુના ચાંલ્લા સૂચના પ્રમાણે હું કરતો. ઘીનો દીવો કરતો. પછી મારા જમણા હાથના અંગૂઠાના નખ ઉપર રેવાબા લાડાની મેંશ લગાડતી. પછી એના ઉપર ઘી ચોપડતી. મારા બીજા અંગૂઠાથી એ અંગૂઠો ઘસીને ચકચકિત હું કરતો. પ્રતિબિંબ દેખાય એવો એ ચકચકિત થતો. ઓરડો બંધ રાખવામાં આવતો. એથી ઉજાસ ઓછો થઈ જતો. અમારા બે સિવાય બીજું કોઈ ત્યાં રહેતું નહિ. પાટલા ઉપર પલાંઠી વાળીને હું બેસતો. જમણા હાથનો કાળો ચકચકિત અંગૂઠો નજર સામે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ધરી રાખવાનું રેવાબા કહેતી. પછી અંગૂઠામાં ધારી ધારીને જોવા સાથે મને બોલવાનું કહેતી, “હે માણિભદ્ર દાદા ! અમારા આંગણે પધારો. અમે કચરો કાઢી, પાણી છાંટી આંગણું ચોખ્ખું કર્યું છે.' પછી બા મને પૂછતી, “તને અંગૂઠામાં કંઈ હાલતું ચાલતું દેખાય છે?' જો દેખાય તો હું હા કહું અને ન દેખાય તો ના કહું. હા કહું તો પૂછે કે “હાથી ઉપર બેસીને કોઈ આવતું દેખાય છે !' જો દેખાય અને હું હા કહું તો મને બોલવાનું કહે, “હે માણિભદ્ર દાદા, અમારા આંગણે બિરાજમાન થાવ. એ પ્રમાણે થયા પછી બા કહે, “હવે બોલ, હેમાણિભદ્રદાદા, અમારા ઉપર પરસન થાઓ ! અમારું દાળદર (દારિત્ર્ય) મટાડો ! મારા દાજી (પિતાશ્રીને અમે દાજી કહેતા) ને સારી નોકરી અપાવો.' આ રીતે બાની સૂચના પ્રમાણે ત્રણેક વખત શ્રી માણિભદ્રવીરની આરાધના કરી હશે. બા પોતે પણ સ્થાનકમાં જઇ રોજ દીવો કરી આવતી. એવામાં પિતાશ્રીને વડોદરા જવાનું થયું. સાંજે પાછા ફર્યા ત્યારે તેઓ ખુશખબર લાવ્યા કે મુંબઈમાં એમને માટે નોકરીનું નક્કી થઈ ગયું છે. આખા કુટુંબે હવે મુંબઈ જઈને વસવાનું છે. પિતાશ્રીએ મુંબઈ જઈ નોકરી ચાલુ કરી. થોડા વખત પછી પોતે પાદરા આવ્યા. ઘર સંકેલી અમારું આખું કુટુંબ મુંબઈ આવીને વસ્યું. ઇ.સ.૧૯૩૭ની આ વાત છે. મુંબઈ જવાનું નક્કી થતાં, પાદરાની સરકારી હાઈસ્કૂલમાં ભણવાને બદલે, પ્રાથમિકચોથા ધોરણ પછી મુંબઈની સ્કૂલમાં ભણવાનું મારું ચાલુ થયું. મુંબઈમાં આવી રોજ સવારે નાહી, સ્વચ્છ વસ્ત્ર પહેરી શ્રી માણિભદ્રવીરને દીવો કરવાનું મારું કાર્ય સાતેક વર્ષ નિયમિત ચાલ્યું. મેટ્રિકની પરીક્ષામાં એ વખતે બહુ કઠિન ગણાતો ફર્સ્ટ કલાસ પણ શ્રી Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રવીરની સહાય માણિભદ્રવીરની સહાયથી પ્રાપ્ત થયો. મેટ્રિકની પરીક્ષા પછી હોસ્ટેલમાં રહેવા જતાં કેટલાંક વર્ષ આ આરાધનામાં ઘણી અનિયમિતતા આવી ગઇ હતી. શ્રી માણિભદ્રવીરની આરાધના માટે પાદરામાં આવેલા એસ્થાનકનો પ્રભાવ કંઇક જુદો જ હતો. બે સૈકા અગાઉ કોઇ આરાધક યતિશ્રીએ એની સ્થાપના કરેલી એ એનું એક મહત્ત્વનું કારણ હતું. ૯૫ કેટલાંક વર્ષ પછી મુંબઇમાં અમને સાંભળવા મળ્યું કે પાદરામાં જુદી જુદી જ્ઞાતિના આપસના વેરભાવને લીધે કોઇક રાતને વખતે શ્રી માણિભદ્રવીરની મૂર્તિ ઉપાડીને લઇ ગયું. હાહાકાર થઇ ગયો. અમને પણ બહુ આધાત લાગ્યો. કોણ લઇ ગયું ? ક્યાં લઇ ગયું ? એનું શું કર્યું ?-આ વાતનો ભેદ ક્યારેય ઉલ્યો નહિ, પણ ત્યારથી નવધરીની જાણે દશા બેઠી હોય એમ એની જાહોજલાલીનું તેજ ઓછું થઇ ગયું. ત્યારપછી ઘણાં વર્ષે દેરાસરીમાં આવેલા શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરમાં, બહારના ભાગમાં શ્રી માણિભદ્રવીરની ફરી સ્થાપના થઇ. સાથે ઘંટાકર્ણ વીરની પણ સ્થાપના થઇ. એમ બે દેરીઓ બાજુ બાજુમાં થઇ. નવધરીના નાકે આવેલો ઉપાશ્રય અને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક એ બંને જીર્ણ થતાં તે તોડીને ત્યાં નવો વિશાળ ઉપાશ્રય બનાવવામાં આવ્યો. આમ, પાદરામાં શ્રી માણિભદ્રવીરની નવી મૂર્તિની સ્થાપના પછી, આરાધના પાછી વેગવાળી થઇ, પરંતુ મૂળ સ્થાનક અને મૂળ મૂર્તિનો મહિમા કંઇક જુદો જ હતો. મારા બાળપણના આરાધ્ય દેવતા શ્રી માણિભદ્રવીરની એ મૂર્તિ મને જીવનમાં ફરી ક્યારેય જોવા નથી મળી, પરંતુ એ માટેની મારી શ્રદ્ધા તસુભાર પણ ઓછી નથી થઇ. Page #105 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૯ શું દેવદેવીઓની આરાધના અનિવાર્ય છે ? શું દેવદેવીઓની આરાધના વગર માણસ આત્મકલ્યાણ ન સાધી શકે ? શું વિશુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસનામાં દેવદેવીની માનતા બાધારૂપ ન બને ? શું દેવદેવીની આરાધના માણસને પુરુષાર્થહીન ન બનાવી દે? શું કોઇ એક જ દેવતા અથવા એક જ દેવીની આરાધના કરવી જોઇએ કે એક કરતાં વધુ દેવદેવીની આરાધના કરી શકાય? આ અને આવા બીજા ધણા પ્રશ્નો ઊઠી શકે. તત્ત્વ-સિદ્ધાન્તની વિશદ સમજ, વર્તમાન જીવનમાં સુખદુઃખના વિષમ અનુભવો અને અસહાય, લાચાર સ્થિતિ, જીવનું પોતાનું આત્મિક વિકાસનું સ્તર, દઢમૂલ શ્રદ્ધાની નિર્મળતાની તરતમતા, અંગત અનુભવો દ્વારા થતી પ્રતીતિ ઇત્યાદિ ઘણાં બધાં અંગો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગ ભજવી શકે. એટલે વ્યક્તિએ પોતે પોતાની શ્રદ્ધા અને અનુભવને આધારે પોતાનો નિર્ણય કરી લેવો ઘટે. અકારણ અશ્રદ્ધાથી કે અંધશ્રદ્ધાથી પોતે પીડિત તો નથી ને એ પોતાની જાતને જ એકાંતમાં પૂછીને તપાસી લેવું જોઇએ. ૯૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો ફાગણ અને ચૈત્ર એ વસંત ઋતુના મહિના છે. ફાગણ સુદ ચૌદસ એ ફાગણ ચોમાસી ચૌદસ તરીકે એટલે કે મોટી પતિથિ તરીકે જૈનોમાં ઓળખાય છે. ફાગણ સુદ તેરસે શ્રી શત્રુંજય તીર્થની પરિક્રમા કરવાનો મહિમા છે. ચૈત્ર સુદ તેરસ એ ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતીનો દિવસ છે. ચૈત્રી પૂનમે શત્રુંજયની તીર્થયાત્રા કરવાનો મહિમા છે. આમ ફાગણ અને ચૈત્ર એ બે પવિત્ર માસ દરમિયાન મોટી તીર્થયાત્રાનું મહત્ત્વ જૈનોમાં સ્વીકારાયેલું છે. અન્ય માસમાં પણ વિવિધ તીર્થોની યાત્રાનો મહિમા છે. વસંતઋતુ એટલે હોળીનો ઉત્સવ. વસંતઋતુ એટલે ફાગ ખેલવાના દિવસો. વસંત ઋતુ એટલે કામદેવની ઋતુ. વસંતઋતુના વર્ણન નિમિત્તે કવિઓ શૃંગારરસિક કવિતા લખતા આવ્યા છે. મધ્યકાળમાં કેટલાક જૈન સાધુ કવિઓએ ફાગુકાવ્યોની રચના કરી છે. સાધુકવિ રહ્યા એટલે સંયમનો મહિમા જ ગાય. કેટલાક કવિઓએ તીર્થયાત્રાનો વિષય લઇ, વસંતઋતુનું વર્ણન કરી, કેટલાંક મનોહર શબ્દચિત્રો આલેખી, તીર્થયાત્રા અને પ્રભુભક્તિને જ મુખ્યત્વે પોતાનાં ફાગુકાવ્યમાં વર્ણવી છે. તીર્થ વિશેનાં એવાં કેટલાંક ફાગુકાવ્યોમાંથી (૧) મેરુનંદનકૃત ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ', (૨) હર્ષકુંજરરચિત ‘રાવણ પાર્શ્વનાથ ફાગ’ અને (૩) સમયધ્વજકૃત ‘ખીરિય મંડણ પાર્શ્વનાથફાગ’ એ ત્રણ તીર્થ વિશેનાં ફાગુકાવ્યો અહીં આપણે જોઇશું. આ ત્રણે તીર્થોમાં મૂળ નાયક તરીકે તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. (૧) મેરુનન્દનવૃત જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ કવિ મેરુનન્દન ઉપાધ્યાયે સંવત ૧૪૩૨માં ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ'ની રચના કરી છે. કાવ્યને અંતે તેમણે તે વિશે નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ચઉદ બત્રીસઈ સંવતિ, સંમતિ લે ગુરુ પારિ, જીરાઉલિપતિ ગાઈઉં, છાઈઉ જગ જસવાસિ. પાસહ ફાગુ સુ નંદઉં, જા અભિરામુ, સોહઈ મેરુ સુનંદલ, નંદ મુનિજન વાયુ. મેરુનન્દન ખરતરગચ્છના જિનોદયસૂરિના શિષ્ય હતા. એમણે પોતાના ગુરુ વિશે સંવત ૧૪૩૨માં “જિનોદય વિવાહલઉ' નામની કૃતિની રચના કરી હતી. આ ઉપરાંત એમણે સુપ્રસિદ્ધ “અજિત શાંતિ સ્તવન'ની રચના પણ કરી છે. કાવ્યકૃતિનું શીર્ષક જ સૂચવે છે તે પ્રમાણે આ ફાગુ તીર્થ વિષયક છે. આબુ પાસે આવેલું જીરાવલા (જીરાપલ્લી) પાર્શ્વનાથ નામનું તીર્થ આજે પણ જૈનોમાં સુપ્રસિદ્ધ છે. એ જીરાપલ્લી તીર્થનો મહિમા વર્ણવવાને નિમિત્તે કવિએ આંતરયમકવાળા દોહાની ૬૦ કડીની આ રચના કરી છે. સરસ્વતીદેવીનું સ્મરણ કરીને અને પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને કવિ જીરાવાલા પાર્શ્વનાથનો મહિમા ગાવા માટે પ્રવૃત્ત થાય છે. આરંભમાં જ કવિ પાર્શ્વનાથ તીર્થંકરના જીવનનો પરિચય આપે છે. અશ્વસેન રાજા અને વામાદેવીના પુત્ર પાર્શ્વકુમારે અગ્નિમાં બળતા નાગને બચાવી લીધો અને એને નવકાર મંત્ર સંભળાવી એનો ઉદ્ધાર કર્યો હતો. પાર્શ્વનાથ ભગવાની આરાધના ચમત્કારભરી મનાય છે. જ્યાં જ્યાં જિનમંદિરમાં મૂળ નાયક તરીકે – મુખ્ય ભગવાન તરીકે પાર્શ્વનાથનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય અને એ તીર્થ એના ચમત્કારોને કારણે સુપ્રસિદ્ધ બની ગયું હોય એવાં તીર્થોમાં જીરાપલ્લી ગામમાં પ્રતિષ્ઠિત થયેલ પાર્શ્વનાથનું તીર્થ પણ સુપ્રસિદ્ધ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો ૯૯ કાવ્યને અંતે કવિએ સ્તંભન પાર્શ્વનાથ, શેરીષા પાર્શ્વનાથ, ફલોધિ પાર્શ્વનાથ, કરેડા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, નવપલ્લવ પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ વગેરે પાર્શ્વનાથનાં તીર્થોનું સ્મરણ કરીને તેમના મહિમાનો નિર્દેશ કર્યો છે. જીરાપલ્લી પાર્શ્વનાથનો મહિમા કવિએ પતિ-પત્નીના સંવાદ રૂપે મૂક્યો છે. ૮૪ પ્રકારના નરનાયકો, બહાદુર સૈનિકો અને ચોરડાકુઓ પણ પાર્શ્વનાથ ભગવાનની આણ માને છે. પોતાના ચોર પતિને પત્ની કહે છે કે, “જીરાપલી પાર્શ્વનાથના ક્ષેત્રમાં તું પાપાચરણ કરીશ તો તારા પ્રાણ જશે.' ઘરણિ ભણઈ – સુણિ ચોરલા, મોરલા વયણ અયાણ, પાસ પહિય મન તૂકિસિ, ચૂંકિસિ ટૂ નિજ પ્રાણ. જઈ પ્રભુ થિ બહેતડા, કંથડા પાડસિ વાટ, આપણાઉં દુષિ પાડસિ, પાડસિ અ૭ વય વાટ, જીરાપલ્લી તીર્થનો મહિમા એટલો મોટો હતો કે એની યાત્રાએ આવતા લોકોને રસ્તામાં લૂંટવાની હિમ્મત ચોરડાકુઓ કરતા નહિ. આ તીર્થની યાત્રાએ ભારતભરમાંથી માણસો આવતા. (અને હજી પણ આવે છે.) કવિએ આ નિમિત્તે ફાગુને અનુલક્ષીને ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, સિંધ પ્રદેશ અને દક્ષિણ પ્રદેશમાંથી યાત્રાએ આવતી નારીઓની લાક્ષણિકતાઓનું જે વર્ણન કર્યું છે તે આ કૃતિની એક વિશિષ્ટતા છે. તેમાંથી કેટલીક પંક્તિઓ જ જુઓ: ગૂજરડી ગુણવંતિય, તૃતિય સર અવતારિ, મધુર વયણ જવ બોલઈ, તોલાઈ કુણ સંસારિ. