________________
૧૧૬
સાંપ્રત સહચિંતન –– ભાગ ૯
કોઇ કૉલેજમાં અધ્યાપક તરીકેની નોકરી મળી નહિ. એટલે પત્રકારત્વના ક્ષેત્રમાં હું જોડાયો. મુંબઇમાં ‘જનશક્તિ' નામના વર્તમાનપત્રના તંત્રીવિભાગમાં મેં જવાબદારી સ્વીકારી લીધી. નોકરીને છએક મહિના થયા હશે ત્યાં એક દિવસ મારા પ્રોફેસર શ્રી મનસુખલાલ ઝવેરી મને ‘જનશક્તિ’ માં મળવા આવ્યા. મને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, ‘જૂનથી ઝેવિયર્સમાં ગુજરાતીના લેકચરર તરીકે જોડાવ ખરા ? અમે તમારું નામ સૂચવ્યું છે અને ફાધર તમને સારી રીતે ઓળખે છે. એમની પણ ઇચ્છા છે કે તમે ઝેવિયર્સમાં જોડાવ.’
મને જનશક્તિમાં લેકચ૨૨ કરતાં પણ વધુ પગાર મળતો હતો, પણ કૉલેજમાં લેકચરર તરીકે સ્થાન મળતું હોય તો એ વધારે ગમતી વાત હતી. મારા અધ્યાપકો પ્રો. મનસુખભાઇ ઝવેરી અને પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સાથે હું ફાધર બાલાગેરને મળ્યો. ફાધરે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ફાધરે દરખાસ્ત મૂકી. ‘તમે જુવાન છો, નાની ઉંમરના છો. મારી તમને વિનંતી છે કે તમે સાથે એન. સી. સી. માં ઓફિસર તરીકે પણ જોડાવ.’ મેં તે માટે સંમતિ આપી અને પૂના જઇ એન.સી.સી. માટે ઇન્ટરવ્યૂ પણ આપી આવ્યો. પસંદગી થઇ અને માર્ચથી જૂન સુધી બેલગામના લશ્કરી મથકમાં તાલીમ લેવાનું પણ ગોઠવાઇ ગયું.
ઘણી સંસ્થાઓમાં બને છે તેમ એના મોવડીઓ કરતાં એનો કર્મચારીગણ વધુ ચતુર હોય છે. ફાધર સાથે બધી વાતચીત બરાબર થઇ ગઇ હતી, પરંતુ મારા હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો ત્યારે તે પાર્ટટાઇમ લેકચરરનો હતો. હું ફાધર પાસે પહોંચ્યો. ફાધરે હેડકલાર્કને બોલાવ્યો. એણે કહ્યું, ‘પ્રો. શાહનું અધ્યાપનકાર્ય તો ૨૦મી જૂનથી થશે. એન.સી.સી.ની તાલીમ માટે આપણે ચાર મહિના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International