________________
૧૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
પણ એ રીતે છૂટથી ગન વેચી શકાય છે. જ્યાં કારણ બતાવવાની જરૂર પડે ત્યાં શિકારના શોખનું કારણ આપી શકાય છે. વળી જ્યાં ગન માટે પરવાનાની જરૂર હોય ત્યાં પણ પરવાનો મળ્યા પછી એ ગન માત્ર સ્વરક્ષણ માટે જ વપરાય છે એવું નથી. ગન પાસે હોવાથી માણસનો મિજાજ બદલાઈ જાય છે. એથી માત્ર નીડરતા જ નથી આવતી, અભિમાન અને નિર્દયતા પણ આવે છે અને ક્યારે પોતે અચાનક કોઈની હત્યા કરી બેસશે એની માણસને પોતાને પણ ખબર નથી રહેતી. નજીવાં કારણોસર હત્યા થઈ જાય છે. માત્ર પોતાને માટે જ નહિ, સ્વજનો, સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ વગેરેને નિમિત્તે પણ કોઈકની સામે ગનનો ઉપયોગ થાય છે.
જે દેશોમાં બહુ સરળતાથી ગન માટે પરવાના અપાય છે તે દેશોમાં ગન દ્વારા થતાં ખૂનનું પ્રમાણ વધુ રહે છે. ગનનું પ્રમાણ શહેરોમાં જેટલું હોય છે તેટલું ગામડાંઓમાં નથી હોતું. વેરવૈમનસ્ય કે ઝઘડા-લડાઈના પ્રસંગે ગામડાંઓમાં બંદૂકનો ઉપયોગ ઘણો ઓછો થાય છે. જે દેશોમાં ગેરકાયદે ગનનું પ્રમાણ વધુ હોય છે ત્યાં ગન દ્વારા ખૂન, પ્રતિખૂન વગેરેની ક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં આવા બનાવો ઘણા લાંબા વખતથી બન્યા કરે છે.
કેટલીક લૂંટારુ ટોળકીઓ દ્વારા ગન ચલાવી બેંકો લૂંટવાનાં વ્યવસ્થિત કાવતરાં થાય છે. બેંકો લૂંટવાના બનાવો જો વધતા જશે તો તે તે પ્રદેશમાં આર્થિક સમસ્યાઓ પણ ઊભી થશે. રાજકારણમાં વ્યક્તિગત વેર કરતાં પક્ષોનું પરસ્પર વેર વધુ હોય છે. પરંતુ એમાં ગન દ્વારા નેતાઓની હત્યા રાજકીય અસમતુલા સર્જે છે અને વેરની પરંપરા લંબાવે છે. રાજકીય અસ્થિરતા અંતે તો પ્રજાના પોતાના જ અહિતમાં છે.
દુનિયાના કેટલાક દેશોમાં જૂથલડાઈ-ગેંગવોરના બનાવો વધતા ચાલ્યા છે. એક ટોળકીના સભ્યોને બીજી ટોળકીની સાથે દુશ્મનાવટ થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org