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ સરલિય અંગિ લતા જિમ, તાજિમ નમતીય વાંકિ, સોરઠણી મનિ ગઉલિય, કલિય માનિ જ લાંકિ. સામલડી ઘણ મારુય, વાર્ય નયણ તરગિ, હાવભાવ નવિ જાણઈ, આણ પુણિ મનુ રગિ. સિંધુય સહજિ સભાગિય, જાગિય લવણિમ ખાણિ, અંગિ અનોપમ ચોલિય, ભોલિય વચન વિનાણિ. વિવિધ પ્રદેશોમાંથી આવેલી નારીઓ આ તીર્થભૂમિમાં સાથે મળીને ખેલે છે, આનંદપૂર્વક નાચે છે, પાર્શ્વનાથના ગુણ ગાય છે. એમના હૈયામાં આનંદ સમાતો નથી. નારીઓનું વર્ણન કર્યા પછી કવિ વસંત ઋતુનું આગમન વર્ણવે છે. ફાગુકાવ્યની શૈલીએ કવિ અહીં રતિ અને કામદેવ વચ્ચે સંવાદ મૂકે છે. રતિ કામદેવને કહે છે, “તું મનમાં ગર્વન આણ. પાર્શ્વનાથના ભવનમાં, જીરાપલ્લી તીર્થક્ષેત્રમાં તું ગમે તેટલા આવેગથી તારો પ્રભાવ પાડવા જશે તો પણ તારી સર્વ રીતિનો ત્યાં લોપ થશે.” પરંતુ કામદેવ તો અભિમાનપૂર્વક ત્યાં આવીને વસંત ઋતુને ખીલવે છે. કવિ આ પ્રસંગે વસંત ઋતુમાં ખીલેલી વનશ્રીનું આલેખન કરે છે. અલબત્ત, આંતરયમયુક્ત આ આલેખન ઘણુંખરું જૂની પરિપાટી પ્રમાણેનું છે. કવિ લખે છે: ગિરિવરિ ગિરિવરિ, પુર પુરિ, વનિ વનિ પરમલ સાહ, દીસઈ વિસઈ જણસઈ, વણસઈ ભાર અઢાર. વાજઈ ઝુણિ અલિ કેરિય, ભરિય પ્રથમારંભિ, પાન તણાં મિસિ ઊડિય, ગૂડિય કદલિય થંભિ Page #110 -------------------------------------------------------------------------- ________________ તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો બહુલિ નમઇ બીજુઉરિય, મઉરિય અંબ રસાલ, સહિજ સુભાગહ રુયડલા સૂયડલા ખેલય ડાલ. કામદેવનો પ્રભાવ બહાર ચારે બાજુ ઘણો મોટો પડે છે,પરંતુ જ્યારે તે પાર્શ્વનાથના તીર્થ પાસે ધસમસતો આવે છે અને જાત્રાળુ નારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવા જાય છે ત્યારે તે પરાજિત થાય છે, કારણ કે ત્યાં આવેલી એ નારીઓનાં ચિત્ત પાર્શ્વનાથની ભક્તિથી ભરેલાં હતાં અને એમની જીભે નવકાર મંત્રનું રટણ હતું. ‘અહીં મારું કામ નહીં, મારે માટે આ અવસર નથી.' એમ મનમાં વિચારીને પરાજિત થયેલો રતિપતિ છેવટે ભાગી જાય છે. એથી પાર્શ્વનાથ ભગવાનના મહિમાનો ત્યાં જયજયકાર પ્રવર્તે છે. આમ આ ફાગુકાવ્યમાં કવિએ જીરાપલ્લી પાર્શ્વનાથ તીર્થના મહિમાનું વ્યંજનાપૂર્વક આલેખન કર્યું છે. ચોર ડાકુઓનું જેમ ત્યાં કશું ચાલતું નથી તેમ રતિપતિ કામદેવનું પણ ત્યાં કશું ઊપજતું નથી. આ કથન દ્વારા કવિએ તીર્થનું વાતાવરણ કેટલું શુદ્ધ રહે છે અને એને અશુદ્ધ કરનાર કેવાં દુઃખોનો ભોગ બને છે તેનું સૂચન કર્યું છે. ૧૦૧ (૨) હર્ષકુંજરરચિત રાવણ પાર્શ્વનાથ ફાગ રાજસ્થાનમાં અલવર શહેરથી ચારેક માઇલ દૂર એક પહાડીની તળેટીમાં રાવણા પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ હતું. આજે તે સ્થળે મંદિરનું માત્ર જીર્ણ ખંડિયેર નજરે પડે છે. પાર્શ્વનાથનાં પ્રતિમાજી એ ખંડિયેર મંદિરમાં નથી. આ તીર્થ ‘રાવણ પાર્શ્વનાથ', ‘રાવણા પાર્શ્વનાથ', ‘રાવણી પાર્શ્વનાથ’ અને ‘રાવલા પાર્શ્વનાથ’ એમ સહેજ ફેરવાળા ચાર જુદાં જુદાં નામોથી ત્યારે ઓળખાતું હતું. રાવણનું નામ આ તીર્થસ્થળ સાથે કેવી રીતે જોડાયું હશે તે વિશે કોઇકને પ્રશ્ન થાય. જૈન પરંપરાની દંતકથા એવી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ છે કે એક વખત રાજા રાવણ અને રાણી મંદોદરીએ, આ રસ્તેથી વિમાનમાં પસાર થતાં હતાં ત્યારે આ સ્થળે મુકામ કર્યો હતો. રાણી મંદોદરીને રોજ જિનપૂજા કર્યા પછી જ ભોજન કરવાનો નિયમ હતો, પરંતુ તેઓ પોતાની સાથે જિનપ્રતિમા લેવાનું ભૂલી ગયાં હતાં. એટલે આ સ્થળે રોકાઈને પાર્શ્વનાથ ભગવાનની વેળુની પ્રતિમા બનાવીને પાર્શ્વનાથ તીર્થકરનું આહવાન કર્યું. ત્યારપછી સંનિધિકરણ, સ્થાપન વગેરેની વિધિ કરી, પછી પ્રતિમાની પૂજા કરી અને ત્યાર પછી તેમણે ભોજન કર્યું. સતી મંદોદરીના શીલનો પ્રભાવ એટલો મોટો હતો કે વેળુનાં એ પ્રતિમાજી ત્યારપછી નકકર પથ્થરનાં બની ગયાં અને કાળક્રમે ત્યાં મોટું તીર્થ વિકસ્યું. આ તીર્થ રાવણા પાર્શ્વનાથ ઉપરાંત “રાવલા પાર્શ્વનાથ' તરીકે પણ જાણીતું હતું, કારણ કે મેવાડના મિત્રવંશી જૈનધર્મી રાણાઓ “રાવલ” તરીકે ઓળખાતા હતા અને રાણા અદ્ભટરાવલે (વિ. સં. ૯૨૨ થી સં. ૧૦૧૦) પોતાના નામ પરથી અહીં જ્યારે નગર વસાવ્યું ત્યારે સાથે સાથે આ તીર્થની સ્થાપના પણ કરી. (અથવા અન્ય મત પ્રમાણે તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો). એટલે આ તીર્થ રાણાના નામ પરથી રાવલા પાર્શ્વનાથ' તરીકે પણ લોકોમાં જાણીતું થયું હતું. અલવર પાસેના આ સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ “રાવણ પાર્શ્વનાથ' વિશે અગાઉ જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિએ વિક્રમના પંદરમાં શતકમાં એક ફાગુકાવ્યની રચના કરી હતી. ત્યારપછી સાધુરંગ ઉપાધ્યાયના શિષ્ય કવિ હકુંજર ગણિએ પણ આ “રાવણ પાર્શ્વનાથ ફાગ'ની રચના કરી છે. (આ ફાગુની હસ્તપ્રત શ્રી અગરચંદજી નાહટાના સંગ્રહમાં છે.) ચાર પંક્તિની એક એવી એકવીસ કડીની આ રચનામાં અંતે કવિ પોતાને વિશે નિર્દેશ કરતાં લખે છે : સાધુરંગ વિઝાય સીસ અભિમાન વિછોડી; હર્ષકુંજર ગણિ વિનય કરી, બેઉ કર જોડી. Page #112 -------------------------------------------------------------------------- ________________ તીર્થ વિશેનાં ત્રણ ફાગુમાવ્યો ૧૦૩ ફાગબંઘ શ્રી પાસના ફાગણ ચઉમાસઈ, યુણિઉ શ્રી સંઘહ ઉદય કરઉ સુખ સુમતિ પ્રકાસઈ. આ કાવ્યમાં એની રચના સાલનો નિર્દેશ થયો નથી, પરંતુ ભાષા અને હસ્તપ્રતની લિપિને આધારે આ રચના વિક્રમના સોળમા શતકની મનાય છે. કૃતિમાં કવિએ પોતે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ફાગણ સુદ ૧૪ થી શરૂ થતી ફાગણ ચોમાસામાં એમણે આ રચના કરી છે. એમણે રચના ફાગુબંધમાં કરી છે અને તેમાં વસંતવર્ણન વણી લીધું છે. એ દષ્ટિએ આ રચના “ફાગુ' તરીકે ઓળખાય છે. કાવ્યના આરંભમાં કવિએ રાવણ પાર્શ્વનાથ તીર્થના નૈસર્ગિક વાતાવરણનું વર્ણન કર્યું છે. ત્યારપછી કવિએ મંદિરની શોભા અને પાર્શ્વનાથની પ્રતિમાની ભવ્યતા દર્શાવી છે. કાવ્યના વર્ણન પ્રમાણે આ મંદિરનું શિલ્પ દેવોના નલિની ગુલ્મ વિમાનના આકારનું છે. મંદિરમાં સ્તંભો, મંડપો, તોરણો, શિલ્પાકૃતિઓ, શિખર, કલશ, દંડ, ધજા વગેરેની શોભાનું વર્ણન કરતાં કવિ લખે છે : નલણી ગુલમ વિસ્વાસ ઠાણ ઉપસમ સે છાજઈ; તોરણ થંભા પૂલી એ નાટક નવ નાચઈ. આમલસારઉ સિખર કલસ સોવનમાં સોહઈ; દંડ મનોહર ધજા ચીર ચતુરાં મન મોહઈ. મંદિરમાં મંડપે મંડપે જે કોતરણી છે તે ચિત્તહર છે. એનો થડાબંધ ધર્મને સ્થિર કરનારો છે. એનું ગર્ભદ્વાર મોહરૂપી તિમિરને દૂર કરનારું છે. રાવણ તીર્થમાં બિરાજમાન પાર્શ્વનાથ જિનેશ્વર ભગવાન જગમાં જયવંતા છે. કવિએ આ રીતે મંદિરના મહત્ત્વના વિભિન્ન ભાગોની લાક્ષણિકતામાંથી ધાર્મિક તત્ત્વ તારવીને એનો મહિમા દર્શાવ્યો છે. જુઓઃ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૯ -- મંડપ મંડપિ કોરણી એ ચિત મોરઉ લીગ઼ઉ; થડાબંધ થિર થાપીથઉં એ ધર્મ અણઉ. મૂલ-ગંભારઇ મોહ તિમિર દિણ પરઉ દિવર્તઉં; રાવણ પાસ જિણંદ, રાઉ જંગ જસ જયવંતઉ. આ તીર્થની યાત્રાએ લોકો જે સમયે છે આવે તે સમય વસંતનો છે. આ રીતે વસંતનું આલેખન કરવાની તક ઝડપી લઇ કવિ કાવ્યના ‘ફાગુ’ નામને યથાર્થ કરવા ઇચ્છે છે. વસંતમાં આંબો, કદંબ, જાંબૂ, ચંપો, બકુલ, નારંગી, બિજોરી વગેરે વનસ્પતિ વિકસે છે; ભમરાઓ રુણઝુણ કરવા લાગે છે; કોયલ પંચમ રાગ રેલાવે છે. કવિએ કરેલું આવું કેટલુંક વર્ણન પરંપરાનુસારી છે. અહીંનું વાતાવ૨ણ પ્રોત્સાહક છે, પરંતુ એ પ્રોત્સાહ જિનભક્તિનો છે એમ કવિ સૂચવે છે. કોયલ પંચમ રાગે ગાય છે તે જિનેશ્વર ભગવાનના ગુણ ગાય છે. (‘કોયલ પંચમ રાગ રંગ મિલિ જિનગુણ ગાએ.') કવિએ આ રીતે પ્રકૃતિનાં તત્ત્વોમાં પણ પોતાની ધર્માનુરાગી દષ્ટિનું સુભગ અને ઉચિત ભાવારોપણ કર્યું છે. અહીં આવેલી યુવતીઓ આંબાડાળે પોતાની સખીઓ સાથે હિંડોળે હીંચે છે, પરંતુ તે સમયે તેઓ જે ગીતો ગાય છે તે તો શ્યામવર્ણા પાર્શ્વજિનેશ્વરનાં જ છે. યુવતીઓ વાપીમાં સ્નાન કરતાં કરતાં એકબીજા સાથે પાણી ઉડાડી રમે છે અને ત્યારપછી પ્રભુપૂજા માટે તેઓ સજ્જ થાય છે. ખડોખલીય મજારિ નીર ખેલઇ રામતિ રામા; ન્હાયઇ ઘોઇ પ્રભુ પૂજિસ્યાં એ રાવણ નામો. કવિએ આ રીતે વસંતની વિવિધ સામગ્રીનું આલંબન લીધું છે, પરંતુ તેનો વિનિયોગ પ્રભુભક્તિ માટે કર્યો છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો ૧૦૫ સ્નાન વગેરેથી પરવારીને પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા માટે તરુણીઓએ ઉત્તમ વસ્ત્રો પરિધાન કયાં છે. કવિ વર્ણવે છેઃ પહિર પટોલી પંચ વર્ણ ભાઈ લાખાણી; સિરિ નવરંગ ચૂનડી એ સોઈ અતિ ઝીણી, હિયઈ હાર નવસરઉ સાર મુગતાફલ સુંદર; કાને કુંડલ ઝગમગઈ એ કિર સૂરજ સહિર. યુવતીઓનું આ વર્ણન કરતાં કવિ લખે છે કે તેઓએ મણિરત્નયુક્ત મેખલા પહેરી છે; તેમની ઘૂઘરીઓનો રણકાર વાતાવરણને ભરી દે છે છે; એમના પગમાં નુપૂર રણઝણી રહ્યાં છે. ફાગુમાં પાર્શ્વનાથનાં પ્રતિમાજીની પૂજાવિધિનું પણ કવિએ સવિગત વર્ણન કર્યું છે. પૂજા માટે ચંદન, કેસર વગેરે સુગંધી દ્રવ્યોથી કચોળી ભરીને યુવતીઓ સવારે મંદિરમાં આવી પહોંચે છે. કવિ લખે છેઃ બાવન ચંદન ઘસિ કરી એ કેસરઈ સુરંગ; મેલી માહિ કપૂર ચૂર નિર્મલ જસુ ગંગ. ભાવ ભગતિ રવિ ઉગતઈએ ભરિ રતન ક્યોલી; કસ્તુરી રસ સુરભિ બહુલ દ્રવ માટે ભેલી. સુગંધી દ્રવ્યો ઉપરાંત પુષ્પ-પૂજા માટે કુંદ, મચકુંદ, બકુલ, મોગરો, કેતકી ઇત્યાદિ વિવિધ પ્રકારનાં પુષ્પો અને એની માળાઓ લાવવામાં આવે છે. તેનું સવિગત વર્ણન કવિ કરે છે. તીર્થકરની પ્રતિમાનીદ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા થાય છે; સ્તુતિની સાથે સાથે ક્યારેક ઉલ્લાસપૂર્વક નૃત્ય વગેરે પણ થાય છે. કવિએ સ્તુતિ, નૃત્ય વગેરેના વર્ણનને કાવ્યમાં ગૂંથી લીધું છે. આમ કવિ હર્ષકુંજરગણિએ રાવણ પાર્શ્વનાથની તીર્થયાત્રાનું અને એના મહિમાનું સરસ આલેખન આ કાવ્યમાં કર્યું છે. કાવ્યતત્ત્વની Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ દષ્ટિએ જોઈએ તો અગાઉ લખાયેલી પ્રસન્નચંદ્રસૂરિની આ વિષયની ફાગુકૃતિ કરતાં કેટલીક વિશેષ ચમત્કૃતિ હર્ષકુંજરરચિત આફાગુકાવ્યમાં જોવા મળે છે. (૩) સમયવકૃત ખીરિયમંડણ પાર્શ્વનાથ ફાગુ પંદર કડીમાં લખાયેલા, અદ્યાપિ અપ્રસિદ્ધ આ ફાગુના કર્તા છે કવિ સમયધ્વજ. તેઓ ખરતરગચ્છના હતા. તેમણે સં. ૧૬૧૧માં “સીતા ચોપાઈ' નામની રાસકૃતિની રચના કરી છે. સમયધ્વજે પોતાના આ કામુકાવ્યમાં પોતાના ગુરુઓનો ઉલ્લેખ કર્યો છે તે અનુસાર જિનતિલકસૂરિના શિષ્ય જિનરાજસૂરિ અને એમના શિષ્ય સાગરતિલકના તેઓ શિષ્ય હતા. તેઓ લખે છે : નામિતિ શ્રી સાગરતિલક તસુ સીલ થરંતઉ સમયધુજ બહુમતિ ભાઈ વહુ ફાગુ ભણંત. (૧૪) સમયધ્વજે આ ફાગુકાવ્યમાં એની રચનાતાલનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ હસ્તપ્રતની લખ્યામાલ અને અન્ય સંદર્ભ જોતાં વિક્રમના સોળમા શતકમાં એની રચના થયેલી જણાય છે. ફાગુકાવ્યનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે “ખીરિય” નામના તીર્થના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા એમાં ગવાયો છે. તે સમયે સુપ્રસિદ્ધ બનેલા એ તીર્થનાં દર્શન કરવા માટે સંઘ નીકળે છે એ પ્રસંગને અનુલક્ષી કવિ વસંત ઋતુનું વર્ણન અને નરનારીઓનું વર્ણન ફાગુ કાવ્યની પરંપરાગત શૈલીથી કરે છે. અહિ ચાલિઉ સંઘ સુવિવિહ ભંતિ રિતુરાઉ વસંતો, પુસ્લિય તહ વસરાઈ થાઈ આનંદ અનંતો. કોયલના મધુર ટહુકાર, મધુકરનું ગુંજન, ચંપક, કેતકી, જાઇ, રાયણ, બકુલ વગેરેથી મધમધતું નૈસર્ગિક વાતાવરણ ઇત્યાદિના Page #116 -------------------------------------------------------------------------- ________________ તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો નિરૂપણ સાથે કવિ નારીસૌન્દર્યનું વર્ણન બાહ્ય અલંકારો અને પ્રસાધનો ગણાવીને આ પ્રમાણે કરે છે : અહ કાનિહિ કુણ્ડલ ઝગમગએ સિરિ સિંદુર રેહા; કણતિ કંકણ બલય બાહુ જસ સોમ સનેહા. પાયહ નેવર રુષ્ણઝુષ્કૃતિ અરુ તિલકુ દિપંતિ; મુખહ તંબોલુ સુરંગ દંત જણુ દાડિમ કંતિ. તીર્થયાત્રા નિમિત્તે વસંતવર્ણન અને નારીવર્ણન કરીને પછી કવિ પાર્શ્વનાથ ભગવાનના જીવનની આછી રેખા આપે છે. તેમાં પાર્શ્વનાથનાં માતા વામાદેવીને, પાર્શ્વનાથ જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે, જે ચૌદ સ્વપ્ન આવે છે અને અશ્વસેન રાજા તે સ્વપ્નોનો અર્થ સમજાવે છે તેનો નિર્દેશ કવિએ કર્યો છે. એક દિવસ સયની યા ન નિદ્રા ભરિ પૂરિય, ચવદહ સુમિણા અતિ વિસાલ પિક્ચઇ સા રયણી. તકિખણી ઊઠઇ મનહં રંગિ ચાલઇ ગયગમની; આવિય રાયહ પાસિ જામ પેખઇ મૃગનયણી. પાર્શ્વનાથનાં જન્મ, નામકરણ, ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં એમણે આચરેલ દાનધર્મ, તપશ્ચર્યા ઇત્યાદિનું વર્ણન કરી કવિ ખીરિયમંડણ પાર્શ્વનાથના તીર્થનો મહિમા વર્ણવે છે. ૧૦૭ કાવ્યતત્ત્વની દૃષ્ટિએ આ ફાગુકાવ્યનું જેટલું મૂલ્ય છે તેથી વિશેષ મૂલ્ય તીર્થના મહિમાની દષ્ટિએ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાશેર મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ રેવન્ડ ફાધર મે&િઓર બાલાગેરનું હૈદરાબાદમાં લગભગ ૯૭ વર્ષની વયે તા. ૮મી માર્ચ ૧૯૯૭ના રોજ અવસાન થયું. છેલ્લાં કેટલાક સમયથી તેઓ માંદગીના બિછાને હતા. તેઓ પોતાના મૃત્યુના આગમનની સ્વસ્થતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ! તેમણે શાંતિપૂર્વક દેહ છોડ્યો. એમના અવસાનથી ભારતને જીવન સમર્પિત કરનાર એક વિદેશી મિશનરી સમર્થ શિક્ષણશાસ્ત્રીની ખોટ પડી છે. ફાધર બાલાગેરને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એક સભાનું આયોજન થયું હતું. