________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
પડ્યું. હવે ગનના ઉપયોગનું પ્રમાણ ચલચિત્રોમાં ઓછું થયું છે, તો પણ તેની માઠી અસર તો વરતાયા કરે છે. અગાઉ તો કાચી ઉંમરના છોકરાઓ, ક્રોધી સ્વભાવના માણસો ત્યાંના જનજીવનમાં હાલતાં ચાલતાં ગનનો ઉપયોગ કરવા લાગ્યા હતા. હવે જો કે તેનું પ્રમાણ ઘટ્યું છે.
૨૦
બાળકોને રમવા માટે રમકડાંની રાઇફલ, પિસ્તોલ વગેરે પ્રકારની ગનનું ઉત્પાદન કરવા પર દુનિયામાં ક્યાંય નિયંત્રણો હોય એવું જાણ્યામાં નથી. પરંતુ ત્યાં પણ ગન કંટ્રોલના કાયદાને લાગુ કરવાની ઘણી આવશ્યકતા છે. રમકડાંની ગન રમતાં રમતાં બાળકમાં જેહિંસક સંસ્કારો પડી જાય છે તે ક્યારેક તેની પાસે વિપરીત કાર્ય કરાવી બેસે છે. હિંસાના કુસંસ્કારથી બાળકોને વંચિત રાખવામાં એકંદરે તો સમાજને પોતાને જ લાભ છે.
ગન વગરની દુનિયા સંભવિત નથી, પણ ગન વગરનું ઘર સંભવિત છે. ભારતમાં અને અન્યત્ર કરોડો ઘર ગન વિનાનાં છે. એને સાચવી લેવાથી પણ દુનિયામાં વધતી જતી હિંસાને રોકી શકાશે.
જ્યાં સદાચાર છે ત્યાં નિર્ભયતા છે. જ્યાં પ્રેમ અને મૈત્રી છે ત્યાં સદાચારની સુવાસ છે. જ્યાં ત્યાગ અને સમર્પણની ભાવના છે ત્યાં શસ્ત્રના પ્રવેશને અવકાશ નથી. રાષ્ટ્રીય કક્ષાએ શસ્ત્ર નિયંત્રણ અને કૌટુંબિક કક્ષાએ શસ્ત્ર પ્રવેશબંધીના ઉપાયથી માનવજાતના સુખચેનમાં વૃદ્ધિ થશે. આ રોગ હજુ વધારે વધે તે પહેલાં એનો ઇલાજ થાય તો કેવું સારું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org