________________
ગન કંટ્રોલ
૧૫
ગનનો સૌથી વધુ વપરાશ લશ્કરમાં અને પોલીસ ખાતામાં તાલીમ માટે થાય છે. એ ઉપયોગ થવો જરૂરી છે. રોજ રોજ સૈનિકોને અને પોલીસોને દુનિયાભરમાં ગન ચલાવવાની તાલીમ અપાય છે. ગનની બાબતમાં એવું છે કે એક વખત એની તાલીમ લીધા પછીથી પણ જો વખતો વખત એનો મહાવરો રાખવામાં ન આવે તો ધારેલા સમયે ધારેલું પરિણામ એ આપે કે ન પણ આપે. એટલે શાન્તિના સમયમાં પણ દુનિયાના બધા દેશોમાં મળીને લાખો ગન રોજે રોજ મહાવરા માટે ફૂટતી હશે ! ગનની આ ઘાતક અસરકારકતાની ધાકને લીધે જ દુનિયામાં એકંદરે શાન્તિ અને સલામતી જળવાઈ રહે છે. સમાજ-વ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા માટે એ ઉપયોગી છે. (જો કે સહજ રીતે પ્રવર્તતા પ્રેમભર્યા વાતાવરણની શાન્તિની વાત જ અનોખી છે.)
જ્યાં સુધી દુનિયામાં સૈન્ય છે અને પોલીસતંત્ર છે ત્યાં સુધી ગનની જરૂર પડવાની. દેશના સંરક્ષણ માટે તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, પ્રજાની સલામતી માટે ગન અનિવાર્ય છે એ સત્ય સ્વીકારવું રહ્યું. ગન વગરના પ્રજાજનોની આદર્શ સ્થિતિનું નિર્માણ થોડાક પ્રદેશમાં થઈ શકે, સમગ્ર દુનિયામાં ન થઈ શકે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. એટલે જ્યાં સુધી સૈન્ય છે અને પોલીસતંત્ર છે ત્યાં સુધી ગનનું ઉત્પાદન નિરંતર ચાલ્યા જ કરવાનું. પરંતુ સામાન્ય નાગરિકો પાસે ગનનું વધતું જતું પ્રમાણ અટકાવવાના પ્રયાસો અવશ્ય થવા જોઈએ. સમાજના પોતાના જ હિતમાં એ છે.
વધતી જતી વસતી અને વધતી જતી ચોરી, લૂંટફાટની ઘટનાઓ કે વધતી જતી ડાકુગીરીની સામે રક્ષણ મેળવવાના હકને નામે માણસને પાશ્ચાત્ય દેશોમાં બહુ સરળતાથી ગન રાખવાનો પરવાનો મળી જાય છે. કેટલાક દેશોમાં તો ગન ખરીદવા માટે કશું કારણ આપવાની પણ જરૂર પડતી નથી. માત્ર નામ-સરનામું નોંધાય છે. ત્યાં વિદેશના નાગરિકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org