________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
-
-
-
-
-
-
-
હોય અથવા ભાવક વરવાં પાસાનું દર્શન કરી પોતે પણ તેમ કરવામાં રાચવા લાગે. સાચો કલાકાર જીવનની અધમતાનું વાસ્તવિક નિરૂપણ એવી સંયમિત રીતે કરે છે અને એની અભિવ્યક્તિમાં એવું કૌશલ્ય દાખવે છે કે જેથી ભાવક અધમતા કે વિરૂપતાથી વિમુખ બની જીવનની ઉન્નત બાજુ તરફ પ્રયાણ કરવા પ્રેરાય છે. સાચા કલાકારનું કર્તવ્ય ભાવકને જીવનની ઊંચી સપાટી પર દોરી જવાનું છે. જે કલાકૃતિ એના ભાવકને વ્યસની, વ્યભિચારી, નિર્લજ કે અધમ બનવા પ્રેરે તે કલાકૃતિનું મૂલ્ય કશું આંકી શકાય નહિ.
કલા જ્યારે ધર્મના ક્ષેત્રને આવરી લેવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની જવાબદારી ઘણી બધી વધી જાય છે. લોકોની ધર્મભાવના એટલી બધી દઢમૂળ હોય છે અને લોકોની શ્રદ્ધા એટલી ઉત્કટ હોય છે કે એનાથી વિપરીત પ્રકારનું આલેખન લોકો સહન કરી શકતા નથી. પોતાના ઈષ્ટદેવોની વિડંબના દુનિયાના કોઈપણ ધર્મના માણસો સહન કરી શકે નહિ એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. ઈસુ ખ્રિસ્ત હોય કે મહમ્મદ પયગમ્બર, ભગવાન રામ હોય કે ભગવાન વિષ્ણુ, ભગવાન મહાવીર હોય કે ભગવાન બુદ્ધ, સતી સીતા હોય કે માતા મેરી, એ તમામને કલાને નામે અધમ ચીતરી શકાય નહિ. ચીતરવા જઇએ તો લોકલાગણી દુભાય એટલું જ માત્ર નથી, લોકો અસહિષ્ણુ બનીને અચાનક હિંસાનો આશ્રય લે તેવી ઘટના પણ બની શકે છે. એટલે કોઈપણ ધર્મના દેવ-દેવીઓનું લોકભાવનાને આઘાત પહોંચાડે એવું નિરૂપણ કરવાનો અધિકાર કલાકારને રહેતો નથી. કલાકાર એમ કરવા જાય તો લોકોના પ્રકોપનો ભોગ બનાવા માટે એણે તૈયારી રાખવી જોઈએ. આવા હિંસક પ્રત્યાઘાતમાં ક્યારેક કલાકારનો જાન પણ લેવાઈ જાય તો પણ નવાઈ નહિ. લોકલાગણી જ્યારે ઉશ્કેરાઈ જાય છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org