________________
ગન કંટ્રોલ છોકરાઓ પોતાના પિતાની ગન છૂપી રીતે લઈને શાળામાં આવ્યા હોય એવા બનાવો પણ બનતા રહે છે. દુનિયાના બીજા દેશો કરતાં ગન ચલાવવાની બાબતમાં અમેરિકાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અમેરિકામાં ગમે તે માણસ ગમે ત્યારે દુકાનમાં જઇ ગન ખરીદી શકે છે.
ગન કંટ્રોલના વિષયમાં અમેરિકામાં જેમ જાગૃતિ આવી છે તેમ છેલ્લા એક વર્ષ દરમિયાન બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં બનેલી ભયંકર ઘટનાને કારણે એ બંને દેશોમાં પણ શસ્ત્ર ધરાવવા વિશે વૈચારિક જાગૃતિ આવી ગઇ છે.
કેટલાક સમય પહેલાં બ્રિટનમાં સ્કોટલેન્ડના એક નાના ગામમાં એકલવાયું જીવન જીવતા, માનસિક અસ્વસ્થતા ધરાવતા કોઈ એક નિરાશાવાદી માણસે એક શાળાના વ્યાયામ વિભાગમાં જઈ પોતાની ગન વડે એક સાથે વીસેક નાનાં બાળકોને મારી નાખ્યાં અને બીજા કેટલાંકને ગંભીર રીતે ઘાયલ કર્યા હતાં. આ ઘટનાએ માત્ર બ્રિટનમાં જ નહિ, પણ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. માણસ ગન ધરાવતો હોય અને મગજનો અસ્થિર હોય તો અચાનક કેટલી બધી જાનહાનિ કરી શકે છે તે આવા દાખલા પરથી જોઈ શકાય છે. બ્રિટનના ઘણા સમાજચિંતકોએ, પત્રકારોએ અને અન્ય નાગરિકોએ ગન કંટ્રોલ માટે અવાજ ઉઠાવ્યો છે. ગમે તે માણસને ગન ન અપાવી જોઈએ એવો મત પ્રચલિત બન્યો છે. શિકારના શોખીન રાજા પ્રિન્સ એડવર્ડ ફિલિપે ત્યારે એવો અભિપ્રાય વ્યક્ત કરેલો કે શસ્ત્ર પર નિયંત્રણ કરવાની શી જરૂર છે? માણસ ક્રિકેટના બેટથી પણ બીજાને મારી નાંખી શકે છે, તો શું તમે બેટ પર પણ પ્રતિબંધ લાવશો? પ્રિન્સ એડવર્ડ ફિલિપની આવી દલીલ કેટલી બધી વાહિયાત છે એ બતાવી એમની આવી મૂર્ખતા ઉપર બ્રિટનમાં પત્રકારો, ચિંતકો વગેરેએ ઘણા પ્રહાર કરેલા.
કેટલાક સમય પહેલાં ઓસ્ટ્રેલિયાના ટામાનિયા રાજ્યમાં એક યુવાને એક કલબમાં જઈ પોતાની ગનથી એક સાથે ઘણા બધાને મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org