________________
ગન કંટ્રોલ
૧૭.
સામસામા ગોળીબાર થાય છે અને પાંચ પંદર મિનિટમાં પાંચદસ માણસની લાશ ઢળી પડે છે. પોલીસ સાથેની ઝપાઝપીમાં પણ અમુક ટોળકીના માણસો તરત ગનનો આશ્રય લે છે અને બેય પક્ષે ખુવારી થાય છે. જ્યાં કોમી તંગદિલી બહુ પ્રવર્તતી હૌય અને કાયદેસર કે ગેરકાયદે ગન સુલભ હોય ત્યાં ગોળીઓની રમઝટ વારંવાર થાય છે. શ્રીલંકામાં, પાકિસ્તાનમાં કરાંચીમાં અને અન્યત્ર આવી ઘટનાઓ કેટલી બધી વાર બની છે! ભાડૂતી ગુંડાઓ રોકીને, તેમને ગન પૂરી પાડીને કે તે માટે સગવડ કરી આપીને તથા ઘણીવારતેમને મોંમાંગી રકમ આપીને બીજાનું ખૂન કરાવવાના બનાવો આધુનિક દુનિયામાં સામાન્ય બની ગયા છે. ભાડૂતી ગુંડાઓએ ભૂલથી (Mistaken dentityથી) એકને બદલે બીજા નિર્દોષ માણસને મારી નાખ્યાની ઘટનાઓ પણ બને છે. ગોળી કોઈ એક માણસ પર ચલાવવામાં આવી હોય અને નિશાનચૂક થતાં બીજાને તે વાગી હોય અને એણે પ્રાણ ગુમાવ્યા હોય એવી ઘટનાઓ પણ બને છે.
પોતાને ગન મળી એટલે ચોવીસે કલાક તે પોતાની પાસે રહે એવું નથી. ઘરમાં સાચવીને સંતાડી રાખી હોય તો પણ ઘરના છોકરાંઓને તેની ખબર પડી જાય છે. કાચી ઉંમરના છોકરાઓ તે છાની છપની લઈ જઈને કોઈકની હત્યા કરવામાં ઉપયોગ કરી લે છે. ઉપયોગ થયા પછી જ એની ખબર પડે છે. પોતાના દીકરાએ જિજ્ઞાસાથી બાપની ગન જોવા હાથમાં લીધી હોય અને તે અચાનક ફૂટતાં છોકરાએ પ્રાણ ગુમાવ્યા હોય એવા અકસ્માતો પણ દુનિયામાં અવારનવાર બનતા રહે છે. બાપની ગન બાપ સામે જ તાકીને હત્યા કરનાર છોકરાઓના કિસ્સા પણ દુનિયામાં બન્યા છે. ગન ચોરાઈ જવાના અથવા ખરી કટોકટીના વખતે જ ઘરમાંથી ગન ન જડવાના બનાવો પણ બને છે. કારખાનામાં બનેલી ગન કારખાનામાં જ વેચાયા વગર પડી રહે એમ નહિ. ગનનું ઉત્પાદન એ એક વ્યવસાય જ છે. એમાં મુખ્ય આશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org