________________
ગન કંટ્રોલ
૧૯ ઘૂસી ગયા.ગન બતાવી મોટી રકમ લૂંટી ગયા. જતી વખતે ગન સ્ટોરના દરવાજા પાસે મૂકી અને ચેતવણી આપતા ગયા કે “ખબરદાર, ગનને કોઇએ હાથ અડક્યો છે તો અંદરથી તરત કારતૂસ ફૂટશે. લુટારુઓના ગયા પછીથી પોલીસને બોલાવાઇ. પોલીસે આવીને જોયું તો ગન સાચી નહોતી. રમકડાંની હતી. અંદર કારતૂસ પણ નહોતાં.
ગનનો ઉપયોગ માત્ર ખૂન માટે જ થાય છે એવું નથી. આપઘાત માટે પણ એનો ઉપયોગ થાય છે. અલબત્ત, ગન વડે આપઘાત કરનારા તો એ ચલાવી જાણનારાજ હોઈ શકે. એવી વ્યક્તિઓમાં લશ્કરના સૈનિકો, પોલીસ ખાતાના સિપાઈ કે અફસરોનું કે તેમના કુટુંબીજનોનું પ્રમાણ વધુ હોય છે. વસ્તુતઃ ગનની સુલભતા કોઈક માનસિક આઘાત કે ઉશ્કેરાટની ક્ષણે તેમની પાસે આપઘાત કરાવે છે. ગન સુલભ ન હોય તો પણ આપઘાત ન થાય એવું નથી, પણ ગન સાથે એવી ગ્રંથિ જલદી જોડાઈ જવાનો સંભવ વધુ રહે છે.
જીવન અને કલા બિંબ-પ્રતિબિંબની જેમ કાર્ય કરે છે. જીવનનો પ્રભાવ કલા ઉપર પડે છે અને કલાનો પ્રભાવ જીવન ઉપર પડે છે. પાશ્ચાત્ય દેશોમાં, વિશેષતઃ અમેરિકામાં ચલચિત્રોમાં ગનનો ઉપયોગ વધુ પડતો બતાવાયા કર્યો છે. વાસ્તવિકતાને નામે એમાં એટલો બધો અતિરેક થતો ગયો કે ગન દ્વારા એકાદ બે હત્યા ન બતાવાઈ હોય તો તે સારું ચલચિત્ર ન ગણાય એવો ખ્યાલ ત્યાંના નિર્માતા-દિગ્દર્શકોમાં પ્રચલિત થઈ ગયો છે. બેહાથમાં બેગન રાખી, તેનો કુશળતાથી ઉપયોગ કરી શત્રુને મહાત કરતા નાયક કે ખલનાયકનું ચિત્ર ઉપસાવવામાં તેઓ ગૌરવ અનુભવવા લાગ્યા. કેટલાંક અનુકરણીય ચલચિત્રોમાં તો વાતે વાતે ગન ફૂટતી બતાવવાનો અતિરેક થઇ ગયો. એની ઘણી માઠી અસર ત્યાંના લોકજીવન ઉપર પડી અને સમાજહિતચિંતકોને સચિત બનવું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org