________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
નિરૂપણને અપરસનીકે રસાભાસની કોટિ સુધી પહોંચાડી દેતાં અચકાતા નથી. એવી કેટલીક કૃતિઓ છાનીછપની વંચાય પણ ખરી, પરંતુ એથી એવી કૃતિઓનું કલાકૃતિ તરીકે ગૌરવ થતું નથી. કલા વિવેચકો એવી કૃતિઓને સન્માનનીય ગણતા નથી અને કલાના ઈતિહાસમાં તેને કશું સ્થાન મળતું નથી.
કલાકાર જ્યારે કોઈ ઉત્કટ ભાવ કે સંવેદન અનુભવે છે અને તેને વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી ત્યારે તે પોતાની પ્રતિભા અનુસાર તેને વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. એ રીતે કલાકૃતિઓનું સર્જન થાય છે. ભાવ કે સંવેદનમાં અપાર વૈવિધ્ય હોય છે, કારણ કે જીવન પોતે અનંત વૈવિધ્યથી સભર છે. કલાકારે પોતે જે અને જેવું અનુભવ્યું હોય છે તે અને તેવું જો તે ભાવકના ચિત્તાનુભવમાં ન ઉતારી શકે તો તેટલે અંશે તે કલાકૃતિની કચાશ ગણાય. કલાકારની પ્રતિભા અનુસાર કલાકૃતિ ઉચ્ચતા પ્રાપ્ત કરે છે. પરંતુ દરેક કલાકારની પ્રતિભા સમગ્ર જીવન દરમિયાન એકસરખી ઉચ્ચ રહેતી નથી. ઉત્તમ કવિઓ દ્વારા સામાન્ય કક્ષાનાં કાવ્યો પણ લખાયાં છે. સાધારણ કવિએ એકાદ નાના ઉત્તમ કાવ્યની રચના કરી હોય એવું પણ બને છે. પોતાની બદલાતી જતી વિચારસરણી, જીવનવિભાવના કે સારામાઠા તીવ્ર અનુભવોનો કે રોગિષ્ઠ માનસિક ગ્રંથિઓનો પડઘો પણ એમની કલાકૃતિમાં પડ્યા વગર રહેતો નથી.
કલા જીવનનું એક અંગ છે. કલા જીવનને અર્થે છે. કલા જીવન પર અવલંબીને રહે છે. જીવન છે તો જ કલા છે. કલા વગર જીવન હોઈ શકે છે (ભલે તે પ્રાકૃત પ્રકારનું જીવન હોય), પરંતુ જીવન વગર કલાનું ક્યારેય અસ્તિત્વ હોઈ શકતું નથી. એટલે કલા કરતાં જીવન વિશાળ છે અને મહાન છે. અલબત્ત, જીવનને ઘડવામાં, જીવનને સુસંસ્કૃત બનાવવામાં અને જીવનની મહત્તા વધારવામાં કલાનું યોગદાન ઘણું મોટું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org