________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
નાખ્યા હતા. પોતાના હાથમાં શસ્ત્ર આવતાં માણસ કેટલો બધો ક્રૂર બની જાય છે અને એ ક્રૂરતામાં કેટલો બધો આનંદ માણે છે એનું એને પોતાને પણ ભાન રહેતું નથી.
૧૪
સામાન્ય રિવોલ્વર કે પિસ્તાલ ખીસામાં સંતાડી શકાય છે. એનાથી એક સાથે વઘુ ગોળીઓ છોડી શકાતી નથી, મોટી ઓટોમેટિક ગન દ્વારા એક સાથે ઘડ ધડ ધડ ઘણી બધી ગોળીઓ છોડી શકાય છે અને અચાનક બે ત્રણ મિનિટમાં પચીસ-પચાસ માણસની સામુદાયિક હત્યા કરી શકાય છે. આવી સામુદાયિક હત્યામાં વ્યકિતગત વેરના બનાવ કરતાં માનસિક અસમતુલા જ વિશેષ કારણભૂત બને છે. પાશ્ચાત્ય દેશોમાં ડિપ્રેશન અનુભવતા લોકોની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી છે. આ એક મોટી ચિંતાનો વિષય છે.
દુનિયામાં ગનનું જથ્થાબંધ ઉત્પાદન કરનારા દેશોમાં અમેરિકા, રશિયા, ચીન જેવા મોટા દેશોની ગણના થાય છે. ઇઝરાયેલ જેવો નાનો દેશ પણ તેમાં ઠીક ઠીક આગળ વધેલો છે. અમેરિકાની બનાવટની સ્મિથ એન્ડ વેસન, રશિયાની (જૂના સોવિયેટ યુનિયનની) એ. કે. ૪૭, ઇઝરાયેલની ઉંઝી નામની ગન દુનિયામાં પ્રખ્યાત થયેલી છે. ચીન બીજા દેશોની ગનની સરસ નકલ કર્યા કરે છે.
સ્વિત્ઝરલેન્ડદુનિયાનો સૌથી તટસ્થ અને શાન્તિપ્રિય દેશ હોવા છતાં અને ત્યાં ગનથી ખૂન જવલ્લે જ થતાં હોવા છતાં મોટી કરુણતા એ છે કે ગનનું મોટામાં મોટું બજાર તે સ્વિત્ઝરલેન્ડ છે. દુનિયાની દરેક પ્રકારની ગનના એજન્ટો સ્વિત્ઝરલેન્ડમાં મળશે, ગનના મોટામાં મોટા સોદાઓ સ્વિત્ઝરલેન્ડમાં થાય છે. કાયદેસર અને ગેરકાયદે ગનનો વિપુલ જથ્થો બીજા દેશોની સરકારોને કે વ્યક્તિઓને પૂરો પાડવામાં સ્વિત્ઝરલેન્ડ મોખરે છે. દક્ષિણ આફ્રિકા અને જર્મની જેવા દેશોનો હિસ્સો પણ તેમાં ઠીક ઠીક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org