________________
સાંપ્રત સહચિંતન --ભાગ ૯
કેટલાક કલાકારો સ્ત્રીઓની નગ્નતાથી કે કામભોગની ઘટનાથી એટલા બધા અંજાઈ જાય છે કે ડઘાઈ જાય છે કે એનો વિચાર એના ચિત્તમાંથી જલદી ખસતો નથી. નગ્નતા એના ચિત્તમાં સવાર થઈ જઈ એની કલા દ્વારા વિવિધ વિકૃત સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. એવા કેટલાક કલાકારો પોતાના એ અનુભવને શબ્દ, રંગ કે ઈતર માધ્યમ દ્વારા વ્યક્ત કર્યા સિવાય રહી શકતા નથી. કેટલીક વખત એવી કલાકૃતિમાં કલાકારની સાચી અને ઉચ્ચ સૌંદર્યાનુભૂતિ વ્યક્ત થવાને બદલે કલાકારની વિકૃત મનોદશા જ વ્યકત થાય છે. અતૃપ્ત રહેલી કે વકરેલી કામવૃત્તિ કલાકારને જંપવા દેતી નથી. કલ્પનાના માધ્યમ દ્વારા એ ફૂટી નીકળે છે.
જીવનના જે વિવિધ પ્રકારના અનુભવો છે તેમાં પણ વય પછી એક અનુભવ તે કામભોગનો છે. બધાની કામવાસના એક સરખી ન હોય. વળી બધાની કામવાસના સંપૂર્ણપણે યથેચ્છ સંતોષાય તેવું પણ બનતું નથી.
કવિતા, ચિત્રકલા વગેરેમાં જીવનના વિવિધ વિષયોનું આલેખન થાય છે. અરુણોદય, આકાશમાં વાદળાં, મેઘધનુષ્ય, હરિયાળાં વૃક્ષો, સાગરમાં ભરતી ઓટ, નદીનાં સમથળ વહેતાં પાણી, પૂર્ણિમાનો ચંદ્ર, વિકસતાં પુષ્પો વગેરે પ્રકૃતિનાં તત્ત્વો મનુષ્યના ચિત્તને આદ્વાદપૂર્વક પ્રભાવિત કરે છે. તેવી રીતે નિર્દોષ બાળકો, મુગ્ધ કન્યાઓ, વાત્સલ્યસભર માતા, પરાક્રમી પુરુષો વગેરે તથા એમના જીવનમાં બનતી ઘટનાઓ પણ મનુષ્યના હૃદયને કે ચિત્તને સભર બનાવી દે છે. એવે વખતે કલાકારોનું હૃદય નાચી ઊઠે છે અને પોતાના સંવેદનોને વ્યક્ત કરવા કોઈક માધ્યમનો આશરો લે છે. કલાકાર પાસે અભિવ્યક્તિની કલા, મૌલિકતા અને વૈયક્તિતા હોય છે. એ હોય તો જ એની કલાકૃતિ બીજાના હૃદય સુધી પહોંચી તેને આનંદાનુભૂતિ કરાવી શકે છે. જેમ આવાં તત્ત્વો, પ્રસંગો, મનુષ્યો વગેરે કલાનો વિષય બને છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org