________________
કલામાં અશ્લીલતા
કલાના સિદ્ધાન્તો બાજુ પર રહી જાય છે. એટલે જ કલાકારની સૌન્દર્યદષ્ટિ દેવ-દેવીઓની વિડંબનામાં ન પરિણમવી જોઈએ.
કોઈપણ કલાકૃતિ જાહેરમાં પ્રગટ થાય તે પછી તે લોકોના ચિત્તને આઘાત ન પહોંચાડે કે ક્ષોભ ન કરાવે એ જોવાની જવાબદારી સરકારની પણ છે. સરકાર કલામાં શું સમજે? સરકારી માણસોને કલા સાથે શી નિસ્બત ? એવા પ્રશ્નો કરીને કલાકાર છટકી શકતો નથી. અથવા કલાવિવેચકો બચાવ કરી શકતા નથી. કલાકૃતિ પ્રગટ થયા પછી જાહેરમાં સામાજિક સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરવાની આવશ્યકતા રહે છે કે જેથી કોઈપણ કલાકૃતિ કોઈ વ્યક્તિ, સમાજ કે ધર્મને અન્યાય ન કરી બેસે. અલબત્ત, સરકારી કાયદા કાનૂનો એટલા સખત ન હોવા જોઈએ કે જેથી કલા ગુંગળાઇને મૃત્યુ પામે. તો બીજી બાજુ સરકારી કાયદા કાનૂનો એટલા શિથિલ પણ ન હોવા જોઇએ કે જેથી કલાકૃતિને કારણે વિભિન્ન વર્ગો વચ્ચે સંઘર્ષ, વૈમનસ્ય કે હિંસાત્મક અથડામણો થાય.
કલાનું ક્ષેત્ર જેટલું વ્યાપક છે એટલું સંવેદનશીલ છે. એટલે જ સામાન્ય માણસ કરતાં કલાકારની સમાજ પ્રત્યેની જવાબદારી ઘણી મોટી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org