________________
કલામાં અશ્લીલતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સુપ્રસિદ્ધ ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈનનાં જૂના અને નવાં એવાં કેટલાંક નગ્નચિત્રો અંગે વિવાદ સર્જાયો હતો. અમદાવાદમાં તો એમના ચિપ્રદર્શન અંગે વિરોધીઓ તરફથી ભાંગફોડિયા પ્રવૃત્તિ પણ થઈ હતી. કલાવિવેચકોમાં પણ હુસૈનનાં ચિત્રો અંગે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે.
લોકોની જે લાગણી દુભાઈ છે તે માટે ચિત્રકાર હુસૈને ક્ષમા માંગી લીધી હતી. જો કે હુસૈને ધર્મદ્વિષથી પ્રેરાઈને સરસ્વતી દેવીનું ચિત્ર ઇરાદાપૂર્વક નગ્ન દોર્યું હોય તો માત્ર ઔપચારિક ક્ષમાયાચના તે માટે પૂરતી ન ગણાય. આ ચિત્ર કેટલાંક વર્ષ પહેલાં દોરાયું છે અને ત્યારથી વિવાદ ચાલતો રહ્યો હતો, પરંતુ પછીથી તે વધુ ઉગ્ર બની ગયો હતો.
કલામાં નગ્નતાનું નિરૂપણ કેટલે અંશે, કેવા પ્રકારનું કરી શકાય એ અંગેની વિચારણા ઠેઠ પ્રાચીન કાળથી ચાલી આવે છે. ભારતીય કલા પરંપરામાં પ્રાચીન કાળથી કેટલાંક ધોરણો સુનિયત થયેલાં છે. એકંદરે કવિઓ, કલાકારો એને જ અનુસરતા રહ્યા છે. આમ છતાં વખતોવખત કલાકારો આ મર્યાદાને ઓળંગી ગયા હોય એવી ઘટનાઓ પણ બનતી રહી છે.
કલાઓમાં કવિતા, ચિત્ર, શિલ્પ, નાટક, ચલચિત્ર વગેરે કલાઓ એવી છે કે જેમાં કલાકાર પોતાના માધ્યમ તરીકે શબ્દનો, રંગનો, પથ્થર વગેરે પદાર્થનો કે નાટક-નૃત્યના અભિનયનો ઉપયોગ કરે છે. તે ઉપયોગ કરતી વખતે તે કોઈ એવા સંવેદનોથી અભિભૂત થઈ જાય છે કે જેને કારણે તે એને વ્યક્ત કરવા જતાં પોતાની કલાકૃતિને વિવાદાસ્પદ બનાવી દે છે, કારણ કે ઉચ્ચ કક્ષાના ધોરણો ક્યારે તે ઉદ્ધઘી જાય છે એની એને પોતાને ખબર નથી હોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org