________________
માંગી-તુંગી
દિગંબર જૈનોમાં સુપ્રસિદ્ધ એવા માંગી-તુંગી નામના તીર્થની યાત્રાએ જવાનું સ્વપ્ન તો ઘણાં વર્ષોથી મેં સેવેલું, પણ ત્યાં જવાનો સુયોગ તો ૧૫મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ પ્રાપ્ત થયો હતો.
દેવલાલી વારંવાર જવાનું થાય અને નાસિક જિલ્લામાં આવેલાં બે દિગંબર તીર્થો તે ગજરંથા અને માંગતુંગી એક એક દિવસમાં જઈને પાછા દેવલાલી આવી શકાય એટલાં નજીક છે એવું સાંભળ્યું હતું. એમાં ગજપથાની યાત્રા માટે તો ત્રણેક વાર જવાનું થયું હતું, પરંતુ માંગતુંગી જલદી જવાનું પ્રાપ્ત થતું નહોતું, કારણ કે તે અંતરિયાળ આવેલું છે. વળી ત્યાં જવા માટે ખાસ સાધન હોય અને સાથે કોઈ જાણકાર હોય તો વિશેષ સરળતા રહે એવું છે.
મેં અને મારાં પત્નીએ ત્યાં જવાનો સંકલ્પ કર્યો અને સદ્ભાગ્યે મારા મિત્ર શ્રી જગદીશભાઈ ખોખાણી અને શ્રી રમેશભાઈ શાહનો સંગાથ મળ્યો. એથી અમારો સંકલ્પ સહજ રીતે પાર પડ્યો.
દેવલાલીથી અમે વહેલી સવારે પાંચેક વાગે નીકળ્યાં, કારણ કે અઢી-ત્રણ કલાકનો રસ્તો હતો. દેવલાલીથી અમે શ્રી જગદીશભાઈની ગાડી લીધી અને શ્રી રમેશભાઈએ એ ચલાવી. મુંબઈ-આગ્રા રોડ પર, નાસિકથી ધુલિયાને રસ્તે લગભગ પોણોસો કિલોમીટર પછી, ચાંદવડ આવે તે પહેલાં, ડાબી બાજુ દેવડા અને સટાણાનો રસ્તો અમે લીધો. ત્યાંથી સટાણા પહોંચતાં લગભગ ૩૪ કિલોમિટર થાય. ડુંગરાઓની તળેટીમાંથી પસાર થતો વળાંકવાળો રસ્તો પરોઢના આછા ઉજાસમાં જાણે આતિથ્ય-સત્કાર માટે ઉત્સુક હોય એવો જણાતો હતો. સટાણા પહોંચી ત્યાંથી અમે તાહેરાબાદ (કેટલાક સ્થાનિક લોકો “તારાબાગ” એવો ઉચ્ચાર કરે છે)નો રસ્તો લીધો. પચીસેક કિલોમીટરનો એ રસ્તો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org