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ફાધર બાલાગેરના સમયમાં મેં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કર્યું હતું અને ફાધર બાલાશેર સાથે મારે સારી આત્મીયતા હતી. એટલે એ સભામાં હું ગયો હતો. એમાં ફાધરના વખતના જૂના માણસો તો આંગળીના વેઢે ગણાય એટલા હતા. ૧૯૫૦-૬૦ના ગાળામાં મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહુ મોટું નામ અને માન ધરાવનાર, હજારો વિદ્યાર્થીઓના અત્યંત પ્રિય પ્રિન્સિપાલની શ્રદ્ધાંજલિ સભામાં જૂના વખતના માણસો ઓછા આવે તે સ્વાભાવિક હતું, કારણ કે નિવૃત્ત થયા પછી ઘણાં વર્ષોથી ફાધર મુંબઈછોડી સિકંદરાબાદમાં રહેતા હતા. મુંબઈ સાથે તેમનો કોઈ સંપર્ક રહ્યો નહોતો. ફાધરે ઘણું સારું દીર્ધાયુષ્ય ભોગવ્યું. એમના સક્રિય જાહેર જીવનના કાળની ઘણી વ્યક્તિઓનું જીવન સમેટાઈ ગયું હતું. એમને જાણનારા ઓછા અને ઓછા થતા ગયા હતા. ફાધર બાલાગેરને જ્યારે ૯૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એમનું બહુમાન કરવા માટે મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ફાધર બાલાગેર સિકંદરાબાદથી ખાસ આવ્યા હતા. ત્યારે જૂના વખતના અધ્યાપકોમાંથી ઘણા આ કાર્યક્રમમાં આવ્યા હતા. ફાધર Page #118 -------------------------------------------------------------------------- ________________ કાધર બાલાશેર ૧૦૯ હજુ સશક્ત હતા. એમણે તે દિવસે ઉદ્ધોધન પણ સરસ કર્યું. કાર્યક્રમ પછી ફાધર બધાંને મળવા માટે ઊભા રહ્યા હતા. ગુજરાતી વિષયના અધ્યાપકોમાંથી હું હતો. મરાઠી, હિંદી અને સંસ્કૃત ભાષાના અધ્યાપકો પણ આવ્યા હતા. વિજ્ઞાન શાખાના અધ્યાપકો પણ હતા. અમે બધા હવે અધ્યાપનકાર્યમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. ફાધર કૉલેજમાં હતા ત્યારે એકેએક અધ્યાપકને અંગત રીતે નામથી ઓળખતા. દરેકના કાર્યની ઘણી માહિતી એમને રહેતી. પરંતુ તે દિવસે કાર્યક્રમ પછી અમે ફાધરને મળ્યા તો ફાધર અમને ઓળખી શક્યા નહિ. પરંતુ એમ બનવું સ્વાભાવિક હતું, કારણ કે ફાધરે આચાર્યની પદવી છોડી તે પછી ત્રીસેક વર્ષનો સંપર્ક વિનાનો ગાળો પસાર થઈ ગયો હતો. ફાધર ઘણાં વર્ષોથી મુંબઈ છોડીને સિકંદરાબાદ રહેવા ચાલ્યા ગયા હતા. વળી નેવું વર્ષની ઉંમરે માણસની યાદશક્તિ ક્ષીણ થવા લાગે એમ બનવું પણ સ્વાભાવિક હતું. ફાધર મેલ્કિઓર બાલાગેરનો જન્મ ૧૫મી મે ૧૯૮૦માં સ્પેનમાં થયો હતો. પંદર વર્ષની વયે દીક્ષિત થઈ તેઓ સોસાયટી ઓફ જીસસમાં જોડાયા હતા. જેસ્યુઈસ્ટ સંઘમાં જોડાઈને ફાધરે લગભગ ૮૨ વર્ષ એ સંઘમાં પૂરાં કર્યાં હતાં. મુંબઈમાં કોઈ રોમન કેથોલિક પાદરીએ આટલાં બધાં વર્ષ સંઘમાં પૂરાં કર્યા હોય એવું જાણવામાં આવ્યું નથી. ફાધર બાલાગેરે બાળ બ્રહ્મચારી તરીકે ખ્રિસ્તી સંઘમાં દીક્ષિત થઈને સુદીર્ઘકાળનું સેવાપરાયણ સંયમજીવન પસાર કર્યું હતું. અનેકવિધ પ્રવૃત્તિઓથી અને સિદ્ધિઓથી તેમનું જીવન સફળ બન્યું હતું. ફાધર બાલાગેર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્પેનથી હિંદુસ્તાન આવ્યા હતા. હિંદુસ્તાન એટલે એમને માટે અજાણ્યો દેશ. વળી અજાણ્યા લોકો, અજાણી ભાષાઓ, અજાણ્યા સંસ્કાર અને રીતરિવાજવાળો દેશ. ત્યાં Page #119 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -– ભાગ ૯ જઇને એમણે કાયમ માટે વસવાટ કરવાનો હતો. પરંતુ ઉપરી અધિકારીઓનો હુકમ થયો એટલે તેઓ હિંદુસ્તાનમાં આવીને રહ્યા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત બ્રિટન અને જર્મની વચ્ચે થઈ. એ દિવસોમાં અમારી ઝેવિયર્સ કૉલેજમાં મુખ્યત્વે જર્મન પાદરીઓ હતા, પણ રખેને તેમાંથી કોઇ જાસૂસી કરે અથવા બ્રિટિશવિરોધી લાગણી ફેલાવે અથવા લોકોની આઝાદી માટેની લડતને નૈતિક ટેકો આપે એવા વહેમથી જર્મન પાદરીઓના હિંદુસ્તાનમાં આવવા પર બ્રિટિશ સરકારે નિયંત્રણો મૂક્યાં હતાં. ત્યારથી સ્પેનના પાદરીઓ ઝેવિયર્સ કૉલેજમાં આવવા લાગ્યા. થોડાં વર્ષમાં તો ઝેવિયર્સ કોલેજમાં સ્પેનના પાદરીઓની બહુમતી થઇ ગઇ. એ ગાળામાં ફાધર બાલાગેર હિંદુસ્તાન આવ્યા હતા. તેઓ ઝેવિયર્સ કોલેજમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે જોડાયા હતા. બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત અને ભારતમાં બ્રિટિશ સરકારની નીતિ ન બદલાઇ હોત તો કદાચ ફાધર બાલાગેર ભારતમાં આવ્યા હોત કે કેમ તે પ્રશ્ન છે. ૧૧૦ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યા પછી ફાધરે મુંબઇના રોમન કેથોલિક ખ્રિસ્તીઓના ‘વિકાર જનરલ' તરીકે કામ કર્યું. ત્યારપછીથી ૧૯૪૯માં તેઓ ઝેવિયર્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા. ઝેવિયર્સ કૉલેજના વિનયન શાખાના દરેક વિષયમાં બી.એ.માં કૉલેજમાં પ્રથમ આવનાર અને એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખનાર વિદ્યાર્થીને બે વર્ષ માટે ફેલોશિપ મળતી હતી. બી.એ.માં ૧૯૪૮માં કૉલેજમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવવાને પરિણામે ગુજરાતી વિષયની ફેલોશિપ મને મળી હતી. ફેલો તરીકે મારી નિમણૂંક થઇ ત્યારે ફાધર કોઇન (Coyne) અમારા આચાર્ય હતા. બીજે વર્ષે, ૧૯૪૯માં ફાધર બાલાગેરની નિમણૂંક આચાર્ય તરીકે થઇ. ફાધર બાલાગેરે Page #120 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાગે ૧૧૧ આવતાંની સાથે કેટલાક ફેરફારો ક્ય. તેમાંનો એક ફેરફાર ફેલોશિપને લગતો હતો. ફેલોશિપ બે વર્ષ માટે નહિ, પણ એક વર્ષ માટે આપવી, જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળે. ફેલોશિપની રકમ નાની હતી, પણ મારે માટે તે બહુ કામની હતી. ફાધરે બીજા ફેલોની જેમ મને પણ મળવા બોલાવ્યો. બીજા વર્ષમાં મારી ફેલોશિપ બંધ થાય છે એમ જણાવ્યું. મેં ફાધરને કહ્યું કે ફેલોશિપ મળી એટલે મેં એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખો. હવે તમે અધવચ્ચેથી ફેલોશિપ પાછી લઈ લો તો મારે તો અભ્યાસ છોડીને નોકરી કરવી પડશે. ફેલોશિપ વગર હું અભ્યાસ ચાલુ રાખી શકે એમ નથી. મારી વિનંતી છે કે જે ફેરફાર તમારે કરવો હોય તે આવતા વર્ષથી અગાઉથી વિદ્યાર્થીઓને જાણ કરીને કરવો જોઈએ.” મારી જેમ બીજા ફેલોએ પણ આ પ્રમાણે રજૂઆત કરી. છેવટે ફાધરે એ વર્ષે ફેલોશિપમાં ફેરફાર કરવાનું માંડી વાળ્યું. ફેલોશિપનો પ્રશ્ન આમ સંતોષકારક રીતે પતી ગયો, પરંતુ ફેલોશિપના પ્રશ્નના નિમિતે ફાધરના નિકટના પરિચયમાં આવવાનું મારે થયું એ મોટો લાભ મારે માટે હતો. કૉલેજના આચાર્ય તરીકે જવાબદારી સ્વીકારી લીધા પછી ફાધર બાલાગેરે કૉલેજમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા. એમણે કૉલેજને વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી કરી દીધી અને સાથે સાથે શૈક્ષણિક દષ્ટિએ પણ કૉલેજની ઘણી સારી પ્રગતિ સાધી. એમણે કૉલેજના પરિસરમાં ઘણી નવી નવી સગવડો ઊભી કરી. વિદ્યાર્થીઓ માટે શૌચાયલની પૂરતી સગવડ પણ નહોતી અને જીમખાનાની સગવડ નહોતી. તો તે માટે નવું મકાન કરાવ્યું. વૃદ્ધ અધ્યાપકો માટે લિફટની વ્યવસ્થા કરી. સ્ટાફના દરેક સભ્યને પોતાનું સ્વતંત્ર લોકર હોવું જોઈએ એ રીતે નવાં લોકર બનાવડાવ્યાં. સ્ટાફરૂમમાં ટેલિફોન અને ચાપાણીની વ્યવસ્થા કરાવી. વિદ્યાર્થીઓ માટે મોટી કેન્ટિન કરાવી. એમણે કૉલેજમાંનાં વિદ્યાર્થીઓનાં જૂનાં મંડળોને વધુ સક્રિય કર્યા અને સોશિયલ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ સર્વિસ લીગ વગેરે કેટલાંક નવાં મંડળો શરૂ કરાવ્યાં. રમતગમતમાં કૉલેજને આંતરકૉલેજ સ્પર્ધામાં પ્રથમ સ્થાન અપાવ્યું. સ્ટાફની બાબતો માટે સ્ટાફ કાઉન્સિલની અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે ટુડન્ટસ કાઉન્સિલની રચના કરી અને એની વખતોવખત મળતી દરેક મિટિંગમાં પોતે જાતે હાજર રહેવા લાગ્યા. એમણે વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિની તાલીમ મળે એટલા માટે “Mock Parliament નામની પ્રવૃત્તિ ચાલુ કરી, જે જોવા માટે બહારના પણ ઘણા માણસો આવતા. કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના મંડળને સક્રિય કર્યું. એમણે કૉલેજના મેગેઝિનમાં ગુજરાતી, મરાઠી અને હિંદી ભાષાના વિભાગ દાખલ કરાવ્યા. કોલેજ મેગેઝિન ઉપરાંત ‘ઝવરિયન' નામનું માસિક બુલેટિન વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ કરાવ્યું. આવી તો ઘણી બધી નવી પ્રવૃત્તિઓ પોતાની સૂઝ, મૌલિક દષ્ટિ, ઉત્સાહ વગેરે દ્વારા એમણે શરૂ કરાવી. તેઓ પોતે યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓમાં સક્રિયપણે ભાગ લેવા લાગ્યા. બેત્રણ વર્ષમાં તો ચારે બાજુ ઝેવિયર્સ કોલેજનું નામ ગાજતું થઈ ગયું. ગોરા, ઊંચા, લંબગોળ ચહેરો અને ધારદાર આંખોવાળા ફાધરના ઉચ્ચારો ફ્રેન્ચ લોકોની જેમ અનુનાસિક હતા, પણ તે પ્રિય લાગે એવા હતા. રમૂજ કરવાના એમના સ્વભાવને લીધે એમના સાંનિધ્યમાં એમની ઉપસ્થિતિનો બોજો લાગતો નહિ. તેઓ લખે ત્યારે એમની પેન આંગળીના ટેરવાં પાસે નહિ, પણ બીજા વેઢા પર રહેતી. કોઈ પણ પ્રસંગે બોલવા માટે એમને પૂર્વ તૈયારીની જરૂર રહેતી નહિ. તેમની ગ્રહણશક્તિ અને અભિવ્યક્તિ સતેજ હતી. સેંકડો વિદ્યાર્થીઓને તેઓ નામથી ઓળખતા. અમારી ઝેવિયર્સ કૉલેજમાં જ્યારે ફાધર કોઈન આચાર્ય હતા ત્યારે વિદ્યાર્થીઓને કૉલેજમાં પ્રવેશ માક્સ પ્રમાણે સીધો અપાઈ જતો. માત્ર WWW.jainelibrary.org Page #122 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાશેર ૧૧૩ કેટલાક વિદ્યાર્થીઓની તે માટે મુલાકાત લેવાતી હતી. ત્યારે ઝેવિયર્સમાં દાખલ થવા માટે એટલો બધો ધસારો પણ નહોતો. ફાધર બાલાગેરે આચાર્ય તરીકે જવાબદારી સંભાળ્યા પછી દરેક વિદ્યાર્થીની જાતે મુલાકાત લઈ પછી એને દાખલ કરવાની પદ્ધતિ અપનાવી. કૉલેજના હૉલમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી. મુલાકાત પછી દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીને તે જ વખતે જાણ કરી દેવામાં આવતી અને તરત ફી ભરાઈ જતી. આર્ટ્સ અને સાયન્સમાં વિદ્યાર્થીઓ તો નવસો જ દાખલ કરવાના રહેતા, પણ દાખલ થવા માટે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ આવતા. ફાધર દરેકની સાથે સરખી વાતચીત કરે. માર્કસ સારા હોય, પણ વિદ્યાર્થી એટલો હોંશિયાર ન લાગે તો તેને દાખલ કરતા નહિ. થોડા ઓછા માર્કસ હોય પણ વિદ્યાર્થી હોંશિયાર, ચબરાક, તેજસ્વી લાગે તો તેને દાખલ કરતા. ચારપાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓની મુલાકાત લેવાતી. જાણે મોટો મેળો જામ્યો હોય એવું દશ્ય લાગતું. ફાધર બાલાગેર સવારના આઠ વાગ્યાથી સાંજના સાત સુધી, થાક્યા વગર મુલાકાત લેવાનું કાર્ય સતત કરતા. સવારનો નાસ્તો કે બપોરનું ભોજન તેઓ જતું કરતા. વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન તેઓ આખો દિવસ વચ્ચે વચ્ચે લીંબુનું પાણી થોડા થોડા ઘૂંટડા પીધા કરતા. એ વખતે ફાધરની કાર્યદક્ષતાથી અને અથાગ ઉત્સાહથી કામ કરવાની પદ્ધતિથી બધાંને એમને માટે બહુમાન થતું. ફાધર લાગવગને વશ થતા નહિ, તેમ એટલા બધા કડક પણ રહેતા નહિ. ફાધરને પોતાને વિદ્યાર્થીઓની આ મુલાકાતોથી લાભ થતો અને બીજી બાજુ વિદ્યાર્થીઓને પણ લાભ થતો. ફાધરની ઉદારતા અને માનવતાના પણ અનુભવો થતા. ગરીબ વિદ્યાર્થીની ફી તેઓ તે જ વખતે માફ કરી દેતા. