________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી
૭૯
થયો નથી. તેમણે શ્રી મગનલાલ વખતચંદ પાસેથી એ વાતો સાંભળી હતી. એક વાર કોઈકે મહારાજશ્રીને એવી વાત કરી કે અમુક ગામના કોઈ શ્રાવક ભાઈ આનંદઘનજીનાં પદોનો અર્થ બરાબર શ્રી આનંદઘનજીના હેતુ અને આશય પ્રમાણે કરી શકે છે. મહારાજશ્રીએ કહ્યું, પદકે સ્તવનના અર્થ પોતાની વિદ્વતા પ્રમાણે કોઈ કરી શકે, પણ કવિના હેતુ કે આશય પ્રમાણે જ તે બરાબર કરી શકે છે એવું હંમેશાં દરેક વખતે ન કહેવાય, કારણ કે કવિનો આશય કેટલીક વાર ઘણો ગૂઢ હોય છે.” ત્યારપછી બીજે દિવસે એ શ્રાવક ભાઈ મહારાજશ્રીને મળવા આવ્યા. તે વખતે મહારાજશ્રીએ એમને શંખેશ્વર પાર્શ્વનાથ વિશેનું પોતાનું એક સ્તવન આપ્યું કે, જેની પ્રથમ પંક્તિ હતી “સહજાનંદી શીતળ સુખભોગી'. એ સ્તવનના અર્થતે ભાઈ કરી ન શક્યા એટલું જ નહિ, સ્તવન કયા ભગવાનનું છે તે પણ જણાવી ન શક્યા. એટલે મહારાજશ્રીએ એમને કહયું કે “કાવ્યના શબ્દાર્થ કરી બતાવવા એ એક વાત છે અને કાવ્યના રચનારનો આશય બરાબર કહી બતાવવો એ બીજી વાત છે. આશય ન જ કહી શકાય એવું નથી, પણ તેવો દાવો કરી ન શકાય.”
મહારાજશ્રી કવિ દલપતરામ ડાહ્યાભાઈના સમકાલીન હતા. દલપતરામ અમદાવાદમાં રહેતા હતા અને ગુજરાતી કવિતામાં એમનું નામ એ જમાનામાં અગ્રગણ્ય હતું. એ જમાનામાં સંસ્કૃત વૃત્તમેળ છંદોને બદલે માત્રામેળ છંદોમાં અને દેશીઓમાં ગુજરાતી કવિતાની રચના થતી હતી. કવિતા ગેય પ્રકારની જ હોય એવો મત પ્રચલિત હતો. મહારાજશ્રીની કવિતાની ભાષા, લઢણ વગેરે કેટલેક અંશે દલપતરામની કવિતાને મળતી આવે છે, પરંતુ દલપતરામની કવિતાનો પ્રભાવ મહારાજશ્રીની કવિતા ઉપર પડ્યો હોય એવું જણાતું નથી. તેઓ બંને પરસ્પર મળ્યા હોય એવો પણ ક્યાંય નિર્દેશ મળતો નથી. પરંતુ મહારાજશ્રીએ “સ્થૂલિભદ્રની શિયળવેલ'ની જે રચના કરી તેના મૌલિક કવિત્વથી દલપતરામ બહુ પ્રભાવિત થયા હતા અને એમણે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org