________________
ગન કંટ્રોલ
ભારતમાં, વિશેષતઃ મુંબઇ અને બીજાં કેટલાંક શહેરોમાં વધતી જતી ગુનાખોરીમાં ગોળી ચલાવી હત્યા કરવાના બનાવો ઉત્તરોત્તર વધતા ચાલ્યા છે. દુનિયાના બીજા દેશોમાં પણ એવા બનાવોની વૃદ્ધિ થતી રહી છે. ભારતમાં એકંદરે ઘાતક શસ્ત્ર ધરાવવા પર ઘણાં કડક નિયંત્રણો છે, તો પણ ગન વાપરનારા નાગરિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ગેરકાયદે દાણચોરીથી શસ્ત્ર મેળવી તે છૂપી રીતે રાખનારા ગુંડાઓની ટોળકીની વાત તો વળી જુદી છે.
વેર લેવાનો એક અધમ માર્ગ તે માણસને જગતમાંથી કાયમની વિદાય આપવાનો છે. એક મુખ્ય વ્યક્તિનું અસ્તિત્વ મટતાં પરિસ્થિતિ નવાં પરિમાણ ધારણ કરે છે. રાજકારણમાં આવી હત્યાઓ વધવા માંડી છે. મુંબઇ જેવાં મોટાં શહેરોમાં રાજદ્વારી નેતાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, દાણચોરો, અપહરણકારો, ગુંડાઓ વગેરેની ગન ચલાવી હત્યા કરવાના બનાવો ઘણા વખતથી થતા રહ્યા છે. ભારતમાં દિન પ્રતિદિન કાયદેસર શસ્ત્ર ધરાવનાર માણસોની સંખ્યા મુખ્યત્વે મોટાં શહેરોમાં વધતી જાય છે. પંજાબ, કાશ્મીર, આસામ વગેરે પ્રદેશોમાં આતંક્વાદીઓ માટે છૂપી રીતે, ગેરકાયદે પાકિસ્તાન અને અન્ય દેશો દ્વારા ભારતમાં ઘુસાડાતી ગનના બનાવો બહુ બનવા લાગ્યા છે. દુબઇ જેવાં મુક્ત બંદરોમાંથી પણ ગુજરાત, મહારાષ્ટ્રના સમુદ્ર કિનારે શસ્ત્રો ગુપ્ત રીતે ઠલવાય છે. ભારતમાં અતંત્રતા અને અંધાધુંધી ફેલાવવાના આશયથી પણ અન્ય દેશો દ્વારા આવી પ્રવૃત્તિ ઇરાદાપૂર્વક થાય છે.
પથ્થર, લાઠી, છરી, તલવાર, ભાલા વગેરેના પ્રહારથી માણસને ગંભીર રીતે ઘાયલ કરી શકાય છે. એથી કેટલીક વાર મૃત્યુ પણ થાય છે. બંદૂકની ગોળી માણસના પ્રાણ તત્ક્ષણ હણી નાખે છે. લાઠી, તલવાર વગેરેમાં સબળ પ્રતિકારની પૂરી શક્યતા રહે છે. બંદૂકનો પ્રતિકાર જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org