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ સૌજન્યશીલતા એ ફાધરનો એક ઉચ્ચ સગુણ હતો. તેઓ દરેકને સહાયરૂપ થવા હંમેશાં તત્પર રહેતા. કૉલેજના પ્રિન્સિપાલનો એક મોટો કસોટીનો કાળ તે નવા વિદ્યાર્થીઓને દાખલ કરતી વેળાનો રહેતો. ચારે બાજુથી દબાણ આવે. દબાણ આવે તે નબળા વિદ્યાર્થીઓ માટે જ હોય અને નબળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો કૉલેજનાં પરિણામ પર અસર પડે. ફાધર મક્કમ હતા, છતાં નિષ્ફર નહોતા. કોઈને દાખલ ન કરવો હોય તો પણ ફાધર એને પ્રેમથી સમજાવે, ક્યારેકતો સમજાવવામાં કલાક કાઢી નાખે. “ના” કહીને તરત વિદાય ન કરી દે. એક વખત કૉલેજમાં દાખલ થવા આવેલા બહારગામના એક વિદ્યાર્થીની મુલાકાત લેતાં ફાધરે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, “તારા પંચ્યાશી ટકા કરતાં પણ વધારે માર્કસ છે એટલે સ્કૂલમાં પણ તારો પહેલો નંબર હશે !' “ના, સ્કૂલમાં મારો બીજો નંબર છે.' વિદ્યાર્થીએ કહ્યું. “તો પહેલે નંબરે આવનારના કેટલા ટકા માર્ક્સ છે?' એના તો નેવ્યાશી ટકા માર્કસ છે. એ તો બહુ જ હોશિયાર વિદ્યાર્થી છે.' “તો એ કઈ કૉલેજમાં દાખલ થવાનો છે?' “ના, એ તો ભણવાનો જ નથી.” કેમ?' એ બહુ ગરીબ છોકરો છે. એની પાસે ભણવાના પૈસા જ નથી.” ફાધર એક મિનિટ વિચારમાં પડી ગયા. એક તેજસ્વી છોકરો ગરીબીને કારણે આગળ ભણી નહિ શકે. ફાધરે કહ્યું, “તું મને એ Page #124 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાગેર ૧૧૫ છોકરાનું નામ અને સરનામું કાગળ પર લખી આપ.' ફાધરે તરત ને તરત કલાર્કને બોલાવી તે જ વખતે એ છોકરાને Reply Paid Express તાર કરાવ્યો. તા૨માં જણાવ્યું કે જવા-આવવાનું ભાડું, કૉલેજની ફી, હૉસ્ટેલમાં રહેવાનો ખર્ચ વગેરે આપવામાં આવશે, માટે તરત મુંબઇ આવીને મળી જા.' છોકરો આવી પહોંચ્યો. ગરીબ અને ગભરુ હતો, પણ ઘણો જ તેજસ્વી હતો. ફાધરે એને કૉલેજમાં દાખલ કર્યો અને બધી જ સગવડ કરી આપી. આ વાત જ્યારે અમે સ્ટાફના અધ્યાપકોએ જાણી ત્યારે ફાધરના માનવતાવાદી કરુણાભર્યા કાર્યની ભારે અનુમોદના કરી. ત્રીજી ડિસેમ્બર એટલે કૉલેજનો વાર્ષિક દિવસ, કારણ કે સેંટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો એ જન્મ દિવસ. એ દિવસે કૉલેજમાં રજા પડે. પહેલાંના વખતમાં એ દિવસે બીજી કંઇ પ્રવૃત્તિ રહેતી નહિ. ફાધર બાલાગેરે એ દિવસને વધુ મહિમાવંતો બનાવ્યો. એ દિવસે સાંજે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો. સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ હોય. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ નિમંત્રણ અપાય. એકાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીને જ અતિથિ વિશેષ તરીકે બોલાવાય. કૉલેજના હજારેક જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે એ માટે કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મંચ બાંધી ઠાઠમાઠથી કાર્યક્રમ યોજાવા લાગ્યો. પછી તો મહિના અગાઉથી બધી તૈયારીઓ થવા લાગતી. વિદ્યાર્થીઓ પણ ઉત્સુકતાથી એ દિવસની રાહ જોવા લાગતા. કૉલેજની પ્રવૃત્તિઓમાં એક યશકલગીરૂપ આ કાર્યક્રમ બની ગયો હતો. એનો યશ ફાધર બાલાગેરના ફાળે જાય. ૧૯૫૦માં હું ગુજરાતી વિષય સાથે મુંબઇ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયો. ગુજરાતી વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવવા છતાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાંપ્રત સહચિંતન –– ભાગ ૯ કોઇ કૉલેજમાં અધ્યાપક તરીકેની નોકરી મળી નહિ. એટલે પત્રકારત્વના ક્ષેત્રમાં હું જોડાયો. મુંબઇમાં ‘જનશક્તિ' નામના વર્તમાનપત્રના તંત્રીવિભાગમાં મેં જવાબદારી સ્વીકારી લીધી. નોકરીને છએક મહિના થયા હશે ત્યાં એક દિવસ મારા પ્રોફેસર શ્રી મનસુખલાલ ઝવેરી મને ‘જનશક્તિ’ માં મળવા આવ્યા. મને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, ‘જૂનથી ઝેવિયર્સમાં ગુજરાતીના લેકચરર તરીકે જોડાવ ખરા ? અમે તમારું નામ સૂચવ્યું છે અને ફાધર તમને સારી રીતે ઓળખે છે. એમની પણ ઇચ્છા છે કે તમે ઝેવિયર્સમાં જોડાવ.’ મને જનશક્તિમાં લેકચ૨૨ કરતાં પણ વધુ પગાર મળતો હતો, પણ કૉલેજમાં લેકચરર તરીકે સ્થાન મળતું હોય તો એ વધારે ગમતી વાત હતી. મારા અધ્યાપકો પ્રો. મનસુખભાઇ ઝવેરી અને પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સાથે હું ફાધર બાલાગેરને મળ્યો. ફાધરે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ફાધરે દરખાસ્ત મૂકી. ‘તમે જુવાન છો, નાની ઉંમરના છો. મારી તમને વિનંતી છે કે તમે સાથે એન. સી. સી. માં ઓફિસર તરીકે પણ જોડાવ.’ મેં તે માટે સંમતિ આપી અને પૂના જઇ એન.સી.સી. માટે ઇન્ટરવ્યૂ પણ આપી આવ્યો. પસંદગી થઇ અને માર્ચથી જૂન સુધી બેલગામના લશ્કરી મથકમાં તાલીમ લેવાનું પણ ગોઠવાઇ ગયું. ઘણી સંસ્થાઓમાં બને છે તેમ એના મોવડીઓ કરતાં એનો કર્મચારીગણ વધુ ચતુર હોય છે. ફાધર સાથે બધી વાતચીત બરાબર થઇ ગઇ હતી, પરંતુ મારા હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો ત્યારે તે પાર્ટટાઇમ લેકચરરનો હતો. હું ફાધર પાસે પહોંચ્યો. ફાધરે હેડકલાર્કને બોલાવ્યો. એણે કહ્યું, ‘પ્રો. શાહનું અધ્યાપનકાર્ય તો ૨૦મી જૂનથી થશે. એન.સી.સી.ની તાલીમ માટે આપણે ચાર મહિના Page #126 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાશેર ૧૧૭. અગાઉથી એપોઈન્ટમેન્ટ આપવી પડે છે. આ ચાર મહિનાનો પગાર તો વગર ભણાવ્યે જ કૉલેજને આપવો પડે છે. એટલે હાલ પાર્ટટાઈમ એપોઈન્ટમેન્ટ આપી છે.” મેં કહ્યું, “કૉલેજે વગર ભણાબે એ પગાર આપવો પડે છે. પરંતુ હું તો બીજી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજના કામ માટે તાલીમ લેવા જાઉં છું. મને તો આર્થિક નુકસાન થાય છે.' પરંતુ ફાધરે મને આગ્રહ કર્યો અને જૂનથી ફૂલટાઈમ કરી આપવાનું વચન આપ્યું. છેવટે ફાધરની વિનંતી મારે સ્વીકારવી પડી. એન.સી.સી.ની તાલીમ લઇ હું મુંબઈ પાછો આવ્યો અને કોલેજમાં જોડાઈ ગયો. જૂનમાં મને કુલટાઇમ કરવાની વાત કૉલેજે કરી નહિ એટલે મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને વાત કરી. તેઓ ફાધર પાસે ગયા. વાતવાતમાં બે મહિના નીકળી ગયા. પછી એક દિવસ ફાધરને મળી આવીને તેઓએ મને કહ્યું, “રમણભાઈ, ફાધર તો કુલટાઈમ કરવાની ના પાડે છે. હેડ કલાર્કે કહ્યું કે ફુલટાઈમ થવા માટે તમારે ભાગે અઠવાડિયે દસ લેકચર લેવાનાં હોવાં જોઈએ. પણ તમારી પાસે તો નવ લેકચર છે.” પણ હું તો તેર લેકચર લઉં છું.” પણ કલાર્કે કહ્યું કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તમારે ભાગે નવ લેકચર આવે છે. તમને કૉલેજે વધારાનાં જે લેકચર આપ્યાં છે તેની યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જરૂર નથી. એ તમારે ન લેવાં હોય તો તમે ના પાડી શકો છો.' મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને કહ્યું, ‘હું મારી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજમાં આવ્યો તે વખતે તમે મને ફુલટાઇમની વાત Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ કરી હતી. ફાધરે પણ કુલટાઇમની વાત કરી હતી. હવે યુનિવર્સિટીનો નિયમ બતાવી કુલટાઇમ કરવાની કૉલેજ ના પાડે તે બરાબર ન કહેવાય.” તેઓએ કહ્યું, “રમણભાઈ, અમે બે કલાક ફાધર સાથે માથાકૂટ કરી. કહેવાય એવા કડક શબ્દોમાં કહ્યું. પરંતુ ફાધર છેવટ સુધી મક્કમ જ રહ્યા. આવું થશે એવી અમને કલ્પના પણ નહોતી. અમે દિલગીર છીએ કે હવે આમાં અમે બીજું કશું કરી શકીએ એમ નથી. એટલે કૉલેજમાં રહેવું કે ન રહેવું એ નિર્ણય તમારે કરવાનો છે.” એમ કરતાં કરતાં પહેલું સત્ર પૂરું થઈ ગયું. મને થયું કે નોકરી છોડતાં પહેલાં મારે ફાધરને ફરી એક વખત જાતે મળી લેવું જોઇએ. હું સમય નક્કી કરીને ફાધર પાસે ગયો. ફાધરે યુનિવર્સિટીના એ જ નિયમોની વાત કરી. મેંફાધરને કહ્યું, “તમે જાણો છો કે હું ફુલટાઈમ નોકરી છોડીને અહીં આવ્યો છું. આ મારી માતૃસંસ્થા છે અને એને માટે મને અત્યંત પ્રેમ છે. મને અહીં ભણાવવું ગમે છે પરંતુ મારે મારા કુટુંબનું પણ જોવું જોઈએ. અમે સાધારણ સ્થિતિના માણસો છીએ. મારાં માતા-પિતા પૂછે છે કે વધારે પગારની નોકરી છોડીને ઓછા પગારની નોકરી માટે શા માટે ચાલુ રાખવી જોઇએ?' ફાધરે કહ્યું, “એ બધું સાચું, પણ કૉલેજ આમાં કશું કરી શકે એમ નથી. હું એ માટે દિલગીર છું.' તો ફાધર, મારે આપણી કૉલેજની નોકરી છોડી દેવી પડશે. હું કેટલા બધા ભાવથી કૉલેજમાં જોડાયો અને હવે દુ:ખ સાથે મારે કોલેજ છોડવી પડશે. મારા ઘરની આર્થિક સ્થિતિ જોતાં હું પાર્ટટાઇમ નોકરી ચાલુ રાખી શકીશ નહિ.' આટલું બોલતાં બોલતાં તો મારી આંખમાંથી દડદડદડદડ આંસુ સરી પડ્યાં. હું ઊભો થઈ ગયો. ફાધર પણ ઊભા થઈ ગયા. તેઓ બોલ્યા, “પ્રો. શાહ, લાગણીવશ ન થાઓ.” Page #128 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાગેર ૧૧૯ હું અસ્વસ્થ ચિત્તે સ્ટાફરૂમમાં આવીને બેઠો. દસેક મિનિટ થઈ હશે ત્યાં સંદેશો આવ્યો કે “ફાધર તમને બોલાવે છે.”હું પહોંચ્યો. ફાધરે મને બેસાડ્યો અને મારા હાથમાં પત્ર આપતાં કહ્યું, “પ્રો. શાહ, તમે મારા હદયને હલાવી નાખ્યું. તમારે માટે તરત જ ફુલટાઈમ એપોઈન્ટમેન્ટનો લેટરટાઇપ કરાવી નાખ્યો. આતમારો એપોઈન્ટમેન્ટલેટર.' આ કૉલેજ માટેની તમારી લાગણી મને સ્પર્શી ગઈ છે. તમારા કામ માટે મને બહુ આદર છે. એન.સી.સી.માં પણ તમારું કામ વખણાય છે. આશા રાખું છું કે હવે તમારે બીજે ક્યાંય જવાનો વિચાર નહિ કરવો પડે.” કુલટાઈમ એપોઇન્ટમેન્ટનો પત્ર મળતાં ફરી મારી આંખમાંથી આંસુ વહ્યાં. સ્ટાફરૂમમાં આવી મનસુખભાઈ તથા ઝાલાસાહેબને એપોઈન્ટમેન્ટનો પત્ર મેં વંચાવ્યો. તેઓ બંનેને બહુ આશ્ચર્ય થયું. તેઓએ કહ્યું અમે ફાધર સાથે ઘણી માથાકૂટ કરીને થાક્યા અને તમારા જવાથી આ પત્ર તરત આપી દીધો!” મેં જે પ્રમાણે બન્યું તે કહ્યું. સમસ્યાનો સુખદ અંત આવ્યો એ માટે તેઓએ પણ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો. આ ઘટના પછી ફાધર બાલાગેર સાથે મારી આત્મીયતા વધી ગઈ. તેમાં પણ તેઓ વારંવાર એન.સી.સી.ની પરેડ જોવા આવતા અને એન. સી.સી.ના કેમ્પમાં પણ આવતા. એથી પણ આત્મીયતામાં ઉમેરો થતો રહ્યો હતો. ઝેવિયર્સ કૉલેજમાં એન.સી.સી.ના અમારા કેડેટોની કંપની તે “બી” કંપની હતી. એ.બી.સી. અને ડી.એ ચાર કંપનીના બેટેલિયનના વાર્ષિક કેમ્પમાં સ્પર્ધાઓ થતી અને તેમાં શ્રેષ્ઠ કંપનીની ટ્રોફી અમારી બી કંપનીને મળતી. તેમાં ફાધર બાલાગેરનું પ્રોત્સાહન ઘણું રહેતું. એન.સી.સી.માં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૨ હું ત્યારે લેફટનન્ટ હતો. ફાધર બાલાગેર અમારા એન.સી.