________________
સામૂહિક આત્મઘાત
૧૩૧
જીવન માટેની આશા અને શ્રદ્ધા સહિત, ગુરુના આદેશાનુસાર નિશ્ચિત સમયે પોતાના પ્રાણ ત્યજી દીધા. એમના નિર્ણયમાં બુદ્ધિ અને તર્ક કરતાં ઉત્કટ સંવેદનશીલતા, ભાવુકતાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હશે! કદાચ સંમોહક ગુરુ પ્રત્યેની વેવલી શ્રદ્ધાએ કામ કર્યું હશે. ગમે તે હોય, પણ સામૂહિક જીવનવિસર્જનની એક વિલક્ષણ કહેવાય તેવી ઘટના બની ગઈ. આવી ઘટનાઓની યોગ્યાયોગ્યતાનો નિર્ણય કોણ આપી શકે? એ વિશે ઊંડું અધ્યયન-સંશોધન કરનારા પણ એકમત થઈ શકે કે કેમ તે પ્રશ્ન છે. સામાજિક, આધ્યાત્મિક, ઐહિક, પારલૌકિક એમ ઘણાં દષ્ટિબિંદુથી એનું વિશ્લેષણ થઈ શકે.
આવી જ એક ઘટના કેટલાંક વર્ષ પહેલાં પણ બની હતી. ૧૯૭૮માં લેટિન અમેરિકાના ગુયાના રાજ્યના જોન્સ ટાઉન નામના નગરમાં Peoples Temple નામનો ધાર્મિક રહસ્યવાદી પંથ ચલાવનાર જીમ જોન્સ નામના પંથપ્રવર્તક પોતાના અનુયાયીઓને જીવનનો અંત આણવા માટે આજ્ઞા કરી હતી અને અંધશ્રદ્ધાળુ એવા ૯૦૦ થી વધુ સ્ત્રીપુરુષોએ એક સાથે આત્મઘાત કર્યો હતો. આ પૃથ્વીનો અંત આવવાનો છે અને આપણાં સર્જનહારે આપણને પાછા બોલાવ્યા છે એવી માન્યતાના ભોગ આવા ભોળા, ઘણાખરા ગરીબ લોકો બન્યા હતા.
આવા પથપ્રવર્તકો પોતે પોતાની માન્યતાને વફાદાર હોય છે. એવું નથી કે લોકોનો ગેરલાભ ઉઠાવવા માટે તેઓ ખોટી માન્યતાનો પ્રચાર કરે છે. તેમનું વ્યક્તિત્વ મોહક અને પ્રભાવશાળી હોય છે. તેમની વાણીમાં કંઈક જાદુ હોય છે. બેચાર માણસો ખોટી રીતે ફસાય, પણ બસો પાંચસો કે બે પાંચ હજાર માણસો એમની પાછળ ગાંડા થાય અને એમનો બોલ ઝીલવા તત્પર હોય તથા ગુરુ પોતે મરવા તૈયાર થાય તે બાબતને છેતરપિંડી તરીકે લેખી ન શકાય. રશિયામાં સાઈબિરિયામાં, આપઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org