________________
ગન કંટ્રોલ
૧૧
બચી જવાય અને પાસે બંદૂક હોય તો જ થઇ શકે છે. આમ બંદૂક એ નિશ્ચિત મૃત્યુ આણનાર ઘાતક શસ્ત્ર છે. લાઠી, તલવારમાં દુશ્મનની નજીક જવાની જેટલી જરૂર પડે છે તેટલી જરૂર બંદૂકમાં પડતી નથી. પોતે સુરક્ષિત રહીને બીજાને મારી નાખી શકાય છે. અલબત્ત, ટોળકીઓ વચ્ચે સામસામી ગોળીઓની રમઝટ થાય ત્યારે એટલી સુરક્ષિતતા રહેતી નથી. યોજનાબદ્ધ કાવતરું ગોઠવીને ઓટોમેટિક ગનમાંથી ગોળીઓ છોડીને માણસને અવશ્ય મૃત્યુને ઘાટ ઉતારી શકાય છે. વર્તમાન જીવનની આ એક ગંભીર ચિંતાજનક સમસ્યા છે.
દુનિયાભરમાં વધતી જતી આ ધાતક પ્રવૃત્તિ સામે એટલો જ ઉહાપોહ હવે થવા લાગ્યો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા જેવા દેશો એ વિશે ગંભીરપણે વિચારતા થયા છે. ભારતમાં ગનનો પ્રશ્ન એટલો વ્યાપક નથી, તો પણ આ ચળવળમાંથી એણે ઘડો લેવા જેવું જરૂર છે.
રોનાલ્ડ રેગન જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે એમના ઉપર કોઇક પાગલ માણસે બંદૂકમાંથી ગોળી ચલાવી હતી. રેગનને નજીવી ઇજા થઇ. તેઓ બચી ગયા હતા. પરંતુ રેગન સાથેના સ્ટાફના વડા અધિકારી જીમ બ્રેડી સારી રીતે ઘાયલ થયા. તેઓ પણ બચી ગયા, પરંતુ કંઇક અપંગ જેવા થઇ ગયા. આ એક ઘટનાએ જીમ બ્રેડીના વિચારમાં ક્રાન્તિકારી પરિવર્તન આણ્યું. તેઓ ત્યાર સુધી એમ માનતા હતા કે દરેક નાગરિકને ગન ધરાવવાનો અધિકાર છે. પરંતુ આ ઘટના પછી તેમને લાગ્યું કે દરેક નાગરિકને એમ સરળતાથી ગન રાખવા દેવાથી ઘણા ભયંકર અનર્થો થાય છે. અસ્થિર મનના, ઉશ્કેરાટભર્યા ચિત્તવાળા ક્રૂર માણસો દ્વારા અચાનક કેટલાયે નિર્દોષના પ્રાણ જાય છે. એમણે પોતાના વિચારનો ચારે બાજુ પ્રચાર કર્યો. એમણે Gun Controlની હિમાયત માત્ર અમેરિકા જ નહિ, દુનિયાના બધા દેશો માટે કરી. એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org