સી. કેમ્પની દર વર્ષે મુલાકાત લેતા અને બે દિવસ રોકાતા. સમાન્ય રીતે અન્ય કૉલેજના પ્રિન્સિપાલો જવલ્લે જ કેમ્પની મુલાકાત લેતા. ફાધર વાર્ષિક સ્પર્ધાઓના આગલે દિવસે આવી જતા. કૉલેજના બધા કેડેટોને અમે એકત્ર કરતા અને ફાધર તેઓને ઉદ્બોધન કરતા. બીજાને જશ આપવાની ફાધરની નીતિ રહેતી. તેઓ અમારા કંપની કમાન્ડરની અને ઓફિસરોની ભારે પ્રશંસા કરતા. કેડેટો ઉત્સાહી થઈ જતા અને પરેડ તથા બીજાં બધાં કામ ચીવટ અને ખંતપૂર્વક કરતા. અમને ઓફિસરોને ખાતરી થઈ ગઈ હતી કે ફાધરના આવવાથી જરૂર ફરક પડે જ છે. એક વખત અમારો વાર્ષિક કેમ્પ દેવલાલીમાં હતો. ફાધર એ કેમ્પમાં આવવાના હતા. પરંતુ એમને બહારગામથી મુંબઇ પાછા આવતાં મોડું થઈ ગયું અને મુંબઈથી દેવલાલીની સવારની ટ્રેન તો નીકળી ગઈ. એ દિવસોમાં ટ્રેન ઓછી હતી. તેમાં પણ દેવલાલી સ્ટેશને ઊભી રહેનારી ટ્રેન તો એથી પણ ઓછી હતી. હવે કરવું શું? ફાધર વિમાસણમાં પડી ગયા. મુંબઇથી દેવલાલી સુધીનો મોટરકારનો રસ્તો ઘણો જ ખરાબ હતો. છથી આઠ કલાકે મોટરકાર પહોંચે. પણ મોટરકારની વ્યવસ્થા તરત થઈ શકે એમ નહોતી. કૉલેજની ઓફિસમાં કામ કરતા બ્રધર સાબાતે મોટરસાઇકલ ચલાવતા. ફાધર બાલાગેરે તેમને પૂછી જોયું કે મોટરસાઈકલ પર તેઓ તેમને દેવલાલી લઈ જઈ શકે કે કેમ? બ્રધરે કહ્યું કે રસ્તો ઘણો હાડમારીવાળો અને થકવનારો છે, છતાં ફાધરની આજ્ઞા થાય તો પોતે તેમને લઈ જવા તૈયાર છે. ફાધરને પાછળની સીટ પરબ્રધરના ખભા પકડીને બેસવાનું હતું. ફાધરે હિંમત કરી અને બ્રધરને કહ્યું કે પોતે દેવલાલી જવા તૈયાર છે. આઠ કલાકની મોટરસાઈકલ પર મુસાફરી કરીને ફાધર આવી પહોંચ્યા. એથી એમને ઘણો પરિશ્રમ પડ્યો Page #130 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાશેર ૧૨૧ હતો. પણ એમના આગમનથી કેડેટોનો ઉત્સાહ વધી ગયો. ફાધર વિદ્યાર્થીઓના અને કૉલેજના કામ માટે શારીરિક કષ્ટની પરવાનકરતા. એક વખત ભર ઉનાળામાં વૈશાખ મહિનામાં ફાધરને બનારસ અને અલ્હાબાદમાં ત્યાંની યુનિવર્સિટીઓના કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું થયું. ઘણાએ કહ્યું કે આવી અસહ્ય ગરમીમાં તમારાથી જવાય નહિ. તમે વિદેશી છો. તમને ગરમી વધુ લાગશે.” પરંતુ ત્યાં જવા માટે ફાધર દઢનિશ્ચય હતા. એ દિવસોમાં એરકંડિશનની સગવડ રેલવેમાં, યુનિવર્સિટીના અતિથિગૃહમાં કે હોટેલોમાં હજુ થઈ નહોતી. કાધર ગયા અને કાર્યક્રમોમાં હાજરી આપી પાછા આવ્યા. અમે પૂછ્યું, “ફાધર, તમને ગરમી કેવી લાગી? ફાધરે કહ્યું, “મને જરાય ગરમી લાગી નથી. ત્યાં ગરમી સખત પડતી હતી, પણ મેં મારો પોતાનો ઉપાય શોધી કાઢ્યો હતો. હું બહુખાતો નહિ. લીંબુનું તાજું બનાવેલું ઠંડું શરબત વધારે પીતો અને ખાસ તો દિવસમાં ચાર વખત ઠંડા પાણીથી નાહતો. એથી મને જરાય ગરમી લાગી નહિ.” ફાધર કેવા ખડતલ હતા તે આવા પ્રસંગો પરથી જોઈ શકાય છે. ફાધર બહારગામ કાર્યક્રમોમાં ભાગ લેવા ઘણું જતા. રેલવેમાં રિઝર્વેશન મળે ન મળે તેની બહુ દરકાર કરતા નહિ. ક્યારેક રિઝર્વેશન વગરના ડબ્બામાં રાતની મુસાફરીમાં બેસવાની જગ્યા મળી ન હોય તો નીચે કશુંક પાથરીને બેસી જતા. ફાધરમાં પોતાના પદની કે મોટાઈની જરા પણ સભાનતા નહોતી. એક વખત ફાધર બાલાગેર વિદ્યાર્થી સાથે સમાજસેવા માટેના એક કેમ્પમાં જઈને રહ્યા હતા. પરંતુ એ ગીચ ગંદા વિસ્તારમાં રહેવાને કારણે ફાધરને સખત તાવ આવ્યો. બધાએ ફાધરને આગ્રહ કર્યો કે એમણે કૉલેજમાં પાછા ચાલ્યા જવું જોઈએ. પણ ફાધરે કહ્યું કે તાવ તો ઊતરી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ જશે. માટે તેઓ કેમ્પ પૂરો થાય ત્યાં સુધી રોકાશે જ. ફાધરનો આગ્રહ એટલો બધો હતો કે કોઇ એમને સમજાવી શક્યું નહિ. તાવની ખબર પડતાં કોલેજના રેક્ટર ફાધર સન્માર્તિ કેમ્પમાં આવી પહોંચ્યા. એમણે જોયું કે ફાધર બાલાગેર તાવથી પથારીવશ છે. એટલે એમણે ફાધર બાલાગેરને વિનંતી કરી કે તેઓએ કૉલેજમાં પાછા આવી જવું જોઇએ. પણ ફાધર બાલાગેર એકના બે ન થયા. કલાક માથાકૂટ ચાલી હશે. ફાધર રેક્ટરને લાગ્યું કે ફાધર બાલાગેર એટલા બધા મક્કમ છે કે માનશે નહિ. માટે હવે બીજું શસ્ત્ર અજમાવવું પડશે. કૉલેજમાં પ્રિન્સિપાલની ઉપરની પદવી તે રેક્ટરની. ફાધર સન્માર્તિએ કહ્યું, ‘ફાધર બાલાગેર, હું તમને વિનંતી કરીને થાક્યો, પણ તમે માનતા નથી. હવે હું રેક્ટર તરીકે તમને આજ્ઞા કરું છું કે તમારે કેમ્પ છોડીને મારી સાથે મુંબઇ આવવાનું છે.’ ઉપરી ફાધરની આજ્ઞા થતાં એક શબ્દ બોલ્યા વિના અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ફાધર પથારીમાં તરત બેઠા થઇ ગયા. બે મિનિટમાં પોતાની બધી વસ્તુઓ બેગમાં ગોઠવી લઇને તૈયાર થઇ ગયા અને ફાધર સન્માર્તિ સાથે મુંબઇ આવી ગયા. ઉપરીઓ પ્રત્યે ફાધર બાલાગેર કેવા આદરભાવવાળા અને વિનયવાળા હતા તે આ પ્રસંગ પરથી જોઇ શકાય છે. ફાધર બાલાગેરે ઝેવિયર્સ કોલેજના આચાર્ય તરીકે ૧૯૪૯થી ૧૯૫૮ સુધી કામ કર્યું. ખ્રિસ્તી મિશનરી પાદરીઓની એક પ્રથા સારી છે કે કોઇપણ હોદ્દા પરની વ્યક્તિ જીવનના અંત સુધી એ હોદ્દા ઉપર જ રહે એવું અનિવાર્ય નથી. સામાન્ય રીતે પાંચથી નવ વર્ષ સુધી કોઇપણ ફાધર એ હોદ્દા પર રહે, પછી નિવૃત્ત થાય. નિવૃત્ત થયેલા ફાધરને બીજા Page #132 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાગેર ૧૨૩ કોઇ ફાધરના હાથ નીચે અધ્યાપક તરીકે કામ કરવામાં કોઇ શરમસંકોચ નડે નહિ. ફાધર બાલાગેરનું વ્યક્તિત્વ જ એવું વાત્સલ્યભર્યું હતું કે સૌ એમના તરફ ખેંચાય. ઝેવિયર્સ કોલેજના અગાઉના પ્રિન્સિપાલ ફાધરો એકંદરે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં બહુ ભળતા નહિ. તેઓ કૉલેજમાં પિરિયડ લીધા પછી પોતાના અલગ આવાસમાં જ ઘણુંખરું ચાલ્યા જતા. ફાધર બાલાગેર બધા વિદ્યાર્થીઓ સાથે અને સ્ટાફના સભ્યો સાથે ભળી જતા. પોતે મોટા છે અથવા પોતાનો સમય બહુ કિંમતી છે એવું ક્યારેય લાગવા ન દે. મળે તો રસ્તામાં ઊભા રહીને આપણી સાથે નિરાંતે વાત કરે. સામાન્ય રીતે કોલેજના બીજા ફાધરો કરતાં ફાધર બાલાગેર લોકસંપર્ક વધુ રાખતા હતા. બહારના સામાજિક કાર્યક્રમોમાં જતા. અધ્યાપકો કે વિદ્યાર્થીઓના લગ્નપ્રસંગે પણ હાજરી આપતા . ઝેવિયર્સ કોલેજમાં ૧૯૫૧માં હું જોડાયો અને ૧૯૫૩માં મારાં લગ્ન હતાં. મેં ફાધરને નિમંત્રણ આપ્યું .ફાધર અમારા લગ્નપ્રસંગે પધાર્યાં હતા અને દોઢેક કલાક બેસી આવેલા બધા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે પણ હળ્યામળ્યા હતા. કૉલેજમાંથી ભણી ગયેલા કોઇ ગુજરાતી વિદ્યાર્થીના લગ્નની કંકોતરી મળી હોય તો ફાધર મને કોઇક વખત સાથે આવવા માટે પણ કહેતા, કારણ કે એ વિદ્યાર્થી સિવાય અન્ય કોઇને ફાધર ઓળખતા ન હોય. ફાધર બાલાગેર સ્વતંત્રતા પૂર્વે બ્રિટિશ રાજ્યના શાસનકાળ દરમિયાન ભારત આળ્યા હતા. તેઓ સ્પેનના વતની હતા. તેઓ ગોરા હતા. જૂના વખતમાં યુરોપથી આવેલા ગોરા પાદરીઓ અને ભારતના બિનગોરા પાદરીઓ વચ્ચે ક્યાંક ક્યાંક અંતર રહેતું. કેટલાક ગોરા પાદરીઓમાં ગુરુતાગ્રંથિ રહેતી. તેઓ ભારતીય પાદરીઓ સાથે બહુ ભળતા નહિ, અતડા રહેતા. ફાધર બાલાગેરના મનમાં કે વર્તનમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ - - - - ગોરા કાળા વચ્ચેનો કોઈ ભેદ રહેતો નહિ. તેઓ બધા સાથે પ્રેમથી હળીમળી જતા. ફાધર બાલાગેરે પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા પછી કેટલોક સમય ફાધર રેક્ટર તરીકે કામ કર્યું. ત્યારપછી એમણે સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું તે ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ૩૮મા આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી કોંગ્રેસના મહામંત્રી તરીકેનું હતું. બે વર્ષ અગાઉથી દિવસરાત ફાધર એ કામમાં લાગી ગયા. એમની વ્યવસ્થાશક્તિની, સૂઝની, દીર્ધદષ્ટિની, સેવાભાવનાની, વિનમ્રતાની, દેશ-વિદેશના હજારો મહેમાનોને સુંદર પ્રતીતિ થઈ. કોઇપણ વ્યક્તિ એમને સહેલાઇથી મળી શકે અને દરેકની વાત તેઓ યાદ રાખે. એ દિવસોમાં ફાધરને થોડા દિવસ તાવ આવ્યો હતે, પરંતુ પથારીમાં સૂતાં સૂતાં પણ તેઓ વારાફરતી દરેકને બોલાવતા અને સૂચનાઓ આપતા. એવી જ રીતે ૧૯૬૯માં “ચર્ચ ઇન ઇન્ડિયા' નામના સેમિનાર વખતે પણ એમણે એવું જ સરસ કામ કર્યું હતું. ફાધર બાલાગેરે પોતે મુંબઈમાં હતા ત્યાં સુધી સક્રિય પણ વિવિધ પ્રકારની જવાબદારી અદા કરી હતી. ૧૯૭૨માં એમને સિકંદરાબાદમાં પાદરીઓને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી. ૧૯૭૨માં એમની દોરવણી હેઠળ સિકંદરાબાદમાં “અમૃતવાણી' નામનું “કોમ્યુ નિકેશન સેંટર' સ્થાપવામાં આવ્યું. ફાધરે એના સ્થાપક અને ડાયરેક્ટર તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું. ૧૯૯૦માં તેઓ ઉંમર તથા તબિયતને કારણે એમાંથી નિવૃત્ત થયા. ફાધર બાલાગેર ભારતમાં આવ્યા ત્યારથી જીવનના અંત સુધી તેઓ ભારતમાં જ રહ્યા. છેલ્લાં કેટલાંક વર્ષોથી યુરોપથી અને તેમાં પણ ખાસ કરીને સ્પેનથી આવેલા ફાધરોને નિવૃત્ત થયા પછી પોતાના વતનમાં ફરજ સોંપવામાં આવે છે. એ રીતે કેટલાક ફાધરો નિવૃત્ત થઈને પાછા Page #134 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાર ૧૨૫ સ્પેન ચાલ્યા ગયા છે અને ત્યાં તેઓ પોતાને સોંપવામાં આવેલી ફરજો બજાવે છે. પરંતુ ફાધર બાલાગેર ભારતમાં જ રહ્યા. સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં જેન્યુઇસ્ટ પાદરી કે સાધ્વી તરીકે બાળબ્રહ્મચારીની જ પસંદગી થાય છે. એટલે પંદર સત્તર વર્ષની ઉંમરનાં છોકરાં-છોકરીઓને પસંદ કરવામાં આવે કે જેથી ગૃહસ્થજીવનમાં તેઓ દાખલ થવાનો વિચાર સેવે તે પહેલાં તેઓ પાદરી બની ગયા હોય. અન્ય કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયમાં પરણેલી વ્યક્તિ પણ ગૃહસ્થ જીવન છોડીને સાધુ- સાધ્વી થઈ શકે છે. છેલ્લા કેટલાક દાયકાથી રોમન કેથલિક સંપ્રદાયના પાદરીઓને અને સાધ્વીઓને માટે ધાર્મિક વિધિ સિવાય ઝભ્ભો પહેરવાનું ફરજિયાત રહ્યું નથી. રસ્તામાં તેઓ ચાલ્યા જતા હોય તો અજાણ્યાને ખબર ન પડે કે આ કોઈ ખ્રિસ્તી પાદરી છે. પરંતુ જૂની પેઢીના ધણા પાદરીઓએ પોતાના ઝભ્ભાનો ત્યાગ કર્યો નથી. ફાધર બાલાગેર પણ જૂની પ્રમાલિકાના ફાધર હતા. એમણે જીવનના અંત સુધી પોતાના પાદરી તરીકેના પહેરવેશને જ ચાલુ રાખ્યો હતો. ૯૧ વર્ષની ઉંમર પછી ફાધરનું શરીર ઘસાવા લાગ્યું હતું. ૯૩વર્ષની ઉંમરે એમને ચાલવામાં તકલીફ પડવા લાગી હતી. તેઓ લાકડી લઈને ધીરે ધીરે ડગલાં માંડતાં હતા. કોઈક કહેતું કે “ફાધર, તમારે લાકડી લેવી પડે છે? તો ફાધર પ્રસન્નતાથી કહેતા કે “ભાઇ, ૯૩ વર્ષે આ શરીર પાસે આથી વધારે શી અપેક્ષા રાખી શકાય? આટલી મોટી ઉંમરે શરીર ટકી શક્યું છે એ જ આનંદની વાત છે.” ફાધરબાલાગેને એક વખત પૂછવામાં આવ્યું કે “તમે સ્પેનથી આવી જીવન પર્યંત ભારતની સેવા કરી છે તો ભારત તમારા માટે શું કરી શકે?' Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬. સાંપ્રત સહચિંતન -- ભાગ૯ ફાધરે કહ્યું “મેં મારું કર્તવ્ય બનાવ્યું છે. હું ભારતવાસી થઈને રહ્યો છું. ભારતીય સંસ્કારો મારા લોહીમાં આવ્યા છે. ભારત પાસેથી બદલાની કોઈ આશા માટે રાખવાની ન હોય. મારે જો માગવાનું હોય તો એટલું જ માંગું કે મારા મૃત્યુ વખતે મારા શરીરને દફનાવવા માટે છ ફૂટની જગ્યા જોઈશે. આ છ ફૂટની જગ્યા સિવાય બીજું કશું મારે જોઈતું નથી.' ફાધર દિવસે દિવસે વધારે અંતર્મુખ બનતા જતા હતા. તેઓ આધ્યાત્મિકતા તરફ વધુ ઢળવા લાગ્યા હતા. તેઓ પ્રાર્થના અને ધ્યાન માટે અગાઉ કરતાં વધુ સમય આપતા હતા. પોતાનું મૃત્યુ નજીક આવી રહ્યું છે એમ તેમને લાગતું અને તે માટે તેઓ સજ્જ હતા. તેઓ કહેતા કે સંસારના લોકોની નજરમાં મોટા દેખાવું એના કરતાં પરમાત્માની નજરમાં મોટા દેખાવું એ વધારે સારું છે.” ફાધર પુનર્જન્મમાં માનતા હતા. છેલ્લે છેલ્લે તેઓ કહેતા કે “મારો પુનર્જન્મ આ પૃથ્વીની બહાર, વિશ્વના બીજા કોઈ ભાગમાં થવાનો છે, એમ મને લાગ્યા કરે છે.” ફાધર બાલાગેર માનવ નહિ પણ મહામાનવ જેવા હતા. એમની પ્રતિભા વિરલ હતી. એમનું વ્યક્તિત્વ અનેકને પોતાના તરફ ખેંચે એવું હતું. બીજાનું હૃદય જીતવાની કળા એમને સહજ હતી. મુંબઇમાં અને પછી સિકંદરાબાદમાં એમના ગાઢ સંપર્કમાં આવેલી વ્યક્તિ ખ્રિસ્તી હોય કે બિનખ્રિસ્તી હોય તે દરેકને એમ લાગતું કે ફાધર અમારા છે. ફાધર બાલાગેર મારે માટે તો વાત્સલ્યસભર ફાધર જેવા જ હતા. એમને યાદ કરું છું ત્યારે એમનાં અનેક સ્મરણો નજર સામે તરવરે છે. ફાધર બાલાગેરના દિવ્યાત્માને માટે શાન્તિ પ્રાણું છું ! Page #136 -------------------------------------------------------------------------- ________________ સામૂહિક આત્મઘાત સામાન્ય રીતે દરેક જીવને જીવવું ગમે છે. મૃત્યુ કોઈને ગમતું નથી. નાનામાં નાના જંતુથી માંડીને મોટાપહેલવાન માણસ સુધી સૌને પોતાનો જીવ વહાલો લાગે છે. મૃત્યુનો પોતાને કોઈ ડર નથી એવું પાકી વૃદ્ધાવસ્થામાં કહેનારા કેટલાક માણસો પણ જ્યારે ખરેખર મૃત્યુ આંગણે આવીને ઊભું રહેલું જુએ છે ત્યારે ઢીલા પડી જાય છે. કાણા, કદરૂપા, કુબડા કે વામન જેવા માણસને કે ભુંડ કે સર્પ જેવા