________________
કલામાં અશ્લીલતા
રહે છે, તો પણ કલાએ ક્યારેય જીવનનો વિદ્રોહ કરવો ઘટે નહિ. જીવનનો વિદ્રોહ કરનારી કલા ક્યારેય ચિરંજીવી બની શકે નહિ. આ દષ્ટિએ કલાએ જીવન સાથે સુસંવાદિતા સ્થાપીને એને સમૃદ્ધ અને સભર કરવાનું પ્રયોજન રાખવું ઘટે.
કોઈપણ કલાકાર પોતાની અનુભૂતિને વ્યક્ત કરવાને સ્વતંત્ર છે. પરંતુ કોઈપણ કલાકૃતિનું સર્જન થયા પછી કલાકાર જ્યારે તેને ભાવક સુધી પહોંચાડવા માટે જાહેરમાં મૂકે છે ત્યારે તે કલાકૃતિ પછી કલાકારની માત્ર અંગત બાબત ન રહેતાં જાહેર વિષય બને છે. એટલા માટે જ કલાકારની સમાજ પ્રત્યેની, રાજ્ય પ્રત્યેની જવાબદારી પણ રહે છે. કલાકૃતિ ત્યારપછી જાહેર માલિકીની વસ્તુ બની જાય છે. એની સાથે માત્ર કલાકારને જ નિસ્તબ નથી રહેતી, સહુ કોઇને એની સાથે નિસ્બત રહી શકે છે. કોઈપણ કલાકાર પોતાની કલાકૃતિને પ્રગટ કર્યા પછી એમ ન કહી શકે કે મારી આ કલાકૃતિ ફક્ત મારા જ આનંદ માટે અને ફક્ત અમુક જ વર્ગ માટે છે અને બીજા વર્ગ માટે નથી અથવા અમુક જ ધર્મના લોકો માટે છે અને બીજા ધર્મના લોકો માટે નથી. એટલે કે કલાકૃતિ પ્રગટ થયા પછી સર્વ કોઈની વિચારણાની બાબત તે બની શકે છે. કલાકૃતિને સ્થળ અને કાળનાં કોઈ બંધન નડી શકે નહિ. દુમન રાષ્ટ્રમાં પણ કલાકૃતિ પ્રવેશ કરી શકે છે અને આથી જ સાચા કલાકારની જવાબદારી ઘણી મોટી રહે છે.
જે કલા જીવનના અધમતોને સૌંદર્યમંડિત કરવાનો પ્રયત્ન કરે છે તે કલાના પાયામાં જ કોઈ ત્રુટિ કે કચાશ રહી જાય છે. તેથી તેવી કલાકૃતિઓનું આયુષ્ય ક્યારે તૂટી પડશે તે કહી શકાય નહિ. જીવનમાં સારા અને વરવાં એમ બંને પ્રકારનાં પાસાં હોય છે. કલા જીવનના વરવાં પાસાનું વાસ્તવિકતા બતાવવાને ખાતર આલેખન જરૂર કરી શકે છે, પણ તે એવું ન હોવું જોઈએ કે જેથી કલાકાર પોતે એ વરવાં પાસામાં રાચતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org