________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી
કરી મૂકી. સંઘ ભિન્ન થઈ ગયો. લોકોએ પોતપોતાના પરિચિત જૂથોમાં ગોઠવાઈને અમદાવાદ તરફ ત્વરિત ગતિએ ભાગવાનું ચાલુ કરી દીધું. કેટલાક મૃત્યુ પામ્યા. કેટલાક અશક્ત બની ગયા. કેટલાક મહારાજશ્રી વીરવિજયજી સાથે રહ્યા અને એમની સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં જ્યાં પડાવ નાખવામાં આવે ત્યાં મહારાજશ્રી પડાવની આસપાસ શ્રી પદ્માવતી દેવીની આરાધના સહિત મંત્રેલા જલની ધાર કરી દેતા. તેઓ બધા અમદાવાદ પહોંચ્યા ત્યાં સુધી તેઓને બીજી કશી તકલીફ પડી નહિ, પરંતુ અમદાવાદ કોટની બહાર અંગ્રેજ સરકારના અમલદારોએ ચેપી રોગવાળા માણસોને નગરમાં કેટલાક દિવસ સુધી પ્રવેશવા ન દીધા. કેટલાક આમતેમ કરી છૂપી રીતે નગરમાં દાખલ થઈ ગયા. કેટલાક નગર બહાર જ પોતાના ઘર અને સ્વજનોને યાદ કરતા મૃત્યુ પામ્યા. જ્યારે યાત્રિકોને નગરમાં દાખલ થવા દેવામાં આવ્યા ત્યારે મહારાજશ્રી પણ ભઠ્ઠીની પોળના ઉપાશ્રયે પાછા પધાર્યા. એ વખતે કોઈક ટીકા કરતાં કહેલું કે મહારાજશ્રીની નિશ્રા છતાં સંઘને ઉપદ્રવ કેમ થયો? મહારાજશ્રી ટીકાકારોને કહેતા કે જે બનવાનું હોય તેને કોણ અટકાવી શકે? ભૂતકાળમાં વજૂસ્વામી જેવા દસ પૂર્વધર મહાત્મા હતા છતાં શત્રુંજય પર જાવડશાને બચાવી શક્યા નહોતા.
શ્રી વીરવિજયજી મહારાજની તથા શ્રી રૂપવિજયજી મહારાજની નિશ્રામાં અમદાવાદમાં શેઠ હઠીસિંગના જિનમંદિરનો પ્રતિષ્ઠાનો ઉત્સવ વિ. સં. ૧૯૦૩માં ઉજવાયો હતો. દુર્ભાગ્યે શેઠ હઠીસિંગનું પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં અવસાન થયું હતું, પરંતુ શેઠાણી હરકુંવરબાઇએ ત્યારપછી પોતાની સૂઝ, આવડત અને હોંશિયારીથી આખો પ્રસંગ સારી રીતે પાર પાડ્યો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. શ્રીરંગવિજયજી મહારાજે પોતાના રાસમાં આ પ્રસંગનું સરસ વર્ણન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org