પ્રાણીઓને પણ પોતાનો દેહયારો લાગે છે. આમ મરવું કોઇને એકંદરે ગમતું ન હોવા છતાં સ્વેચ્છાએ પોતે પોતાની મેળે પોતાના જીવનનો અંત આણ્યો હોય એવી ઘટનાઓ પણ બનતી રહે છે. એકલદોકલ વ્યક્તિ આપઘાત કરે ત્યારે તેનાં કારણોની ઘણી ચર્ચાવિચારણા થાય છે. સામૂહિક આત્મઘાતની ઘટનાઓ પણ બને છે, પણ વ્યક્તિગત આત્મઘાત જેટલી સંખ્યામાં તે થતી નથી. વખતોવખત બનતી સામૂહિક આત્મઘાતની ઘટનાઓ વિશે અહીં થોડો વિચાર કરીશું. જન્મ અને મૃત્યુ જીવનના બે અંતિમ છેડા છે, છતાં બંને વચ્ચે ઘણી ભિન્નતા છે. ઈતર પ્રાણીઓની વાત બાજુ પર રાખીને ફક્ત, મનુષ્યનો જ વિચાર કરીએ તો પણ, જન્મની ઘટના સહજ અને ઘણુંખરું અપેક્ષા પ્રમાણે હોય છે. મૃત્યુની ઘટના કેટલીયે વાર અચાનક, અનપેક્ષિત અને આઘાતજનક હોય છે. જેટલું વૈવિધ્ય મૃત્યુની ઘટનામાં છે તેટલું જન્મમાં નથી. કોઈનું મૃત્યુ થાય તો આપણે પૂછીએ છીએ કે કેવી રીતે મૃત્યુ થયું? બાળકનો જન્મ થાય ત્યારે આપણે પૂછતા નથી કે કેવી રીતે જન્મ થયો. મૃત્યુ ઘણુંખરું વૃદ્ધાવસ્થામાં શરીર ઘસાઈ જતાં નૈસર્ગિક રીતે થાય છે, કેટલીક વાર જીવલેણ રોગ વગેરેને કારણે અકાળે થાય છે, કોઈ અકસ્માતથી થાય છે, કોઈકની હત્યાનો ભોગ બનવાને લીધે થાય છે, તો ક્યારેક સ્વૈચ્છિક રીતે પોતાના જીવનનો અંત આણવાને કારણે પણ WWW.jainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ થાય છે. સામાન્ય રીતે દરેકનું મૃત્યુ એ એક અલગ ઘટના બને છે. કેટલીક વાર બેચાર કે તેથી વધુ માણસો એક સાથે એક જ સમયે મૃત્યુ પામે છે. જન્મની બાબતમાં કોઈક વિરલ સંજોગોમાં ત્રણ કે તેથી વધુ બાળકોનો સાથે જન્મ થાય છે. અન્યથા મનુષ્યમાં સામૂહિક જન્મ નથી. તિયચ ગતિમાં, એકેન્દ્રિયાદિ જીવોમાં સામૂહિક ઉત્પત્તિ થાય છે. સામૂહિક મૃત્યુનાં ઘણાં નિમિત્તો હોય છે. અચાનક અકસ્માત થાય અને પાંચ પંદર કે સોબસો માણસો એક સાથે મૃત્યુ પામે છે. ટ્રેન, બસ, વિમાન, સ્ટીમર વગેરેના અકસ્માતમાં એક સાથે ઘણા બધા મૃત્યુ પામે છે. અચાનક આગ ફાટી નીકળે, ધરતીકંપ થાય, વાવાઝોડું થાય, પૂર આવે, રોગચાળો ફાટી નીકળે, ઇત્યાદિ પ્રકારની આકસ્મિક ઘટના બને તો એક સાથે ઘણા બધા માણસો મૃત્યુ પામે છે. થોડી જ સેકન્ડોમાં કે મિનિટોમાં, ધરતીકંપમાં લગભગ આખું નગર નષ્ટ થતાં બે લાખ જેટલા માણસો એકસાથે મૃત્યુ પામ્યાની ઘટના બની છે. યુદ્ધ વખતે સામુદાયિક હત્યા થાય છે. હિરોશિમા કે નાગાસાકી પર પડેલા અણુબોમ્બ વખતનો સામૂહિક મૃત્યુનો આંકડો સૌથી વધુ રહ્યો છે. સામૂહિક આકસ્મિક મૃત્યુની ઘટના જેટલી બને છે તેટલી સામૂહિક આપઘાતની બનતી નથી. તો પણ ક્યારેક ક્યારેક એવી ઘટના બનતી રહે છે. કેટલાક સમય પહેલાં અમેરિકામાં કેલિફોર્નિયામાં રાન્ચો સાન્તા કે નામના સ્થળે સામૂહિક આત્મઘાતની એક વિરલ કહી શકાય એવી ઘટના બની હતી. Heaven's Gate નામના એક રહસ્યવાદી પંથના પ્રવર્તક ગુરુ અને એના ૩૮ જેટલા અનુયાયીઓ, એમ મળીને કુલ ૩૯ માણસોએ, પોતાના આશ્રમમાં એક સાથે પોતાના જીવનનો આનંદપૂર્વક અંત આણ્યો હતો.વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે ઠેઠ ૧૯૭૬ થી આ રહસ્યવાદી પંથ ચાલુ થયો હતો. એ Page #138 -------------------------------------------------------------------------- ________________ સામૂહિક આત્મઘાત ૧૨૯ પંથ પ્રવર્તાવનાર માર્શલ એપલવ્હાઇટ નામના એક નિવૃત્ત સંગીત શિક્ષક હતા. આ પૃથ્વી પરના ભૌતિક જીવન કરતાં વધુ ચડિયાતું સુખી જીવન છે. એ જીવન ઉપર અવકાશમાં Next Levelમાં સ્વર્ગરૂપે છે, એની સાથે તમે અનુસંધાન સાધો અને એમના સૂક્ષ્મ અવાજો સાંભળો તો તેઓ તમારે માટે અવકાશયાન મોકલે છે એવું તેઓ માનતા હતા. આવું અવકાશયાન આવવાની વાત અગાઉ પણ થઇ હતી, પરંતુ આ વખતે હેલ-બોપના ધૂમકેતુની પાછળ એ અવકાશયાન આવી રહ્યું છે એ માન્યતા સાથે, એમાં બેસીને ઉપર જવા માટે ૩૯ જણાએ પોતાનો દેહ છોડ્યો. અગાઉ તેઓ એમ માનતા હતા કે સદેહે સ્વર્ગમાં જઇ શકાય છે, પરંતુ પછીથી તેઓની માન્યતા બદલાઇ કે એ અવકાશયાનમાં બેસતાં પહેલાં તમારે તમારો દેહ (human container) અહીં છોડી દેવો પડે. એ છોડવા માટે તત્ક્ષણ પ્રાણ જાય એવું ઝેર પી લેવું જોઇએ. આ રહસ્યવાદી ગુપ્ત પંથના ૨૦૦ થી વધુ અનુયાયીઓ છે. તેમાંથી ફક્ત ગુરુ સહિત ૩૯ની પસંદગી થઈ હતી, કારણ કે એ સંખ્યા પણ તેઓના મતે સાંકેતિક હતી. આ ૩૯ માણસોમાંથી કેટલાકે જીવનનો અંત આણતાં પહેલાં લાસ વેગાસ અને અન્ય સ્થળે જઇ જીવનને ભરપેટ માણી લીધું હતું. જવાના દિવસે બધાં નવાં સરસ એકસરખાં વસ્ત્રમાં સજ્જ થયાં. કાળા બુટ, કાળા પેન્ટ, સફેદ શર્ટ કે ઉ૫૨નું સફેદ વસ્ત્ર પહેરવું. દરેકે પોતાની સુંદર, સ્વચ્છ, પથારીમાં ચત્તા સૂઇને માથે જામલી રંગની નાની ચાદર ઓઢી લેવી. દરેકે પોતાની બાજુમાં પોતાનું ઓળખપત્ર મૂકવું. ચશ્મા કે બીજી કોઇ ચીજ વસ્તુ હોય તો તે પણ બરાબર ગોઠવીને બાજુ પર મૂકવી. દરેકે ફિનોલ–બાર્બિટોલ નામનું કાતિલ ઝેર એપલસોસ કે પુડિંગમાં ભેળવીને ખાઇ લીધું. અને પછી પોઢીને સૂઇ ગયા. તરત તેઓના પ્રાણ નીકળી ગયા. જ્યારે તેઓનાં શબ ગંધાવા લાગ્યા ત્યારે આ ઘટના બહાર આવી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ એપલવ્હાઈટનું પૂર્વ જીવન બહુ સારું નહોતું, પરંતુ એક માંદગીમાં હોસ્પિટલમાં, મૃત્યુને દરવાજો ખખડાવીને પોતે આવ્યા તે વખતે પોતાને થયેલી કહેવાતી દિવ્ય અનુભૂતિ પછી એમનું જીવન પલટાઈ ગયું હતું. હોસ્પિટલની નર્સ પણ એમના અનુભવોથી અંજાઈ ગઈ હતી અને એમની સાથે નવો પંથ Heaven'sGate સ્થાપવામાં અને તેનો પ્રચાર કરવામાં જોડાઈ ગઈ હતી. પછી તો તેઓએ પોતાના વાસ્તવિક નામ છોડી દઈ “દો” અને “તી’ એવાં નામ પણ ધારણ કર્યા હતાં. એમની ઘણી બધી વિગતો બહાર આવી છે, પરંતુ તે અહીં પ્રસ્તુત નથી. એપલવ્હાઈટ કોઈ ચક્રમ માણસ નહોતા. તેઓ પોતાની માન્યતા પ્રમાણે અને પોતાને થયેલા અનુભવ અનુસાર પોતાની ખ્વાબી કે ગેબી દુનિયામાં રહેતા હતા. તેઓ પોતાને ઈશુ ખ્રિસ્તના અવતાર તરીકે માનતા હતા. પોતાને દિવ્ય અનુભવો થાય છે એવું તેઓ કહેતા. તેઓ પોતાના અનુયાયીઓને નિયમિત બાઈબલ વાંચવાનું, પ્રાર્થના કરવાનું કહેતા. એમના આશ્રમના નિવાસી અનુયાયીઓ માટે દારૂ કે કેફી દવાઓ લેવા પર પ્રતિબંધ હતો. બ્રહ્મચર્યનું પાલન દરેકે ફરજિયાત કરવાનું રહેતું. એકબીજાને ભાઈ કે બહેન કહીને બોલાવવાનું રહેતું. ટી.વી. પરતેઓને ફક્ત સમાચાર જોવાદેવામાં આવતા. છાપાંઓમાંથી વાંચવા જેવાં અમુક જ પાનાં તેઓને આપવામાં આવતાં. દરેકે ગુરુની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરવાનું રહેતું. જેનાથી આજ્ઞાનું પાલન ન થાય તે સ્વેચ્છાએ તરત છૂટા થઈ શક્તા. દરેકે રોજે રોજ અમુક જ પ્રકારનો પહેરવેશ પહેરવાનો રહેતો. હાથનાં મોજાં ચોવીસ કલાક પહેરેલાં રાખવાં પડતાં. આમ છતાં આ બધા અનુયાયીઓ કોઈ અભણ, ગરીબ નહોતા. બધા યુવાન, સુશિક્ષિત, સંપન્ન, કોમ્યુટર-ઈન્ટરનેટ પર કામ કરનાર અને બુદ્ધિશાળી હતા. એમાં કેટલીક મહિલાઓ પણ હતી. એ દરેકે સ્વેચ્છાપૂર્વક, સમજણપૂર્વક, પૂરી તૈયારી સાથે, ઉલ્લાથી, દિવ્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ સામૂહિક આત્મઘાત ૧૩૧ જીવન માટેની આશા અને શ્રદ્ધા સહિત, ગુરુના આદેશાનુસાર નિશ્ચિત સમયે પોતાના પ્રાણ ત્યજી દીધા. એમના નિર્ણયમાં બુદ્ધિ અને તર્ક કરતાં ઉત્કટ સંવેદનશીલતા, ભાવુકતાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હશે! કદાચ સંમોહક ગુરુ પ્રત્યેની વેવલી શ્રદ્ધાએ કામ કર્યું હશે. ગમે તે હોય, પણ સામૂહિક જીવનવિસર્જનની એક વિલક્ષણ કહેવાય તેવી ઘટના બની ગઈ. આવી ઘટનાઓની યોગ્યાયોગ્યતાનો નિર્ણય કોણ આપી શકે? એ વિશે ઊંડું અધ્યયન-સંશોધન કરનારા પણ એકમત થઈ શકે કે કેમ તે પ્રશ્ન છે. સામાજિક, આધ્યાત્મિક, ઐહિક, પારલૌકિક એમ ઘણાં દષ્ટિબિંદુથી એનું વિશ્લેષણ થઈ શકે. આવી જ એક ઘટના કેટલાંક વર્ષ પહેલાં પણ બની હતી. ૧૯૭૮માં લેટિન અમેરિકાના ગુયાના રાજ્યના જોન્સ ટાઉન નામના નગરમાં Peoples Temple નામનો ધાર્મિક રહસ્યવાદી પંથ ચલાવનાર જીમ જોન્સ નામના પંથપ્રવર્તક પોતાના અનુયાયીઓને જીવનનો અંત આણવા માટે આજ્ઞા કરી હતી અને અંધશ્રદ્ધાળુ એવા ૯૦૦ થી વધુ સ્ત્રીપુરુષોએ એક સાથે આત્મઘાત કર્યો હતો. આ પૃથ્વીનો અંત આવવાનો છે અને આપણાં સર્જનહારે આપણને પાછા બોલાવ્યા છે એવી માન્યતાના ભોગ આવા ભોળા, ઘણાખરા ગરીબ લોકો બન્યા હતા. આવા પથપ્રવર્તકો પોતે પોતાની માન્યતાને વફાદાર હોય છે. એવું નથી કે લોકોનો ગેરલાભ ઉઠાવવા માટે તેઓ ખોટી માન્યતાનો પ્રચાર કરે છે. તેમનું વ્યક્તિત્વ મોહક અને પ્રભાવશાળી હોય છે. તેમની વાણીમાં કંઈક જાદુ હોય છે. બેચાર માણસો ખોટી રીતે ફસાય, પણ બસો પાંચસો કે બે પાંચ હજાર માણસો એમની પાછળ ગાંડા થાય અને એમનો બોલ ઝીલવા તત્પર હોય તથા ગુરુ પોતે મરવા તૈયાર થાય તે બાબતને છેતરપિંડી તરીકે લેખી ન શકાય. રશિયામાં સાઈબિરિયામાં, આપઘાત Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ કરવામાં કોઈ પાપ નથી એવો બોધ આપનાર આવા એક પંથપ્રવર્તકના પાંચ હજારથી વધુ અનુયાયીઓ અત્યારે છે. આવા પંથો એક બે વરસ નહિ, બેપાંચ દાયકા સુધી ચાલતા હોય છે. સવાલ એ છે કે આટલા બધા માણસો એની પાછળ કેમ ખેંચાતા હશે? અને આત્મસમર્પણ કરવા કેમ તૈયાર થઈ જતા હશે? આ ઘણો સંકુલ પ્રશ્ન છે. આ વિષય આપણી ધારણા કરતાં વધુ ગહન છે. જીવન અકળ છે. માણસ પોતાની વર્તમાન સ્થિતિથી કાં તો અસંતુષ્ટ છે અથવા વર્તમાન એકધારા નીરસ જીવનમાં એને કોઈ રસ રહ્યો નથી. કંઈક ચડિયાતા સુખનું સ્વપ્ન એના હૃદયને હલાવી નાખે છે અને એના ચિત્તનો કબજો લઈ લે છે. આવા માણસોના જીવનમાં સંસાર માટે નર્યો નિર્વેદ ભરેલો હોય છે અને જીવનનો અંત આણવામાં કંઈક છૂટકારા જેવું તેમને લાગે છે. કેલિફોર્નિયાની ઘટનામાં જીવનનો અંત આણનાર કેટલાકે પોતાની વિદાય વેળાની વિડિયો ફિલ્મ ઉતરાવી છે અને એમાં તેઓએ આવા ઉદગારો કાઢ્યા છે. સ્વેચ્છાએ આનંદપૂર્વક, સમજણ સાથે ઉલ્લાસથી પોતાના જીવનનું વિસર્જન કરવાની ઘટના જુદા જ પ્રકારની છે. એમાં પણ એ સામૂહિક હોયતો વળી તેઓને માટે સવિશેષ આનંદદાયક બને છે. આવો સામૂહિક આત્મઘાત બૌદ્ધિક પ્રકારનો પણ હોઈ શકે છે અને ધાર્મિક કે આધ્યાત્મિક પ્રકારનો પણ હોઈ શકે છે. કેટલીક વાર તે અંધશ્રદ્ધાયુક્ત હોય છે. ભૂતકાળમાં રહસ્યવાદી ગુપ્ત, ગૂઢ ઘર્મપંથોમાં સામૂહિક આત્મહત્યાની આવી ઘટનાઓ કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં પણ બની છે. ગયા સૈકામાં ભારતમાં જ્યોતિષીઓએ અને કેટલાક ધર્મગુરુઓએ એવી જોરદાર વાત પ્રસરાવી હતી કે અમુક દિવસે પૃથ્વીનો પ્રલય થવાનો છે. એ દિવસે પોતે મૃત્યુ પામવાના છે એમ માની Page #142 -------------------------------------------------------------------------- ________________ સામૂહિક આત્મઘાત ૧૩૩ કેટલાયે અંધશ્રદ્ધાળુ લોકોએ એ માટે પૂરી તૈયારી કરી લીધી હતી. કેટલાંક વર્ષ પહેલાં અષ્ટગ્રહયુતિ વખતે પણ આવી અંધશ્રદ્ધા પ્રસરી હતી, પણ કશું થયું નહોતું. સામુદાયિક આપઘાત માત્ર ઘર્મના ક્ષેત્રે જ થાય છે એવું નથી. સામાજિક અને અન્ય ક્ષેત્રમાં પણ એવી ઘટનાઓ બને છે. અલબત્ત, એમાં સંખ્યા ઘણી ઓછી હોય છે. પોતાના જીવનનો અંત લાવવો એ મુખ્યત્વે પોતાની અંગત બાબત છે. સામાન્ય રીતે આપઘાત કરનારા પોતાની વાતને ગુપ્ત રાખે છે. પણ કેટલાક એવા સંજોગોમાં માણસ પોતાના જેવા બીજા દુ:ખી માણસને પણ આપઘાત કરવા પ્રેરે છે. પ્રેમમાં નિષ્ફળ નીવડેલાં યુવક્યુવતી સાથે આપઘાત કરવાનો વિચાર સેવે છે. સમાન આપત્તિ કે બીજી કોઈ સમાન દુઃખની સ્થિતિ હોય ત્યારે એક કરતાં વધારે વ્યક્તિ સાથે આપઘાત કરવાનો નિર્ણય કરે છે. મૃત્યુને ભેટવા માટેનો ભાવ ક્યારેક એકાધિક વ્યક્તિને એક સાથે હુરે અને ક્યારેક એકને સ્વરેલો વિચાર બીજી વ્યક્તિ સહજ રીતે સ્વયમેવ ઝીલી લે એમ પણ બને અથવા બીજાને પણ તેમ કરવા પ્રેરણા કે દબાણ કરાય. