________________
ફાધર બાલાશેર
૧૧૩
કેટલાક વિદ્યાર્થીઓની તે માટે મુલાકાત લેવાતી હતી. ત્યારે ઝેવિયર્સમાં દાખલ થવા માટે એટલો બધો ધસારો પણ નહોતો.
ફાધર બાલાગેરે આચાર્ય તરીકે જવાબદારી સંભાળ્યા પછી દરેક વિદ્યાર્થીની જાતે મુલાકાત લઈ પછી એને દાખલ કરવાની પદ્ધતિ અપનાવી. કૉલેજના હૉલમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી. મુલાકાત પછી દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીને તે જ વખતે જાણ કરી દેવામાં આવતી અને તરત ફી ભરાઈ જતી. આર્ટ્સ અને સાયન્સમાં વિદ્યાર્થીઓ તો નવસો જ દાખલ કરવાના રહેતા, પણ દાખલ થવા માટે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ આવતા. ફાધર દરેકની સાથે સરખી વાતચીત કરે. માર્કસ સારા હોય, પણ વિદ્યાર્થી એટલો હોંશિયાર ન લાગે તો તેને દાખલ કરતા નહિ. થોડા
ઓછા માર્કસ હોય પણ વિદ્યાર્થી હોંશિયાર, ચબરાક, તેજસ્વી લાગે તો તેને દાખલ કરતા. ચારપાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓની મુલાકાત લેવાતી. જાણે મોટો મેળો જામ્યો હોય એવું દશ્ય લાગતું. ફાધર બાલાગેર સવારના આઠ વાગ્યાથી સાંજના સાત સુધી, થાક્યા વગર મુલાકાત લેવાનું કાર્ય સતત કરતા. સવારનો નાસ્તો કે બપોરનું ભોજન તેઓ જતું કરતા. વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન તેઓ આખો દિવસ વચ્ચે વચ્ચે લીંબુનું પાણી થોડા થોડા ઘૂંટડા પીધા કરતા. એ વખતે ફાધરની કાર્યદક્ષતાથી અને અથાગ ઉત્સાહથી કામ કરવાની પદ્ધતિથી બધાંને એમને માટે બહુમાન થતું. ફાધર લાગવગને વશ થતા નહિ, તેમ એટલા બધા કડક પણ રહેતા નહિ. ફાધરને પોતાને વિદ્યાર્થીઓની આ મુલાકાતોથી લાભ થતો અને બીજી બાજુ વિદ્યાર્થીઓને પણ લાભ થતો. ફાધરની ઉદારતા અને માનવતાના પણ અનુભવો થતા. ગરીબ વિદ્યાર્થીની ફી તેઓ તે જ વખતે માફ કરી દેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org