________________
કલામાં અશ્લીલતા
કામભોગ એ પણ જીવનનો જ ભાગ હોવાથી કલામાં પણ તેને સ્થાન મળી શકે છે. જેકલાકારો એવા અનુભવોથીકે એની કલ્પનાથી પ્રભાવિત થઈ જાય છે તે એને અભિવ્યક્ત કરવા કોશિષ કરે છે. પરંતુ એમાં ઘણી સાવધાનીથી અપેક્ષા રહે છે.
નગ્નતા અને અશ્લીલતાની વચ્ચે સામાન્ય રીતે કેટલોકસંબંધ રહેલો છે. તેમ છતાં આપણે એમ નહિ કહી શકીએ કે જ્યાં જ્યાં નગ્નતા છે ત્યાં ત્યાં અશ્લીલતા છે જ. નગ્નતા એ કુદરતનું એક સ્વાભાવિક સ્વરૂપ છે. તેમાં નિર્દોષતા પણ હોઇ શકે છે. નાનાં નાનાં નગ્ન બાળકો નિર્દોષતાથી રમતાં-ફરતાં હોય છે. એમની નગ્નતા કોઈને કઠતી નથી. કુદરતમાં પશુપક્ષીઓ નગ્ન છે, પરંતુ પશુપક્ષીઓની નગ્નતા સ્વાભાવિક છે. એમની નગ્નતામાં કોઈ દોષ રહેલો છે એવું ક્યારેય નહિ જણાય. તબીબી વિજ્ઞાનનાં પુસ્તકોમાં અને કાયદાનાં પુસ્તકોમાં નગ્નતાની કેટલીય વાતો
સ્પષ્ટ શબ્દોમાં લખવી પડે છે. પણ ત્યાં તે સહજરૂપ મનાય છે. ભારતીય સંસ્કૃતિમાં નગ્નસાધુઓનું, નાગા બાવાઓનું સ્થાન હજારો વર્ષથી ચાલ્યું આવે છે. જૈનોના દિગમ્બર સંપ્રદાયમાં મુનિઓ નમાવસ્થામાં રહે છે. એમનાં મંદિરોમાં તીર્થકરોની કે બાહુબલિ વગેરેની ઊભી નગ્ન પ્રતિમાઓ જોવા મળે છે. રોજે રોજ અનેક સ્ત્રી-પુરુષો નગ્ન મુનિઓનાં અને મંદિરોમાં નગ્ન પ્રતિમાઓનાં દર્શન પૂજન માટે જાય છે. તેમાં કશું અસ્વાભાવિક કે ક્ષોભજનક કે અરુચિકર લાગતું નથી. બાહુબલિજીની વિશાળકાય નગ્નપ્રતિમા ઘણે સ્થળે ખુલ્લામાં જોવા મળે છે. એ પ્રતિમાને જોતાં કામવાસના જાગૃત નથી થતી. સંયમ, ઉપશમ અને શાંતિનો ભાવ પેદા થાય છે. આ બતાવે છે કે નગ્નતાનું નિરૂપણ કરવામાં કલાકારને કોઈ પ્રતિબંધ નથી, પરંતુ કલાકાર પોતે વિકૃત કામોત્તેજક ભાવથી નગ્નતાનું નિરૂપણ કરતો હોય તો તે સમાજને અસ્વીકાર્ય બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org