________________
૭૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
સંપ્રદાયનો વિજય જાહેર કર્યો. આમ અમદાવાદમાં આ એક ઐતિહાસિક ઘટના બની ગઈ. એનો મુખ્ય યશ શ્રી વીરવિજયજીને ફાળે જાય છે, કારણ કે એ વખતે એમણે આગમગ્રંથોનું અને સૂત્ર સિદ્ધાન્તોનું સૂક્ષ્મ અવગાહન કરી લીધું હતું.
શેઠ મોતીશાહ વિ. સં. ૧૮૮૮માં મુંબઈમાં ભાયખલામાં પોતાની વાડીમાં શત્રુંજયની ટુંક જેવું મંદિર બંધાવ્યું અને એની પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો એ પ્રસંગે શ્રી વીરવિજયજી મહારાજે ભાયખલાની ટુંકનાં ઢાળિયાંની રચના કરી હતી. શ્રી વીરવિજયજી તે વખતે મુંબઈ જઈ શક્યા નહોતા કારણ કે ત્યારે મુંબઈ સુધીનોવિહારનો રસ્તો નહોતો. વહાણમાં બેસીને જવું પડતું. ત્યારે સાધુઓનો વિહાર સૂરત સુધીનો જ હતો.
શેઠ મોતીશાહના સ્વર્ગવાસ પછી શત્રુંજય પર્વત પરની શેઠ મોતીશાહે બંધાવેલી ટુંકમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો મહોત્સવવિ. સં. ૧૮૯૩ના મહા વદમાં એમના પુત્ર ખીમચંદભાઈ તરફથી યોજવામાં આવ્યો હતો. એ મહોત્સવમાં શ્રી વીરવિજયજી મહારાજ પણ પધાર્યા હતા. નજરે નિહાળેલા એ મહોત્સવનું વર્ણન કરતાં ઢાળિયાં શ્રી વીરવિજયજી મહારાજે લખ્યાં છે.
મહારાજશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૮૯૯માં અમદાવાદથી પંચતીર્થની યાત્રાનો સંઘ નીકળ્યો હતો. અમદાવાદના શેઠ હીમાભાઈ વખતચંદ, હઠીસિંઘ કેસરીસિંઘ અને મગનભાઈ કરમચંદે સાથે મળીને આ સંઘનું આયોજન કર્યું હતું અને તેમાં જોડાવા માટે શ્રી વીરવિજયજીને વિનંતી કરી હતી. બહુ ધામધૂમપૂર્વક આ સંથે પ્રયાણ કર્યું હતું. યાત્રિકો માટે વ્યવસ્થા કરવા ધન ખર્ચવામાં કંઈ કમી રાખી નહોતી. પરંતુ સંઘ લગભગ પાલનપુર પાસે ચિત્રાસણી ગામે પહોંચ્યો ત્યારે ત્યાં કોલેરાનો ભયંકર ઉપદ્રવ થયો હતો. એથી ગભરાટને લીધે યાત્રિકોએ ભાગાભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org