________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
S
ભાવનાત્મક પ્રચારથી પ્રેરાઈને અમેરિકાની કોંગ્રેસમાં ગન કંટ્રોલ માટે ખરડો રજૂ થયો. શસ્ત્રસુલભતા પર નિયંત્રણો લાદવા માટેની હવા તો અમેરિકામાં અને અન્ય દેશોમાં પ્રસરવા માંડી છે. GunDestroying-ની અને ગન પાછી સોંપી દેવાની હિલચાલ પણ ચાલી છે.
અમેરિકામાં ગન ધરાવવાના નાગરિક હકના રક્ષણ માટે ત્યાંના નેશનલ રાઈફલ એસોસિએશન તરફથી ઘણો પ્રચાર થાય છે. વળી અમેરિકાના બંધારણમાં દરેક નાગરિકને શસ્ત્ર ધરાવવાનો મૂળભૂત હક-Right to bear fire arm આપવામાં આવ્યો છે. પરંતુ ત્યાંના શાણા વિચારકો કહે છે કે બે સૈકા પહેલાં અમેરિકાની જે સ્થિતિ હતી તે સંજોગોમાં શસ્ત્ર ધરાવવાનો હક નાગરિકોને અપાયો તે વ્યાજબી હતો, પરંતુ અત્યારે જે બદલાયેલી અને સુધરેલી પરિસ્થિતિ છે તેમાં બંધારણની એ કલમ કાલગ્રસ્ત અને અપ્રસ્તુત બની જાય છે. આમ, અમેરિકામાં નાગરિકોને છૂટથી અપાતાં શસ્ત્રોના વિષયમાં ઘણી જાગૃતિ આવી ગઈ છે. પ્રચાર માધ્યમોની વિપુલતાવાળા એ દેશમાં વિચારોનો પ્રચાર ઝડપથી થાય છે.
પડોશી સાથે બોલાચાલી થઈ હોય, વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ સાથે અણબનાવ થયો હોય, શિક્ષક કે શિક્ષિકાએ ઠપકો આપ્યો હોય, કોઈ છોકરા કે છોકરીએ ચીડવણી કરી હોય, પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, નોકરીમાંથી રૂખસદ મળી હોય, માતાપિતા સાથે ઝઘડો થયો હોય, કંઈક લૂંટ ચલાવવી હોય, માત્ર મજાક જ કરવા ખાતર હત્યા કરવી હોય એવાં એવાં અનેક નાનાં નાનાં નજીવાં નિમિત્તો ઊભાં થતાં શાળાના કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કે મોટા માણસોએ ગન વડે બીજાની તરત હત્યા કરી નાખી હોય એવા સેંકડો કિસ્સાઓ અમેરિકામાં છેલ્લા ત્રણચાર દાયકામાં બન્યા છે. સ્વરક્ષણ માટે મળતી ગનનો ઉપયોગ અકારણે કે અલ્પકારણે અન્યની હત્યા કરવામાં વધુ થતો રહ્યો છે. દસ બાર વર્ષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org