________________
કલામાં અશ્લીલતા
પોતાના અશ્લીલ ચિત્રોમાં પ્રદર્શન ભરે કે પોતાનાં તેવાં ચિત્રોના ફોટા સામયિકોમાં છપાવે તો તેની સામે વાંધો લેવાનો અધિકાર દરેક નાગરિકને હોઇ શકે છે. સરકાર પણ તેમાં વચ્ચે આવી શકે છે. દુનિયામાં જુદા જુદા દેશોમાં નગ્નતાના કે કામભોગના દશ્યોના ફોટા છાપવા અંગે કે ચલચિત્રો બનાવવા અંગે જુદા જુદા કાયદાઓ છે, તો પણ તે અંગે સરકારે સાવધાની રાખવી પડે છે.
ભરત મુનિએ અને ત્યારપછીના નાટ્યશાસ્ત્ર-વિવેચકોએ નાટકમાં શું શું રજૂ કરી શકાય એના વિધિનિષેધો વિગતવાર બતાવ્યા છે. એનો અભ્યાસ કરીએ તો જણાશે કે પૂર્વના મહાન કલાવિવેચકોએ કલાપરંપરાને યોગ્ય રીતે જાળવવા માટે કેટલી બધી પુર્ણ વિચારણા કરી છે.
કલાકારો પ્રાચીન કાળથી શૃંગારરસનું આલેખન કરતા આવ્યા છે. શૃંગારને રસના રાજા તરીકે ઓળખાવવામાં આવ્યો છે. અલંકારશાસ્ત્રમાં એ રસના પેટા વિભાગો અને તેનાં લક્ષણો પણ દર્શાવવામાં આવ્યાં છે. કવિઓ શૃંગારરસનું નિરૂપણ કરતી વખતે સ્ત્રીનાં અંગાગોનું પણ વર્ણન કરે છે, રતિવિલાસનું નિરૂપણ પણ કરે છે, પરંતુ તેમાં એક પ્રકારનો સંયમ રહેલો હોય છે. કવિઓનો શૃંગાર રસ વ્યંજનાથી સભર હોય છે અને સાચી કલાકૃતિ તો વ્યંજનાથી જ શોભે છે. બધું જ પ્રગટ રીતે કહી દેનારી કલાકૃતિ એટલે કે વ્યંજનાશક્તિ વિનાની કલાકૃતિ સામાન્ય કોટિની ગણાય છે. કવિઓ શૃંગારરસને પણ ગૌરવ ભરી રીતે વર્ણવે છે. કવિઓનો શૃંગાર રસ જો અશ્લીલતાની અંદર સરી પડે તો તેનો અર્થ એ થયો કે કવિની પ્રતિભા સામાન્ય કોટિની છે અને કવિ પોતે રસની અંદર ન રાચતાં અપરસની અંદર એટલે કે કામરસની વિકૃતિના કાદવકીચડમાં રાચે છે.
જે કલાકારો પોતાના અંગત જીવનમાં સ્થૂળ રતિવિલાસના અનુભવથી વધુ પડતા પ્રભાવિત થઈ જાય છે અને જેમની વૃત્તિઓ અતિશય બહેકી જાય છે એવા કેટલાક કલાકારો પોતાના શૃંગાર રસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org