________________
૨૨
સાંપ્રત સહચિંતન -- ભાગ૯ ત્યાંથી એક નાનો રસ્તો ફંટાય છે. એ રસ્તે સાતેક કિલોમિટરે માંગતુંગી આવે છે. માંગી-તુંગી નામના આ પહાડની આકૃતિ જ એવી વિલક્ષણ અને અદ્વિતીય છે કે દૂરથી પણ તરત એ ઓળખી શકાય.
માંગતુંગીના પહાડની તળેટીમાં નાનું ગામડું છે. ત્યાં આ ખાનદેશ વિસ્તારના આદિવાસી લોકો રહે છે. ખાનદેશ બાજુના આ લોકોની મરાઠી ભાષા શિષ્ટ મરાઠી ભાષા કરતાં ઠીક ઠીક જુદી લાગે.
અમે લગભગ આઠ વાગે માંગતુંગી પહોંચી ગયાં. તળેટીમાં ધર્મશાળા છે, ભોજનશાળા છે અને ત્રણ જિનમંદિરો છે. એમાં મુખ્ય મંદિર તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું છે. એનો તથા એમાં પદ્માવતી માતાનો મહિમા પણ ઘણો મોટો છે. બીજું નાનું મંદિર શ્રી આદિનાથ ભગવાનનું છે. ત્રીજું મોટું નવું મંદિર થયું છે તેમાં મૂળ નાયક શ્રી મુનિસુવ્રતસ્વામી છે. એમાં પ્રવેશતાં બંને બાજુની દીવાલોમાં કરાયેલી દેરીઓમાં હારબંધ બાર બાર એમ ચાવીસ તીર્થંકરોની ચારેક ફૂટ ઊંચી ખાસનમાં પ્રતિમાઓ છે. અમે ત્રણે મંદિરમાં દર્શન કર્યાં.
નવકારશી કરી અમે પહાડપર જવા તૈયારી કરી. જેઓએ પૂજા કરવી હોય તેઓએ નીચે સ્નાન કરી, પૂજાનાં કપડાં પહેરી ઉપર જવું પડે છે, કારણ કે ઉપસ્નાન વગેરેની સગવડ નથી. પરંતુ એ માટે વહેલી સવારે ઊઠી તૈયાર થવું જોઇએ. અમારી પાસે એટલો સમય નહોતો.
માંગતુંગી એક જ પહાડનું નામ છે. પરંતુ પહાડ ઉપર એના અખંડ ભાગરૂપે બંને છેડે એક એક વિશાળ ઉત્તુંગ શિલા છે. શિખર, ચોટી કે ચૂલિકા તરીકે એને ઓળખાવી શકાય. ગામમાંથી પહાડનાં પગથિયાને રસ્તે જઈએ તો ડાબી બાજુનું શિખરતે માંગીગિરિ છે અને જમણી બાજુનું શિખર તે તુંગીગિરિ છે. લાંબા પહોળા પહાડ ઉપર બંને છેડે ચૂલિકા રૂપે રહેલાં આશિખરો નક્કર પત્થરનાં છે. બંને ચૂલિકાનો આકાર જુદો જુદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org