________________
૧
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
કમાણીનો જ હોય. એટલે ઉત્પાદિત થયેલી ગની દુનિયામાં કયાંક ને કયાંક પહોંચી જાય છે. દરેક વ્યવસાયમાં જેમ વેચનાર અને ખરીદનાર વચ્ચે દલાલો, એજન્ટો હોય છે તેમ મનના બજારમાં પણ હોય છે.
દુનિયામાં જેમ કાયદેસર ગનનું વેચાણ થાય છે તેમ ગેરકાયદે પણ એટલું જ થાય છે. કારખાનાંઓ પાસેથી ખરીદનાર તો કાયદેસર નાણાં આપીને ખરીદતો હોય, પણ ખરીદનાર એજન્ટ જુદાં જુદાં માધ્યમો દ્વારા પોતાના દેશમાં કે અન્ય દેશમાં તે બેકાનૂની પદ્ધતિથી બીજાના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આખું તંત્ર ગુપ્ત રીતે ગોઠવાયેલું હોવાથી ઘણીવાર પોલીસતંત્રને તેની ગંધ સુદ્ધાં આવતી નથી.
ગામઠી ગન બનાવવાનું શહેર તથા ગામડાના લુહાર વગેરે કુશળ કારીગરો માટે અઘરું નથી. ભારત જેવા કેટલાક દેશોમાં કાયદેસર તે બનાવી શકાતી નથી, પણ થોડાક નંગ કોઇ બનાવે તો તે પકડી શકાય તેમ નથી. મશીનમાં ઢગલાબંધ બનતી એકસરખી ગન જેવી ચોકસાઈ તેમાં હોતી નથી. પણ તે કામ આપી શકે છે. અલબત્ત, ગન માટેના કારતૂસ બનાવવાનું સહેલું નથી. તે માટેતો વિશિષ્ટ પ્રકારની યંત્રસામગ્રી જોઈએ. ગામઠી કારતૂસ ક્યારેક ન પણ ફૂટે. ભારત, પાકિસ્તાન વગેરે એશિયાના કેટલાંક અર્ધ વિકસિત દેશોમાં ગામઠી પ્રકારની ગન બને છે અને તે ખાનગી રાહે વેચાય છે અને વપરાય પણ છે. કેટલીક વાર તે પકડાય પણ છે, પણ તેનું પ્રમાણ યંત્ર દ્વારા બનતી ગનની સરખામણીમાં નહિ જેવું છે.
ક્યારેક રમકડાંની ગન પણ ભયનું કારણ બની શકે. રમકડાંની ગન હવે તો એવી આબેહૂબ બનાવાય છે કે સાચી ગન અને રમકડાંની ગન વચ્ચેનો તફાવત કળવો મુશ્કેલ થઈ જાય છે. કેટલાક વખત પહેલાં ભારતના એક શહેરમાં ત્રણ ચાર યુવાન ગુંડાઓ ગન લઈને એક સ્ટોરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org