________________
સાંપ્રત સહચિંતન ~~ ભાગ ૯
શ્રી વીવિરજયજી મહારાજે વિ. સં. ૧૯૦૫માં સોરઠના સંધના ઢાળિયાં લખ્યાં છે. મહારાજશ્રીની નિશ્રામાં શેઠશ્રી પ્રેમાભાઇ હેમાભાઇએ ‘ઊભી સોરઠ’નો (એટલે શત્રુંજય તથા ગિરનારનો) સંઘ કાઢ્યો હતો. આ સંઘમાં મહારાજશ્રી પોતે ગયા હતા. એટલે એમણે ઢાળિયામાં એ સંઘયાત્રાનું તાદશ વર્ણન કર્યું છે.
૭૮
શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃત ભાષાનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો એની પ્રતીતિ એમણે મુનિ કીર્તિવિજયજીના આગ્રહથી ‘અધ્યાત્મસાર’ ઉપર ‘ટબો’ લખ્યો હતો એ ઉપરથી થાય છે. આ ‘ટબો’ એમણે વિ. સં. ૧૮૮૧ના ચૈત્ર સુદ પૂનમના રોજ પૂરો કર્યો હતો. આ ગદ્યકૃતિમાં એમણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના કઠિન ગ્રંથ ‘અધ્યાત્મસાર’ ઉપર પહેલી વાર ગુજરાતીમાં વિશેષ પ્રકાશ પાડ્યો હતો. એમાં એમના સમયની ગુજરાતી ભાષાની લઢણ જોઇ શકાય છે.
શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃતમાં ‘પ્રશ્નચિંતામણિ’ નામના ગ્રંથની રચના કરી છે અને બે વિભાગમાં દરેકમાં ૧૦૧-૧૦૧ પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રપ્રમાણો સાથે આપ્યા છે. એમાં એમની બહુશ્રુતતાનાં સુભગ દર્શન થાય છે.
શ્રી વીરવિજયજીનો શ્રોતાભક્તવર્ગ પણ કેટલો બધો સજ્જ હશે તે આ ગ્રંથોની રચના પરથી જણાય છે. વળી એમણે અમદાવાદમાં એક ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાન માટે ‘વિશેષાવશ્યક' જેવો કઠિન, તત્ત્વગંભીર ગ્રંથ પસંદ કર્યો હતો. એ પણ આ વાતની સાક્ષી પૂરે છે.
ઇ. સ. ૧૯૦૮માં અમદાવાદના શ્રી ગિરધરભાઇ હીરાભાઈ શાહે પોતાના દાદા શ્રી પુંજાશા પીતાંબરદાસ કે જેઓ શ્રી વીરવિજયજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા તેમની પાસેથી સાંભળેલી અને બીજાઓ દ્વારા જાણેલી માહિતીના આધારે શ્રી વીરવિજયજી વિશે ‘ટૂંકો પ્રબંધ’ લખ્યો છે. તેમાં બે-ત્રણ વિગતો એવી આવે છે કે જેનો અન્યત્ર ક્યાંય ઉલ્લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org