________________
૧૧૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
સૌજન્યશીલતા એ ફાધરનો એક ઉચ્ચ સગુણ હતો. તેઓ દરેકને સહાયરૂપ થવા હંમેશાં તત્પર રહેતા. કૉલેજના પ્રિન્સિપાલનો એક મોટો કસોટીનો કાળ તે નવા વિદ્યાર્થીઓને દાખલ કરતી વેળાનો રહેતો. ચારે બાજુથી દબાણ આવે. દબાણ આવે તે નબળા વિદ્યાર્થીઓ માટે જ હોય અને નબળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો કૉલેજનાં પરિણામ પર અસર પડે. ફાધર મક્કમ હતા, છતાં નિષ્ફર નહોતા. કોઈને દાખલ ન કરવો હોય તો પણ ફાધર એને પ્રેમથી સમજાવે, ક્યારેકતો સમજાવવામાં કલાક કાઢી નાખે. “ના” કહીને તરત વિદાય ન કરી દે.
એક વખત કૉલેજમાં દાખલ થવા આવેલા બહારગામના એક વિદ્યાર્થીની મુલાકાત લેતાં ફાધરે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, “તારા પંચ્યાશી ટકા કરતાં પણ વધારે માર્કસ છે એટલે સ્કૂલમાં પણ તારો પહેલો નંબર હશે !'
“ના, સ્કૂલમાં મારો બીજો નંબર છે.' વિદ્યાર્થીએ કહ્યું. “તો પહેલે નંબરે આવનારના કેટલા ટકા માર્ક્સ છે?'
એના તો નેવ્યાશી ટકા માર્કસ છે. એ તો બહુ જ હોશિયાર વિદ્યાર્થી છે.' “તો એ કઈ કૉલેજમાં દાખલ થવાનો છે?' “ના, એ તો ભણવાનો જ નથી.”
કેમ?'
એ બહુ ગરીબ છોકરો છે. એની પાસે ભણવાના પૈસા જ નથી.” ફાધર એક મિનિટ વિચારમાં પડી ગયા. એક તેજસ્વી છોકરો ગરીબીને કારણે આગળ ભણી નહિ શકે. ફાધરે કહ્યું, “તું મને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org