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ મૃત્યુને એક જ સમયે ભેટવા માટે પ્રયાસ કરે ત્યારે એવું નથી કે તે વખતે બધા સાથે જ મૃત્યુ પામે. કોઈ વખત એવા સમુદાયમાંથી એક કે વધુ વ્યક્તિ જીવતી રહી જાય છે અને પછી એમને જીવવું ગમે છે. આપઘાત માટેનાં પહેલાંનાં કારણો હોવા છતાં તેઓ આપઘાત કરવાનું માંડી વાળે છે. પ્રેમમાં પડેલા યુવકયુવતી ઝેર પી ને, બળી મરીને, પાણીમાં પડતું મૂકીને કે અન્ય કોઈ રીતે સાથે આપઘાત વા કોશિષ કરે, પરંતુ તેમાંથી એક બચી જાય કે તેને બચાવવામાં આવે, તો યાર પછી તે વ્યક્તિ બીજી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ વાર આપઘાત માટે કોશિષ કરે જ એવું નથી. બચી ગયેલ યુવક કે યુવતીએ ત્યાર પછી કેટલાક સમયે બીજા કોઈ પાત્ર સાથે લગ્ન કરી લીધાં હોય એવી ઘટના પણ બને છે. “સારું થયું કે મારું મૃત્યુ ન થયું' એવો ભાવ પણ પછીથી એના મનમાં રમી જાય છે. વ્યક્તિગત દુઃખન હોય પણ પોતાને અન્યાય થાય છે અથવા પોતાની જાતિ, ધર્મ, વર્ણ, ભાષા ઈત્યાદિને અન્યાય થાય છે, માટે એ અન્યાયના પ્રતિકારરૂપે સામૂહિક આત્મઘાતની ધમકી ઘણીવાર આપવા ખાતર અપાય છે. કેટલીક વાર પોતાને ન્યાય ન મળતાં ધમકી પ્રમાણે સામૂહિક આત્મઘાત થાય છે. અન્યાય કરનાર દરેક વખતે કોઈ એક જ વ્યક્તિ નથી હોતી; કોઈ સંસ્થા, રાજ્ય, સરકાર કે અમુક વર્ગના લોકો પણ હોય છે. ઘણીવાર તેવા અન્યાયો દૂર કરાવવા માટે પ્રયાસો થાય છે. જો અન્યાય દૂર થાય તો આત્મઘાત કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. ઘણીવાર સામૂહિક આત્મઘાતની ઘમકીથી તરત અન્યાય દૂર થાય છે, સમાધાનના પ્રયાસો થાય છે અને સાત્તિ સ્થપાય છે. સામૂહિક આત્મઘાતની ગંભીર ચેતવણી ત્યારે ત્વરિત કામ કરે છે. કેટલીક વાર આવા અન્યાયના પ્રસંગે પોતાના શરીર પર ઘાસલેટ કે પેટ્રોલ છાંટી બળી મરવાના પ્રસંગો બને છે. શ્રીલંકામાં અને અન્ય કેટલાક દેશોમાં બૌદ્ધ ભિખ્ખઓએ આવી રીતે બેચારના સમૂહમાં બળી મરીને આત્મવિલોપન કર્યાના બનાવો બન્યા છે. ભારતમાં અને અન્યત્ર ધાર્મિક અન્યાયને કારણે આવી બળી મરવાની ઘટનાઓ હિંદુઓમાં, મુસલમાનોમાં કે અન્ય ધર્મના લોકોમાં પણ બની છે. કોઈક વાર ખોટી ધમકી પણ અપાય છે. કોઈક વાર રાજકારી પ્રશ્ન કે પગારવધારા જેવી સામાન્ય બાબતમાં પણ, સામા પક્ષે ચેતવણી ગંભીરપણો ન લીધી હોય ત્યારે આવી ઘટનાઓ બની છે. માણસો જ્યારે નાની કે મોટી વાતમાં Page #144 -------------------------------------------------------------------------- ________________ સામૂહિક આત્મઘાત ૧૩૫ અતિશય સંવેદનશીલ બની જાય છે ત્યારે આવા બનાવો બને છે. આવી સંવેદનશીલતા યુવક-યુવતીઓમાં જલદી ઉત્કટતા પામે છે. આવી self Immolationની ઘટનામાં પ્રૌઢો કે વૃદ્ધો કરતાં યુવાનો વધારે જોવા મળે છે. યુદ્ધના વખતમાં પકડાયેલા સૈનિકો કે જાસૂસો પોતાના રાષ્ટ્રની યુદ્ધના મોરચાની માહિતી ન આપવી પડે એટલે સંકલ્પ કરીને સામૂહિક આત્મઘાત કરી લે છે. હવે તો પોટેશિયમ સાઈનાઈડનું માદળિયું પહેરીને પોતાનાં વતન, ઘર્મ, પક્ષ ઇત્યાદિ માટે મરણિયા થયેલા માણસો પકડાઈ જતાં કે પકડાઈ જવાની બીક હોય ત્યારે બધા એકસાથે પોતપોતાનું માદળિયું ચૂસીને મોતને વરે છે. આમાં વ્યક્તિગત કોઈ દુઃખ હોતું નથી, પણ પોતાના પક્ષને બચાવાવની ભાવના જ મુખ્ય હોય છે. વર્મતાન સમયમાં શ્રીલંકાનાતમિલ ટાઈગરોએ આવી રીતે ઝેરનું માદળિયું ચૂસીને સામૂહિક આત્મવિલોપન કર્યું હોય એવા ઘણા દાખલા બન્યા છે. પોટેશિયમ સાઈનાઈડ અને એવાં બીજાં ઝેર એવાં છે કે જીભને તે અડતાં તત્કૃણ મૃત્યુ થાય છે. એક મિનિટ જેટલો સમય પણ તેમાં લાગતો નથી. તેમાં કોઈ શારીરિક પીડા હોતી નથી. જૂના વખતમાં યુદ્ધ સમયે પરાજય થવાનો સંભવ હોય ત્યારે રજપૂતોમાં કેસરિયા અને જૌહર કરવાની પ્રણાલિકા હતી. રજપૂત યોદ્ધાઓ દુમનના હાથમાં જીવતા ન પકડાઈ જવાય અથવા પકડાયા પછી જીવતા ન રહેવું પડે એ માટે પોતાના શરીરની એકાદ મોટી નસ ઉપર છેદ મૂકી, કેસરી વસ્ત્ર ધારણ કરી, ઈષ્ટ દેવદેવીનું સ્મરણ કરી,, જયનાદના ઉચ્ચારણ સાથે દુશ્મનની સામે શસ્ત્ર લઈને લડવા નીકળી પડે છે. લડતાં લડતાં પોતાની નસમાંથી વહેતા લોહીના કારણે છેવટે બેશુદ્ધ થઈ, ઢળી પડી મૃત્યુ પામે છે, પણ દુશ્મનના કેદી બનાવો વખત Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ નથી આવતો. જૂના વખતમાં એક સાથે ઘણા બધા યુવાનો યુદ્ધના મોરચે આવી રીતે મરણિયા થઈ કેસરિયાં કરવા નીકળી પડતા. રજપૂતાણીઓ જૌહર (યમગૃહ ઉપરથી આવેલો શબ્દ) કરતી, એટલે કે તેઓ અગ્નિકુંડ તૈયાર કરી, સૌભાગ્યવતીના શણગાર સજી તેમાં બળી મરતી. પતિ તો કેસરિયા કરવા નીકળી પડ્યો છે. એનું મોત નિશ્ચિત છે. પોતે જીવતી રહેશે તો વિધવા થવાની છે એ નિશ્ચિત છે. માટે શત્રુના હાથમાં જવા કરતાં જીવનનો અંત આણવો તે વધુ યોગ્ય પગલું છે એમ સમજી શણગાર સજી, ધર્મબુદ્ધિથી જૌહર કરવા તૈયાર થતી. આવી રીતે ઘણી સ્ત્રીઓ એક સાથે પોતાના જીવનનો અંત લાવતી. સામૂહિક આત્મઘાતની આવી ઘટનાઓમાં અમંગળ ભાવિમાંથી મુક્ત થવા માટે વિચારપૂર્વક આત્મવિલોપન કરવાનું ધ્યેય રહેતું. અલબત્ત, એમ કરવામાં ઘણી મોટી નૈતિક હિંમતની અપેક્ષા રહેતી. કેટલાયે રજપૂતો કે રજપૂતાણીઓ એમાંથી છટકવાનો પ્રયત્ન પણ કરતા. કેટલીક વાર આત્મઘાત માટે પોતાની તૈયારી ન હોય, પણ દેખાદેખીથી એવો ભાવ જાગ્રત થઇ જતો. ઈતર સામૂહિક પ્રવૃત્તિઓમાં જેમ અનાયાસ બળ અને ઉત્સાહ પ્રગટે છે તેમ આવા સામૂહિક આત્મવિલોપનમાં પણ થાય છે. દુઃખની, વ્યથાની અતિશયતાથી નિરાશ અને નિષ્ફળ થયા પછી તેમાંથી છૂટવાના એકમાત્ર ઉપાય તરીકે આત્મઘાત કરવાનો વિચાર કેટલાક અત્યંત સંવેદનશીલ માણસોને આવતો હોય છે. એવી વ્યક્તિ પોતાની જેમ જદુઃખ અનુભવતી બીજી વ્યક્તિનો આત્મઘાત માટે સંગાથ શોધે છે અથવા બીજાને તે માટે તૈયાર કરે છે અથવા તેને ફરજ પાડે છે. પતિના ત્રાસથી હતાશ થઇ ગયેલી કોઈ સ્ત્રી પોતાના બે ત્રણ નાનાં બાળકો સાથે આપઘાત કરે છે ત્યારે બાળકોને આપઘાત કરવાનો વિચાર કે ભાવ નથી હોતો, પણ મા કહે એમ કરવા તે તૈયાર થાય છે અથવા માએ કહ્યું પણ ન હોય, માત્ર ઝેર પીવડાવી દીધું હોય અથવા કૂવામાં કે Page #146 -------------------------------------------------------------------------- ________________ સામૂહિક આત્મઘાત ૧૩૭ ઊંચેથી પડતી વખતે છોકરાંઓને પણ ધક્કો માર્યો હોય! આવાસામૂહિક આપઘાતમાં દુઃખમુક્તિસિવાય બીજો કશો વિચાર નથી હોતો. દુઃખ પણ ક્યારેક હોય તેના કરતાં માની લીધેલું વધુ હોય છે. ચિત્તની વ્યગ્રતા જ ત્યારે વધુ ભાગ ભજવી જાય છે. આપઘાતની એ પળ જ ચાલી જાય છે તો પછી તેનો આવેગ પણ શાન્ત થઈ જાય છે. પછી તો આપઘાત કરવાનો વિચાર પણ નીકળી જાય છે. સ્વેચ્છાએ થતી જીવનસમામિ અચાનક જ થાય એવું નથી. ક્રમિક જીવનસમાપ્તિ પણ કરી શકાય છે. પોતાના દેહનું પોષણ અટકાવી દઈને જીવન પૂરું કરી શકાય છે. અનશન (ખાવું નહિ) દ્વારા જીવન પૂરું કર્યાના ઘણાં ઉદાહરણો જોવા મળે છે. પશુ સૃષ્ટિમાં અચાનક આપઘાત કરવાની પ્રક્રિયા જોવા નથી મળતી, પણ કૂતરું, બિલાડી વગેરે પ્રાણીઓએ સ્વેચ્છાએ હેતુપૂર્વક ખાવાનું બંધ કરીને પોતાનું જીવન પૂરું કરી નાખ્યું હોય એવા બનાવો જોવા-સાંભળવા મળે છે. જૈન ધર્મમાં “સંલેખના' નામની ધર્મક્રિયા છે જેમાં દેહને પોષણ આપતું અટકાવીને જીવનનું સ્વેચ્છાએ ઘર્મબુદ્ધિથી, આધ્યાત્મિક દષ્ટિથી વિસર્જન કરવાનું હોય છે. અનશન ( ઉપવાસ) કરી દેહત્યાગ કરવાનાં ઉદાહરણો જૈન ધર્મમાં અનેક છે. પ્રત્યેક તીર્થંકર ભગવાન છેલ્લે કેટલાક દિવસનું અનશન કરીને, પોતાનો દેહત્યાગ કરીને નિર્વાણ પામે છે. અનશન કે સંલેખના એ આપઘાત નથી. એમાં કોઈ દુઃખ કે આઘાત હોતાં નથી. માટે તે અમંગળ ગણાય નહિ. કાયદાની દષ્ટિએ આપઘાત ગુનો છે, સંલેખના કે સંથારો એ ગુનો નથી. એમાં ઉચ્ચતર ધ્યેયનો હર્ષપૂર્વક જાહેર સ્વીકાર છે. એમાં મૃત્યુ મંગળમય, મહોત્સવમય હોય બે અથવા બે થી વધારે વધુ વ્યક્તિઓ એક સાથે સંલેખના વ્રત લે એવા દાખલા પણ જૈન ધર્મમાં મળે છે. ધન્ના (ધન્યકુમાર) અને શાલિભદ્ર Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૨ યુવાન વયે, ભગવાન મહાવીર સ્વામીની અનુજ્ઞા લઈને વૈભારગિરિ ઉપર સંલેખના વ્રત કરીને પોતપોતાનો દેહ છોડ્યો હતો. સંલેખના વ્રત એક જ સમયે લેવાય, પરંતુ તેથી દરેકનો દેહ એક જ વખતે છૂટે એવું નથી. દરેકના શરીરના બળ ઉપર એનો આધાર રહે છે. (તાકિદષ્ટિએ વિચારીએ તો દરેકના આયુષ્ય કર્મ ઉપર એનો આધાર રહે છે.) ઉપસર્ગો આવી પડતાં સાધુ ભગવંતોએ સામૂહિક અનશન સ્વીકારી લીધું હોય એવા પ્રસંગો પણ પુરાણોમાં અને ઇતિહાસમાં નોંધાયા છે. દક્ષિણ ભારતમાં જૂના વખતમાં રાજકીય ઉથલપાથલની સાથે ધાર્મિક વિગ્રહ જ્યારે થયો હતો ત્યારે ઠેર ઠેર કેટલાયે દિગંબર મહાત્માઓએ સામૂહિક સંલેખનાબત સ્વીકારી લીધું હતું. બે હજાર વર્ષ પૂર્વે એક આચાર્ય પોતાના શિષ્યો સાથે ગંગા નદીના કિનારે વિહાર કરતા હતા અને બહુતરસ્યા થયા હતા. પાસે જ નદીનું પાણી હતું. પરંતુ તેમને ખપે એવું જળ વહોરાવનાર કોઈ નહોતું એટલે તે સર્વેએ સામૂહિક સંલેખના વ્રત અંગીકાર કરીને પોતાના દેહનું વિસર્જન કર્યું હતું. સ્વેચ્છાએ દેહનું વિસર્જન કરવાનું ફક્ત જૈનોમાં જ છે એવું નથી. અન્ય ધર્મમાં પણ યોગી મહાત્માઓએ જળસમાધિ, ભૂમિસમાધિ કે અગ્નિસમાધિ લીધી હોય એવી ઘટનાઓ પણ બનતી રહી છે. અનશન દ્વારા દેહ છોડનારાઓ પણ છે. પૂ. વિનોબાજીએ કે પૂ.મોટાએ શરીરનું પોષણ અટકાવી સ્વેચ્છાએ દેહનું વિસર્જન કર્યું હતું. વ્યક્તિગત આપઘાત વ્યક્તિગત કારણો અને સંજોગોને લીધે જ્યારે થાય છે ત્યારે સામાન્ય રીતે તે એકાંતમાં ગુપ્તપણે થાય છે. કોઈ ચેતવણીરૂપે ઉશ્કેરાટપૂર્વક થતો આપઘાત કેટલીકવાર બીજાંઓની સમક્ષ થાય છે. જાહેર અન્યાયની સામે વિરોધ પ્રદર્શિત કરવા થતો વ્યક્તિગત આપઘાત પ્રાયઃ જાહેરમાં થાય છે. સામુદાયિક આપઘાતમાં સમુદાય ઉપસ્થિત હોવાથી તે ખાનગી કે ગુપ્ત હોતો નથી, પણ અન્ય સમુદાયથી Page #148 -------------------------------------------------------------------------- ________________ સામૂહિક આત્મઘાત કે પોલિસથી ગુપ્ત રીતે તે થાય છે. એવી ગુપ્તતા સાચવવાનું કેટલીકવાર આવશ્યક કે અનિવાર્ય હોતું નથી. ૧૩૯ સામુદાયિક જીવનવિસર્જનની ઘટનાનું સામાજિક કે મનોવૈજ્ઞાનિક દષ્ટિએ પૃથક્કરણ જુદી જુદી રીતે થઇ શકે છે. એનાં તારણો અને કારણોની ચર્ચા થાય છે અને આવી ઘટનાઓ ન બને તે માટેના ઉપાયો પણ વિચારાય છે. પરંતુ સામૂહિક આત્મઘાતની ઘટનાને સદંતર કાયમને માટે અટકાવી શકાશે એવું કહી શકાય નહિ. કયા સ્વરૂપે કેવી રીતે અને ક્યારે આવી ઘટના બનશે એ કળવું સહેલું નથી. સામુદાયિક આપઘાતની કે જીવનાન્તની ઘટના શા માટે થાય છે એનું વિશ્લેષણ સામાજિક, આર્થિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક ઇત્યાદિ દષ્ટિએ થાય છે. જીવનની વર્તમાન સ્થિતિનો તીવ્ર અસહ્ય અસંતોષ અને ઉત્કટ લાગણીશીલતા એમાં મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. સામુદાયિક દેહવિલોપનની ઘટનાનું ધાર્મિક કે આધ્યાત્મિક દષ્ટિએ પણ વિશ્લેષણ થાય છે. કોઇક ધર્મ એને ઇશ્વરના શાપ તરીકે ઓળખાવે છે, તો કોઇક એને ભાગ્ય કે પ્રારબ્ધ તરીકે ઓળખાવે છે. જૈન તત્ત્વદર્શનની દૃષ્ટિએ એ સામુદાયિક કર્મનો ઉદય છે. જીવ જે શુભાશુભ કર્મ બાંધે છે તે વ્યક્તિગત હોય છે અને સામુદાયિક પણ હોય છે. ચાર પાંચ માણસોએ ભેગા મળીને ચોરી કે ખૂન જેવું કર્યું હોય તો તેઓ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે. પાંચ પચીસ માણસે ભેગા મળીને તીર્થયાત્રા કરી હોય તો તેઓ સામુદાયિક શુભકર્મ બાંધે છે. યુદ્ધ વખતે લશ્કરના હજાર-બે હજાર સૈનિકો સામટો હુમલો કરે છે તો