________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
કલાકાર કેટલીકવાર વાસ્તવિકતાને નામે અશ્લીલ દશ્યો કે ઘટનાઓનું નિરૂપણ કરે છે. પરંતુ એ દરેક વાસ્તવિકતામાં સૌંદર્ય તત્ત્વ વ્યંજિત રહેલું હોતું નથી. કલાકાર વિરૂપતાનું નિરૂપણ કરીને પણ તેમાંથી સૌંદર્યની અનુભૂતિ કરાવી શકે છે, તો બીજી બાજુ સ્કૂલ દેહ- સૌન્દર્યનું નિરૂપણ કરવા જતાં પોતે જ વિકૃત રસમાં સરી પડે એવું જોખમ પણ રહે છે.
વીસમી સદીમાં ફોટોગ્રાફી અને ચલચિત્રની શોધ થયા પછી અને વર્તમાન સમયમાં વિડિયો ફિલ્મની સુલભતા પછી દશ્ય-શ્રાવ્ય કલાને બંધનો રહ્યાં નથી. કલાકાર હોય કે ગમાર માણસ હોય, જેને ચાંપ દબાવતાં આવડે તે ગમે તે દશ્યને ઝડપી શકે છે. એને પરિણામે કામભોગનાં અશ્લીલ દશ્યો પણ કચકડામાં ઊતરવા લાગ્યાં છે, પરંતુ એથી તેવી કૃતિઓ કલાકૃતિ બની શકતી નથી. નગ્ન ચલચિત્રોનો વ્યવસાય મોટા પાયા ઉપર આખી દુનિયામાં ચાલી રહ્યો છે. ઉત્તરોત્તર તે વધતો જાય છે. ખાનગી રીતે અને ખાનગી રાહે તેને જોનારા લોકો દુનિયામાં અનેક છે, પરંતુ તેથી તેને ક્લાકૃતિ તરીકે સામાજિક પ્રતિષ્ઠા મળી શકતી નથી. સરકાર પણ તેમાં વચ્ચે આવી શકે છે અને આવવું પણ જોઇએ. સમાજને વિકૃતિઓની ગલીપચીથી દૂર રાખવા, સ્વસ્થ અને નિરામય રાખવા માટે કેટલાક કાયદાઓની અનિવાર્યતા છે. જેમ ચલચિત્રોની બાબતમાં તેમ નગ્ન ચિત્રોની બાબતમાં પણ એ જ નિયમ લાગુ પડવો જોઇએ. કલાકારની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો કોઇને અધિકાર ન હોવો જોઇએ એ સાચું, પરંતુ કલાકારની સ્વચ્છંદતાને રોકવા માટેનો અધિકાર દુનિયાની કોઇપણ સરકારને હોઇ શકે છે. કોઇપણ ચિત્રકાર ગમે તેટલાં નગ્ન, અશ્લીલ ચિત્રો પોતાના ઘરમાં દોરે અને પોતે જોયા કરે અને પોતાના મિત્રોને બતાવ્યા કરે એમાં કોઇને વાંધો ન હોઇ શકે, કારણ કે તે એની અંગત ઘટના બને છે. પરંતુ એ જ કલાકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International