તેઓ સામુદાયિક કર્મ બાંધે છે. કોઇ ધાર્મિક ઉત્સવ વખતે હજાર બેહજાર માણસો સાથે બેસી એક સરખી તપશ્ચર્યા કે કોઇ ધાર્મિક ક્રિયા કરે છે તો તેઓ પણ સામુદાયિક કર્મ બાંધે છે. સામુદાયિક કર્મ બાંધતી વખતે દરેકના ભાવની તરતમતા એક સરખી '' Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૨ નથી હોતી. સામુદાયિક કર્મ પણ દરેક વખતે એકાન્ત (સર્વથા) અશુભ જ હોય અથવા એકાન્ત શુભ જ હોય એવું નથી. તે શુભાશુભ પણ હોઈ શકે છે. જીવનમાં હર્ષ અને શોકના સામુદાયિક પ્રસંગો અનેક વાર આવે છે. આવાં સામુદાયિક કર્મ જ્યારે આ જન્મમાં કે અન્ય જન્મમાં ઉદયમાં આવે છે ત્યારે સાથે જ ભોગવવાં પડે છે. સામુદાયિક કર્મ બાંધતી વખતે એકત્ર થયેલા જીવો મન, વચન અને કાયાથી પોતપોતાની તરતમતા અનુસાર તે કર્મ બાંધે છે. એ સામુદાયિક કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે સામુદાયિક રીતે, પોતપોતાની તરતમતા અનુસાર, તથા કર્મ બાંધ્યા પછી થયેલા પશ્ચાત્તાપાદિ અનુસાર ભોગવવામાં આવે છે. એવાં સામુદાયિક કર્મભોગવતી વખતે જો સમતા ન હોય તો ફરી પાછાં નવાં શુભાશુભ સામુદાયિક કર્મ બંધાય છે. કર્મની ઘટમાળ આમ ચાલ્યા કરે છે. આઠ પ્રકારનાં કર્મમાં આયુષ્ય કર્મની બાબતમાં પણ એમ બને છે. એને કોઈ અટકાવી શકતું નથી. સામુદાયિક આત્મહત્યા કે સામુદાયિક સંલેખનાની બાબતમાં પણ આ રીતે સામુદાયિક કર્મ જ ભાગ ભજવી જાય છે. સંસારની વિવિધતા અને વિચિત્રતા અનંત પ્રકારની છે. એનાં બધાં રહસ્યોને કોણ ઉકેલી શકે? Page #150 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રબુદ્ધ જીવન’માં લેખકના પ્રગટ થયેલા લેખોમાંથી ગ્રંથસ્થ થયેલા લેખોની યાદી ૧, ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૧ (૧) લગ્ન સંસ્થાનું ભાવિ (૨) અસત્યના પ્રયોગો (૩) સન્માન પ્રતીકો (૪) કેફી પદાર્થોનો વધતો પ્રચાર (૫) પદ અને પાત્રતા (૬) જીવ છોડાવવાની પ્રવૃત્તિ (૭) નાતાલની એક વિશિષ્ટ ઉજવણી (૮) કવિનું સન્માન (૯) મોટાં પ્રલોભનો (૧૦) નિર્દોષ, અજ્ઞાન અને દિવ્ય (૧૧) તીર્થયાત્રા (૧૨) કરચોરી (૧૩) જાહેર સંસ્થાઓમાં કરકસર (૧૪) ભાષા સાહિત્યનું અધ્યયન- અધ્યાપન (૧૫) વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા (૧૬) કૂતરાંઓની સમસ્યા (૧૭) વિદ્યોપાસના અને વિઘાપોષણ (૧૮) વિશ્વ સંમેલનો (૧૯)ળારૂં વેરું વત્ત્તા (૨૦) નવી દવાઓ-નવી સમસ્યાઓ (૨૧) પશુ-પંખીઓની નિકાસ (૨૨) પાશવી રમતબૉક્સિંગ (૨૩) પ્રવાસ-ઉદ્યોગ (૨૪) ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ. ૨. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૨ (૧) ક્રાંતિનાં પરિણામ (૨) રાજકારણમાં હિંસા (૩) લોકમત (૪) ન્યાય અને દયા (૫) સામુદાયિક માનવત્યા (૬) રાજકારણમાં નિવૃત્તિ (૭) આત્મહત્યા (૮) જાસૂસી અને રાષ્ટ્રદોહ (૯) વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ (૧૦) દેહાંતદંડ (૧૧) ભાષાવાદનું વિષ (૧૨) સરદાર પટેલના કારાવાસના દિવસો (૧૩) પ્રતિષ્ઠાનો પ્રશ્ન (૧૪) લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન (૧૫) એક વ્યક્તિ-એક સંસ્થા (૧૬) વિશ્વનું પર્યાવરણ (૧૭) ક્રિકેટનો અતિરેક (૧૮) ભૌતિક સમૃદ્ધિ (૧૯) કમ્પ્યુટર સગાઇ ( ૨૦) લોકવિદ્યાલયો (૨૧) ભ્રામક ઉક્તિઓ. ૩. ‘સાંપ્રત સહચિંતન’ભાગ ૩ (૧) મણિલાલ દ્વિવેદીનું આત્મવૃત્તાંત (૨) લેખકનો શબ્દ (૩) ટેનેસી વિલિયમ્સ અને આર્થર કોસ્લ૨ (૪) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી (૫) ‘વિશ્વવત્સલ મહાવીર' (૬) આપણાં સામયિકો (૭) નામકરણ (૮) જૈન સાહિત્ય -- ક્ષેત્ર અને દિશાસૂચન (૯) પંડિતોનું ગૃહજીવન (૧૦) સાધકનાં લક્ષણો (૧૧) અહં વાસ્સુ સંમેન (૧૨) વગોવાતી સાધુસંસ્થા (૧૩) સ્તોત્રકાર હેમચંદ્રાચાર્ય અને વીતરાગસ્તોત્ર (૧૪) બલવાન ઇન્દ્રિયગ્રામ (૧૫) ભાષામાં ઉત્ક્રાતિ અને ક્રાંતિ (૧૬) અસ્વીકાર શા માટે ? (૧૭) અણુયુદ્ધોત્તર શિયાળો (૧૮) ૠણાનુબંધ. ૪. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૪ (૧) નિવૃત્તિકાળ (૨) રમકડાં (૩) મોરિતે સબ્નવયળમ્સ (૪) અળશ (૫) લેડી નિકોટીન સાથે છૂટાછેડા (૬) કૉપીરાઇટ (૭) પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી (૮) લગ્નોત્સવ (૯) લેખન, પઠન, ઉચ્ચારણ, શ્રવણ (૧૦) યુરોપમાં સામ્યવાદી શાસનપદ્ધતિ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ‘સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ૫. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૫ (૧) અસંવિમાની ન હૈં તસ્ક મોવો (૨) અમારિ પ્રવર્તન (૩) કુદરતી આપત્તિઓ (૪) સિલપ્પદિકારમ્ (૫) નિર્દય હત્યાની પરંપરા (૬) માયને આસળવાÆ (૭) જે. કૃષ્ણમૂર્તિ (૮) ‘ખાલી'નો સભર ઇતિહાસ (૯) બાદશાહખાન (૧૦) ચિખોદરાની આંખની હોસ્પિટલ (૧૧) ઇન્દિરા ગાંઘી (૧૨) રાતા મહાવીર (૧૩) ચરણ-ચલણનો મહિમા (૧૪) શ્રવણબેલગોડા. ૬. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૬ (૧) નિઃસંતાનત્વ (૨) રંગભેદ (૩) હોમાવિ આયયદું અત્ત (૪) ધૃતકલ્લોલ પાર્શ્વનાથ (૫) સ્વ. ડૉ. ચંદ્ર જોશી (૬) સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સામૂહિક આક્રમણ (૭) સંકલ્પી હિંસા (૮) સ્વ. ચીમનભાઇ પટેલ (૯) દાણચોરીનું નવું ક્ષેત્ર (૧૦) લેખકો અને રાજ્યસત્તા (૧૧) રાણકપુર તીર્થ. ૭. સાંપ્રત સહચિંતન’-ભાગ ૭ (૧) વારસદારો (૨) બાળમજૂરોની સમસ્યા (૩) મોરારજી દેસાઇ (૪) પાિહ નિવિદ્ઘાળું વેર વર્ડ્ઝ । (૫) પોપની ભારતની મુલાકાત (૬) પોલીસ અને ન્યાયતંત્ર (૭) શ્રી યશોવિજયજી કૃત ‘ઉપદેશરહસ્ય' (૮) કે.પી.શાહ (૯) લેનિનસ્કી ગેર ઉપરથી (૧૦) ભારતનાં કતલખાનાં (૧૧) દુર્ઘટના અને કુમરણ (૧૨) હંસાબહેન મહેતા (૧૩) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૧૪) હરીન્દ્ર દવે. ૮. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૮ (૧) મારા પિતાશ્રી (૨) રાણકી વાવ (૩) કન્ફયૂશિયસ (૪) કન્ફયુશિયસની નીતિધર્મની વિચારણા (૫) નાતિવેરું તે મુળી (૬) શાન્તિદૂતોની હત્યા (૭) બળાત્કાર (૮) પંડિત વીરવિજયજીરચિત મોતીશાહ શેઠ વિશે ઢાળિયાં (૯) સ્વ. જોહરીમલજી પારખ (૧૦) મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ (૧૧) બાલહત્યા (૧૨) સ્વ. હીરાબહેન પાઠક. ૯. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૯ (૧) કલામાં અશ્લીલતા (૨) ગન કંટ્રોલ (૩) માંગી-તુંગી (૪) આયર્વભૌ નફ પાવું (૫) ગાંડી ગાય (૬) અપંગો માટે (૭) સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ - પત્રકાર તરીકે (૮) પંડિત કવિ શ્રી વીરવિજયજી (૯) શ્રી માણિભદ્રવીરની સહાય - મારા બાલ્યકાળના અનુભવો (૧૦) તીર્થ વિશેનાં ફાગુકાવ્યો (૧૧) ફાધર બાલાગેર (૧૨) સામૂહિક આત્મઘાત ૧૦. અભિચિંતના (૧) આતુરા પરિશ્તાવેન્તિ (૨) રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા (૩) દવાઓમાં ગે૨૨ીતિઓ (૪) નેતાગીરી અને મોવડીમંડળ (૫) પત્રકારોની મુલાકાતો (૬) Page #152 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૪૩ ચૂંટણી (૭) કચ્છમાં પુરુત્થાન (2) આઝાદીની લડત -- કિશોરવયનાં સંસ્મરણ (૯) દુરારાધ્ય રેવામાતા (૧૦) સિંગાપુરની પ્રગતિ (૧૧) જાતિવાદ વિશે ભગવાન મહાવીર (૧૨) તાઓ તત્ત્વદર્શન (૧૩) “પ્રબુદ્ધ જીવન'ના પચાસ વર્ષ (૧૪) અપહરણ. ૧૧. વંદનીય હૃદયસ્પર્શ' -- ભાગ ૧ (૧) પંડિત સુખલાલજી (૨) બચુભાઈ રાવત (૩) અગરચંદ નાહટા (૪) પરમાનંદભાઈ કાપડિયા (૫) ચીમનલાલ ચકુભાઈ શાહ (૬) મેડમ સોફિયા વાડિયા (૭) ગૌરીપ્રસાદ ઝાલા (2) પંડિત ધીરજલાલ ટોકરશી શાહ (૯) જ્યોતીન્દ્ર દવે (૧૦) યશભાઈ હરિહર શુક્લ (૧૧) ઉમેદભાઇ મણિયાર (૧૨) મનસુખલાલ તારાચંદ મહેતા (૧૩) ઉમાશંકર જોશી (૧૪) ભૃગુરાય અંજારિયા (૧૫) ઈશ્વર પેટલીકર (૧પ) મૂળશંકર મો. ભટ્ટ (૧૭) મોહનલાલ મહેતા -- સોપાન (૧૮) રંભાબહેન ગાંધી. ૧૨. વંદનીય હૃદયસ્પર્શ' -- ભાગ ૨ (૧) ચંદ્રવદન મહેતા (૨) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૩) જયમલ્લ પરમાર (૪) પંડિત હીરાલાલ દુગડ (પ) અમૃતલાલ યાજ્ઞિક (૬) ચંચળબહેન (૭) કાન્તિલાલ કોરા (૮) ઇન્દ્રજિત મોગલ (૯) વિજય મરચન્ટ. ૧૩. તિવિહેણ વંદામિ (૧) પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ (૨) પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ (૩) પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ (૪) પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ (પ) પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ (૬) પૂ. શ્રી તસ્વાનંદવિજયજી મહારાજ (૭) પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ (૮) પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી (૮) પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ (૧૦) પૂ. અભયસાગરજી મહારાજ. ૧૪. “જિનતત્વ' -- ભાગ ૧ (૧) ત્રિવિજય (૨) પ્રતિસેવના (૩) નિયાણ (૪) સંલેખના (પ) કરુણાની ચરમ કોટિ (૬) સાંવત્સરિક ક્ષમાપના (૭) સમુઘાત અને શૈલેશીકરણ (૮) કાઉસગ્ગ (૯) કલ્પસૂત્ર(૧૦) પચ્ચકખાણ (૧૧) આલોચના (૧૨) જૈન દષ્ટિએ તપશ્ચર્યા (૧૩) સંયમની સહચરી ગોચરી (૧૪) વર્ધમાન તપની ઓળી (૧૫) પર્વાધિરાજ પર્યુષણ--૧ (૧૬) પર્વાધિરાજ પર્યુષણ–૨. ૧૫. “જિનતત્ત્વ' -- ભાગ ૨ (૧) લાંછન (૨) પ્રભાવના (૩) પરીષહ (૪) ઉપસર્ગ (૫) કેશલોચન (૬) લબ્ધિ (૭) સમવસરણ (૮) નિરામિષાહાર-જૈન દષ્ટિએ (૯) મલ્લિનાથની પ્રતિમા. WWW.jainelibrary.org Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ૧૬. “જિનતત્ત્વ' -- ભાગ ૩ (૧)સમર્થ યમ, મામાયણ (૨) ધર્મધ્યાન (૩) પ્રતિક્રમણ (૪) દાનધર્મ (૫) સ્વાધ્યાય (૬) જાતિસ્મરણ જ્ઞાન (૭) સંયમનો મહિમા (૮) શલવિઘાતક પરિબળો. ૧૭. “જિનતત્ત્વ -- ભાગ ૪ (૧) મનુષ્યજન્મથી દુર્લભતા (૨) નવકારમંત્રમાં સંપદા (૩) નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી (૪) નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ (૫) દિવ્યધ્વનિ (૬) લોગસ્સ સૂત્ર (૭) દયાપ્રેરિત હત્યા -- ઈતર અને જૈન તત્વદષ્ટિ (૮) ભક્તમાર સ્તોત્ર. ૧૮. “જિનતત્ત્વ' -- ભાગ ૫ (૧) પર્વારાધના (૨) અભ્યાખ્યાન (૩) નવકારમંત્રની શાશ્વતતા (૪) ઉપાધ્યાય પદની મહત્તા (પ) સામાયિક (૬) બોધિદુર્લભ ભાવના. ૧૯ જિનત' -- ભાગ ૧ (૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. ૨૦. પ્રભાવક સ્થવિરો’ -- ભાગ ૧ (૧) ગણિવર્ય શ્રી મુક્તવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ), (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩) શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ (૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ. ૨૧. પ્રભાવક સ્થવિરો – ભાગ ૨ (૧) શ્રી બુટેરાયજી મહારાજ (૨) શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ (૩) શ્રી મોહનલાલજી મહારાજ (૪) શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ. ૨૨. પ્રભાવક સ્થવિરો” – ભાગ ૩ (૧) શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ (૨) શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ (૩) શ્રી અજરામર સ્વામી. ૨૩. પ્રભાવક સ્થવિરો -- ભાગ ૪ (૧) શ્રી વિજયધર્મસૂરિ મહારાજ (૨) શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ) ૨૪. પ્રભાવક સ્થવિરો -- ભાગ ૫ (૧)શ્રી વીરવિજયજી મહારાજ (૨) શ્રી વિજયનેમિસૂરિ મહારાજ (૩) શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૨૫. શેઠ મોતીશાહ (૧) શેઠ મોતીશાહ (૨) જીવદયાની એક વિરલ ઘટના ૨૧. રાણકપુર તીર્થ (૧) રાણકપુર તીર્થ Page #154 -------------------------------------------------------------------------- ________________